breakup - beginnig of self love - 16 in Gujarati Love Stories by Sachin Sagathiya books and stories PDF | બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 16

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 16

વાણીના અસ્વીકારના કારણે વિજય ફરી એ જ સ્થિતિમાં આવી ગયો હતો જેમાંથી બહાર નીકળવા તે વાણી પાસે ગયો હતો. વિજય બે-ત્રણ દિવસ સુધી વાણીને મનાવવાની કોશિશ કરતો રહ્યો અને વાણી પાસેથી દર વખતે એક જ જવાબ આવતા તે થાકી ગયો અને તેણે વાણી સાથે વાત કરવાનું છોડી દીધું. વિજયને જામનગર આવવાની એક ઉમીદ મળી હતી એ હવે રહી ન હતી. તેણે કોલેજ જવાનું બંધ કરી દીધું. જ્યારે સંજયને ખબર પડી કે વિજયે કોલેજ આવવાનું છોડી દીધું છે તો તે સીધો વિજય પાસે પહોંચી ગયો. જ્યારે સંજય તેની પાસે ગયો ત્યારે વિજય પોતાના રૂમમાં બેડ પર ફોનમાં વિડીયો ગેમ રમી રહ્યો હતો. તેણે સંજયને તેની પાસે આવેલો જોયો પણ તેણે સંજય તરફ ધ્યાન ન દીધું. સંજય રાહ જોવા લાગ્યો કે વિજય ક્યારે તેની નોંધ લેશે અને તેની સાથે વાત કરશે. વિજય તરફથી કોઈ રિસ્પોન્સ ન આવતા સંજય ગુસ્સે થઇ ગયો અને કહેવા લાગ્યો,

“મને ઇગ્નોર કરીને તુ સાબિત શું કરવા માંગે છે? ઓય હું તારી સાથે વાત કરી રહ્યો છું.”

“મને સંભળાય છે. હું બહેરો નથી. દેખાતું નથી હું ગેમમાં છું.”

“એટલે તારા માટે અત્યારે ગેમ વધારે ઈમ્પોર્ટન્ટ છે એમને?”

“હા ફિલ હાલ તો આ જ ઈમ્પોર્ટન્ટ છે. મને ખુશ તો રાખે છે.”

“વાણી તને ન સ્વીકારે એમાં મારો શું વાંક? તુ કેમ થોડા દિવસથી મારી સાથે આવી રીતે વર્તન કરી રહ્યો છે?”

“સાચી વાત છે. તારો એમાં શું વાંક?” વિજય હસવા લાગ્યો.

“એટલે તને એમ લાગે છે કે વાંક મારો જ છે એમને?”

“રહેવા દે ભાઈ મારે આ વિષય પર વાત નથી કરવી.”

“ના હવે વાત આટલી આગળ વધી જ ગઈ છે તો બોલી જ નાખ કે મારો શું વાંક છે? મેં એવું તો શું ન કર્યું કે અત્યારે તુ મને ઇગ્નોર કરે છે?”

“વાણી આજ મારી પાસે નથી કારણ કે તે અને સીસે તેને સમજાવવાની કોશિશ જ ન કરી કે હું તેને પ્રેમ કરવા લાગ્યો છું. તમે તેને મનાવવાની કોશિશ કરી હોત તો આજે વાત કંઇક જુદી જ હોત.”

“વાહ વાહ! વાણી તને ન સ્વીકારે એટલે અમારે તેને મનાવવી જોઈએ અને જો એ પોતાની ઈચ્છા પ્રમાણે ના કહે તો ભૂલ અમારી! તને નથી લાગતું આ થોડું ઓવર થાય છે?”

“જ્યારે સીસ અને તારી વચ્ચે કોઈ લોચો થાય છે ત્યારે હું સીસને મનાવું છું કે નથી મનાવતો? ત્યારે તો તને ઓવર નથી લાગતું!”

“એ વાત જુદી છે. તુ તારી સીસને ઘણા સમયથી ઓળખે છે અને તારી સીસ જ્યારે તુ મનાવે છે ત્યારે માની જાય છે. વાણીને મળ્યો તેનો મને વધુ સમય નથી થયો તો હું તેને કઈ રીતે મનાવું? વિજય મેં તને પહેલા જ કીધું હતું કે વાણી પાસે પ્રેમની અપેક્ષા ન રાખતો. માત્ર ટાઈમપાસ જ રાખજે પણ તને તો શોખ છે મજનુ બનવાનો તો પછી હેરાન...”

“ભાઈ મને નથી આવડતું ટાઈમપાસ કરતા અને પ્રેમ એ મારા માટે કોઈ ગેમ નથી જેમ તમે સમજો છો.” વિજય ગુસ્સામાં બોલી રહ્યો હતો.

“સોરી ભાઈ મારી ભૂલ થઇ ગઈ કે મેં વાણીને મનાવી નહિ.”

“ભાઈ ભૂલ તે અત્યારે નથી કરી. ભૂલ તો તે ત્યારે જ કરી નાખી હતી જ્યારે તે મારા માટે વાણીને પસંદ કરી. તુ જાણતો હતો કે વાણી મને સમજી શકે એવી વ્યક્તિ નથી. તુ એ પણ જાણતો હતો કે તે બસ દયા ખાતર મને મળવા માંગે છે અને જયારે હું તેને મારી લાગણી બતાવવાની કોશિશ કરીશ ત્યારે તે મારાથી દૂર થઇ જશે. આ બધું જાણવા છતાં તને મારા પર દયા ન આવી? યાર પહેલેથી જ હું કોઈ માટે રડી રહ્યો હતો અને હવે...” વિજયની આંખોમાં આંસુ હતા.

“યાર તને લાગે છે હું આ બધું જાણ્યા પછી તેને તારી લાઇફમાં લાવુ? આ બસ અચાનક જ થઇ ગયું. તુ મને બસ એક વાતનો જવાબ આપ કે તુ દર વખતે પ્રેમમાં કેમ પડે છે? સિંગલ રહેવામાં શું વાંધો છે?”

“કારણ કે હું પ્રેમમાં માનુ છું. ટાઈમપાસમાં નહી.”

“હવે કોલેજ ક્યારે આવે છે?”

“હવે જામનગર આવવાનો કોઈ અર્થ નથી.”

“એટલે કોઈ છોકરી હોય તો જ આવવાનું એમને?”

“હા. મને આ કહેવામાં કોઈ વાંધો નથી કારણ કે હું જામનગર એટલે આવ્યો હતો કે મને કોઈ પ્રેમ કરવાવાળી મળી જાય પણ... છોડને યાર. આ બધું જાણીને તુ શું કરીશ? જે કરવાનું હતુ એ તો તુ કરી ન શક્યો.”

“સમજી ગયો ભાઈ. સોરી હું એ ન કરી શક્યો જે તુ ચાહતો હતો. બસ એક છોકરી ન મળી એમાં તુ મને ઇગ્નોર કરતો હોય તો ભાઈ કર કારણ કે એ મારા હાથની વાત નથી કે કોઈને તેની ઈચ્છા વગર પરાણે તારી લાઈફમાં લાવી શકું. ઠીક છે હવે મને મારી જરૂર દેખાતી નથી. બાય. તારું ધ્યાન રાખજે.”

સંજય નિરાશ થઇ વિજયના ઘરેથી નીકળી ગયો. વિજય તેને જતો જોઈ રહ્યો પણ તેણે વિજયને રોકવાની કોશિશ ન કરી. વિજયને એ વાતનું દુખ હતુ કે તેણે સંજયને ઠેસ પહોંચાડી છે પણ તે સંજયથી થોડો સમય દૂર રહેવા માંગતો હતો. તે સારી રીતે જાણતો હતો કે અત્યારે તે ઘણી બધી નકારાત્મક લાગણીઓથી ઘેરાયેલો હતો અને આ લાગણીઓમાં તે ન હતો ચાહતો કે તે ગુસ્સામાં સંજય જેવા મિત્રને ગુમાવી બેસે. તે ફરી તેના રૂમમાં ગયો અને બેડ પર નિરાશ થઈને બેસી ગયો. થોડીવાર પછી નીક તેની પાસે આવ્યો અને તેણે વિજયને ઉદાસ જોયો. તેણે તરત જ પૂછી નાખ્યું,

“શું થયું? આમ કેમ ઉદાસ બેઠો છે?”

