0લવ બ્લડ
પ્રકરણ-48
જંગલનાં પશ્ચિમ છેડે આવેલાં ડુંગરાળ પ્રદેશમાં બાબા ડમરુનાથની જમીનો હતી બધી પચાવી પાડેલી એ પણ જબરજસ્તીથી કરેલા કબજાવાળી એમાં પણ એણે જડી બુટ્ટીઓ ઉગાડી હતી એમાં ફાર્મહાઉસ જેવો આશ્રમ બનાવેલો. કહેવાતો આશ્રમ પણ બધાં ગોરખધંધા ચાલતાં હતાં.
આજે અહીં બંગાળનાં ચીફ મીનીસ્ટર નહીં પરંતુ ડ્રગની હેરાફેરીમાં સંડાવાયેલાં રાજકારણી કમ ડ્રગનો ધંધો કરનાર રાજકારણી ગુંડો સાહા મલીક અને મેઘાલયનો ભ્રષ્ટ મંત્રી આવ્યા હતાં. બંન્ને જણાં પોતાની લકઝરી કારમાં અહીં પહોંચી ચૂક્યાં હતાં.
ડમરૂનાથ બાબાએ ટી મરચન્ટ અને ટી ગાર્ડનનાં માલિકોને ખોટી માહિતી આપી હતી કે બંનાં ચીફ મીનીસ્ટર સાથે મીટીંગ છે.. બલ્કે બંગાળનાં ચીફ મીનીસ્ટરનો ડ્રગની હેરાફેરી અને જંગલમાં અવૈધાનીક અને ગેરરીતીથી પચાવી પાડનાર ડમરૂનાથ બાબાની શોધમાંજ હતી એને પકડીને ડ્રગનો આ મોટો સપ્લાયરને પકડવો હતો. બધુજ ઊંધુ બોલી રહેલો ડમરૂનાથ.
કોલકત્તા પોલીસની સ્પેશીયલ ટીમ SIT આવી પાછળ છેલ્લાં ત્રણ વર્ષથી લાગેલી છે એટલે બાબો હવે ટી ગાર્ડન્સ ખરીદીને પોતાનો ચા ના બગીચા અને એનો ધંધો છે એ બતાવવા ટી ગાર્ડન્સ ખરીદવા ઇચ્છતો હતો અને એટલે જ બધાને હાથ પર લઇને પેંતરા રચીને ટી ગાર્ડન પર ડોળો જમાવેલો. એનાં માટે જ સૌમીત્રય ઘોષને હાથ પર લીધેલો.
રીતીકાદાસ - સુરજીત રોયને ગાર્ડન ખરીદી માટે અને પોતાનો દાબ દેખાડવા બોલાવેલાં પોતાની જાતને બધુ ઉજળી રીતે રજૂ કરી રહેલો. એમાં રાજકારણી રમકડું સૌરભ મુખર્જીની નબળાઇઓ જાણીને એને હથકંડો બનાવીને આગળ વધવા માંગતો હતો. એણે ચારેબાજુની જાળ બીછાવી હતી અને શામ દામ દંડ ભેદ છેવટે અપહરમ અને ખૂન કરવું પડે તો પણ તૈયારી હતી. બધી જ રીતેની તૈયારી કરી ચૂકેલો.
************
બંન્ને જણાવી ખૂબ સરભરા કરવામાં આવી મેઘાલયનો ભ્રષ્ટ મંત્રી અને સહામલીકને ખુશ કરી દીધાં હતાં. અહીં શ્રેષ્ઠ ગુણવત્તાની હશીશ, ગાંજો બીજી કેફી વનસ્પતિઓનો આજે મોટો સોદો હતો અને કરોડો રૂપીયા કેશ, ડોલર આપે મળવાનાં હતાં ડમરૂનાથ ખૂબ ખુશ હતો. એણે અગાઉથી કરેલાં એનાં આયોજન પ્રમાણે જ બધું ચાલી રહેલું.
