call center - 59 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૫૯)

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૫૯)

પલવી માનસીની નજીક આવી અને તેની પાસે બેઠી.
પલવી મેં સપને પણ વિચાર્યું નોહતું કે વિશાલસર મને પ્રેમમાં દગો દેશે.દગો તો ઠીક પણ કોઈ બીજા સાથે પ્રેમ પામવા તેણે મારો જ ઉપયોગ કરી મને બદનામ કરી.


********************************

ધવલ મને સમજાવી રહ્યો હતો,પણ મને એમ હતું કે
ધવલ મને પામવા માટે મારી સાથે આવી વાત કરી રહ્યો છે.પણ ધવલની વાત મેં માની નહિ,અને એક પાગલની જેમ તેની પાછળ હું ફરતી રહી.આજ જયારે તેણે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા ત્યારે મારી આંખ ખુલી થોડી પેહલા ખુલી ગઇ હોત તો સારું હતું.

મેં તો મારા લગ્નની બધી જ તૈયારી પણ કરી લીધી હતી.હજુ હમણાં જ ધવલને હું કહી રહી હતી કે વિશાલના આજ હું કપડા લેવા માટે બજારમાં જઈ રહી છું,એટલે આજ હું મેડીકોલ કોલસેન્ટરમાંથી વહેલા જશ,જે રીતે મને તેણે દગો આપ્યો છે એ જ રીતે હું પણ તેને હવે આપીશ.

માનસી હવે જે થઇ ગયું તે થઇ ગયું.વિશાલસર સાથે બદલો લેવાથી તને ખબર છે કે બધી જગ્યાએ નિરાશા જ મળશે.

હા,હું જાણું છું અનુપમ પણ આ પ્રેમનો બદલો હું તેની પાસેથી એક દિવસ જરૂર લશ.કેમકે મને આ પ્રેમમાં તેણે તડપાવી છે,અને મને તડપાવી તડપાવીને તેણે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરયા છે.તેમ કહી તે મેડીકોલ કોલસેન્ટરની બહાર ટેબલ પરથી ચાવી લઇને નીકળી ગઇ.બધા જ મેડીકોલ કોલસેન્ટરની બહાર માનસીને જતી જોય રહ્યા.

ત્રણને ત્રીસ થઇ હતી.પલવી,અનુપમ અને ધવલ ટી-પોસ્ટ પર ચા પીવા માટે ગયા,આજે પલવીનો પણ મૂડ નોહતો પણ ધવલને કહેવાથી તે ટી-પોસ્ટ પર આવી.

માનસીનું શું થશે ધવલ હવે?

આજ બીજું કોઈ નહિ પણ આ ધવલ ખુશ છે.કેમકે એક વર્ષથી તે માનસીને પ્રેમ કરી રહ્યો હતો પણ માનસી વિશાલસરને પ્રેમ કરી રહી હતી એટલે મેળ નોહતો પડતો પણ આજ મેળ પડી ગયો.

અનુપમ મેં ધવલને સવાલ કર્યો છે તને નહિ?

આજ પલવી અનુપમને નફરત કરવા લાગી હતી.જે પલવી અનુપમની નજીક બેસવા આતુર હતી આજ તે જ પલવી અનુપમની સામે બોલવા પણ રાજી ન હતી.

શું કામ પલવી તું અનુપમ સાથે આવું વર્તન કરે છે?એ તો તને આજ પણ પ્રેમ કરે છે.

એ મને ફક્ત પ્રેમ કરે છે લગ્ન મારી સાથે કરવા નથી માંગતો...!!આતો માનસી જેવું થયું.કે પ્રેમ વિશાલસરને તેણે અનહદ કર્યો અને અંતે વિશાલસર કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા,આ અનુપમ પણ મારી સાથે આજ કરવા માંગે છે.તેમ કહીને પલવી ટી-પોસ્ટ પરથી ઉભી થઇ ગઇ.


