MOJISTAN - 7 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મોજીસ્તાન - 7

મોજીસ્તાન-7

"હેલાવ...કોણ તખુભા બોલો છો ? હાં... હાં... જે ભોળાનાથ..આ તમેં સરપંચ હતા ને...તે અમે ભુદેવ સલામત હતા..આ જોવો હલકટ હબલો અતારના પો'રમાં આંય આવીને કાંય કાંય બોલે છે...કાલ્ય મારા પુત્રની પાછળ હડી કાઢનારો એ નીચ અને અધમ આદમી મને કનડવા કૂતરા ઘોડ્યે ભંહે છે...મારા આંગણામાં ઈના ટાંગા ગંહે છે..."

"હેં...?" તખુભાની સાવ ઈચ્છા ન હોવા છતાં એમને વાત કરવી પડી રહી હતી.

"હા..હા..લ્યો ઈને આપું છું...''
કહી તભાભાભાએ ફોન હબાને આપતા ઉમેર્યું..
"લે વાત કરી લે.. બવ ડાયું થાશ તે દે હવે જવાબ..."

''મારે કોય હાર્યે વાત નથી કરવી...અને કોયને જવાબ નથી દેવો. તમે હાલો મારી હાર્યે..તમારા બાબલાના કરતૂત જોવો...પછી માથે હાથ મૂકીને રોવો..." હબાએ ફોન લેવાની ના પાડી.

તભાભાભાએ ફરી ફોન કાને રાખીને કહ્યું,
"હેં....ઈને સાંભળતા તો તમારું નામ હું બોલ્યો...હેં..? તોય તમારું નામ દેવું જોશે ઈમ..?હા..હા...ઈ સાચું...હેહેહે..."ફોન કાનેથી અળગો કરીને હબાને આપતા એ બોલ્યા,
"તખુભા બાપુ હાર્યે તું વાત નઈ કર્ય ઈમ....?"

તખુભાનું નામ સાંભળીને હબાએ ફોન લીધો.ફોનમાં તખુભા કહી રહ્યા હતા...

"ચીમ અલ્યા..હબલા.. ફાટીને ધુમાડે ગ્યો સો..? મારો ફોન તું લેતો નો'તો ઈમ ?"

"પણ બાપુ તમારું નામ નો'તું દીધું...અને હાંભળો..ભાભાનો બાબલો મારી દુકાનમાં સોપારીના રહનો કોગળો કરી જ્યો સે...
અને કાલ્ય રાત્યે મારી દુકાનના તાળાં ઉપર પોદળો મારી જ્યો સે..હવે તમે નિયાય કરો..હું ઈમને કે'વા આયો સુ..પણ ઈ તો નકરી ગાળ્યું દે સે...અને તીજુ નેતર ખોલીને બાળીને ભષ્મ કરી નાખવાની ધમકી દે સે..'' હબાએ પોતાનો પક્ષ રજૂ કર્યો.

"ફોન ભાભાને દે." તખુભાને હબાની દલીલમાં દમ લાગ્યો અને એમનો આત્મા જાગ્યો.

"લ્યો..હવે દ્યો જવાબ..." કહી હબાએ ફોન તભાભાભાને આપ્યો.

"ઊભો રે..છાંટ નાખવી પડશે.. '' કહી એમણે ઘરમાં મોઢું ફેરવી રાડ પાડી.

"બાબાની માતા...તમે બેહી નો જાતા. જરીક પાણી દે'જો.આ અધમ આદમીએ મારો ફોન અભડાવ્યો છે...અતારના પો'રમાં દરવાજો ભભડાવ્યો છે."

બારણાંની બેઉ તરફની બારસાખમાંથી ઘસાઈને એક મહાકાય શરીર બહાર આવ્યું. વીંખાઈ ગયેલા સફેદવાળવાળું ખુલ્લું માથું, પરસેવાને કારણે કપાળમાં કરેલો કંકુનો રેલાઈ ગયેલો ચાંદલો...ભૂતકાળમાં મૃગનયન રહી ચૂકેલી, પણ હવે સાવ ડુકેલી આંખો...પોપટની ચાંચ જેવું વળેલું નાક અને ગોળ ટીપણાં જેવું શરીર...ધોકા જેવા હાથમાં પાણીનો લોટો પકડીને એ માંડ બહારની જાળીએ આવ્યા...

"હેં... ભાઈ...? દીકરા...તું કેમ આવ્યો છો...? તારા ભાભાને કેમ હેરાન કરે છે બેટા...? બાબો તો તારો નાનો ભાઈ કહેવાય...ક્યારેક તોફાન કરી બેસે...એમ એની પાછળ દોડાય બેટા...? તારી મા તો મારી બેનપણી છે.તું વાલીનો છોકરો ને? જા..બેટા...જતો રહે હોને..એમ તોફાન ન કરીએ હોને...તારી માને કે'જે ગોરાણીમા યાદ કરતા'તા..તું નાનો હતો ઈ વખતે તારી માને હું ખાવાનું દેતી'તી..જા ભાઈ વ્યો જા ડાયો થઈને.'' કહીને ગોરાણીમાએ લોટો ભાભા સામે ધર્યો. ભાભાએ એ લોટામાં આંગળી બોળીને મોબાઈલ પર છટકોરા નાખીને પવિત્ર કર્યો.

સામે છેડે તખુભા અકળાઈ રહ્યા હતા.ક્યારના એ ફોન કાને રાખીને કંટાળ્યા હતા. સવારનો એમનો અમલ પણ ઊતરી ગયો હતો.

''હું એમ કહું છું ભાભા કે તમારા સોકરાનો વાંક..'' તખુભા આગળ બોલે એ પહેલાં ભાભા તાડુક્યા...

''શું ઓચરો છો...ઈ ભાન છે...? મારો દીકરો પવિત્ર આત્મા છે...પ્રભુ સત્યનારાયણના આશીર્વાદથી એક દેવતાએ મારે ત્યાં જન્મ લીધો છે. આ નીચ માણસની વાતોમાં આવીને મારા બાબાનો વાંક કાઢશો તો નરકમાં પડશો..."

''તો દ્યો હબાને.'' તખુભા સલવાયા હતા.

''હા...બોલો બાપુ..." હબાએ ફોન લઈને કહ્યું.

"તું વયો જા બટા...તારી મા વાલી તો સાવ ખાલી હતી..." ગોરાણી એમનું ગાન ચાલુ રાખીને કાન ખંજોળતા હતા.

"હબા...ઈ બાબો એવું નો કરે... તારી કંઈક ભૂલ...'' તખુભાએ ઉતરેલા અવાજે કહ્યું.

"ભીમાભઈના કેમેરા તો ખોટું નઈ બોલેને..‌ કાલ્ય રાત્યે ઈ બાબલો મારી દુકાનના બંધ તાળાં પર પોદળાનો ઘા કરતો'તો ઈ કેમેરામાં આવી જયું સે.. પસી તો તમે નિયાય કરશોને...''હબો ફરી ગર્જ્યો.

''ઈમ સે..? તો આપ ભાભાને...''
તખુભાને ન્યાયનું પલ્લું હબા તરફ નમતું હોય એમ લાગ્યું. તભાભાભાએ ફરી મોબાઈલ પર પાણીની છાંટ નાખી અને મોબાઈલ કાને રાખ્યો...

''નો..હોય..નો...મારો બાબો કદી પોદળાને હાથ લગાડે જ નહીં. એનું પવિત્ર ખોળિયું કદી એ બગાડે જ નહીં.ઈ તો આઠ વાગે એટલે શિવપુરાણ વાંચીને સૂઈ જાય છે. આવું ઘોર કૃત્ય બ્રાહ્મણો કરશે તો તો આ પૃથ્વી રસાતાળ જશે...અને ખાડા હોય ન્યા ખાળ થશે...સાત સાત વરહના દુકાળ થશે...ઈ કેમેરાય ખોટા...
આ હબલાને બોલાવીને નાખો બે સોટા...એટલે સીધીનો થઈ જાય." તભાભાભાએ બરાડા પાડીને કહ્યું.

"તો આપો હબાને..."

''ના ના..કેમેરામાં સોખ્ખું દેખાય સે..તમે એકવાર જોવો પસી કે'જો. તમે ઈમ કે'શો કે આ બાબલો નથી તો મારું માથું અને તમારો જોડો..બસ...? ''હબાએ પણ ગરજીને કહ્યું.

''તો આપ...ભાભાને...'' તખુભા પણ હવે તપ્યા હતા...

હવે આજુબાજુમાં રહેતા લોકો પણ સવાર સવારનો આ ડખો જોઈ એકઠા થયા હતા..એ બધાને જોઈ તભાભાભાને ચાનક ચડી.તખુભા સાથે ફોનમાં વાત કરતા કરતા એમણે લોકોને કહેવા માંડ્યું...

"જુઓ.. લોકો... જુઓ... મારા દીકરાની પાછળ આ નીચ માણસ આદુ ખાઈને પડ્યો છે. તખુભાને પણ સારતો નથી..."

ભેગા થયેલા લોકોએ હબાને સમજાવવા માંડ્યું...પણ હબો સમજવાને બદલે ઉકળી રહ્યો હતો.

"બાબલાએ મારી દુકાનમાં કોગળો કર્યો..મારી દુકાનના બંધ તાળાને "
હબો આગળ બોલે એ પહેલાં એણે બાબાને જોયો. અંદર સૂતેલો બાબો પથારીમાં પડ્યો પડ્યો પિતાજીનું વાકયુદ્ધ સાંભળી રહ્યો હતો. એને એમ હતું કે હબો હાલતો થઈ જશે અને વાકયુદ્ધથી વિજય મળી જશે પણ હબલો હટતો નહોતો.

તખુભાએ કંટાળીને ફોન કટ કરી નાંખ્યો હતો. ગોરાણી હજુ પણ "તારી મા વાલી...સાવ ખાલી હતી...તે દી' તું હતો નાનો.... હવે...જા...બટા વયો જા છાનોમાનો..." એવું ગાણું ગાતા હતા, કારણ કે આખરે એ બાબાની માતા હતા..!

બળુકો બાબો ગોરાણી પાછળ આવીને ઊભો રહ્યો. ગોરાણી અવળું ફર્યા એટલે એમનો ધોકા જેવો હાથ પકડીને બાબાએ ખેંચ્યો...

"મા, તમે માલિકોર જાવ...આંય તમારી જરૂર નથી સાવ...મને દીધો છે એણે ઘાવ અને કરવા આવ્યો છે રાવ...હું હમણાં એનો કરી નાખું છું દાવ....'' કહી બાબો ખડખડ હસ્યો.

"જો જો તમારો બાબલો દાંત કાઢે.ભગવાન તારા ટાંટિયા વાઢે. મારી દુકાને તું કાલ્ય આવ્યો'તો ને ? હારે પોદળો લાવ્યો'તો ને ?"

હબાના એ સવાલોનો જવાબ આપવાનો બદલે એણે હડી કાઢી.

"સાલ્લા..હબલીના...સાલ્લા ગધેડીના.. સાલ્લા કૂતરીના...તું કાલ્ય મારી વાંહે ચીમ ધોડ્યો'તો.. સાવરણી લઈને મને મારવા તું આવ્યો'તો...તારો દાંત મેં તોડ્યો'તો ? "એમ બબડતો બાબો,મોટો ગડબો ગબડતો હોય એમ વાંકો વળીને હબા તરફ ધસ્યો...

ભાભા એને પકડે એ પહેલાં બાબો જોરથી હસ્યો..હબો હજી કંઈ સમજે એ પહેલા એના પેટમાં બાબાનું માથું મરાયું.જાણે હરાયું ઢોર ગોથું મારે એમ બાબાએ માથાનું ગોથું મારીને હબાને ચત્તોપાટ પાડી દીધો. એની છાતી ઉપર પગ મૂકીને એનું બાવડું પકડીને મરડવા લાગ્યો...

"દોડીશ..મારી પાછળ..? હેં...હેં.. હેં....તારી જાતનો હબલો.... હંતાડીસ સુરેશ (દેશી તમાકુની એક બ્રાન્ડ)નો ડબલો...? હેં... હેં... હેં....ભાભાને ફરિયાદ કરવા આવીશ તો હું તારા ગાભા કાઢી નાંખીશ."


નીચે પડેલો હબો બૂમાબૂમ કરવા લાગ્યો.

"ઓય..ઓય...બાપલીયા..બચાવો...કોક આને પકડો..ઝાઝા હાથે જકડો...''

શેરીમાં ભેગા થયેલા માણસો અને ભાભા દોડ્યા...બાબાને બાવડેથી પકડીને હબાને માંડ મુક્ત કરાવ્યો..જેવો બાબો ખસ્યો એવો જ હબો માંડ માંડ ઊભો થઈને હાલવા લાગ્યો...અને જતા જતા બોલવા લાગ્યો...

"પોલીસકેસ કરું...બાબલા... તને તો હું નહીં છોડું...તારું તો હું ભાંગી નાખીશ ભોડું..."

"ઊભો રે... ઊભો રે...હજી તને બતાડું..."કહેતો બાબો લોકોના હાથમાંથી છૂટવા બળ કરવા લાગ્યો.

"બસ બેટા બસ..ચમત્કાર વગર નમસ્કાર નહીં..જોયું લોકો...? એ મૂર્ખ અને પક્ષીના ખરી ગયેલા પીંછા જેવો અધમ હબલો... સવારનો મારી સાથે માથાકૂટ કરતો હતો...બાબાએ કેવો ધોકાવ્યો..? એ તો આપણે મૂકાવ્યો નકર ટીપીને રોટલો કરી નાંખત.જાવ બધા પોતપોતાના કામે..."

તભાભાભા બાબાનો હાથ પકડીને એને ઘરમાં લઈ ગયા.

"બેટા.. તને વાગ્યું તો નથીને..? તને માથામાં વાગ્યું'તું તોય એને માથું માર્યું.. તે તને દુઃખતું તો નથીને...?''

તભાભાભાએ પૂછ્યું ત્યારે તો બાબાને ખ્યાલ આવ્યો કે પોતાને માથામાં વાગ્યું હતું. જડ જેવો બાબો ઘણો કાબો હતો.

*

રવો અને સવો વાડ પાછળ સંતાયા હતા. ઊંચા થોરિયાની એ વાડમાં કેટલાય વેલા અને કેટલીક જગ્યાએ લીમડાના વૃક્ષ પણ હતા.

તખુભાનો ખાસ માણસ જાદવ ઝીણીયો આ માર્ગેથી નીકળવાનો હતો. એને દબોચીને ઠમઠોરવાનો પ્લાન બંને ભાઈઓએ બનાવ્યો હતો.કેટલાય દિવસથી જાદવ ઝીણીયો બાપુની હવાને કારણે હવામાં ઉડતો હતો..અને "રવા- સવાની ઐસી કી તૈસી...ભેગા થાય તો ભોંમાં ભંડારી દઉં.." એમ ગામમાં કહેતો ફરતો હતો.

થોડીવારે જાદવો પોતાની ભેંસ લઈને આવતો દેખાયો..ભેંસ સાથે એક નાની પાડી અને એની શેરીનું કૂતરું પણ ઝીણીયાને સંગાથ કરાવી રહ્યાં હતાં.

જાદવ ઝીણીયો માંડ પોણા પાંચ ફૂટ ઊંચો હતો પણ એ જેટલો બહાર દેખાય છે એટલો જ ભોંમાં છે એમ કહેવાતું. તખુભાનો ખાસ માણસ હોવાથી ગામમાં એની દાદાગીરી ચાલતી.



બોટાદ જઈને રેંકડીમાંથી જૂનાં જીન્સ અને ટીશર્ટ લાવીને એ પહેરતો. રોડ પરથી પચીસ રૂપિયાવાળા ગોગલ્સ પણ એને પ્રિય હતા.

ઝીણીયો ઊભા વાળ ઓળીને ચપ્પટ બેસાડી દેતો. મોસંબીની ચીર જેવા નેણ,ઘોલર મરચાં જેવું નાક,ચૂંચી આંખો અને જાડા હોઠને લીધે એનો દેખાવ થોડો ડરામણો લાગતો પણ રવો અને સવો એનાથી ડરે એવા નહોતા.

આજે પણ ઝીણીયાએ જાડું ખદડ જેવું જીન્સ અને ટીશર્ટ ઠઠાડયા હતા. એની ફાંદને લીધે ટીશર્ટ નીચેથી ખુલ્લું રહેતું.

ઝીણીયાની ભેંસ નજીક આવી એટલે રવો વાડ પાછળથી મોઢા પર કાળું કપડું ઓઢીને ઊભો થયો.વાડીના માર્ગની બંને તરફ થોડી ઊંચી ભેખડોની ઉપર, ખેતરના શેઢે કમર સુધી ઊંચી વાડો હતી.

ભેખડ પર ઉગેલા ઘાસમાં મોં મારતી જતી ભેંસે વાડ પાછળ એકાએક કાળો ઓળો જોયો એટલે એ ડોળા કાઢીને ''ઓં..હોં.. યં.. હક.." કરતી ઊભી રહી ગઈ. ભેંસના આગળના પગ જમીનમાં ખૂંતી ગયા.કાન ઊંચા કરીને વાડ પાછળ ઊભેલા કાળા ઓળા વિશે ખરાઈ કરે એ પહેલાં એના ડેબા ઉપર માટીનું મોટું ઢેફું પડ્યું. પેલું કૂતરું ભસવા મોં ખોલે એ પહેલાં એના ડાચા પર પણ એક ઢેફું આવી પડ્યું.

ભેંસને હવે જોખમ જણાઈ આવ્યું હતું એટલે એ ઊભું પૂંછડું કરતી યુ-ટર્ન મારીને ભાગી. પોતાની માના અચાનક યુ-ટર્નથી નાનકડી પાડી પણ એની પાછળ ઉપડી. કૂતરું બે પગ વચ્ચે પૂંછડી નાંખીને દાંતિયા કરવા લાગ્યું.

"મેરે સપનો કી રાની કબ આવોગી તુમ...બિત જાયે જિંદગાની કબ આવોગી તુમ...''
આરાધના પિક્ચરનું સોંગ ગાતા ગાતા ભેંસની પાછળ સોટી લઈને ચાલ્યા આવતા ઝીણીયાએ ભેંસને પૂંછડું ઊંચું લઈ "ઓંહયક..... ઓંહયક ..." કરતી આવતી જોઈ.

"નક્કી આ હાળી માથે સડી જાવાની..."

ઝીણીયો સોટી નાખીને ભાગ્યો.આગળ ઝીણીયો, પાછળ એની ભેંસ અને છેલ્લે પાડી અને બેઉં પગ વચ્ચે પૂંછડી દબાવીને ભાગતું કૂતરું...વાડીના માર્ગે ધૂળની ડમરી ઉડી હતી.