સહામલીકને આદીવાસી છોકરીઓનો શોખ હતો અને એનાં માટે પાકી વ્યવસ્થા કરી હતી એનો ખાસ માણસ મોહીતો જે જંગલનો સરદાર બની બેઠેલો એની પાસે આદીવાસી છોકરીઓ મંગાવી હતી મોહીતાએ તો એનીજ દીકરી મુંચા અને બીજી ત્રણ છોકરીઓ મોકલી હતી મોહીતો એટલો ખૂંખાર, ભ્રષ્ટ અને લાલચી હતો કે પોતાની દીકરીને ખૂબ પૈસા મળે અને ડમરૂનાથની નજરમાં એ એનો ખાસ માણસ રહે.. આમેય જંગલી લોકોને કોઇ નિયમ નથી હોતાં અને આ જંગલીઓનો સરદાર...
સૂરજીત-રીતીકા બધાંને જયાં આશ્રમમાં ઉતારો આપેલો ત્યાં મોહીતાની ચોકી અને બંદોબસ્ત હતો અને ડમરૂનાથની સૂચના પ્રમાણે બધું કરી રહેલો.. બાબાએ આમે અહીં મીટીંગ રાખી હતી જે એનો માટે ખૂબજ જરૂરી હતી કરોડો રૂપિયા અને મીલીયન્સ ડોલર મળવાનાં હતાં એ પણ રોકડા. એને એની મોટી લાળ ટપકતી હતી.
અને ટી ગાર્ડન્સ ઓવનર્સની મીટીંગ રાખી હતી ત્યારે જ આ સોદો ગોઠવેલો એટલે દુનિયાની નજરમાં ટી ગાર્ડન્સ મીટીંગમાં અને આ મોટાં સોદોમાં વ્યસ્ત હતો.
સહામલીક અને મેઘાલયનાં મંત્રી આવી ગયાં હતાં એમની સરભરા ચાલુ હતી અને વચ્ચે ડમરૂનાથે સમય કાઢી મોહીતાને ફોન કર્યો. સેટેલાઇટ ફોન અહીં બધે જ ગોઠવી રાખેલાં.. મોહીતાને કહ્યું "બધાં મહેમાન કેમ છે ? કોઇને કોઇ અગવડ ના પડે જોજે અને પેલાં પત્રકાર કમ રાજકારણી સૌરભ મુખર્જી અને ઘોષ બંન્ને જણાંને... પછી એમની જંગલી ભાષામાં કંઇક સૂચનાઓ આપી અને રીતીકાદાસ - સુરજીત માટે ખાસ ધ્યાન રાખવા જણાવ્યુ અને પ્લાન મુજબજ બધુ જ ચાલી રહ્યું છે ને ? એ જાણીને કહ્યુ આજે બધાને જંગલમાં ફરવા માટે વાહનો અને માણસો આપજો અને ખાસ કે રીતીકાસેન અને સુરજીત રોય લોકો સાથે... એમ બધીજ એ લોકોની આદીવાસી જંગલી ભાષામાં સૂચના આપીને ફોન મૂક્યો અને મીટીંગમાં વ્યસ્ત થવાં ગયો.
************
હાં ટાકુ તુ સવાર સવારમાં આજે અહીંયા બગીચામાં આવી ગયો. તારી ઊંમરનો ખયાલ કરને કેમ આટલી મહેનત કરે ? નુપુરનાં બાપ શતાન્શુએ ઊંમરવાળા ટાકુને કહ્યુ.. ટાકુ ચા ના બગીચાઓનાં સૌથી જૂનો માણસ અને મોહીતાનો સસરો થાય જંગલમાં રહે છતાં એ સારો માણસ ગણાતો. મોહીતાએ એની છોકરીનું અપરહણ કરી જબરજસ્તીથી લગ્ન કરેલાં અને એનાંથી એને મૂંચા થયેલી અને મોહીતાની બીજી પત્નીથી મુંજા નામનો દીકરો.
મોહીતાનાં જુલ્મ અને ત્રાસથી બધીજ આદીવાસી વસ્તી ખૂબ જ ત્રાસી હતી અને ટાકુતો મોહીતાની બધીજ ગંદી ચાલ અને કામ જાણતો હતો. અને મોહીતાને ધિક્કારતો હતો. ટાકુને એ પણ ખબર હતી શતાન્શુની પત્ની જ્યોતિકા ઉપર પણ મોહીતો નજર બગાડતો હતો નાનપણથી અને શતાન્શુ જોડે વેર હતું.