“હું ઉદાસ નથી.”

“કંઈપણ વાત કરવી છે? મને ખબર છે તુ કેમ દુખી છો પણ તુ જણાવીશ તો વધારે સારું રહેશે.”

“નીક. યાર હજી હું નિશાને ભૂલી નથી શક્યો. તેણે કેમ મારી સાથે આમ કર્યું?”

“કેમ કે તે નિશાને જ બધું માની લીધું હતું. તને મેં પહેલા જ કીધું હતું કે તેની આદત ન પાડતો. બીજી વાત કે જ્યા સુધી તારી લાઈફમાં કોઈ બીજું નહિ આવે ત્યાં સુધી તુ નિશાને નહી ભૂલી શકે.”

“યાર પણ હું તેને લવ કરતો હતો. આજે પણ કરું છું.”

“મને તારી આ વાત જ નથી ગમતી. યાર મને તો બતાવ આ લવ કેવો દેખાય છે? મેં તો અત્યાર સુધી નથી જોયો.

“આ તુ બોલે છે?”

“એટલે? હું બોલું છું એટલે?”

“તારી તો ઘણી રિલેશનશીપ રહી ચૂકી છે તો તુ કેમ એમ કહે છે લવ કેવો હોય?”

“હા એ વાત સાચી છે. હું ઘણી વ્યક્તિ સાથે રિલેશનશીપમાં હતો પણ મેં એવું તને ક્યારે કીધું કે મને પ્રેમ મળી ગયો?”

“પ્રેમ નથી મળ્યો એટલે? તો અત્યાર સુધી તુ જે કરતો હતો એ બધું શું હતું? માનું છું કે બધી વ્યક્તિ પ્રેમ નહી કરતી હોય પણ કોઈક તો હશે જેમાં તને પ્રેમ મળ્યો હશે?”

“આઈ લવ યુ કહીને કોઈ વ્યક્તિ પ્રેમ કરતુ હોય કે પછી આખો દિવસ મારી સાથે વાતો કરતુ હોય કે પછી મારી નજીક હોય એવા પ્રેમની વાત કરતો હોય તો હું અત્યાર સુધી જેટલી વ્યક્તિ સાથે રિલેશનશીપમાં આવ્યો એ બધી જ મને પ્રેમ કરતી હતી એમ કહી શકાય.”

“યાર હવે તુ જે કહી રહ્યો છે એમાં મને ઘણું કન્ફયુઝન થાય છે. હું સમજી નથી શકતો કે તુ કહેવા શું માંગે છે?”

“હવે તને કઈ રીતે સમજાવું?... સાચું કહું તો મને નથી ખબર પ્રેમ એટલે શું? કારણ કે બધા પાસે પ્રેમ માટે પોતપોતાના અલગ અર્થ છે. જો તુ રિલેશનશીપને પ્રેમ સમજતો હોય તો હું એ પ્રેમમાં નથી માનતો.”

“યાર મને વિશ્વાસ નથી આવતો કે આ એ વ્યક્તિ બોલી રહ્યો છે જેને જોઇને તો હું રિલેશનશીપમાં આવવા માંગતો હતો.”

“બસ તે ત્યાં જ ભૂલ કરી. તે એ કરવાની કોશિશ તો કરી જે હું કરતો હતો પણ તે કદી એ શીખવાની કોશિશ ન કરી કે હું આ બધું કઈ રીતે મેનેજ કરું છુ?”

To be continued…..