Sky Has No Limit - 59 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-59

Featured Books
Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-59

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-59
મોહીત થાકીને ઓફીસથી આવે છે અને ખાવાનું ગરમ કરીને પીરસવા કહે છે જોસેફ કહે છે મીતાબહેન વહેલાં ગયાં એમનાં હસબંડ બીમાર થયાં છે. એટલે મલ્લિકા વિવેક કરતાં કહે છે હું ગરમ કરીને લાવું છું પણ મોહીત ના પાડે છે કે તું આરામ કર...
મોહીત પછી બધાં પ્રશ્ન પૂછે છે કે તું ડોક્ટરની પાસે ચેકઅપ માટે જઇ આવી ? શું કહ્યુ ડોક્ટરે ? જોબથી કેટલા વાગે આવી ?
મલ્લિકા બધાં પ્રશ્નો સાંભળીને મોહીત સામે જોઇ રહીં પછી બોલી ના જોબ પર ગઇજ નથી મને ઠીક નહોતું. મને પેટમાં ખુબ દુખાવો થઇ રહેલો. મારાથી ડોક્ટર પાસે પણ નથી જવાયુ સોરી પણ કંઇ મને ગમી જ નથી રહ્યું મે પણ ડોક્ટરને ફોન જરૂર કરેલો મને કાલેજ બતાવી જવા જણાવ્યું છે હું કાલે જવાની છું.
મોહીતે થોડી નારાજગી સાથે કહ્યું "તારે મને ફોન કરવો જોઇએ કે તને શારીરીક તકલીફ છે હું ઓફીસથી આવી જાતને આવી સ્થિતિમાં રીસ્ક લેવાની ક્યાં જરૂર હતી ?
મલ્લિકાએ કહ્યું "મોહીત તારાં પર ઓફીસનાં કામનો ખૂબ ભાર છે મને ખબર છે એટલે...
મલ્લિકા આગળ બોલવા ગઇ અને મોહીતે કહ્યું" તો તારે મેરીને સાથે લઇ જઇને બતાવી આવવુ જોઇએ.. આમ તો તું મેરી સાથે... પછી અટકી ગયો શબ્દો ગળી ગયો અને બોલ્યો મેરી સાથે જઇજ શકતને ? ઠીક છે કાલે બતાવી આવીશું. હું ઓફીસથી સીધોજ ત્યાં ક્લીનીક પર આવી જઇશ તું તારી કારમાં પહોચી જજે. હું કાલે બોબને નહીં લઇ જઊં સેલ્ફ ડ્રાઈવ કરીને જઇશ તું બોબને લઇને ક્લીનીક પહોચ જે.
ત્યાંજ મેરી ખાવાનું ભાખરી શાક ખીચડી ગરમ કરીને લઇ આવી અને મોહીતને આપ્યું.. મોહીતે એની સામે નજર કર્યા વિનાંજ થાળી લીધી અને જમવાનું ચાલુ કર્યું.
મોહીત જમીને સીધોજ એનાં રૂમમાં જતો રહ્યો સૂવા માટે અને મલ્લિકા મોહીતને જતો જોઇ રહી.
મલ્લિકાનાં ચહેરાનાં હાવભાવ બદલાઇ ગયાં અને ખરેખર પેટમાં શૂળ ઉપડ્યું હોય એમ ખૂબજ દુઃખાવો થઇ રહેલો... પણ એ ચૂપ રહી. મેરીએ મલ્લિકાની સામે જોયુ અને બોલી મેમ તમારે કઇ દવા લેવાની છે હું તમને લાવી આપુ. મલ્લિકાએ કહ્યું "હુ મારાં રૂમમાં જઉં સૂવા મારાથી આ દુઃખાવો સહેવાતો નથી.
મેરીએ કહ્યું "સરને બોલાવુ ? મલ્લિકાએ કહ્યું "ના ના મારી ત્યાં દવા પડી છે જો ડેસ્ક પર એ ડબો લાવ અને પછી કહ્યું અને ફીઝમાંથી ચીઝ લાવ.
મેરીએ મલ્લિકાને એની દવા લાવી આપી. અને પછી ચીઝ લેવા ગઇ. જોસેફ ડાઇનીંગ ટેબલને બધુ સાફ કરી રહેલો. મલ્લિકાએ મોબાઇલ ઉઠાવ્યો અને મીસીસ Xને મેસેજ કર્યો... એય.. મને ખબર નથી પણ કેમ તારાં ગયાં પછી મને શરીરમાં ખાસ કરીને પેટમાં ખૂબ દુઃખાવો થઇ રહ્યો છે કાલે ડોક્ટરને બતાવવુ જ પડશે. હવે હું આ બોજ ઉઠાવીને થાકી છું આઇ કાન્ટ બેર... મોહીતતો સૂઇ ગયો...
મેરી ચીઝ ક્યુબ લઇને આવી અને મલ્લિકાએ કહ્યું જોસેફને એનાં રૂમમાં જવા દે અને મારાં માટે રેડ વાઇન લાવ નહીતર આ દુઃખાવો મને સૂવા નહીં દે... પ્લીઝ જા...
મેરી પૂછવા ગઇ કે સરને ખબર પડશે તો મને લડશે. મેરીની સામે મલ્લિકા જોઇ રહી અને બોલી" આપણે બધુ કરતાં એને પૂછવા ગયેલાં ? જા બોટલ લાવ મારે સૂવું છે.
મેરી રેડવાઇનની બોટલ અને ગ્લાસ બંન્ને મલ્લિકાને આપી ગઇ. મલ્લિકાએ કહ્યું "તું પણ જા તારાં રૂમમાં હું સૂઇ જાઊં છું એમ કહી વાઇનની બોટલ લઇને એનાં રૂમમાં ગઇ...
મલ્લિકા રૂમમાં આવી અને રૂમ લોક કરી દીધો. એને પેટમાં ખૂબજ દુઃખાવો હતો દવા લીધી અને ઉપર સીધીજ વાઇનની બોટલ મોઢે ચઢાવી અને નીટ વાઇન પી રહી હતી.
ત્યાંજ એનાં ફોનમાં મેસેજ આવ્યો "અરે તું કેર લે, દવા લે કાલે ભલે બતાવવા જાય પણ આ દુઃખાવો શેનો છે ? મોહીતને કહ્યું ? એણે શું જવાબ આપ્યો ?
મલ્લિકાએ મેસેજનો જવાબ આપતાં કહ્યું "હાં કીધુ કાલે ક્લીનીક સીધો જોબથી આવશે મને અહીંથી બોબ લઇ જશે. કાલે ખબર પડે આ દુઃખાવો શેનો છે ?
સામેથી મેસેજનો જવાબ આવ્યો. તું તારું ધ્યાનજ નથી રાખતી આટલું બ્યુટીફુલ શરીર સંભાળતીજ નથી. ભલીભલી અમેરીકન હીરોઇનો પાણી ભરે એવું તો તારું રૂપ છે. હું નહી આવી શકું મોહીત આવવાનો છે કલીનીક એટલે... પણ ડોક્ટરને કહેજે આવુ ના થવું જોઇએ.. અને તને કીધેલુ ડોક્ટરે કે મેડમ તમે હજી ઈન્ટરકોર્સ કરો છો ? પણ પાંચ મહીના પછી સાચવીને... તેં મને બધુ કીધેલુ પણ તારો તો હજી માંડ 3 મહિના થવાનાં... અને પછી પણ ખાસ સાચવણી સાથે કરી જ શકાય મને ખબર છે ભલે મારે છોકરાં ના હોય.. અને પછી સળંગ સ્માઇલીનાં સીમ્બોલ મોકલ્યાં.
મલ્લિકાને એકદમ દુખાવો ઉપડ્યો.. એનાં મોઢેથી મોટી આહ નીકળી ફોન બાજુમાં ફેક્યો અને બોટલ ગટગટાવી ગઇ એને ખબ જ નહોતી થોડાં નશા પછી કે એ શું કેટલું પી રહી છે અને થોડીકજ ક્ષણોમાં ઘસઘસાટ ઊંઘી ગઇ.
*****************
મલ્લિકા ઘરેથી બોબને લઇને કલીનીક પહોચી હજી એનામાં જાણે અશક્તિ હતી દુખાવો બંધ નહોતો થયો અને એ મોહીતની રાહ જોઇ રહી એપોઇન્ટમેન્ટનો સમય નજીક આવી રહેલો મોહીત હજી આવ્યો નહોતો... એણે ફોન કર્યો મોહીતે સ્પીકરથી બોલતાં કહ્યું "સોરી મને થોડો સમય લાગશે તને ડૉ. બોલાવે અંદર જજે હું પહોંચુજ છું તું ચિંતા ના કરીશ પછી આવીને ડોક્ટર સાથે ચર્ચા કરીશું. અને ત્યાંજ એને ડોક્ટરે બોલાવી.. મલ્લિકાએ ફોન કાપ્યો.
મલ્લિકાને તપાસ્યા પછી ડોક્ટરે બ્લડ રીપોર્ટ ઇન્સ્ટન્ટ કાઢ્યો મલ્લિકા સાથે ચર્ચા કરી.. શું શું થાય છે ? ક્યાં દુઃખાવો થાય છે બધુ પૂછ્યું મલ્લિકાએ જગ્યા બતાવી ત્યાં હાથ મૂકી ડોક્ટરે સાધારણ દબાણ આપ્યુ અને મલ્લિકાથી રાડ પડાઇ ગઇ.. ડોક્ટર ચિંતામાં પડી એણે કહ્યું "મલ્લિકા તને આવું ક્યારથી છે ? તું પહેલાં બતાવવા કેમ ના આવી ? વેર ઇઝ યોર હસબંડ ?
મલ્લિકાએ કહ્યું બટ ડોક્ટર મને આ દુઃખાવો શેનો છે ? શું થઇ રહ્યુ છે ? મારું બેબી કેમ છે ? ડોક્ટરે કહ્યું પ્લીઝ કિપ પેશન્શ અને કહ્યું રીપોર્ટ આવે પછી વાત કરીએ યુ જસ્ટ રીલેક્ષ અને સૂવા કીધું.
આમને આમ કલાક નીકળી ગયો. મોહીત હજી આવ્યો નહોતો અને રીપોર્ટ આવ્યો એટલે રીપોર્ટ લઇને ડોક્ટર આવ્યો એમણે મલ્લિકાને કહ્યું "મલ્લિકા તેં ડ્રીંક કરેલું ? આ દુઃખાવા દરમ્યાન ? મેં તને અગાઉ પણ વોર્મિંગ આપી હતી કે તું ડ્રીંક નહીં લઇ શકે તને કોમ્પલીકેશન થવાનાં ચાન્સ છે. તારુ બેબી.. આઇ ડોન્ટ નો.. વોટ ટુ સે.. હું દવાઓ આપુ છું બીજી સ્ટોરમાંથી લઇ લે... ડ્રીંક લીધુ છે તો એ તારાં માટે પોઇઝન સાબીત થશે.. યુ કાન્ટ ડ્રીંક અને ડ્રાઇવ. બીલકુલ રેસ્ટ લેવાનો છે. પ્લીઝ ટેઇક કેર...
ડોક્ટરે દવાઓ લખી આપી અને ફાઇલમાં રીપોર્ટસ મૂકીને ફાઇલ આપી અને મલ્લિકાએ થેંક્સ કહ્યું. મલ્લિકાને થયુ હવે મોહીત નહીં પહોંચે ક્યાંક કામમા અટવાયો છે અને એને આરામ કરવો હતો એણે બોબને બોલાવ્યો ઘરે જવા નીકળી ગઇ અને થોડીવારમાં મોહીતની કાર ડોક્ટરનાં કમ્પાઉન્ડમાં પાર્ક થઇ. એ ઉતાવળો અંદર ક્લીનીકમાં ગયો.
ડોક્ટરને એને તરત અંદર બોલાવ્યો અ રે કેમ આટલુ આટલુ લેઇટ ? અને તારી વાઇફને એમ કહીને રીપોર્ટની કોપી બતાવી બધી ચર્ચા કરી. સાચવવા માટે તાકીદ કરી અને વોર્નીગ આપીને મોહીતને ઘરે જવા કહ્યું.
ચિંતા અને દુઃખ સાથે મોહીત ઘરે પહોચ્યો તો મલ્લિકા કોઇક રૂમનાં સોફા પર આડી પડી હતી મીતાબહેન એને ગરમ કોફી આપી રહેલાં.
મોહીત ગાડી પાર્ક કરી ઘરમાં આવ્યો. સીધો જ મલ્લિકા પાસે પહોંચ્યો અને મીતાબહેનને જોયાં.. એ કંઇ પૂછે બોલે પહેલાં મીતાબહેને કહ્યું "મેમને કોફી આપી છે.. ઠીક છે અને કાલે મારાં મીસ્ટરને ઠીક નહોતું વહેલી ગઇ હતી ઘરે સોરી...
મોહીતે કહ્યું "ઇટ્સ ઓલ રાઇટ પણ હવે એમને કેવુ છે ? મીતાબહેન કહે સારુ છે. થોડી સુગર વધી ગઇ હતી...
મોહીતે મલ્લિકા સામે જોઇને પૂછ્યું "તેં કોફી સાથે દવા લીધી ? અને તેં વાઇન પીધો રાત્રે ? કેમ ? તને કંઇ ખબર પડે છે કે બુધ્ધિ બહેલ મારી ગઇ છે ? મોહીતને ખૂબ ગુસ્સો આવેલો.. અને મલ્લિકા બોલી...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-60