ટાકુ કાકો બોલ્યો શતાન્શુ બાબુ તમે ભલે જંગલની વસ્તીમાં રહો બધાંને જાણો છો પણ તમે ઊંચી જાતનાં સારાં અને બહાદુર માણસ છો. તમને વરસોથી ઓળખું છું તમે કેટલી મહેનત કરીને આટલાં આગળ આવ્યા છે શતાન્શુબાબુ હું આટલે ચઢીને ઉપર તમને ખાસ સમાચાર આપવાં આવ્યો છું છેલ્લાં ઘણાં સમયથી મોહીતો પેલાં ડમરૂબાબાને ત્યાં ગયો છે કોઇક ખાસ કામ અંગે. જંગલમાં શાંતિ છે પણ મને ભાર છે કે કોઇ મોટું કાવત્રુ ચાલી રહ્યું છે મને ગોબડબાબાએ કહ્યું છે કે એ કંઇક કાળું કામ કરવાજ ગયો છે. તમને ખબરદાર કરવા આવ્યો છું જંગલની છોકરીઓ અને એની દીકરી મુંચાને એટલે મારી દીકરીની દીકરીને પણ લઇ ગયો છે. એ કાળમુખો મારી દીકરીને તો ખાઇ ગયો છે પણ એ મુંજાને ક્યાંક વેચી ના દે મને એની ફીકર છે હમણાંથી એ ડમરૂ કંઇક ગોરખધંધા મોટાં પાયે કરે છે.
શતાન્શુબાબુ જંગલમાં જેટલો ગાંજો અને બીજી કેફી વનસ્પતિ છે એ બધો જ માલ મોહીતો લઇને ગયો છે કંઇક તો ગરબડ છે બસ તમને આ કહેવા માટે જ ખાસ આવ્યો તમે સંભાળજો કારણ કે એ ડમરુ અને મોહીતો ભેગાં થયાં છે વળી ગઇ રાત્રે જાણવાં મળ્યુ છે આ ભણતાં છોકરાઓ પણ ત્યાં જવાનાં છે.. બાબુ મને નામ યાદ નથી આવતાં પણ છોકરાઓ - આ જુવાનીયાઓ આજે સવારે બાઇક લઇને નીકળી ગયાં હશે...
શતાન્શુએ કહ્યું પણ ટાકુ તમારી પાસે આટલી બધી માહીતી ? ટાકુદાદાએ કહ્યું "સતાન્શુ મોહીતો મને બુધ્ધુ અને અશક્ત ગણે છે પણ હું હજી જંગલમાંથી જડીબુટ્ટી લાવુ છું બધી નજર રાખુ છું મારો દોહીત્ર મુંજાને મારી પાસે રાખુ છું મને બધીજ ખબર પડે છે એને પણ બોલાવેલો મેં ના પાડી છે.
મુંજો પણ બગડી જાત પણ મેં સમયસર બચાવો છે મુંચાતો મારાં કહયામાં નથી એણે પણ... છોડો બધી દુઃખની વાત છે શું કહુ ? અમે આદીવાસી જંગલીઓમાં નથી કાયદા કાનુન કે શરમ.. હું કેટલુ કરુ ? ધ્યાન રાખુ ?
મુંજા પાસે વધુ માહીતી છે મેં એને કહ્યું છે તમને મળી બધુ જણાવે. પણ અત્યારે બધાં જુવાનીયાઓ બાઇક પર જવાનાં એ બધાં સાથે છે.. મોડો તમને મળશે અને એક અગત્યની વાત ખાનગી છે તમને કહી રાખું કોઇ મીલીટ્રીવાળા સાથે મુંજાને દોસ્તી થઇ છે.. મને ખૂબ આનંદ થયો છે.. હું જઊં મારાંથી રહેવાયું નહીં તમને કીધાં વિના... મુંજો આવશે પછી અને શતાન્શુ ટાકુદાદાને જતાં જોઇ રહ્યો વિચારમાં પડી ગયો.. આ શું ચાલી રહ્યુ છે ?.....
આ બાજુ ઉતારા પર જંગલમાં જવાની તૈયારી ચાલે છે.
આવતાં અંકે---- પ્રકરણ-49