forgiveness is hard ? in Gujarati Motivational Stories by Bhagvati Patel books and stories PDF | માફ કરી દેવું અઘરું હોય છે ?

Featured Books
Categories
Share

માફ કરી દેવું અઘરું હોય છે ?

માફ કરી દેવું અઘરું હોય છે ?
પ્રિય વાંચક મિત્રો,
પ્રોત્સાહન વ્યક્તિ અને વ્યક્તિત્વને બદલી શકે છે.
પ્રોત્સાહન એક એવો મંત્ર છે જે વ્યક્તિ અને વ્યક્તિત્વને બદલી શકે છે.સામન્ય રીતે આપણને લોકોની ભૂલો શોધવામાં વધારે રસ હોય છે.કદાચ એની પાછળ એવો વિચાર હશે કે ભૂલ કરનાર એટલે એક ડગલું પાછળ..આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે લોકો બીજાની લીટી નાની કરવાની તક શોધતાં હોય છે.ત્યારે કોઈએ વિચાર્યું કે ટીકા કરવાની જગ્યાએ પ્રોત્સાહન આપીએ તો શું ?

ઘણો ફેર પડે છે.ભૂલ કરનાર વ્યક્તિ અને પ્રોત્સાહન આપનારના વ્યક્તિત્વમાં.. ટીકા સાંભળીને વ્યક્તિ કદાચ માનસિક રીતે ભાંગી પડે અને વધારો ભૂલો કરશે. પણ પ્રોત્સાહન જોઈને વ્યક્તિ માણસ માનસિક રીતે મજબૂત થશે.અને ભૂલ કરવાની શક્યતાઓ ઓછી થશે. સૌથી મહત્વની વાત એ છે કે પ્રોત્સાહન આપનાર વ્યક્તિને પણ અનુભવ થાય છે.

દરેક વ્યક્તિ પોતાના વિશે ચિંતન કરે તો ખબર પડશે કે ભૂલો બધા જ કરે છે.અલગ-અલગ પ્રકારની.આપણને પણ કોઈએ ક્યારેક માફ કર્યા જ હશે.એટલે જ આપણે આગળ વધી શક્યા છીએ..બની શકે કે તમારી એક માફીથી કોઈનું જીવન સુધરી જાય..

" ક્ષમા વીરસ્ય ભૂષણમ"
ક્ષમા વીરસ્ય ભૂષણમ......આવું વાંચતાં જ તમને એવો વિચાર આવશે કે આ વખતે ફરી પાછા સંતો જેવા ભાષણો માથે મંડાશે.પરંતુ આપણે એવી કોઈ જ વાત કરવાની નથી જેમાં સલાહ સૂચનો હોય. એકવાર નહીં.બે વાર નહીં.વારંવાર કોઈ ભૂલો કરે તેમ છતાં તેને તમે માફ કરી શકો છો..
જ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હો ત્યારે..જ્યારે તમારે કોઈની સાથે તકરાર થાય છે ત્યારે એટલું જ યાદ આવે છે કે તમારા માટે શું અગત્યનું છે.તે વ્યક્તિ કે તકરાર. એના પર જીત કે હાંસલ કરવી ? અને જો જવાબ વ્યક્તિ આવે તો સમજી લેજો. એ પ્રેમ છે.

જતું કરવાની ભાવના.....
જે જતું કરે તેનું કંઈ જતું નથી રહેતું.બીજાની ભૂલની ઠેકડી ઉડાડી તમે સામેની વ્યક્તિને એ જ સાબિત કરવા માંગો છો કે તમે કેટલા બળવાન છો ?કેટલીક વાર વ્યક્તિઓ સામેવાળા એ કહેલી જીણી જીણી બધી જ વાતો યાદ રાખે અને સમય આવે તેને વળતાં ના કરાવે ત્યાં સુધી પોતાના પર પારકો બોજ લઈને ફરે રાખે, જે સમય તેણે પોતાની ઉન્નતિમાં લગાવાનો હોય તે આ બોજ પાછળ જ ખર્ચાઈ જાય.અંતે તે વ્યક્તિની પ્રગતિ પણ અટકી જાય. આવી પરિસ્થિતિમાં આપણે માફી આપી દઈએ તો !! માફી એના પર દયા ખાઈને નઇ પણ આપણા પોતાના માટે આપવાની છે. આપણી પાસે એટલો સમય નથી કે કોઈ એ આપણી સાથે શુ કર્યું હતું અને તેનો બદલો લેવા બધું યાદ રાખીએ. આવું બધું કરી જોજો, મનને શાંતિ મળશે,આમ કરવામાં કોઈનું કંઈ જતું નથી રહેતું..

સાબિત કરવાની વૃત્તિ......
હું જ્યારે પણ કંઈ કહું છું તમને વિશ્વાસ જ નથી આવતો, જો આ વખતે મારી વાત ન માની તો હું દેખાડી દઈશ કે હું પણ શુ કરી શકું છું અને કઈ હદ સુધી જઈ શકું છું. આવા વાક્યો આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ.વ્યક્તિ ક્યારેક પોતાના માટે જીવવાનું છોડી દઈએ બીજાની દષ્ટિમાં ઊંચા આવવાનો પ્રયત્ન કરે ત્યાં થી શરૂ થાય છે આ સાબિત કરવાની વૃત્તિ..આ પ્રકારની પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાની ઓળખ ખોઈ બેસે છે અને બીજા ની નજરમાં સાબિત થવા પામે છે.

મૃત્યુ આપણા હાથમાં નથી પણ જો કાલ સવારે આપણે ઊભા જ ન થઈએ તો મનમાં અફસોસ ન રહેવો જોઈએ કે મેં આની માફી ન માગી કે આની સામે કંઈ એકરાર કરવાનો રહી ગયો,તો પછી અત્યારે જ આ રીસામણાં મનામણા માંથી બહાર આવી જાવને....

............................................................................

- ભગવતી પટેલ