ધ કિલર ટાઇગર ભાગ - 2
રાઇટર - S Aghera
પેલા ભાગનો ખુબ સારો પ્રતિભાવ આપવા બદલ વાચકોનો ખુબ ખુબ આભાર. આ બીજો ભાગ પણ તમને પસંદ આવશે એવી આશા રાખું છું.
આગળના ભાગ માં જોયું,
કોઈએ વાઘનો પહેરવેશ ધારણ કરીને વિકાસ નામના માણસ નું ભયાનક રીતે મર્ડર કર્યું હતું. માનસી વિકાસની લાશ જોઈને ત્યાંને ત્યાં જ બેભાન થઇ ગઈ હોવાથી હોસ્પિટલે દાખલ કરી હતી. આ સ્પેશ્યલ કેસ ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને ઇન્સ્પેક્ટર સોનાલિકાને સોંપવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે MD રોડ પર એક વ્યક્તિની લાશ મળી હતી. તે વ્યક્તિ કોણ છે એ તપાસ કરવાનું કામ બંને ઇન્સ્પેક્ટરોએ કરવાનું છે.
હવે આગળ....
રોડ પર જે વ્યક્તિની લાશ મળી હતી તે વ્યક્તિ અને વિકાસ બંનેનું એક સરખી રીતે જ ખૂન થયું હતું. બંનેના મોઢા પર એક સરખા જ વાઘનખના નિશાન હતા. બંને ઇન્સ્પેક્ટરોએ પહેલું કામ આ MD રોડ પર મળેલ વ્યક્તિ કોણ છે એ તપાસવાનું હતું. તે વ્યક્તિના હાથમાં પહેરેલી કાંડા ઘડિયાળ ઇન્સ્પેક્ટર પહાડસિંહ ઉતારીને હાથમાં લે છે કારણકે તે ઘડિયાળ કિંમતી લાગતી હતી. તે ઘડિયાળને નીરખીને જોવે છે. ગોલ્ડન કલરની ઘડિયાળ પર સૂર્યના કિરણો પડવાથી ચમકતી હતી. તે ઘડિયાળમાં દરેક અંકની જગ્યાએ એક હીરા ચોંટાડેલા હતા. આ ઘડિયાળની તપાસ કરવાનું તેને એક કોથળીમાં સાથે લઇ જવા માટે ભરે છે.
તે સમયે ઇન્સ્પેક્ટર સોનાલિકા આજુબાજુ પગના નિશાન જોવે છે તે તેને અજીબ લાગે છે. ત્યાં બુટના નિશાન હતા પરંતુ તે સામાન્ય બુટના નિશાન નહોતા, તેની છાપ વાઘના પંજા જેવી હતી. એવા બુટ સામાન્યરીતે જોવા ન મળે એટલે તે કોઈ સ્પેશ્યલ બુટ બનાવડાવેલા હશે. એ નિશાન જે વ્યક્તિની લાશ પડી હતી તેના બુટ સાથે મેચ ન થવાંથી લાગ્યું કે એ ખૂની ના જ નિશાન હશે. ઇન્સ્પેક્ટર સોનાલિકા તે છાપનો ફોટો પડી લે છે. આજુબાજુ હવે તપાસ કરતા હવે બીજું કઈ મળ્યું નહિ. આથી લાશને ફોરેનસિક લેબમાં મોકલે છે.
જેમ બને તેમ વહેલા કેસ સોલ્વ કરવા માટે ઇન્સ્પેક્ટર પહાડસિંહ સોની પાસે ઘડિયાળ ચેક કરાવા માટે લઇ જાય છે. સોની એ ઘડિયાળને ચેક કરે છે તો એ અસલી સોનાની હોવાનું જણાવ્યું અને એની અંદર રહેલા હીરા પણ અસલી હતા એમ કહ્યું.
" ખરેખર આ સોનાની જ ઘડિયાળ છે? તમે ફરીથી ચેક કરી લો. " ઇન્સ્પેક્ટર પહાડસિંહે સોની ને કહ્યું.
" હા સર આ ખરેખર સોનાની જ ઘડિયાળ છે. રામુ સોનીએ કરેલ તપાસ ખોટી ના પડે. અને આ હીરા પણ અસલી જ છે સર. "સોની એ સાફ સાફ કીધું.
" સર હજી એક વાત કે, આ ઘડિયાળની ડિજાઇન પણ અજીબ છે એટલે આવી ઘડિયાળ તૈયાર તો ના મળે. " સોનીએ પોતાની વાત આગળ વધારતા કીધું.
" તમારો મતલબ એમ કે આ ઘડિયાળ કોઈ સ્પેશ્યલ ઓર્ડર આપીને બનાવડાવી છે. " ઇન્સ્પેક્ટર પહાડસિંહ બોલ્યા.
" જી હા સર ! " સોનીએ ટૂંકમાં જવાબ આપ્યો.
" આ ઘડિયાળ ઓર્ડર આપીને બનાવેલી છે એટલે તે કોઈ સોનીએ જ બનાવી હશે "
" સર, આ શહેરમાં આવી ઘડિયાળ બનાવવાવાળા સોની બે થી ત્રણ જ છે. "
" તમે એ સોનીનું એડ્રેસ જણાવી શકો મને? " પહાડસિંહે પૂછ્યું.
" હા હું એક સોનીને ઓળખું છું. તેનું એડ્રેસ મારી પાસે છે. બીજા સોનીને હું ઓળખતો નથી.પણ હું જે સોનીનું એડ્રેસ આપું છું એ સોની શહેરના બીજા ઘણા સોનીને ઓળખે છે એટલે તમને ત્યાંથી બીજી માહિતી મળી શકશે. " સોની આમ કહીને પહાડસિંહને તે સોનીનું એડ્રેસ આપે છે.
"ઓકે, આભાર તમારો " કહીને ઇન્સ્પેક્ટર પહાડસિંહ ત્યાંથી આપેલા એડ્રેસ પર સોનીની દુકાને પહોંચે છે.
" હેલો, હું ઇન્સ્પેક્ટર પહાડસિંહ. શુ આ ઘડિયાળ તમારી દુકાનમાં બનેલી છે? "
સોની એ ઘડિયાળ નીરખીને જોવે છે. પછી કહે છે, " હા, ઇન્સ્પેક્ટર આ ઘડિયાળ અમે જ બનાવેલી છે સ્પેશલ ઓર્ડર મુજબ. "
" તો આ ઘડિયાળ કોના માટે બનાવી હતી, એ વ્યક્તિનું નામ કે મોબાઈલ નંબર કઈ જણાવી શકો? "
" હા સર, એક મિનિટ "એમ કહીને સોની ચોપડો કાઢે છે. તેમાં વિગત જોઈને કહે છે, " હા સર આ ઘડિયાળ વીસ દિવસ પહેલા એક રોનક નામના વ્યક્તિએ બનાવડાવેલી છે. "
" તેના મોબાઇલ નંબર કે એડ્રેસ કંઈ જણાવી શકો મને? "
" હા સર એનું એડ્રેસ છે મારી પાસે "એમ કહીને સોની ઇન્સ્પેક્ટરને અડ્રેસ આપે છે. "
" આભાર, અને જો કઈ તમારી જરૂર પડશે તો હું આવીશ અથવા તમને બોલાવીશ. " પહાડસિંહે કહ્યું.
" ઓકે ઇન્સ્પેક્ટર "
પછી ઇન્સ્પેક્ટર પહાડસિંહ તે એડ્રેસ પર પહોંચે જે તે વ્યક્તિનું ઘર હતું. ત્યાં ઘરે પહોંચે છે ત્યાં જઈને જોવે છે તો તે ચોંકી જાય છે અને આશ્ચર્ય થાય છે.
***
ઇન્સ્પેક્ટર પહાડસિંહ જયારે બીજી બધી તલાશ કરતા હતા ત્યારે આ તરફ ઇન્સ્પેક્ટર સોનાલિકા હોસ્પિટલે હોય છે.તે મિતાલી ભાનમાં આવે તેની રાહ જોતી હોય છે. થોડીવાર માં મિતાલી ભાનમાં આવે છે.
" મિતાલી હવે તારી તબિયત તો બરાબર છે ને? " ઇન્સ્પેક્ટર સોનાલિકા એ પૂછ્યું.
મિતાલી થોડીકવાર તો આજુબાજુ જોઈને આશ્ચર્ય થાય છે અને પછી બોલે છે, " હા "
" મિતાલી તે વિકાસનું ખૂન થતા નજરે જોયું છે?"
" ના ઇન્સ્પેક્ટર અમે બંને વાત કરતા હતા રાત્રે, ત્યારે કોઈકે ડોરબેલ વગાડી એટલે વિકાસે ખોલ્યું પછી..... "
" પછી શુ? "
" પછી અચાનક ચીસ સાંભળ્યું એટલે હું દોડીને ગઈ, તો વિકાસ નું કોઈકે ખૂન કરી નાખ્યું હતું. " રડતા રડતા મિતાલીએ કહ્યું.
" તમે ગભરાવ નહિ અમે એ ખૂનીને જરૂર શોધીશુ. અમે અત્યારે એની જ તપાસ કરી રહ્યા છીએ. " એટલું બોલ્યા પછી ઇન્સ્પેક્ટર સોનાલિકા થોડીક વાર અટક્યા.
" તમે એ કહો કે વિકાસની કોઈ સાથે દુશ્મની હતી કે એના વર્તાવમાં બદલાવ આવ્યો હતો કે એવી કોઈ વાત કે તને ખબર હોય." ઇન્સ્પેક્ટર સોનાલિકાએ પૂછયું.
" હા ઇન્સ્પેક્ટર............."
મિતાલીએ કહ્યા પછી ઇન્સ્પેક્ટર સોનાલિકાને આશ્ચર્ય થયું.
(ક્રમશ:)
એવુ મિતાલીએ શુ કહ્યું કે જેથી ઇન્સ્પેક્ટર સોનાલિકાને આશ્ચર્ય થયું? એ કોઈ રાજ ખોલશે? ઇન્સ્પેક્ટર પહાડસિંહ રોનકના ઘરે જાય છે ત્યારે શુ જોવે છે તો આશ્ચર્ય પામે છે. શુ મિતાલીની વાત પરથી કેસ સોલ્વ કરવામાં કઈ મદદ થશે? શુ ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને ઇન્સ્પેક્ટર સોનાલિકા આ કેસ સોલ્વ કરી શકશે? અને જો કરી શકશે તો કઈ રીતે? એ જોવા વાંચતા રહો.
- S Aghera
તમને આ સ્ટોરી કેવી લાગી એ રિવ્યૂમાં જણાવજો. જો કોઈને સજેશન આપવું હોય તો તે મેસેજ દ્વારા જણાવી શકે છે.