Murder and Kidnapping - 5 in Gujarati Crime Stories by Shanti Khant books and stories PDF | મર્ડર અને કિડનેપિંગ. - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

મર્ડર અને કિડનેપિંગ. - 5

નેહાના પેરેન્ટ્સ: "નેહાના પડોશીઓ કહે છે કે નેહા કેરેક્ટર લેસ છે."
ના સર નેહા એવી બિલકુલ નથી હા નેહા માં થોડું બચપણુ જરૂર હતુ.

તેને બધા જોડે ગુલ મિલ જવાની આદત હતી એટલે પડોશીઓને એવું લાગતું હશે... નેહા ની મમ્મી બોલ્યા.
"અરછા.
તમે સંજુ ને ઓળખો છો છેલ્લે નેહા ની વાત તેની જોડે થઈ હતી."
એનો મતલબ તમને પણ ખબર પડી ગઈ... નેહા ના પપ્પા બોલ્યા.

"સંજુ ને તો અમે બોલાવ્યો છે એની જોડે થી જાણકારી લઈએ છીએ તમે જે જાણતા હોવ તે જણાવો.."
"સંજુ અને નેહા એક જ કોલેજમાં ભણતા હતા હા તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો પણ બંને નો એ જ વખતે બ્રેકઅપ થઈ ગયું હતું.."
"શું પ્રોબ્લેમ થઈ હતી.?"
નેહાએ કઈ જ જણાવ્યું નહોતું પણ બધાને ખબર પડી ગઈ હતી કે તેને જે સંજુ જોડે અફેર હતો તે આ છોકરો ખૂબ જ હરામિ છે..‌ તેથી નેહા તેની જોડે સંબંધો કટ કરી નાખ્યા હતા.

"સંજુ ના સંબંધો વિષે રોહિત ને ખબર છે."

"હા તેને પણ ખબર હતી અમને એ જ વાતનું ટેન્શન હતું કે આ લગ્ન થઈ નહિ શકે પણ રોહિત ખરેખર ખૂબ જ સારો છોકરો હતો.... તેને બધું જ ખબર હોવા છતાં... નેહા ની જોડે લગ્ન કરવા હા પાડી હતી.... અમને એના જેવો જમાઈ મળ્યો અમારી"
ખુશ નસીબી કહેવાય.

"ઓકે તમે જઈ શકો છો નેહાના કોઈપણ સમાચાર મળશે તો તમને જણાવી દઇશું."

"ચલો હવે સંજુ ને મળવું પડશે."
'હા સર'
'તું સંજુ છે.'
'હા મને બધા પ્યાર થી સંજુ કહીને બોલાવે છે.'
'તારી ગર્લફ્રેન્ડ નેહા તને કયા નામથી બોલાવે છે.'
"મને બધા જ પ્રેમથી સંજુ બોલાવે છે."
'નેહા ને તું ઓળખે છે.?'
'હા તે મારી ગર્લફ્રેન્ડ હતી જ્યારે અમે સાથે કોલેજમાં ભણતા હતા.'
'તો પછી તે એને કેમ છોડી દીધી.?'
મને ખબર પડી કે તે મારા સિવાય પણ ઘણા જોડે સંબંધ રાખતી હતી એટલે મેં છોડી દીધી હતી... અમારા બંનેના ખૂબ જ ગાઢ સંબંધ હતા ... પણ તેની મરજીથી જ બધું બન્યું હતું .
નેહા ના ઘણા જોડે અફેર હતા જે મને પસંદ નહોતું એટલે તેણે મને છોડી દીધો.
પછી તેના લગ્ન ખબર નહીં કોઈ રોહિત જોડે થઈ ગયા પણ હું તેને ક્યારેય મળતો નહોતો હું તેની લાઈફમાં દખલ કરવા માગતો નથી.

"હમણાં થોડા ટાઈમ પહેલા જ નેહા જોડે કોલ પર તારી વાત થઇ છે અને તું કહે છે કે કોઈ સંબંધ નથી."

"તું તારી જાતને વધારે સંસ્કારી સાબિત ના કર નેહા ક્યાં છે જણાવ."
"નેહા ક્યાં છે મને કેવી રીતે ખબર હોય."
(એક થપ્પડ ઇસ્પેક્ટર પ્રમોદની પડી સંજુ ને)
"છેલ્લે તારી જોડે વાત થયા પછી જ નેહા ગુમ થઈ છે... જે પણ હોય સાચું બોલ નહીં તો ઝેલ ના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.... બધી જ સચ્ચાઇ બહાર આવી જશે..."
હા સર મારે નેહા જોડે બે દિવસ પહેલા જ વાત થઈ હતી..

ઇસ્પેક્ટર પ્રમોદના હાથની થપ્પડ પડવાથી સજુએ કહ્યું કે નેહા જોડે મારે બે દિવસ પહેલા જ વાત થઈ હતી પણ હું તેને ક્યારેય મળ્યો નથી.

તેની ખરાબ આદતોને કારણે મેં એને મળવાનું છોડી દીધું હતું.
ઇસ્પેક્ટર પ્રમોદ બોલ્યા તું બહુ સાહુકાર સમજે છે પોતાને..

જેલના સળિયા પાછળ આને એક દિવસ પૂરી દો એની શાન ઠેકાણે આવી જશે.
સંજુ બોલ્યો સર મારો કોઈ વાંક નથી મને છોડી દો સંંંં

(ઇસ્પેક્ટર પ્રમોદ તેમના ઘરે જવા નીકળી ગયા)