Amar prem - 7 in Gujarati Love Stories by Kamlesh books and stories PDF | અમર પે્મ - ૭

The Author
Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

અમર પે્મ - ૭

જોરાવરસિંહ બાપુની પરમિશન મલ્યા પછી બીજા દિવસે મુખીએ વનેચંદભાઇનેકહયું કે જો તમે તૈયાર હોય તો આજે બસમાં તાલુકા મથકે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જઇએ ?

વનેચંદભાઇ સવારનું શિરામણ કરીને નહાઇને તૈયાર થઈ મુખીના ઘેર ગયા.

મુખી:વનેચંદભાઇ આપણને મેઈન રોડ ઉપરથી બસ મલશે, તો હું ગાડાની વ્યવસ્થા કરુ એટલે મેઈનરોડ સુધી ગાડામા પહોંચી જવાય.

વનેચંદભાઇ:મુખીજીગાડાની જરુર નથી,પાંચ કી.મી.નો તો રસ્તો છે ! સવારનો ઠંડો પહોર છે તો વાતો કરતા-કરતા મેઈન રોડ આવી પહોંચીશું તે ખબર પણ નહી પડે અને આપણી બસ પણ ૧૧ વાગયાની છે તેથી સમય પણ ઘણો છે બીજું ગાડું જોડવા હાંકનારને બોલાવવો પડે વળી વળતા ગાડું ખાલી પાછું મોકલવું પડે એના કરતા ચાલતા જવાનું તમને ફાવે તેમ હોય તો વધૂ અનુકુળ પડશે.

મુખી:ભાઇ અમે તો રહયા ખેત-મજૂર અમને તો મહેનત કરવાની અને ચાલવાની આદત છે,આ તો તમે છો એટલે ગાડાનું પૂછ્યું .

વનેચંદભાઇ: મુખીજી મારે પણ અઠવાડીએ એકવાર દુકાનના માલ-સામાનની ખરીદીએ જવાનું હોવાથી મને પણ મેઈનરોડ સુધી ચાલવાની આદત છે.

આમ નક્કી થયા પ્રમાણે બન્ને વાતો કરતા-કરતા મેઇનરોડ પહોંચી ૧૧ વાગ્યાની બસમાં તાલુકાના પોલીસ સ્ટેશન જઇ શ્રી પથુભા ઝાલા સાહેબની કેબીનની બહાર બેઠેલા રાઈટરને પૂછી તપાસ કરી તો જાણવા મલ્યું કે સાહેબ આજે જિલ્લા મથકે અંગ્રેજ અફસર આવવાના હોવાથી તેમને મલવા માટે ગયા છે અને ૨ વાગતા સુધીમાં પાછા આવી જશે, તમારે બજારમાં કામ હોયતો બજાર જઇ પાછા ૨ વાગ્યા સુધીમાં આવી જાવ ત્યાં સુધીમાં સાહેબ આવી જશે અને હું તમારા આવ્યાની સાહેબને જાણ કરીશ.

વનેચંદ: મુખીજી મારે થોડી દુકાનના માલસામાનની ખરીદી કરવાની છે તો ચાલો બજારમાં જઇ ખરીદીનું કામ પતાવી આવીએ અને લોજમા જમતા આવીએ.

વનેચંદભાઇ અને મુખી હોલસેલ અનાજ બજારમાં તેમના વેપારીની દુકાને ગયા અને તેમની રોજ-બરોજની જરુરી વસ્તુ જેવી કે,ખાંડ,ગોળ,દાળો,ચોખા,ઘઊં,ઘી,તેલ વિગેરેની ખરીદી કરી અને માલસામાન રતનપર ગામ પહોંચતો કરવાની સુચના આપી,આગળના બાકી પૈસા જમા કરાવીયા.વેપારીએ કહીયું કે શેઠ તમારો માલસામાન આવતી કાલે છકડામાં રવાના કરી દઇશું.બજારનુ કામ પતાવી બન્ને લોજમા જમવા ગયા,જમીને પાન-બીડી ખાઇને ૨.૦૦ વાગતા સુધીમાં પાછા પોલીસ સ્ટેશન આવી ગયા,તપાસ કરતા પડી કે સાહેબ જિલ્લેથી આવી ગયા છે અને તેમની કેબીનમા તેમની રાહ જોઇ રહ્યા છે.

બન્ને સાથે પથુભા ઝાલા સાહેબની કેબીનમા રજા લઈ દાખલ થયા.

સાહેબ: આવો-આવો રામભાઇમુખી-વનેચંદભાઇ.બોલો રતનપર ગામના શું સમાચાર છે? બધા મઝામાં છે ને ? અમારા પરમ મિત્ર જોરાવરસિંહ બાપુ મઝામાં છે ને ?

મુખી: સાહેબ ગામના સર્વે તથા બાપુ કુશલ-મંગલ છે. અમે સવારમાં આપને મલવા આવીયા હતા પરંતુ આપ જિલ્લા મથકે ગયા હતા તેથી વનેચંદભાઇની થોડી દુકાનના માલસામાનની ખરીદી કરતા આવીયા અને લોજમા જમતા આવીયા .

સાહેબ:હા મને મારા રાઈટરે તમારા આવીયાના સમાચાર આપ્યા હતા અને હું તમારીજ રાહ જોતો બેઠો છું. બોલો ચા-પાણી કરશો ને ? આમ કહી સાહેબે ૩ કપ ચા નો ઓડઁર આપીયો.

મુખી: સાહેબ આપ અંગ્રેજ ઓફિસર સાહેબને કોઈ અંગત કામે મલવા ગયા હતા ?

સાહેબ: હા મુખીજી,આવતા વષેઁ ઉપરી સાહેબ રિટાયર્ડ થાય છે અને તેમની ઇચ્છા છે કે તેમની જગ્યાએ મારી નિમણૂક થાય તેથી ડિપાટઁમેનટ તરફથી તેમની ભલામણની અરજી લઇને ઓફિસર સાહેબને રુબરુ આપવા ગયો હતો.બોલો તમારે બન્નેને એક સાથે શું કામ અંગે આવવવાનુ થયું ?

મુખી: તમારી ઈમાનદારી અને ધાકથી અમારા આસપાસના ગામમા કાંઈ તકલીફ નથી,તમારી ધાકથી ચોર-ડાકુ પણ ડરે છે,તેથી તમારો આટલો સારો રેકર્ડ જોઇ તમને જરૂરથી બઢતી મલશે અને અમે બધા પ્રભુને પા્રથઁના કરીએ છીએ કે તમને જરુરથી મોટા સાહેબની જગ્યા મલે,અને તમારી સેવાનો લાભ મલતો રહે.

સહેબ:લો મુખી-વનેચંદભાઇ ચા-પાણી કરો અને તમારા આગમનનું કારણ જણાવો......

વધુ આગળ પ્રકરણ -૮ મા વાંચો