Palak - aek rahasymay chokri - 13 in Gujarati Love Stories by અંકિતા ખોખર books and stories PDF | પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 13)

Featured Books
Categories
Share

પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 13)

આખરે રુદ્રને વેકેશન પડ્યું અને સૌ સોમનાથ મંદિરના દર્શન કરવા નીકળવાના હતા. બધી જ તૈયારીઓ કરી લીધી. નીકળવાના સમયે જ હિરલબેન પલકને કહેવા લાગ્યા, " પલક, પહેલા મંદિરમાં દિવા કરીલે , પછી આપણે નીકળીએ."

" હા, મમ્મી હમણાં જ કરી લવ છું." પલક બોલી. ત્યારબાદ પલકે ભગવાનની સામે દીવો કર્યો અને પ્રાર્થના કરી જવા માટે તૈયાર થઈ ગઈ. આમ તો હિરલબેન આજની જનરેશન મુજબ જ જીવતા પણ અમુક બાબતો કે જેમાં તે માનતા હોય તેવી બાબતો સાથે જ એ જીવતા અને પલક પણ બધું જ માનતી અને સમજતી. આમ સૌને ખૂબ જ ભળતું, એટલે જ કદાચ આ એક પરિવાર કહી શકાય, કેમ કે પરિવાર તો ઘણા હોય છે પણ અમુક એકબીજાને નીચા દેખાડવાનું નથી મુકતા તો અમુક ઝઘડાઓમાંથી જ ઊંચા નથી આવતા. આમ રુદ્રનો પરિવાર એક સુખી પરિવાર હતો, દરેક એકબીજાને સમજતા એટલે ઝઘડા નામનો શબ્દ જ ન આવતો. આમ મુસાફરી સુંદર રહી અને સૌ મંદિરના દર્શન કરી આજુબાજુના બીજા સ્થળો ફરીને થોડા દિવસ ત્યાં જ ગાળી ફરી તેમના ઘરે પહોંચ્યા.

ખૂબ જ સુંદર જિંદગી ચાલી રહી હતી, સૌ ખૂબ ખુશ હતા. રુદ્ર અને પલક ઘણી વખત બહાર ફરવા જતા. લગ્નને એક વર્ષ પૂરું થઈ ગયું હતું, પલક અને રુદ્રની મેરેજ એનિવર્સરી હતી. બંને માટે આ દિવસ ખૂબ જ ખાસ હતો. દિવસ ઉગ્યો ને પલક આજે થોડી વહેલી જ જાગી ગઈ હતી, નવી સાડી પહેરી, કપાળે ચાંદલો લગાવ્યો અને સૌપ્રથમ ભગવાનની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત થઈ. પ્રાર્થના પુરી થતા જ ઘરનું કામ હાથમાં લેતી. હજુ હોલમાં કામ કરવા જ જતી હતી ત્યાં પેટમાં દુખાવો થતા ત્યાં જ બેઠી રહી. હિરલબેનને જાણ થતા જ તે પલક સાથે નજીકના ક્લિનિક ગયા, તપાસ થઈ અને તપાસમાં જાણવા મળ્યું કે, પલક હવે મા બનવાની છે. સૌની ખુશીનો પાર ન રહ્યો, તરત જ બંને ઘરે પહોંચ્યા અને પલકને હીરલબેનએ થોડી વાર આરામ કરવા તેના રૂમમાં મોકલી. રુદ્ર આ સમાચાર સાંભળીને ખૂબ ખુશ હતો, અને આમ પણ તેના માટે તો આ દિવસ જ ખાસ હતો. પલક સૂતી હતી ત્યાં જ રુદ્ર ફ્રેશ થઈને આવ્યો અને પલક પાસે બેસી ગયો અને માથા પર હાથ ફેરવવા લાગ્યો.

પલક હવે મા બનવાની હતી, ઘરમાં સૌ તેનું ખૂબ જ ધ્યાન રાખતા. પલકના મમ્મીને પણ પલકે ફોન કરી આ સમાચાર આપી દીધા હતા. આમ દરમહીને તપાસ માટે જવાનું હોઈ અને હંમેશા હિરલબેન તેની સાથે જ જતા. જોતજોતામાં જ સાત મહિના પુરા પણ થઈ ગયા અને પલકની શ્રીમતવિધિ કરી પલક હવે તેના ઘરે આવતી રહી હતી. ઘર નજીકની જ હોસ્પિટલમાં ફાઇલ કઢાવી હતી અને ત્યાં જ તપાસ માટે જતા હતા. દરેકને બસ આ નવા સદસ્યની જ રાહ હતી. રુદ્ર અને પલક ખૂબ ખુશ હતા. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. ડોક્ટરે જે તારીખ આપી હતી તેના એક દિવસ પહેલા જ પલકને દુખાવો થવા લાગ્યો હતો, સૌ હોસ્પિટલ હતા. હિરલબેનને જાણ કર્યા બાદ તે પણ અહીં પહોંચી ગયા હતા. બપોરના અઢી વાગ્યે પલકે એક ફૂલ જેવી દીકરીને જન્મ આપ્યો. મોં જોતા જ લાગતું હતું કે, રુદ્રના ઘરે સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર થયો છે. રુદ્રને સમાચાર મળતા જ તે દોડીને અહીં પહોંચી ગયો, રુદ્ર હવે એક બાપ બની ગયો હતો. પલકને બીપીનો થોડો પ્રોબ્લેમ હતો એટલે બે દિવસ હોસ્પિટલ જ રહ્યા બાદ હવે ઘરે જવાની છૂટ મળી હતી.

વધુ રસપ્રદ કહાની વાંચો આગળના ભાગમાં...