અનુપમ અને ધવલ એકબીજાની સામે જોય રહ્યા.ધવલ એક દિવસ તું ખુશ હો તો એક દિવસ હું દુ:ખી હોવ,અને એક દિવસ હું ખુશ હોવ તો તું ખુશ હો.આ જિંદગી કેવી છે યાર..!!મને તો એમ હતું કે નંદિતા અને પલવી બંને મળીને નક્કી કરી લેશે કે મારે કોની સાથે રહેવું પણ હજુ નંદિતાનો તો મારી પર ફોન આવ્યો જ નથી.તે શું કરશે મારી સાથે ભગવાન જાણે.

આજ માનસી એ વિશાલસરને સો ઉપર કોલ કર્યા હતા પણ વિશાલ સર તેનો એક કોલ રિસીવ કરી રહ્યા ન હતા.તે ઘરની બહાર ગઇ અને બાજુના ઘર માંથી કોઈ બીજાનો ફોન લઇ આવી,અને વિશાલ સરને ફોન કર્યો.

તરત જ વિશાલ સરે તે નંબર માંથી ફોન રિસીવ કર્યો.
કેમ મારા નંબર પરથી ફોન રિસીવ નથી કરી રહ્યો ડર લાગે છે ને તને કે હું કંઈક કરીશ તો.બધુ જ મારી પર આવશે.

નહિ,માનસી મને તો કોઈ ડર નથી..!!

નપટ,અહીં મુંબઈમાં તે મને લગ્નની ખરીદી કરવાનું કહ્યું,અને ત્યાં બેંગ્લોરમાં જઈને તે કોઈ બીજી સાથે લગ્ન કરી લીધા,હું તને અનહદ પ્રેમ કરતી હતી,અને તે મને દગો કર્યો.

હું અને તને પ્રેમ કરું,તારામાં એવું તો શું છે કે હું તને પ્રેમ કરું.તારી સાથે લગ્ન કરવા એ કરતા બેટર છે કે હું મારી જિંદગી પાયલ સાથે જ વિતાવું.

મને ખબર છે,વિશાલ કે તે બેંગ્લોર વાળી છોકરી સાથે
લગ્ન કરવા માટે તે મારો ઉપયોગ કર્યો છે.મને બદનામ કરી તેની સાથે તે લગ્ન કરી લીધા છે,પણ હું તને નહીં છોડું.વિશાલ એ દગાનો બદલો હું જરૂર લઇશ.

હું હવે મુંબઈ આવું તો તું મને દગો આપીશને?હું હમેશાં માટે હવે બેંગ્લોર જ રહેવાનો છું.મુંબઈ મેડીકોલ કોલ સેન્ટરમાં કાલથી જ એક મેનેજર આવશે સંજય વોરા તે એ કોલ સેન્ટર સંભાળશે.
તારે જોબ પર રેવું હોઈ તો રહેજે અને ન રેહવું હોઈ તો પણ કઈ નહિ.

વિશાલ તું ખોટું કરી રહ્યો છે...!!

તો શું હું ફરી મુંબઈ આવી તારી સાથે લગ્ન કરું.મારા જેની સાથે લગ્ન થયા છે તે છોકરી અબજોપતિ છે,અને તેના બાપની એકની એક છોકરી છે,અને તારી પાસે શું છે?હું તારી સાથે લગ્ન કરું.તું મને હવે ભૂલી જા માનસી અને કોઈ સારો છોકરો શોધીને લગ્ન કરી લે.

અને સાંભળ મેં તારો જ ઉપયોગ કરીને પાયલ સાથે છૂટાછેડા લીધા હતા,અને તારો જ ઉપયોગ કરીને આજ આ કવિતા સાથે લગ્ન કરી લીધા છે.તારા અને મારા સબંધ ક્યારે હતા?કોણ માનસી?હવે હું બધું જ
ભૂલી ગયો છું,એટલે તું મને ફોન કરી કરીને યાદ કરાવ નહિ,અને તું પણ એ બધું ભૂલી જા.

માનસી એ ફટાક કરતો ફોન મેકી દીધો,અને બેડ પર પડીને સુઇ ગઇ.તે વિચારી રહી હતી કે ધવલ મને કહી રહ્યો હતો કે વિશાલ તને દગો દય રહયો છે,વિશાલ તારા શરીરનો ઉપયોગ કરી રહ્યો છે,પણ મેં એકવાર પણ તે તરફ વિચાર ન કર્યો.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup