Pagrav - 45 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 45

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પગરવ - 45

પગરવ

પ્રકરણ - ૪૫

મારો પ્લાન સમર્થને અહીં પાછો લાવીને કોઈ દ્વારા સીધો જ શૂટ આઉટ કરવાનો હતો...પણ એકાએક થયેલી દુનિયાની મહામારીને કારણે અમને કંપનીઓને અમારાં એમ્પ્લોયસ્ ને વહેલી તકે ઈન્ડિયા બોલાવી લેવાની પરવાનગી મળી ગઈ...આવી કોઈ પણ નજીકનાં ભવિષ્યમાં પ્રોબ્લેમ થવાની તેનાં વિશે ધંધાકીય કે કોઈ પણ માહિતી માટે દરેક કંપનીનાં મોટે ભાગે દરેક દેશમાં સિક્રેટ એજન્ટ હોય છે. એ મુજબ અમને જ્યારે આ વસ્તુ અમેરિકામાં હજું શરું થતાં જ ખબર પડી ગઈ હતી.

આથી અલગ અલગ પાંચ દેશમાં થઈને અમારાં ચોવીસ એમ્પલોય હતાં. એમાં ત્રણ દેશમાં તો બહું વાંધો આવે એવું નહોતું છતાંયે જોખમ લેવા કરતાં પાણી પહેલા પાળ બાંધવી સારી એ વિચારીને મેં એમને ઈમરજન્સીમાં બધું વધારે થાય એ પહેલાં જ બોલાવી લીધાં હતાં. રહી વાત યુએસએ તો એમાં બે જણાં હતાં સમર્થ અને મંથન... મેં બંનેની સાથે ઈમરજન્સી ટિકીટ કરાવી પણ એ વખતે જીવનમરણનો લકી ડ્રો જેવું હતું એમાં તગડી કિંમત આપતાં નસીબ મુજબ અમૂક લોકોને જ ટિકિટ મળતી. એમાં મારે જેને નહોતો લાવવો પાછો એ સમર્થની ટિકિટ થઈ ગઈ પણ સાથે રહેલાં મંથનની ન થઈ. મેં એક્સેન્જ માટે પણ કોશિષ કરાવી પણ ન થઈ એમાં તો ઉપરથી મળેલી ટિકીટ પણ જાય એવી સ્થિતિ થતાં મેં એક સિક્રેટ એજન્ટ દ્વારા જ સમર્થને એરપોર્ટ મોકલી દીધો...એને કંઈ જ ખબર નહોતી કે કોને એની ટિકિટ કરાવી છે અને એને ક્યાં જવાનું છે‌...

સમર્થ : " હા સુહાની ત્યારે જ મેં તને મારાં એક કંપની યુઝ માટેનાં એક્સ્ટ્રા નંબર પરથી ફોન કરેલો પણ મેં તારી સાથે આટલી વાત કરી કે" હું નીકળું છું" ત્યાં જ એ વ્યક્તિએ મારાં હાથમાંથી ફોન ઝૂંટવી દીધો...ને ફોન પછાડી દીધોને પગથી કચડી દીધો...."

પરમ : " કારણ કે હું એ નહોતો ઈચ્છતો કે તું કદાચ ઈન્ડિયા પહોંચે તો પણ સુહાનીને એવી કોઈ ખબર ન પડે કે એને કે તારાં પરિવારને તારાં મૃત્યુ અંગે કોઈ પણ જાતની દહેશત રહે. બધું જ કુદરતી રીતે થયું છે એમ સાબિત કરવું હતું મારે... આથી મેં વ્યક્તિને જણાવ્યાં અનુસાર સુહાનીનું નામ તારાં મોઢે સાંભળતા જ એણે આમ કરી દીધું...અને સમર્થની ફ્લાઈટ ઈન્ડિયા આવવાં રવાનાં થઈ ગઈ.

બીજાં જ દિવસે મંથનની ટિકિટ થઈ પણ ઈન્ડિયાની નહીં પણ કેનેડાની...બાય મિસ્ટેક...પણ ઈન્ડિયાની તો અવેઈલેબલ હતી જ નહીં. એ વખતે કેનેડા સેટ ઝોનમાં હતું...આથી મેં મારાં એક ફ્રેન્ડ સાથે વાત કરીને એને થોડાં દિવસ કેનેડા મોકલીને એની વ્યવસ્થા કરી દીધી.

સમર્થ બોમ્બે તો આવી ગયો....એની પાસે કોઈ જ ફોન નહોતો. પણ કેવી રીતે એણે ફોન કર્યો એ સુહાનીને એ મને ખબર નથી..."

સમર્થ : " એ હું જણાવીશ પરમ અગ્રવાલ...!! હું ફ્લાઈટમાંથી ઉતર્યાં પછી બધી પ્રોસેસ પતાવીને છેક બહાર નીકળવાની તૈયારીમાં હતો ત્યાં કદાચ તારાં પિતાનાં આ કે.ડી. ભાઈનાં માણસોએ મારી સાથે જ આવીને સારી રીતે વાત કરી...ને એમ કરતાં કરતાં બહાર સુધી આવી ગયાં બાદ ધીમેથી એમાંનાં એકે રૂમાલથી મને કંઈક સુઘાડ્યુ મને ખબર પણ પડી...પણ એ સમયે જ બે જણાં હતાં એની સાથે બીજાં પાંચ જણાં નજીક આવીને ઊભા રહી ગયાં. એટલે હું કંઈ કરી શક્યો નહીં... કદાચ બે ચાર જણાએ જોયું પણ હતું પણ એમને એ લોકો ગુંડા છે એવું લાગતાં એમણે ફક્ત જોઈને જોયું ન જોયું કરીને જતાં રહ્યાં. પણ પછી શું થયું મને નથી ખબર પણ મારી આંખ ખૂલી ત્યારે હું આ નરકમાં હતો... બીજાં દિવસે એક વ્યક્તિનો મને ફોન મળ્યો. એનામાં મને કંઈ થોડું માણસાઈ જેવું લાગતાં મેં બે મિનિટ માટે એનો ફોન માગ્યો. મારે સુહાનીને ફોન કરીને વાત કરવી હતી કારણ કે એને ખબર હતી કે હું યુએસએ થી નીકળ્યો છું તો હું ઘરે નહીં પહોંચું તો એ ચિંતા કરશે...ને એણે ફોન આપ્યો ને મેં વાત કરવાં ફોન લગાડ્યો પણ ખરો સુહાનીએ ઉપાડ્યો હતો. મેં એને, " હું ઈન્ડિયા આવી ગયો છું એવું કહ્યું.." ત્યાં જ એક મુછાળા વ્યક્તિએ આવીને એ ફોન લઈએ એ ધગધગતી ભઠ્ઠીમાં નાખી દીધો...ને બસ એ પછી ક્યારેય ફોન ન મળ્યો કે ન કોઈ મોકો...!!"

કે.ડી. : " મને તો કંઈ જ ખબર નથી...હા એ માણસો પણ મારાં જ હતાં.પણ મને આવી બધી કંઈ જ જાણ નહોતી. મને ફક્ત પરમે કહ્યું હતું કે એક વ્યક્તિ છે એને થોડાં સમય માટે તમારી પાસે નજરકેદ રાખવાનો છે.... નહિતર આપણો બિઝનેસ બરબાદ કરી દેશે.... મારું તો ચુટકીનુ કામ હતું મેં એની વાત માનીને કંઈ પણ પુછપરછ વિના જ એને અહીં લાવી દીધો..."

પરમ : " કેમ તો તમે પુછપરછ કરી હોત તો તમે સમર્થને અહીં ન લાવતા ?? "

કે.ડી. : " નહીં.. હું અહીં ફક્ત મારાં જેવાં લોકો જે પૈસા પાછળ કે કંઈક બનવાની ધૂન હોય છે કંઈ પણ ભોગે એમને જ લાવું છું...અને બાકી તો જે અમારાં કામની વચ્ચે આવે એને....પણ સમર્થ જેવો સીધો છોકરો અહીં શું કરે ?? એને ગમે તેટલી લાકડીઓ મારો તો પણ એનાં દિમાગમાં એ શેતાની વિચારો ઉદભવી જ ન શકે.... આંબા પર ચીકુ ઉગી જ ન શકે !!

મારાં જેવાં લોકો શંકી કહેવાય છે એને બીજાની કોઈ પડી ન હોય... કદાચ એ લોકો જ પૈસા માટે આતંકવાદી પણ બની શકે...કારણ કે એમનું મગજ બીજાં માટે પહેલાં વિચારી જ ન શકે....!! એ બસ એનું લક્ષ્ય પૂર્ણ કરવાં કંઈ પણ કરે.

મારાં આટલાં લોકોમાં મને તો આ વાત યાદ પણ નહોતી. એને તો અહીં મૂકી દેવાયો. અહીં તો એવાં લોકો હતાં જ આખાં દિવસનાં સખત કામ પછી ઢોરમાર ખાઈને પણ આરામથી દસ રોટલા ખાઇ જાય...ને છતાંયે આરામથી સૂવે પણ ખરાં ને બીજાં દિવસે પાછાં નવેનવા...!!

પણ આ સમર્થ એક જંગલમાં આવી ગયેલું સીધું સાદું માણસનું બચ્ચું હતું...એને આ જંગલી પશુઓ જેવાં માણસો જોડે રહેવાનું કેમ ફાવે ?? ઘણાં સમય પછી એક દિવસ હું અહીં સરપ્રાઈઝ મુલાકાત માટે આવ્યો. મેં બધાં માણસોની વચ્ચે અહીં ખતરનાક ઘાતક શસ્ત્રો બનાવવાની કામગીરીમાં કામ કરતાં લોકોની વચ્ચે સમર્થ જેવાં એક દૂબળાં પતલા છોકરાંને કામ કરતો જોયો. એનાં બેસી ગયેલા ચહેરાં અને અંદર જતી રહેલી આંખો પર એક અજીબ નૂર હતું... બધાં ટાઈમપાસ કરતાં કામ કરતાં હતાં જ્યારે એ ફક્ત પોતાને સોંપેલું કામ કરી રહ્યો છે...પણ આ કરતાં એનું શરીર ધ્રુજી રહ્યું હતું એનું શરીર કદાચ આવું કામ કરવાં કદી ટેવાયેલું જ નહોતું. પણ એણે કામ અધૂરું ન મુક્યું...મને લાગ્યું કે ચોક્કસ આ કોઈ ખાનદાની સારાં પરિવારનો દીકરો છે..

મને તો આટલાં બધામાં એ પણ ખબર નહોતી કે આ એ જ છોકરો છે જેને પરમે અહીં લાવવાનું કહ્યું હતું... મેં તો ફક્ત કામ કરાવ્યું હતું... મેં ત્યાં એ બધું સંભાળતાં વ્યક્તિને બોલાવીને પૂછ્યું, " કે આ છોકરો કોણ છે ?? મેં જોયું કે એ માંડ બે રોટલા પરાણે ખાઈ શક્યો છે..."

અક્રમ : " સાબ..યે તો વો હમ એરપોર્ટ સે નહીં ઉઠા લાયે થે વો લડકા હે...લડકા અચ્છા હે કોઈ કામ કા મના નહીં કરતાં...પર ઈતના કરને કી ઉસકી ક્ષમતા હી નહીં હે...દેખોના કિતના દુબલા હે...ઓર બાકી કે લોગ દેખો..."

પછી મેં પરમને ફોન કરીને પૂછવાની કોશિષ કરી પણ એણે બહું સરખો જવાબ ન આપ્યો. પણ વધારે પૂછતાં એ બોલ્યો, " પપ્પા તમારાં આટલાં મોટાં બિઝનેસ વચ્ચે મારું આવું તમારું એક ચૂટકી જેવું નાનું અમથું કામ કરવામાં કેટલું પૂછપૂછ કરો છો...તમને મારાં પર વિશ્વાસ નથી ?? બસ થોડાં દિવસો પછી મારો ગોલ પતી જશે એટલે હું તમને સામેથી કહીશ...અને તમારાથી ના થાય તો કહી દો તો હું બીજાં કોઈને કહી દઉં આ કામ માટે‌...."

કે.ડી. : " પરમની આ વાત મને લાગી આવી. સાથે જ મારાં હોવાં છતાં બીજાં કોઈને આ કામ માટે કહેવું એનાંથી મારાં અહમને પણ ઠેસ પહોંચી એટલે મેં એની લાગણીમાં તણાઈને કંઈ પૂછ્યું જ નહીં...પણ હવે સમય વીતીને હવે દોઢ વર્ષ જેવું થવાનું તૈયારી હતી...એ છોકરો એ દિવસે જ મારાં મનમાં વસી ગયો હતો...કે.ડી. જેવાં ડૉનના દિલમાં વસવું એ કોઈ નાની વાત નથી સમર્થ !! મેં જે દિવસે એને જોયો હતો ત્યારથી જ એનું બધું કામ અડધું કરાવી દીધું હતું...અને એને અમૂક મેનેજમેન્ટ સોંપી દીધું... જેમાં શારીરિક શ્રમ ઓછો હોય....!!

આ કામ લોકોને અહીં ઘણો સમય રહ્યાં બાદ મળે છે જે સમર્થને બહું જલ્દી સોંપાયું...જોકે અહીં રહેલાં ઢોર જેવાં બની ગયેલા મોટાં ભાગનાં લોકોને આવું કંઈ કરવું જ નથી હોતું...એમને તો મજૂરી કરીને છૂટાં જ થવું હોય છે..."

સમર્થ : " અહીં એ કામ કેટલું અઘરું હોય છે ખબર છે સુહાની ?? એક પણ કામ કરાવવામાં ભૂલ થાય કે ના થાય તો એની સજા આપણને મળે...આ કે.ડી. ભાઈની ભાષામાં ઢોર જેવાં લોકો પાસે કામ કરાવવું કંઈ નાની સૂની વાત નથી... એમાં પણ મારાં જેવાં એક નવાં વ્યક્તિને આ કામ સોંપાય તો એ ઢોર પબ્લિક સ્વીકારે ખરી ?? મેં પણ બહું માર ખાધો છે આ માટે...."

સુહાનીની આંખોમાં ફક્ત અનરાધાર આંસુ વહી રહ્યાં છે.... ત્યાં જ કે.ડી. બોલ્યો, " ને પછી એક દિવસ અચાનક...મને સચ્ચાઈ ખબર પડી પરમ દ્વારા...."

ને પરમ શોક થઈને બોલ્યો, " પપ્પા મેં ક્યારે કહ્યું તમને કંઈ ?? " સુહાની અને સમર્થ પિતા પુત્ર વચ્ચેની રમતને એકીટશે જોઈ જ રહ્યાં !!

કેવી રીતે પરમ દ્વારા સચ્ચાઈની ખબર પડી હશે ?? હવે કે.ડી. સમર્થને છોડી દેશે ખરાં કે પછી પોતાનાં સગાં દીકરાની ઈચ્છા પૂર્ણ કરશે ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રેમનો પગરવ ભીનેરો - ૪૬

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....