Mansik Svasthy Saptah in Gujarati Motivational Stories by Jagruti Vakil books and stories PDF | માનસિક સ્વાસ્થ્ય સપ્તાહ

Featured Books
Categories
Share

માનસિક સ્વાસ્થ્ય સપ્તાહ

૪ થી ૧૦ ઓકોબર :માનસિક આરોગ્ય સપ્તાહ

આજની તનાવભરી જીંદગીમાં શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખોરવાતું જાય છે...એક સંશોધન મુજબ મોટાભાગના રોગો મનોદૈહિક છે.ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટેના પ્રયત્નો આ સપ્તાહ દરમ્યાન કરવામાં આવે છે.અને ૧૦ ઓક્ટોબર માનસિક સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવાય છે.

આજના ૨૧મી સદીના લોકો હજી માનસિક બીમારીને સ્વીકારી શકતા નથી.માનસિક રોગો કલંકરૂપ ગણી, કેટલાક લોકો સમજવા છતાં પણ ભયભીત થઇ સારવાર માટે જતા નથી.અને ક્યારેક તો અતિ નબળા મનની વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે.આ અંગે જાગૃતિ લાવવા સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.

માનસિક અસ્વસ્થતા એટલે અનિયંત્રિત અયોગ્ય વર્તન દ્વારા ભાવનાની અભિવ્યક્તિ દર્શાવતી મનોદશા....માનસિક અસ્વસ્થ વ્યક્તિમાં વારંવાર ગુસ્સે થઇ જવું,સમાધાનકારી વલણ અપનાવવાને બદલે પોતાની અનિચ્છનીય પરિસ્થિતિમાં મગજ પર કાબુ ગુમાવવો,અનિન્દ્રાના રોગી હોય,ક્યારેક વ્યાસની પણ બની જાય,આત્મવિશ્વાસનો અભાવ,કોઇપણ વસ્તુ પ્રત્યે કે કાર્ય પ્રત્યે નીરસ હોય,શારીરિક કાર્ય કાર્ય વગર પણ થાક લાગવો,નાની વાતોમાં ફરિયાદો કરવી,મોટાભાગની વાતોમાં અસંતોષ વ્યક્ત કરવો જેવા લક્ષણો જોવા મળે છે.

માનસિક અસ્વસ્થતાના મુખ્ય કારણોમાં.. આજની દોડધામભરી જિંદગીમાં સામાન્ય લોકો તનાવનો ભોગ બનતા હોયછે.ચિંતા,હતાશા,એકલતા,ઈર્ષ્ય,નફરત,લોભ,જેવા નકારાત્મક વિચારોને કારણે ડિપ્રેશન આવી શકે છે.જન્મજાત જીનેટિક બંધારણ ઉપરાંત ધંધામાં મંદી,ગરીબી,બેકારી,ગૃહકંકાશ,મહિલાઓમાં મેનોપોઝ સંબંધિત હોર્મોન્સનું અસંતુલન,વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં નિષ્ફળતા જેવા કારણોસર પણ ડિપ્રેસનનો ભોગ બનેલી વ્યક્તિઓ માનસિક અસ્વસ્થ બને છે.જેના પરિણામે સ્ક્રીઝોફેનીયા,મતિભ્રમ,અમુક પ્રકારની વિકૃતિઓનો ભોગ બને છે. ખાસ કરી અભ્યાસ માટે બાળકો પર વધારે પડતું દબાણ લાવવું,બાળકની ક્ષમતા કરતા વધુ પડતી અપેક્ષઓ તેના પર રાખવાથી પણ તે તનાવનો ભોગ બને છે.તેમની સાથે વાલીઓએ અને શિક્ષકોએ મિત્રતાપૂર્ણ વ્યવહાર અને ખુલ્લા દિલે ચર્ચા કરી યોગ્ય મહેનત કરવા શાંતિથી સમજાવવું.કે જેથી આજના યુગમાં ખાસ વધતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો અટકાવી શકીએ.

મનને સ્વસ્થ રાખવા તનને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે અને તે માટે સમતોલ આહાર ખૂબ જરૂરી છે, સમતોલ આહાર એટલે જે તે વ્યક્તિની જરૂરિયાત મુજબ તેને બધા જ પોષક તત્વો મળી રહે. ખાસ અગત્યનું એ કે તમે લો છો તે ખોરાક તમને કેટલું પોષણ પૂરું પડે છે. વ્યક્તિની ઉમર,કામ સાથે વજન અને ઊંચાઈને આધારે વ્યક્તિગત ડાયેટ ચાર્ટ અનુસરવું. આડેધડ ખોરાક બંધ કરવો કે વધુ લેવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. કાર્બોદિત,ચરબી,પ્રોટીન,વિટામીન્સ, પૂરતા પ્રમાણમા મળી રહે તેવો સમતોલ આહાર રોજ લેવો જરૂરી છે.તો દૂધ અને દૂધની બનાવટો પણ પૂરતા યો પ્રમાણમા રોજના આહારમાં અપનાવવી જરૂરી છે.

પૂરતા અને સારા પોષણ વગર શરીરમાં નબળાઈરહે છે. અને ખાસ રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. જેના પરિણામે stressથી લડવાની શક્તિ પણ ઘટતી જાય છે. આજની પરિસ્થિતિ માં તો એ ખાસ જૃરરી છે.

સ્ટ્રેસથી બચવા પરિવાર અને સ્વજન હૂંફ ખૂબ જરૂરી અને એમની સાથે શેરિંગ જરૂરી છે.પરિવારના સહુ સભ્યો સારા અને નરસા બેય પાસા sharing કરે તે ખૂબ જરૂરી છે.વિશ્વાસ,પ્રેમ,મૈત્રી બધા પ્રત્યે રાખવા ખૂબ જરૂરી છે.બધા સાથે એકવર પ્રાર્થના કરે,મંત્રજાપ કરે,જેનાથી આંતરિક શક્તિ જાગૃત થાય છે,આપની સપાસ negativityદૂર થાય અને હકારાત્મક વાતવારણ જળવાય છે.

માનસિક રીતે સ્વસ્થ રહેવાનો સારામાં સારા ઉપાયોમાં નિયમિત જીવનશૈલી,ધ્યાન,યોગ,પ્રણયમ,સારા વાતાવરણમાં રહેવું વગેરે ઉપરાંત હકારાત્મક વિચારો દ્વારા પોતે જ પોતાની માનસિકતામાં ધીમે ધીમે ફેરફાર લાવવો.’દરેક સમસ્યાનો હાલ હોય જ છે’ એ વાત સારી રીતે સમજી સ્વીકારી,મનને સ્વસ્થ રાખવું..જરૂર પડે તો માનસિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પીટલની મુલાકાત લઇ,તજજ્ઞોનું માર્ગદર્શન મેળવવું.મન ખુશ રહે તેવી પ્રવૃતિઓમાં હમેશા વ્યસ્ત રહેવું.પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કરવું..

શારીરિક સાથે માનસિક સ્વસ્થતા જાળવી સંપૂર્ણ સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં સહયોગી બનીએ એ જ આજના દિવસનો સંદેશ.