ભેખડ ઉપર વાડ પાછળ કાળું કપડું ઓઢીને રવો " હુહ હુહ હુહ..." કરતો દોડતો હતો અને સવો ઢેફાંના ઘા કરતો હતો....

"ભેંસ કંઈક ભાળીને ભડકી લાગે સે.." એમ વિચારતો ઝીણીયો હાંફતો હાંફતો દોડી રહ્યો હતો.એવામાં એણે સામેથી તખુભાને ઘોડી લઈને આવતા જોયા.


"ભાગો..તખુભા..ભેંસ ભડકી છે..વગાડી દેહે..." એમ રાડ પાડીને કાંચિડો ઝાડ પર ચડી જાય એમ ઝીણીયો બાપુને જોઈને કૂદીને એક તરફની ભેખડ પર ચડી ગયો.પણ તખુભા કંઈ ભેંસથી ડરે...? એમ એ પાછા ફરે...?

તખુભા પહેલા તો ન ડર્યા.. પણ ઊંચું પૂંછડું લઈને, ફાટેલા ડોળે ધસી આવતા ડોબાને જોઈને તખુભાએ ભયને પારખ્યો... ઘોડી પાછી વાળવા એમણે ચોકડું ખેંચ્યું.

ઘોડી હણહણીને પાછી વળવા આડી થઈ.ધસી આવતા પૂર આડે કરેલી ધૂળની પાળી કાંઈ પૂરને ખાળી શકે ? પાછળ આવતા ઢેફાના ઘા અને કાળા ઓળાને કારણે ભડકેલી ભેંસે પોતાનો રસ્તો રોકીને ઊભેલી ઘોડીના પડખામાં ગોથું માર્યું...!

ગોથાના પ્રહારથી બેવડ વળીને પડેલી ઘોડી, એ ઘોડી ઉપરથી ઉલળીને ભેખડના પથ્થર પર આડા પડેલા તખુભા,તખુભાને પડતા જોઈ ઝીણીયાના ગળામાંથી નીકળેલી રાડ... ઘોડીને ઠેકીને ભાગેલી ભેંસ પાછળ ડાબે-જમણે ઠાઠું હલાવીને દોડતી પાડી, પાડી પાછળ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને દોડ્યું જતું કૂતરું, આ બધાની દોડથી ઉઠેલી ઘૂળની ડમરી અને ક્ષિતિજમાંથી ઊંચે ચડીને પોતાના ધોરી માર્ગ પર ચડેલો સૂર્ય....

રવો અને સવો કાળું કપડું બગલમાં દબાવીને કોઈ જોઈ ન જાય એમ વાડ પાછળ સંતાતા સંતાતા નાસી ગયા.

ઝીણીયાએ સૌ પ્રથમ તખુભાને ઊભા કર્યા. એમના પગ સરખી રીતે જમીન પર રહેતા નહોતા. નધણીયાતા તિબેટમાં ઘૂસેલા ચીની સૈનિકોની જેમ ભેખડના અણીદાર પથ્થરોએ એમના પાછળના પોચા પ્રદેશમાં ઘૂસી જઈને ત્યાં તબાહી નોતરી હોવાનું તખુભાને પ્રતીત થઈ રહ્યું હતું.

"ઝીણીયા...ગોલકીના...તારી ડોહી આ ડોબી લઈને તું અતારમાં ચ્યાંથી ગુડાણો...મારા કૂલાનો કચ્ચરઘાણ વળી ગયો...મારી ઘોડી..." તખુભાથી વધુ બોલતું પણ નહોતું..

આજ સવારથી જ એમનો દિવસ બગડ્યો હતો. સવારના પોરમાં તભાભાભા અને હબલાએ હોબાળો માચાવીને એમના મગજની મેથી મારી લીધી હતી.
જાગીને કરેલો અમલ પણ સાલ્લાઓએ ઉતારી નાખ્યો હતો...

ઠુંગો (નાસ્તો) કરીને પાદર બાજુ ટાઢી હવા ખાવા નીકળ્યા ત્યાં આ ડોબું ક્યાંકથી ધસી આવ્યું હતું...!

રવો અને સવો વાડ પાછળ સંતાઈને દૂર સુધી દોડી ગયા પછી જાણે કાંઈ જાણતા જ ન હોય વાડ પાછળથી માર્ગમાં ઊતરીને વાતો કરતા કરતા ધીમેધીમે ચાલ્યા આવતા હતા. ઝીણીયાની ભેંસે તખુભાને ઘોડી સહિત ઘામાં લીધેલા જોઈને એ બંને નાઠા હતા.

માર્ગમાં ડોળા ચડાવી ગયેલી ઘોડીના મોંમાંથી ફીણ નીકળી રહ્યાં હતાં અને ઝીણીયો બાપુને પકડીને ઊભો હતો...એ જોઈ રવો અને સવો દોડ્યા.

"અરે...આ શું થઈ ગયું...અલ્યા ઝીણીયા...આ બાપુની ઘોડી તો છેલ્લા ડચકાં ખાતી લાગે છે...અને તખુભા, ઘોડી પરથી પડી ગ્યા કે શું...?" સવાએ અજાણ્યા થઈને રાડ પાડી.

"અલ્યા સવા...અને રવા...ભલા થઈને મને ઉપાડી લ્યો..મને ઝટ દવાખાના ભેગો કરો..." એમ કહી તખુભા ડોકું એક તરફ નમાવી ગયા. એમને આંખે અંધારા આવી રહ્યા હતાં. રવા,સવા અને ઝીણીયાએ તખુભાને માર્ગમાં સુવડાવ્યા.

"રવા, જા ઝટ ઘેર જઈને આપણી ગાડી લઈ આવ્ય, તખુભાને કાંતોક તો ફેક્ચર થઈ ગયું લાગે છે.કદાચ, ભાવનગર લઈ જાવા પડશે." સવાએ કહ્યું.

રવો તરત જ દોડ્યો. ગામમાં જે સામું મળ્યું એ બધાને કહેતો ગયો....

"ધોડજો...તખુભાને ઘોડીએ પાડી દીધા છે.અને તખુભાની ઘોડી મરી ગઈ છે."

થોડીવારે સીમમાં જતા એ માર્ગ પર લોકો ટોળે વળ્યાં.આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઈ ગયા.

થોડીવારે રવો એની ટાટા ઇન્ડિકા લઈને આવ્યો.હોર્ન મારીને લોકોને દૂર ખસેડાયાં. સવાએ તખુભાના દીકરા બહાદુરભાને પણ ફોન કરી દીધો હતો.

બધાએ હળવેથી તખુભાને ઇન્ડિકાની પાછલી સીટમાં સુવડાવ્યા. કોઈએ પશુના ડોક્ટરને બરવાળા ફોન કર્યો. ત્યાંથી મળેલી સૂચના અનુસાર ઘાયલ ઘોડીનું મોઢું અને પગ બાંધીને ટ્રેક્ટરમાં ચડાવવામાં આવી.

ઇન્ડિકા ભાવનગર અને ટ્રેક્ટર બરવાળા ઉપડ્યું. ઝીણીયો ઘોડી સાથે ટ્રેક્ટરમાં અને બહાદુરભા રવા સાથે ઇન્ડિકામાં ગોઠવાયા હતા.

તખુભાના થાપામાં મલ્ટીપલ ફેક્ચર થયું હતું. ઘોડીની પાંસળીઓ તૂટી ગઈ હતી.બંનેને છ મહિનાનો ખાટલો આવ્યો હતો.


તખુભાએ પહેલાં તભાભાભાને અને હબલાને, પછી ઝીણીયાને ધરાઈ ધરાઈને ગાળ્યું દીધી હતી.

ગોલકીના હાળા...!!

(ક્રમશ :)