anuvadit varta - 3 - 4 in Gujarati Fiction Stories by Tanu Kadri books and stories PDF | અનુવાદિત વાર્તા -3 ભાગ (૪)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અનુવાદિત વાર્તા -3 ભાગ (૪)

****** ચોરી કરવા જવું *****

સાઈક્સ ઓલીવરને લઈને લંડનની બહાર એક જર્જરિત ઘર ની પાસે ગયો. ત્યાં સાઈક્સ નાં બે સાથીદારો એમની રાહ જોઈ રહ્યા હતા. તેઓની પાસે પિસ્તોલ હતી તે લઈ ને તેઓ રાત્રે એક જગ્યા એ ચોરી કરવા ગયા. ઓલિવર ને આ મોટો અપરાધ લાગ્યું. તેને વિનંતિ કરી કે તેને જવા દેવામાં આવે. " હું હવે ક્યારેય લંડન પાછો નહિ આવું, હું વચન આપું છું " તેને સાઈક્સ ને વિનંતિ કરી. મહેરબાની કરીને મને જવા દો. પરતું બીલ ની પાસે ઓલીવર માટે એક ખાસ કામ હતો. તે જાણવા માંગતો હતો કે તે કામ ઓલીવર બરાબર કરશે કે નહિ કરે. ? તે ઈચ્છતો હતો કે ઓલીવર બારી માંથી ઘર માં જાય અને બારણું ખોલે જેથી એ બધા ઘર ની અંદર આવી શકે. "તું અંદર જા" તેને કહ્યું. પચ્ચી દરવાજો ખોલી અમને અંદર આવવા દે. નહિ ટો હું તને મારી નાખીશ. આ ઘમકી સાભળ્યા પછી પણ ઓલીવર ઘરનાં લોકો ને ચેતાવણી આપી તે બારી માંથી અંદર ગયો પણ ઉપર નીચે નાં રૂમમાં ભાગવા લાગ્યો. " પાછો આવ ગધેડો " બીલ જોરથી બોલ્યો. ત્યાં સીડી ઉપર ઓલીવરે બે વ્યક્તિઓને જોયા. તેમાંથી એક વ્યક્તિ નાં હાથ માં લાલટેન હતી, જ્યારે બીજાના હાથ માં પિસ્તોલ હતી. ઓલિવર ને બંદુક ચાલવા નો અવાજ આવ્યો. તેને એક ભયંકર દુખાવો થયો. પછી એક બીજી બંદુક ચાલવાનો અવાજ થયો. ઓલિવરને લાગ્યું કે કોઈ તેને ઉપાડી ને બહાર લઈ જાય છે. હવે ચોરી કરાવી મુશ્કેલ હતી. બીલ અને તેના સાથીઓ ઓલિવર ને ઉપાડી ને ભાગવા લાગ્યા. ઓલીવરને સમજ નાં પડી કે બહાર શું ચાલી રહ્યું છે. તેનું માથું ભમતું હતું હાથ માં દુખાવો થતો હતો. તે બેભાન થઇ ને નીચે પડી ગયો.

****** દયાળુતા અને એક નિરાશા *******

જ્યારે ઓલીવર જાગ્યો તો સવાર થઇ ગઈ હતી. તે એક ખાઈ માં પડ્યો હતો. જ્યાં બીલ એને છોડી ને જતો રહ્યો હતો. બીલ અને એના સાથીઓ દેખાતા ન હતા. તે લોકો ભાગવામાં સફળ થયા હતા અને લંડન પહોંચી ગયા હતા. ઓલિવર ને ખુબ જ અશક્તિ આવી ગઈ હતી. ઓલિવર ખુબ જ મહેનત કરીને રસ્તા ઉપર નાં એક ઘર પાસે પહોંચ્યો જ્યાં ગયા પછી તેને યાદ આવ્યું કે આ એજ ઘર છે જ્યાં ગઈ રાત્રે ચોરી કરવા આવ્યા હતા. તે ત્યાંથી જવા ઈચ્છતો હતો પરતું તની અંદર એટલી શક્તિ ન હતી. અંદરનાં નોકરો એ જ્યારે આ જોયું તો તેઓ એ ઘરનો દરવાજો ખોલ્યો. તેમાંથી મિસ્ટર જોઈલ્સે ઓલીવરને ઓળખી લીધો. "આ એજ ચોર છે જેને મેં ગઈ રાત્રે ગોળી મારી હતી". તે બોલ્યા . જોઈલ્સ તમે શાંત થાવો નહિતો મારા કાકી ડરી જશે. ઉપર સીડી પરથી એક મધુર અવાજ આવ્યો. તે એક યુવતી હતી જે પાતળી સુંદર અને દયાળુ હતી, તેની આખો મતો અને નીલી હતી. તે ચ્પ્ચાપ સીડી ઉપરથી નીચે આવી. તેને ઓલીવર ને જોયું જે હવે અંદર ફર્સ ઉપર બેભાન પંડ્યો હતો. ઓહ! બિચારો નાનો છોકરો " યુવતી ને દુખ થયું. " તેને સભાળી ને ઉપર લઇ આવો" યુવતી જેનું નામ રોઝ હતું તેને કહ્યું. એને ડોક્ટર બોલાવવા માટે આદેશ આપ્યું. ડોકટરે ગોળી કાઢી. તેને ઓલીવર નો હાથ તોડી નાખ્યો હતો. તેને સાજા થવામાં સમય જશે એવું ડોકટરે કહ્યું. રોઝી, એની કાકી શ્રીમતિ મેયલી, ડોકટર લોસર્ન અને બધા નોકરો અહિયાં સુધી કે જાઈલ્સ પણ ઓલીવર પ્રત્યે ખુબજ દયાળુ અને સૌમ્ય હતા. ઓલિવર આ સૌભાગ્ય માટે ખુબ જ આભારી હતો પરતું તે લંડન જવા અને મિસ્ટર બ્રાઉનલો ને મળવા આતુર હતો. ડૉ. લોસર્બએ ઓલીવરને પોતાની ગાડી માં લંડન લઈ જવા જણાવ્યું. જ્યારે તે મિસ્ટર બ્રાઉનલો નાં ઘર પાસે પહોચ્યા અને ઘર જોયું તો ઓલિવર ખુબ જ ખુશ થઈ ગયો. તે જોરથી ચિલ્લાલો "આજ ઘર છે મિસ્ટર બ્રાઉનલો નો" . પરતું ઓલિવર ની ખુશી વધારે ન રહી કેમ કે ઘર બંધ હતો અને ભાડે આપવાની નોટીસ લખેલ હતી. ડૉ લોસર્બ એના નોકર ને આજુ બાજુ માં તપાસ કરવા જણાવ્યું. તે તપાસ કરી પાછો આવ્યો અને જણાવ્યું કે મિસ્ટર બ્રાઉનલો તો ત્રણ મહિના પહેલા જ વેસ્ટ ઇન્ડીઝ ચાલ્યા ગયા છે. ઓલીવર રડવા લાગ્યો. એના માટે દુખદ સમય હતો.. મિસ્ટર બ્રાઉનલો એ વિચારીને ટો ઘર નહિ છોડ્યું હોય ને કે ઓલીવર એક ખરાબ છોકરો છે, શું હવે એ કોઈ દિવસ એમને સાચું નહિ જણાવી શકે ?

***** એક અજીબ વારદાત *****

ડૉ. લોસબર્ન એને શહેર બહાર પોતાના દોસ્તો પાસે લઇ ગયા. તે ખુબ જ ઉદાસ રહેવા લાગ્યો. તેને ખબર ન હતી કે તેની શોધ ને સુખદ પરિણામ મળશે કે નહિ. ત્રણ મહિના પછી ડૉ.લોસબર્ન ઓલીવર ને લઇ ને પાછા લંડન આવ્યા. રોજ મયલી પણ એની સાથે આવી હતી. તેઓ પ્રસન્ન થયા જ્યારે એ જાણ્યું કે બ્રાઉનલી પાછા આવી ગયા છે અને ઓલીવરને મળવા માટે ઉત્સુક છે. તેઓએ ઓવીઅર નો સ્વાગત કર્યું. અભિવાદન પૂરું થતા ઓલીવારે પોતાની સાથે થયેલ તમામ ઘટના મિસિસ બેડવિન ને બતાવી. ત્યારે રોજ એ મિસ્ટર બ્રાઉનલો સાથે અલગ થી મુલાકત કરવા જણાવ્યું. ..... ક્રમશ: