Life Partner - 12 in Gujarati Love Stories by Divyesh Labkamana books and stories PDF | લાઈફ પાર્ટનર - 12

Featured Books
Categories
Share

લાઈફ પાર્ટનર - 12

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 12

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

પ્રિયાએ આગળ બોલવાનું શરૂ કર્યું" પછી કહેવાય છે ને કે વ્યસન હંમેશા વધતું જાય છે એમ જીજુના સટ્ટાનું વ્યસન પણ વધતું ગયું છેલ્લે એ એટલો મોટો સટ્ટો રમ્યો કે પોતાની કંપની સહિત મકાન અને વાહનો પણ વેચાઈ ગયા દીદીને પપ્પા લઈ આવવા માંગતા હતા પણ મારા જીજુ એ સાફ મનાઈ ફરમાવી અને મારી દીદીએ એક પ્રતિવ્રતાનો ધર્મ નિભાવીને જીજુ સાથે રહેવાનો નિર્ણય કર્યો પણ એ મારી દીદીનો કદાચ છેલ્લો નિર્ણય હતો" આટલું બોલતા પ્રિયા રડમસ થઈ ગઈ હતી

"ઘર વાહન વહેંચવા છતાં પણ પૈસા નહોતા ભરાણા એ વાત રાજલ દીદી ને પછીથી ખબર પડી જો કદાચ એ વાત તેને પપ્પાને કરી હોત તો પપ્પા બધું દેણું પપ્પા ભરી આપેત પણ મારી સ્વાભિમાની દીદી એ એવું ન કર્યું.મને પણ એ વાત ની ખબર હતી પણ દીદી એ મને એની કસમ આપી પપ્પા ને કહેવા માટે ના પાડી દીધી હતી.પછી લહેણાં વાળા એક પછી પછી આવવા લાગ્યા ત્યાં સુધી તો ઠીક હતું પણ પછી મારા જીજુએ મારી દીદીને દેહવ્યાપાર કરવા ફોર્સ કર્યું મને એ નથી સમજાતું કે કોઈ પતિ તેની પત્નીને આવું કરવા નું કહે તો દૂર વિચારી પણ કહી શકે પછી મારી દીદી પર એટલું પ્રેસર વધી ગયું કે તેને આત્મહત્યા....."પ્રિયા આગળ ન બોલી શકી પણ આગળની વાત તેના રડવા પર થી સમજાતી હતી

માનવની આંખ પણ અત્યારે ભરાઈ આવી હતી માણસ કઇ હદ સુધી જઈ શકે તેનું ઉદાહરણ તેની સામે હતું.તેને પછી કહ્યું "પિયુ પણ પછી તારા જીજુ...."

"એ અત્યારે ક્યાં છે એ મને નથી ખબર પણ આપડી કોલેજ શરૂ થઈ ત્યારેજ તે છૂટી ગયા હતા ટોટલ ત્રણ વર્ષની સજા હતી.હું જ્યારે નવામાં ધોરણ માં હતી ત્યારે મે જ તેમની વિરુદ્ધ કોર્ટ માં ગવાહી આપી હતી એટલે એમને મારા પર વધારે ગુસ્સો છે.જતા જતા એમને પપ્પા ને કહ્યું કે બિઝનેસ મેન ના આ બધા શોખ હોય છે તો લગ્ન પહેલા જ વિચારી લેવાય ને બસ ત્યારથી પપ્પા કારણ વગર બિઝનેસ મેન સાથે ખૂબ નફરત કરે છે અને મારા લગ્ન તો તે કોઇ દિવસ તારા સાથે નહીં થવા દે" પ્રિયાએ પોતાની આંખ ના આસું લૂછતાં કહ્યું.

"તારા પપ્પા પણ એમની જગ્યા એ સાચા છે પણ પ્રિયા આપડે એમને માનવશું કે એક વાર જે ઘટના ઘટી એ હંમેશા ઘટે એ જરૂરી તો નથી ને લગ્ન તો હું તારી સાથે જ કરીશ"માનવ આટલું બોલ્યો

આ સાંભળી પ્રિયાના પપ્પા જે બધી વાત સાંભળતા હતા એ બહાર આવ્યા અને માનવ નો હાથ પકડી ને બહાર તરફ લઈ ગયા અને ધક્કો માર્યો અને કહ્યું " હવે પછી આ બાજુ દેખાણો તો સીધો અંદર કરી દઈશ અને મારી દીકરી કોની સાથે લગ્ન કરશે એ હું નક્કી કરીશ તું નહીં" પ્રિયા તેના પપ્પાને રોકવાનો પ્રયાસ કરી રહી હતી પણ તે કદાચ કાઈ પણ સાંભળવા ના મૂળ માં નહોતા.

માનવને થયું કે કદાચ અત્યારે પ્રિયાના પપ્પા ગુસ્સામાં છે એટલે એમને એવું કહ્યું એટલે તે ત્યાંથી નીકળી જવામાં જ ભલાઈ સમજે છે.પ્રિયા પણ રડતા મુખે અંદર જાય છે.માનવ એક મહિના સુધી પ્રિયા ના પપ્પા ને મનાવા પ્રયત્ન કરે છે પણ તે એક ના બે નથી થતા. હવે રાજે તો માનવ સાથે વાત કરવાનું બિલકુલ બંધ કરી દીધું હતું અને અંદર અંદર થઈ જ માનવ સાથે બદલો લેવાનું વિચારી રહ્યો હતો.હા ક્યારેક દોસ્તી પ્રેમ પર હાવી થઈ જાય તો ક્યારેક પ્રેમ દોસ્તી પર જેમાં તમારો પોતાનો કોઈ કંટ્રોલ હોતો નથી. પ્રિયાનો નંબર પણ નહોતો લાગી રહ્યો કેમકે તેના પપ્પા એ તેની પાસેથી મોબાઈલ તેના લગ્ન ન થાય ત્યાં સુધી લઈ લીધો હતો અને તેના લગ્ન પણ હવે એક અઠવાડિયામાં હતા!!

હવે માનવ એક હારેલ યોદ્ધાની માફક તેના રૂમમાં જ પુરાઈ રહેતો. તેના માટે તો દિવસ હાથમાંથી રેતી સરકે એમ સરકી જતા હતા.તે વિચારી રહ્યો હતો કે "આ કેવી દુનિયા છે આજથી થોડા વર્ષ પહેલાં મારી પાસે દોસ્ત હતા એક પત્ની જેવો પ્રેમ કરે એવી ગર્લફ્રેન્ડ હતી.અને હવે કદાચ તે બીજાની થઈ જશે અને કુદરતની કેવી લીલા છે ભૂલ કોઈ બીજા એ કરી અને એની સજા આજે એવા બે વ્યક્તિને મળી રહી હતી જે એકબીજા માટે જ બન્યા હતા."

બીજી તરફ પ્રિયા પણ ખૂબ દુઃખી હતી અને એનો ભાઈ સહદેવ એના પર હંમેશા નજર રાખતો કે તે ક્યાંય બહાર ન જાય. ઘણીવાર વિચાર આવે કે જેની સાથે લોહીનો સબંધ ન હોય એ વ્યક્તિની સામે પોતાનું સ્થાન ઉંચુ રાખવા માણસ પોતાના જ લોહી ની નજર નીચો પડી જાય છે.અને ઘણીવાર તો પ્રિયાના કેસ મુજબ પોતાની દીકરી સાથે થયું એ બીજી વાર ન ઘટે એ માટે પણ આવું થતું હોય છે અને આમાં તો બધા પોતાની જગ્યાએ સાચા હતા.પણ નિયતિ નો ખેલ તો અજબ હતો કે એ દરેક ને સામે વાળો વ્યક્તિ ખોટો લાગી રહ્યો હતો.

હવે પ્રિયા ના લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો અને તેની સાથેજ માનવે પણ હાર માની લીધી હતી તેમ છતાં મનના એક ખૂણા માં લાગણી હતી કે મને મારી પિયુ પાછી મળશે.

**************

બીજા જ દિવસે પ્રિયાના લગ્ન હતા માનવ ની તો ઊંઘ જ હરામ હતી તે પ્રિયા અને પોતાએ સાથે વિતાવેલ ક્ષણો વિશે વિચારી રહ્યા હતો.પોતાનું પહેલું ચુંબન યાદ આવી રહ્યું હતું.પોતાના મોબાઈલ માં તેના અને પ્રિયાના એક હજારથી પણ વધુ ફોટા હતા અને તેમાં પ્રિયાએ ફોટા માં કરેલ નખરા જેને છોકરીઓ પોઝ કહે છે એ જોઈ દુઃખી હાસ્ય રેલાવી રહ્યો હતો.પ્રિયા તેની સાત વર્ષ ગર્લફ્રેન્ડ રહી તેમ છતાં તે એક ચુંબન થી આગળ નહોતો વધ્યો અને પોતાને ભગવાન દ્વારા મળેલી ગિફ્ટ પ્રિયા આજે કોઈ બીજા ને મળી રહી હતી.માનવ અત્યારે નહોતો રડી રહ્યો કે નહોતો ઉદાસ તેના મન પર શૂન્યભાવ હતો.જે કદાચ ઉદાસી કરતા વધુ ખતરનાક હતો.માનવ થોડા થોડા સમયે ઘડિયાર તરફ જોઈ રહ્યો હતો પણ તેને ઊંઘ નહોતી આવી રહી.

માનવના ઘર પર અત્યારે કોઈ નહોતું કેમ કે તેના પપ્પા એક મિટિંગ માટે બહાર હતા અને મનુ કાકા બીમાર હોવાથી ઘરે હતા એટલે માનવ હજી હોલમાં બેઠો બેઠો ટીવી પર જૂની રોમેન્ટિક ફિલ્મ જોઈ રહ્યો હતો જોકે તેમાં પણ તે લીડ તરીકે તેને અને પ્રિયા ને કલ્પી રહ્યો હતો.તેમ છતાં તેનું ધ્યાન વધારે ટીવી પર નહોતું.

તેના મનમાં એક વિયોગ હતો એક અગ્નિ હતી કે પોતાની સાથે લાઈફ પાર્ટનર ના સોગંધ ખાધેલી પ્રિયા કાલે કોઈ બીજાની થઈ જશે.તેને બે ત્રણ વાર વિચાર આવ્યો કે પ્રિયા સાથે ભાગી ને લગ્ન કરી લે પણ પછી તેની મમ્મી નો ફોટો જોતાજ તે એ વિચાર ને છોડી દેતો હવે એ એવું કેમ કરતો એનો જવાબ તો ભવિષ્યમાં જ મળશે.

હવે તેને ખબર હતી કે તેને ઊંઘ તો નહોતી જ આવવાની એટલે તે તેના પપ્પાના રૂમમાં ગયો અને પછી એક વહીસ્કીની બોટલ લઈને આવ્યો અને સોફા પર બેસી ને બે પેગ ઘટઘટાવી ગયો.આમ તો માનવ ને કોઈ જાતનું વ્યસન નહોતું પણ આજે તેનાથી ન રહેવાણું એટલે એને આ પહેલી અને છેલ્લી વારની મન સાથે શરતે ડ્રિન્ક કર્યું. અને પછી હિન્દી ગમ ના ગીત ગાતો ગાતો થોડું પાગલપન કરી સુઇ ગયો.

રાત્રે ડોરબેલના અવાજે તેની ઊંઘ ઊડી ગઈ તેને ઘડિયાર સામે જોયું સવારના ચાર વાગી રહ્યા હતા.અને તેનો બધો નશો પણ ઉતરી ગયો હતો અને પહેલા કરતા તે થોડો સ્વસ્થ પણ લાગી રહ્યો હતો પણ આ સવાર સવાર માં કોણ આવી ગયું એ નવાઈની વાત હતી માનવ સોફા પરથી ઉભો થયો અને ટીવી જે શરૂ હતું એને પહેલા બંધ કર્યું.દરવાજા પર જે કોઈ વ્યક્તિ હતું એ ઉપરા ઉપરી ડોરબેલ બજાવી રહ્યું હતું જે પરથી જાણતું હતું કે તે ખૂબ ઉતાવળમાં હતું.

માનવ દરવાજા તરફ આગળ વધ્યો અને તેને જેવો દરવાજો ખોલ્યો તેને એક આંચકો લાગ્યો.

ક્રમશ....

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો