Viral Tasvir - 13 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૧૩)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૧૩)


બાબાના ગંગા જળ છાંટતાની સાથે જ અનિ બેહોશ થઈ ગઈ.
ઇશી ડરેલી ડરેલી બોલી,
બાબા....આ શું થયું અનિને?? દીકરા કઈ નથી થઈ જશે બધું હેમખેમ પહેલા જેવું તું ચિંતા કરીશ નહિ. સારું કર્યું તું સમયસર અહીંયા આવી ગઈ.
અનિ ઉપર એના પપ્પાની રૂહ એ કબજો કરી લીધો છે. એને મેં જોઈ ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે જે આપણે જોઈ શકીએ છીએ એ અનિ નથી.
તું હવે દીકરી સાજી ન થાય ત્યાં સુધી અહીંયા જ રોકાઈ જા ઠીક છે. હા બાબા.....જે તમે કહેશો એ કરીશ બસ મને મારી અનિ પાછી મેળવી આપો.
દીકરા બધું ઠીક થઈ જશે તું ભગવાન અને મા ગંગા પર ભરોસો રાખ માજી બોલ્યા,
હા બેટા !! હું છું ને..આટલું કહી બાબાએ આશ્રમમાં અનિને જગ્યા બતાવી. તમારું રોકાવાનો બધો બંદોબસ્ત અહીં થઈ જશે જમવાનું પણ સમયસર મળી રહેશે.
ખૂબ ખૂબ આભાર આપનો.....ઇશીએ બાબા નો આભાર માન્યો, જય ભોલે કહી બાબા ત્યાંથી જતા રહ્યા.
યે લિજીએ ચાબી, સફેદ સાડી પહેરેલી એક સ્ત્રી ઇશી નજીક આવી અને બોલી,
પરમાનંદને સબ બતા દિયા હે આપકે બારે મેં સબ ઠીક હો જાયેગા આપ ચિંતા મત કરે,
ઠીક હે !! હા.....
ચાવીનો સ્વીકાર કરતા ઇશી બોલી.
માસી તમે ગંગા ઘાટ જઇ આવશો કે હું આવું??
ના ના દીકરા અહીંયા સુધી તું સાથે આવી એ જ ખૂબ મોટી વાત છે હવે હું દર્શન કરીને પાછી ચાલી જઈશ મા ગંગા મારી સાથે જ છે ને પછી જે થશે એ જોયું જશે,
આજે તો અમારી સાથે રોકાઈ જાવ પછી દર્શન કરી નીકળી જજો કાલે, ના રે દીકરા કાલે તો ટ્રેન છે ને મારા છોકરાનો ફોન આવ્યો'તો એણે તો રિટર્ન ટીકીટ બુક કરી દીધી છે.
ચલ ધ્યાન રાખજે તારું અને દીકરીનું અને કંઈપણ જરૂરત હોય તો ફોન કરી દેજે આ લે ફોન નમ્બર જોઈ લે મને તો કઈ જ ખબર નહિ પડે આમાં,
આ લો...
હમણાં થોડા જ સમય પહેલા મળેલા માસી સાથે ઇશીનો ગહેરો નાતો થઈ ગયો કેમ જાણે તે પોતાને ખૂબ મનાવી રહી હતી પણ કોઈક પોતાનું દૂર જઇ રહ્યું હોય એમ લાગી રહ્યું હતું તેને,
ભારે દિલ સાથે તેણે માસીને આવજો કહી દીધું.
અનિ અને ઇશી બન્ને રૂમમાં ગયા,
જૂના જમાનાની યાદ અપાવતા એ રૂમમાં બધું જ
અલગ પ્રકારનું હતું. ઇશીએ કદાપિ ન જોયેલા વાસણો તેમાં હતા,
સામે રાખેલ ટેબલ પર દેવી દેવતાઓના ફોટોની સાથે બાજુની પેટીમાં એક તાંબાની લોટીઓ મુકેલી હતી.
એક નાનું ટાઈપરાઇટરની બાજુમાં વાંસના તાંતણામાથી બનાવેલ એક ચેર હતી. ચોફરતે તેની બાજુમાં કેરોસીનથી સળગતા લેમ્પ મુકેલા હતા જેનું અજવાળું કઈક અલગ જ રોશની આંખોમાં આપી રહ્યું હતું. ચલ બેટા અનિ અહીં થોડો આરામ કરી લે,
ઇશીએ બેડ સાફ કરતા કરતા કહ્યું,
ના મમ્મી મને માથું ભારે ભારે લાગે છે ચા લાવ,
હા લા.........વ્ બોલવાનું ભૂલી ગયેલી ઇશી
આશ્ચર્યચકિત થઈ ગઈ.

હમણાં જ લાવું, ખુશ થઈને ઇશી બહાર તરફ ભાગી,
જે સ્ત્રી હમણાં ચાવી આપીને ગઈ હતી તેની પાસે ઇશી ફરીથી ગઈ અને બોલી,
એક કપ કડક ચા મળશે?? જેની વાતમાં ડર અને ઉદાસીનતા હતી તેના મોઢા પર રહેલી એ સ્માઈલ જોઈને પેલી સ્ત્રી રહી જ ન શકી અને બોલી,
શુ થયું આમ અચાનક આટલા ખુશ??
ઇશી બોલી,
અરે !! કેમ ખુશ ન થવ વાત જ કંઈક એવી છે તો,
શુ થયું પણ એમ કહેશો?? શુ નથી થયું એમ કહેવું છે.
બે હાથ જોડી ઇશીએ સામે રહેલા ગંગા મૈયાના ફોટોને નમન કર્યા અને બોલી,
હે ગંગે તારો ખૂબ જ આભાર આ બધું તારી જ કૃપા છે.
તારા ચરણોમાં આવતા જ મારી દીકરી બોલતી થઈ ગઈ એકસમયે તે હતો જ્યારે તે મારા એ દુઃખો દૂર કર્યા હતા આજે ફરીથી એ સમય પાછો આવ્યો છે તું મારા દુઃખ સમજી અને મને ખુશી આપી. પેલી સ્ત્રી સમજી ગઈ એટલે બોલી,
હમણાં જ મોકલાવું ચા તમારા રૂમમાં અને આ લો પ્રસાદ દીકરીને ખવરાવી દેજો.
ઇશીએ પ્રસાદ લીધો અને ત્યાંથી ચાલી ગઈ.
બેટા !!!! અનિ.....
મમ્મી આપણે કેમ અહીં આવ્યા છીએ??
દીકરા એ બધું પછી તું હમણાં ચલ મજ્જા કરીએ આજે આપણે તું નાની હતી ને તો ઘણી જીદ કરતી હતી કે ગંગા ઘાટ જવું છે આજે તારી એ જીદ પુરી કરીએ ચલ.
સારું લાગશે તને અને ખૂબ મજ્જા આવશે.
હા જઈએ પહેલા હું રુદ્રને કોલ કરી લવ તેનો કોલ હતો મારા પર,
હા.....કરી લે એટલામાં હું કપડાં બદલી લઉં છું.
હેલો.....
હા આંટી બોલો, કેટલે પહોંચ્યા??
ઓ આંટીની માસી તારી દિકું બોલું છું.
કોણ??? એની માને તું મને ભૂલી ગયો???
તું તારી અનિને ભૂલી ગયો??
અરે બાપ રે....!!!! સામેથી જોરથી ચીસ આવી પડી. અનિ સહેજ હકમચી ગઇ પણ પછીથી સાંભળી લીધી ખુદને એ રુદલા તને મિસ કરું છું યાર,
અરે તું ઠીક થઈ ગઈ તને ખબર પડે કઈક??
રૂક....સલોનીને કોંફરન્સમાં લઉ છું.
"આપ જીસ નમ્બર સે બાત કર રહે હે ઉન્હોને આપકે કોલ કો હોલ્ડ પર રખા હે કૃપયા પ્રતીક્ષા કરે યા થોડી દેર બાદ કોલ કરે",
થોડી વાર પછી સામેથી એક અવાજ આવ્યો હા બોલ રુદ્ર,
અરે શુ બોલું સલું....તું જ વાત કર,
કોની જોડે?? યાર જો તું હમણાં કઈક કરવાનો હોય તો પ્લીઝ હન યાર હું મૂડમાં નથી આજે,
હેલો......આવાજ ઓળખાયેલો જણાયો એટલે સલોનીએ ધીમેથી પૂછ્યું,
અનિ ???
હા દીકરી તારી બેન અનિ..
હે ભગવાન.....તું !! ચલ તું ઠીક થઈ ગઈ.
હાસ આજે ઠંડક મળી દિલને,
સૂકુંન મળ્યું.....!!!! હે મા ગંગે
ચલો હવે હું ગંગા ઘાટ પર જઉં છું પછી વાત કરીએ ઠીક છે.
હા જલ્દી આવી જા પાછી ચલ,
હા હવે બેસી રે ને નવરી.....મુક
ચલો બાય.
મમ્મી??? ઓ મમ્મી???
રેડી???
અનિએ ઇશીને બૂમ પાડી.

ક્રમશ :