આગળ આપણે જોયુ કે હળવદ ના રાજા....
હળવદ ના રાજા નો ક્રમ ખોરવાઈ ગયો પણ હળવદના રાજવી મુળી રાજવીની કસોટી કરવા માંગતા હતા. આ ક્રમ "નાગદાનજી રતનું " એ તોડી નાખી હતી. હળવદમાં તેને ઘોડો લઈને જતા કશું આપવામાં આવ્યું નહીં, નાગદાનજી રતનુંએ મુળી રાજવીના વખાણ કરતા થાક્યા ન હતા.તેથી માનસિંહજી ખૂબ જ ચિડાયા હતા,તેથી કસોટી કરવાના ધ્યેયથી કહ્યું કે તમારા રાજવી સાચા અને ઉદાર હોય તો "પીલુડી ના પીલું" તેમની પાસે થી લઇ આવો.. તો સાચું માનું..
નાગદાનજી માનસિંહજીની રજા લઈને ચાલી નીકળ્યા.. પીલુડીના પીલુનો વૈશાખ મહિનામાં પાકે આ કમોસમી સમયમાં પીલુ ક્યાંથી કાઢવા? તેમ છતાં માંડવરાયજી ની મહેરબાની અને પરમાર રાજવીની શ્રધ્ધાથી સારવાના થઇ જશે. ચારણ દેવતા નાગદાનજી મુળી જઈને પરમાર રાજવી શેસાાજીને આ વાત કરી. શેસાજી પરમારે કહ્યું કે સારું નાગદાનજી આવતી કાલે પીલુડીના પીલું લઈ જજો..આ વાત થઈ પછી કચેેરી બરખાસ્ત થઈ...
શેસાજી ચિંતામાં મુકાઇ જાય છે, પરંતુ માંડવરાયજી પર અપાર શ્રદ્ધા હોવાથી કાંઈક સારાવાના થશે તેમ માનીને સુઈ ગયા.રાતે માંડવરાયજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે કાલે સાંજના ગામના ઢોર સીમમાં ચરીને આવે ત્યારે ભેંસોના સીંગડા માં પીલૂડાંના ઝાળા પીલું સાથે મળશે જેટલા જોઈતા હોય તેટલા લઈને આપી દેજો.શેસાજી સ્વપ્ન માંથી જાગી જાય છે, માંડવરાયજીની શ્રદ્ધા સાચી પડતી હોય તેવું લાગ્યું એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર પાછા નિરાંતે સુઈ ગયા..
સવારે કચેરી ભરાય છે,બધા હાજર હોય છે. કચેરી હકડેઠઠ ભરાઈ હોય છે.પિલુડીના પીલું કઈ રીતે શેસાજી આપશે તે વાત ની આતુરતા થી રાહ જોઈ રહ્યા., ત્યારે શેસાજી કહે છે કે આજે આપણે બધા સાથે જમીશું અને સાંજ પડતા પીલું આપીશું કેમ કે માણસને મોકલ્યો છે તે આવશે ત્યાં સુધી માં સાંજ પડી જશે..બપોર થતા બધાં જમવા બેઠા અને વાતો કરતા કરતા આનંદ મજાક માં સાંજ પડી જાય છે..
સાંજ પડતા ઢોરનો આવવાનો સમય થયો હોવાથી બધાને લઈને પાદરે જાય છે..,અને કવિ રાજ ને એક ઘોડી અને પછેડી આપે છે અને કહે છે કે જેટલા જોઈએ એટલા પીલું આ પછેડી માં બાંધી ને લઈ જજો .. ત્યાં જુઓ ઢોરનું ધણ આવી રહ્યું છે
શેસાજી લોકો ને બતાવવતા કહે છે પણ લોકો ને નવાઇ લગે છે એમને એવું કે ગોવાળિયો પીલું લઇને આવતો હશે .. એ ધણ માંથી અમુક ભેંશુ શેસાજી પાસે આવી ને ઉભી રહી શીંગડામાં પીલુના ઝાડવા હતા..અને મોટા મોટા પીલું હતા.લીલાછમ ઝાડવાના ડાળખા પર મોટા પીલું હતા..
કવિરાજ લ્યો આ તમારાં પીલું, કવિરાજે તો પછેડી પાથરીને ભેંસોના શિંગડામાંથી ડાળા કાઢીને પછેડીમાં મુકીને ગાંસડી વાળી ઘોડી પર ચડીને રામ રામ કહી મેં હળવદ જવા નીકળી પડ્યા..હળવદના દરબારમાં ગાંસડી મુકીને કહ્યુ કે આ લ્યો રાજાસાહેબ અમારા ઠકોર સાહેબે આપને પીલુડી ના તાજા પીલું મોકલ્યા છે, વધારે જોઈતા હોય તો કહેજો. બીજી કોઈ સેવા હોય તો કહેજો..આ તક નો લાભ લઈને કહ્યું કે કવિરાજ તમારા ઠાકોર સાહેબ પાસે થી "જુઆ"( નાના જંતુ) લઇ આવવાની વાત કરી..
કવિરાજ તો પાછા મુળી જવા હાલી નીકળ્યાં.મુળી આવીને ઠાકોર સાહેબ ને મળ્યાં માંડીને બધી વાત કરી અને કહ્યું પણ ચુપચાપ બેસી ગયા ત્યાં જ શેસાજી કહે છે કવિરાજ આપ મુંજવણ માં છો જે હોય તે કહો. નાગદાજી કહે છે ઠાકોર સાહેબ આ વખતે હળવદ ના રાજવી એ "જુઆ" માંગ્યા છે.. શેસાજી કહે છે જૂઆ એટલે ઢોરને ચડતા હોય છે એ? આ સાંભળીને બધા હસવા લાગ્યા..માનસિંહજી ખરી કસોટી કરવા માંગે છે .. ભલે કવિરાજ જેવી માંડવરાયજી ની મરજી હશે તો બધું સારું થઈ જશે.શેસાજીને માંડવરાયજી સપના માં આવી ને કહ્યું કે મારા દર્શન કરવા આવો ત્યારે પહેલા પગથીયું ઉખડશો એટલે જેટલા જોઈએ તેટલા જુઆ મળી રહેશે..
શેસાજી ને પુરે પૂરો વિશ્વાસ હતો કે દાદા અવશ્ય રસ્તો કાઢી આપશે.સવારે કચેરીમાં કસુંબા લઈને બધા છુટાં પડ્યા.સાંજે ભેગા થઈને બધા દાદાના મંદિરે દર્શન કરવા જાય છે.. મંદિરના પહેલા પગથિયાનો પથ્થર હટાવ્યો તો જુઆ નીકળી પડ્યા.દશ થી બાર કોથળા સીવીને ગાડામાં ભરી દીધા.ગાડા રવાના કર્યા હળવદના રાજમહેલમાં જઈને ગાડું ઉભું રાખ્યું..
કવિરાજ રાજાસાહેબ ને જુઆ ના કોથળા છોડી-છોડી ને આપ્યા તો આખા મેદાન માં જુઆ પથરાઈ ગયા..તે આજ સુધી આ લખાય છે ત્યાં સુધી હળવદના રાજમહેલના મેદાન માં મોટા-મોટા જુઆ જોવા મળે છે.ઘણાં બધાં પ્રયત્નો અખતરા કરવા છતાં આ જુઆ અહીંથી દુર થયા નહિ. તેમ છતાં માનસિંહજીને મુળીનું નીચું દેખાડવાની ઈચ્છા થઈ અને કવિરાજને બે દિવસ રોકીને મુળી ઠાકોરના ખુદ વખાણ કરીને કહ્યું કે તમારા રાજવી તો વચન બંધ માણસ છે.. તો તમે એમની પાસે થી જીવતા સાવજ(સિંહ) ના દાન માંગો તો સાચા કહું કવિરાજ..
કવિરાજ તો રજા લઈને મુળી પાછા ફર્યાં અને હળવદ માં બનેલી ઘટના કહી સંભળાવી એટલે કચેરીમાં માં રહેલા તમામ લોકો હસવા લાગ્યા..પણ શેસાજીએ ચારણ ના મોઢા પર રહેલી ચીંતા સમજી ગયા અને પુછ્યું, ત્યાં જ કવિરાજ કહે છે કે માનસિંહજી એ જીવતા સાવન ના દાન માંગ્યા છે..
શેસાજી કેવી રીતે જીવતા સાવજ(સિંહ)ના દાન આપશે આ આગળ ના ભાગ માં..
ક્રમશ..............