call center - 58 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૫૮)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૫૮)

મારે તારી વાત કોઈ સાંભળવી નથી.હું તને પ્રેમ કરું છું,અને હું તારી સાથે જ લગ્ન કરીશ.મારા જીવનમાં તું જ મારો પહેલો પ્રેમ છે.ગમે તેવી પરિસ્થિતિ આવે પણ તારી સાથે જ લગ્ન કરીશ.તેમ કહીને પલવી ગેસ્ટ રૂમની બહાર નીકળી ગઇ.


***********************************

અનુપમ પણ તેની પાછળ પાછળ ગેસ્ટ રૂમની બહાર આવ્યો.જેવો અનુપમ તેની ખુરશી પર બેઠો એટલે તરત જ ધવલે કહ્યું એક ખુશીના સમાચાર આપું.

ધવલ હું દુઃખમાં છું,અને તું ખુશીના સમાચારની વાત કરે છે...!!!

તું મારી સાથે મેડિકોલ કોલસેન્ટરની બહાર આવ.હું તને એકવાત કહેવા માગું છું.ધવલ અને અનુપમ મેડીકોલ કોલસેન્ટરની બહાર ગયા.જો અનુપમ આ ફેસબુક પર વિશાલસરે આ કવિતા નામની કોઈ છોકરી સાથે બેંગ્લોરમાં લગ્ન કરી લીધા.

શું તું વાત કરી રહ્યો છે?પણ આ કવિતા કોણ છે?
તેને વિશાલ સરે ટેગ કરી છે,તો તેની પ્રોફાઈલ ચેક કર.અનુપમ અને ધવલે કવિતાની પ્રોફાઈલ ચેક કરી તો તેમાં બલ્યુ કલરના વન પીસના ઘણા બધા ફોટો હતા અને સાથે સાથે મ્યુઝિયમમાં વિશાલ સર સાથે ગઇ હતી તેના પણ ફોટો હતા.

હું તને અનુપમ કહી રહ્યો હતો ને કે આ વિશાલસર ગેમ રમી રહ્યા છે,અને આજ આ ગેમનો અંત આવી ગયો.અંતે વિશાલસરે કવિતા સાથે લગ્ન કરી જ લીધા.

તું ધવલ આ જો કવિતાને તું ઓળખે છે."કવિતા ખના" જે ગયા વર્ષે બેંગ્લોરમાં આપણને મેડીકોલ કોલસેન્ટર વિશે ભાષણ આપવા આવી હતી તે જ "કવિતા ખના" છે.તું તેનો ચહેરો જો...!!!હા,અનુપમ આ એ જ કવિતા છે.

સાંભળ ધવલ તું અત્યારે માનસીને કોઈ વાત કરતો નહિ.નહિ તો તે આ મેડીકોલ કોલસેન્ટરમાં ઘણી બધી તોડફોડ કરી નાંખશે,અને ન બોલવાનું બોલશે.માટે તેની જાતે જ ખબર પડવા દે જે કે વિશાલ સરે કોઈ સાથે લગ્ન કરી લીધા છે.
ઓકે અનુપમ..!!!અનુપમ અને ધવલ કોલસેન્ટરની અંદર આવ્યા,અને તેની ખુરશી પર બેસી કામ કરવા લાગ્યા.

ધવલ આજ મારે બધી લગ્ન ખરીદી થઇ ગઇ છે.ફક્ત વિશાલના કપડા લેવાના બાકી છે,એ પણ આજ હું લેવા જઈ રહી છું.એટલે આજ હું આ મેડીકોલ કોલસેન્ટરમાંથી વહેલા વહી જશ.

ઓકે માનસી..!!!

ત્યાં જ માનસીના ફોનમાં કોઈનો ફોન આવ્યો.તે કોઈ બીજાનો નહિ પણ પાયલનો હતો વિશાલસરની વાઇફ.

શાદી મુબારક માનસી...!!!

પણ હજુ તો અમે એક દિવસ પછી લગ્ન કરવાના છીયે.કેમ તને બોવ ઉતાવળ છે મને વિશ કરવાની?

નહિ માનસી આ તો લગ્ન થઇ ગયા વિશાલના એટલે
મેં તને કહ્યું કે શાદી મુબારક માનસી..!!

કોની સાથે?વિશાલ તો બેંગ્લોર છે,અને તે મુંબઈ આવીને મારી સાથે લગ્ન કરવાનો છે.હું આજ તેના માટે કપડાં ખરીદી કરવા પણ જઈ રહી છું.આજ સવારે જ તેની સાથે વાત થઇ મારે.

તું વિશાલ માટે કપડાં લે તારા લગ્ન માટે કપડાં લે.
વિશાલને ખુશ કરવા માટે તારે સારી સારી ગિફ્ટ પણ લેવી પડશેને.તું તો વિશાલ સાથે વિશાલના બંગલામાં રેહવા માંગે છો ને?

હા,હું રશ જ તેની સાથે બંગલામાં જ..!!અને વિશાલ મારી સાથે જ લગ્ન કરશે.તારી સાથે વિશાલે છૂટાછેડા લઇ લીધા તો તું મને ડરાવી અને ધમકાવી રહી છો.

નહિ માનસી હું તને ધમકાવી નથી રહી.હું તને એટલું જ કહેવા માગું છું કે તું તારું ફેસબુક ખોલી એકવાર જો તને પણ ખબર પડશે કે બેંગ્લોરમાં શું થઇ રહ્યું છે.

શું થઇ રહ્યું છે?

મને શા માટે સવાલ કરે છો તું જ જોય લે ને..!!!

માનસી એ ફેસબુક ખોલી અને તેમાં જોયું તો વિશાલસરે બેંગ્લોરમાં કોઈ કવિતા સાથે લગ્ન કરી લીધા હતા.નહિ વિશાલ સર મારી સાથે આવું ન કરી શકે.હું તેને પ્રેમ કરી રહી છું,અને તે પણ મને પ્રેમ કરી રહ્યા હતા તો મારી સાથે વિશાલે આવું શા માટે કર્યું.

તેણે તેના હાથમાં રહેલ ફોન અને પર્સનો ઘા કર્યો,અને
ઉભી થઇ અને ગેસ્ટ રૂમમાં ચાલી ગઇ.તેની પાછળ પાછળ ધવલ,અનુપમ અને પલવી પણ ગયા.

શું થયું ધવલ માનસી ને?

વિશાલસરે બેંગ્લોરમાં કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા..!!!


ઓહ....નો..!!હવે માનસીનું શું થશે?

જે થવાનું હતું એ થઇ ગયું પલવી,તું તેની પાસે જઈને હવે માનસીને થોડી શાંત પાડ.

ઓકે ધવલ..!!!

પલવી માનસીની નજીક આવી અને તેની પાસે બેઠી.
પલવી મેં સપને પણ વિચાર્યું નોહતું કે વિશાલસર મને પ્રેમમાં દગો દેશે.દગો તો ઠીક પણ કોઈ બીજા સાથે પ્રેમ પામવા તેણે મારો જ ઉપયોગ કરી મને બદનામ કરી.
ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup