paragini - 6 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની - 6

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

પરાગિની - 6

પરાગિની

મીટિંગ એક ફઈવ સ્ટાર હોટલમાં હોય છે. રિની અને પરાગ ત્યાં પહોંચી જાય પણ એશાનો રિપ્લાય નથી આવતો. રિની ફટાફટ વોશરૂમમાં જાય છે અને એશાને કોલ કરે છે. એશા ફોન ઉપાડે છે.

રિની- એશાડી તું યાર મેસેજનો રિપ્લાય તો કર..! હું ટેન્શનમાં આવી ગઈ હતી.

એશા- સોરી યાર.. ક્લાઈન્ટ બેઠા હતા તે હમણાં જ ગયા અને તારો કોલ આવ્યો.

રિની- હવે કોલ ચાલુ જ રાખજે મારે મીટિંગમાં જ જવાનું છે. સિયા એ મને બ્લુટૂથ આપી રાખ્યું છે જેમાં લાઈટ નથી થતી તેથી કોઈને ખબર નહીં પડે.

રિની ફટાફટ બહાર જાઈ છે. પરાગ અને રિની બંને મીટિંગ રૂમમાં જાય છે. પરાગ બધાનો પરિચય આપે છે અને મીટિંગ ચાલુ થાય છે.

ક્લાઈન્ટ ફ્રેન્ચમાં જે બોલે તે એશા સાંભળી રિનીને કહેતી હોય છે. રિની તે પરાગને કહી સંભળાવતી હોય છે. તેવી જ રીતે પરાગ જે ક્લાઈન્ટને પૂછવાનું હોય તે રિનીને કહેતો હોય છે. એશા તે સાંભળી ફ્રેન્ચમાં રિનીને બોલીને કહે છે અને રિની તે ક્લાઈન્ટને કહેતી હોય છે. રિનીને ખાસ એવો કોઈ પ્રોબ્લમ નથી આવતો કેમ કે તેને થોડું ઘણું બેઝીક ફ્રેન્ચ આવડતું હોય છે તેથી બોલતા તેને ફાવતું હોય છે.

મીટિંગ પતી જાય છે રિની હાશ થાય છે. લાસ્ટમાં પરાગ ફ્રેન્ચમાં ક્લાઈન્ટ સાથે વાતો કરે છે.

રિનીને ખબર પડે છે કે પરાગ સરને ફ્રેન્ચ આવડતી જ હતી તો મને કેમ બોલાવી?

કલાઈન્ટનાં ગયા પછી રિની પરાગને કહે છે, તમને ફ્રેન્ચ આવડતી જ હતી તો મને શું કામ અહીં બોલાવી?

પરાગ- મારી સેક્રેટરીને આવડે જ છે તો તેનો ફાયદો તો હું ઉઠાવુંને..! રિની માેં બગાડે છે અને મનમાં બબડે છે મને હેરાન કરવાંનો તો એક પણ મોકો નથી છોડતો આ અકડું.

માનવ પરાગને કહે છે, આપડે પહેલા રિનીમેમ ને ઘરે ડ્રોપ કરીએ તો તમને કોઈ પ્રોબ્લમ નઈ થાયને?

પરાગ- મને શું પ્રોબ્લમ થવાનો?

રિની- થેન્ક યુ પણ હું કેબ બૂક કરાવીને ઘરે જતી રઈશ.

પરાગ- એમ પણ મોડું થઈ ગયું છે તો અમે તને ઘર સુધી મૂકી જઈશું.

એટલાંમાં જ રિનીની મમ્મીનો ફોન આવે છે, રિની ફોન લે છે અને કહે છે, હા મમ્મી હું મીટિંગમાં હતી એટલે લેટ થઈ ગયું છે હું હવે નીકળું જ છું. રિની ફોન મૂકે છે.

પરાગ- તમારી મમ્મીનો પણ ફોન આવી ગયો છે તો હવે આપણે નીકળવું જોઈએ.

ભલે રિનીને પરાગનો અકડું સ્વભાવ નથી ગમતો પરંતુ પરાગ જ્યારે સાથે હોય ત્યારે રિનીને કંઈક અલગ જ ફીલ થતું હોય છે.

આ બાજુ શાલિની સમરને પરાગના પ્રોજેક્ટ વિશે જણાવે છે અને પરાગની ખિલાફ ભડકાવે છે પણ સમર તેને મગજ પર નથી લેતો.

ગાડીમાં બેઠા હોય છે અને રિનીનો ફોન વાગ્યા કરતો હોય છે પણ રિની ફોન નથી ઊપાડતી.

પરાગ- તમારે તમારા બોયફ્રેન્ડને કહી દેવું જોઈએ કે કામમાં મોડું થઈ શકે છે.

રિની- મારો કોઈ બોયફ્રેન્ડ નથી અને ફોન મારી રૂમમેટનો આવે છે.

પરાગને થોડું સારૂં લાગે છે કે રિનીનો કોઈ બોયફ્રેન્ડ નથી એમ પણ તે હજી સમજી નથી શકતો કે તે રિની માટે શું ફીલ કરે છે?

રિની માનવને જે એરીયામાં રહેતી હોય છે તેનું નામ કહે છે. માનવ રિનીને તેની સોસાયટી પાસે ઊતારે છે. રિની પરાગ અને માનવને થેન્ક યુ કહી ઘર તરફ જતી રહે છે.

આશાબેન રિની કપડાં જોઈ છે અને રિનીને ઉંચા અવાજથી કહે છે, રિની તે આ શું પહેર્યુ છે?

રિની- મમ્મી પહેલા શાંત થા પછી તને બધું કહું છું

રિની શાંતિથી આશાબેનને બધું કહે છે અને કહે છે આ ઓફીસના કપડાં છે અને મારે તેમને ડ્રાયક્લીન કરાવીને પાછા આપવાના છે.

આશાબેન શાંત થાય છે અને બધા માટે જમવાનું પીરસે છે.

*********

આ તરફ ટીયા ક્લબમાં બેઠી બેઠી રડ્યાં જ કરતી હોય છે, સમરે જે કીધું હોય છે એના પછી તો તે વધારે રડતી હોય છે. તેની સાથે જૈનિકા પણ હોય છે. જૈનિકા કંટાળી ગઈ હોય છે ટીયાના રડવાથી તેથી તે સમરને ફોન કરી ક્લબમાં બોલાવે છે. સમર તેને લઈને પરાગના ઘરે જાય છે.

પરાગ- તું આને અહીં શું કરવા લઈને આવ્યો?

સમર- ભાઈ એ બહુ જ રડતી હતી એટલે મને હમદર્દી થઈ આવી તેથી અહીં લઈ આવ્યો, બીજે ક્યાં લઈ જાઉં આને.

પરાગ- એક તો આ છોકરીનાં નાટક બઉં છે..!

ચાલ પૂછી જોઈએ એને કે શું થયું છે?

પરાગ- શું થયું છે ટીયા?

ટીયા- એ છોકરી આપડા વચ્ચે આવી છે..!

પરાગ- આપડી વચ્ચે ક્યારેક કશું થયું જ નથી.

પરાગના મમ્મીનાં ગયા પછી તે ટીયાન તેની લાઈફમાં લાવવાંનો નિર્ણય કર્યો હોય છે. જોકે પરાગને દિલથી ઈચ્છા નથી હોતી પરંતુ તે આખી લાઈફ એકલો રહેવા નહતો માંગતો. આ વાત જાણી ટીયા પરાગને તેના પ્રેમજાળમાં ફસાવી દે છે પરંતુ પરાગ ટીયાનો ગર્લફ્રેન્ડ બનાવે તે પહેલા જ પરાગ ટીયાને બીજા છોકરા સાથે રંગેહાથ પકડી લે છે, ત્યારથી પરાગ ટીયા સાથે પ્રોફેશનલ રિલેશન જ રાખે છે પરંતુ ટીયાને ગમે તે કરી પરાગ સાથે મેરેજ કરવાં હોય છે પણ તેને કોઈ ચાન્સ નથી મળતો.

ટીયા- હા, મને ખબર પડી કે તું અને રિની એકબીજાને નાનપણ થી ઓળખો છો અને લવ પણ કરો છો. મને સમરે બધું કીધું.

પરાગ- સમર આને જે સાચું હોય એ કહી દે. તે ખોટું કેમ કીધું.

સમર- સોરી ટીયા.. એવું કંઈ જ નથી ભાઈ અને રિની વચ્ચે.. હું તો મજાક કરતો હતો.

ટીયાના દિમાગમાં પ્લાન આવે છે કે તે હવે રિની વિશે પરાગને ઊંધુ ઊંધુ ચડાવશે. તેથી પરાગ રિની બાજુ જોવે પણ નહીં અને મારી પાસે જ આવે.

બીજા દિવસે ઓફીસમાં પરાગ તેના કેબિન કામ કરતો હોય છે. સિયા તેના કેબિનમાં આવીને કહે છે, સર ગઈકાલનાં ફોટોશુટનાં પિક્ચર્સ આવી ગયાં છે તેમાંથી મને સિલેક્ટ કરી આપો તો પોસ્ટર માટે અને કેટલોગ માટે મોકલી આપું પછી તે ટેબલ પર મૂકીને જતી રહે છે.

પરાગ કવર માંથી ફોટોસ કાઢે છે એક પછી એક બધા ફોટો જોઈ છે, જેમાં વચ્ચે બે-ત્રણ ફોટોસ તેનો અને રિનીનાં હોય છે. રિની પાણીમાં પડી ગઈ હોય છે ત્યારે પરાગે તેને પકડી રાખી હોય છે તે ફોટો ફોટોગ્રાફરે ક્લીક કર્યા હોય છે. તે ફોટો આવતા પરાગ તે ફોટોને જોઈ રહે છે અને તેના ફેસ પર સ્માઈલ આવી જાય છે.

પરાગને કંઈ કામ યાદ આવતા તે રિનીને ફોન કરવાંને બદલે તેની પાસે જવા નીકળે છે. બહાર જઈને જોઈ છે તો રિની સમર સાથે હસી હસીને વાતો કરતી હોય છે આ જોઈને પરાગને થોડું નથી ગમતું. તે પાછો તેના કેબિનમાં જતો રહે છે.

સમર પરાગનાં કેબિનમાં આવે છે.

સમર- ભાઈ તમે તો બહુ કામ કરો છે.

પરાગ- કરવું તો પડે જ ને..! આજકાલ તું એમ્પલોય સાથે બહુ મસ્તી મજાક કરે છે. પરાગ રિની સાથેની વાત કરી રહ્યો હોય છે.

સમર- એ તો ઠીક છે પણ આજકાલ તમે બધું છુપાવવા લાગ્યા છે.

પરાગ- મેં શું છુપાવ્યુ?

સમર- તમે આપણી બ્લોસમ કંપનીના નામ પર બજારમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરવાના છો અને મને કહ્યું પણ નહીં.

પરાગ- એટલે તો તને મીટિંગમાં આવવા કાધું હતું પણ તું ના આવ્યો. તને આ વાત કોણે કાધી?

સમર- એક નવી ચકલીએ.

પરાગને લાગે છે કે રિનીએ બધી વાત સમરને કીધી કેમ કે મીટિંગમાં રિની સિવાય બાજુ કોઈ નહોતું.

રિની તેનું કામ કરી રહી હોય છે તે ઉપર ડિઝાઈનના ડિપાર્ટમેન્ટમાં હોય છે. ટીયા તેની પાસે આવીને તેને ખરી ખોટી સંભળાવતી હોય છે, રિની પહેલા કંઈ નથી બોલતી પરંતુ ટીયા કંઈક વધારે જ બોલી રહી હોવાથી રિનીને ગુસ્સો આવે છે અને તે કહે છે, તું કેવી છે તે આખી ઓફીસ જાણે છે. રિની તેને સંભળાવતી હોય છે ત્યારે પાછળથી પરાગ આવે છે.

પરાગને આવતા જોઈ ટીયા માસૂમ બની રિની જોડે શાંતિથી વાત કરવા લાગે છે, જ્યારે રિની ગુસ્સામાં બોલે જ જતી હોય છે. રિની આભાસ થાય છે કે પાછળ કોઈ ઊભું છે, પાછળ ફરીને જોઈ છે તો પરાગ હોય છે. રિનીને ખ્યાલ આવી જાય છે કે ટીયા જાણી જોઈને માસૂમ બની હતી પરાગ સામે મને નીચી બતાવવાં.

પરાગ- રિની તમે મારી કેબિનમાં આવજો મારે કામ છે. પરાગ જતો રહે છે.

રિની ટીયા બાજુ ગુસ્સેથી જોઈને જતી રહે છે.

ટીયા ખુશ થાય છે અને બબડે છે કે મારી અને પરાગ વચ્ચે આવવાની કોશિશ કરીશ તો આવા જ હાલ કરીશ હું.

પરાગ અને રિની બંને પરાગની કેબિનમાં હોય છે.

પરાગ- આ બધું શું હતુ?

રિની- તમે જે જોયું છે તે સાચું નથી. મારી વાત એક વખત સાંભળો તો ખરાં.

પરાગ- હજી તો તમે હમણાં કંપની જોઈન કરી છે, ટીયા સાથે લડ્યાં કરો છો, મારી સાથે તો તમે ફ્રેન્ડની જેમ વાત કરો છે, કંઈ પ્રોફેશનલ જેવું છે જ નથી તમારામાં..! અને હા, મારી પરવાનગી વગર તમે કાલની મીટિંગની વાત કેમ કરી?

રિનીથી હવે ચૂપ નથી રહેવાતું તેથી તે બોલી પડે છે, જુઓ પરાગ સર, મેં મીટિંગના વાત કોઈને નથી કરી અને હા, પોતાને બોસ કહો છો તો એ પણ જાણવાનું રાખો કે તમારા ઓફીસમાં શું ચાલે છે અને તમારી આસપાસના લોકો કેવા છે તે..! અને શું સાચુ છે કે ખોટું તે પણ તમને ઓળખતા નથી આવડતું. કોઈની પર આરોપ લગાવતા પહેલા ચેક કરી લેવું જોઈએ. રિની ગુસ્સામાં બોલી જાય છે.

પરાગ- નક્કી મારે કરવાનું છે કે તમારે શું કરવાનું છે તે? બોસ છું તમારો..!

રિની- હંહ કેવા બોસ..? હવે તમે મારા બોસ નથી કેમ કે અત્યારે જ હું આ જોબ માંથી રિઝાઈન આપું છું. રિઝાઈન લેટર મળી જશે તમને, સાઈન કરી આપજો અને હા, મેં કંઈ જ ખોટું કામ નથી કર્યું, રિની એટીટ્યુડમાં કહીને જતી રહે છે.

પરાગ કંઈ બોલતો નથી અને જે રીતે રિની કોન્ફીડન્સથી બોલીને ગઈ હોય છે તેને મનમાં થાય છે કે મેં કંઈ ખોટું તો નથી કર્યું ને??

આ વાત નવીનભાઈ સુધી પહોંચી જાય છે. તેઓ પરાગને તેમની કેબિનમાં બોલાવે છે અને પૂછે છે કે શું વાત હતી કે આટલી બબાલ થઈ ગઈ?

પરાગ- એ છોકરી આપણા કંપનીમાં જાસૂસી કરવા આવી હતી. કાલની મીટિંગની વાત તેને ખબર નહીં કોને કોને કીધી હશે?

નવીનભાઈ- તે તપાસ કરાવી? કોઈ પ્રૂફ છે તારી પાસે?

પરાન- ના

નવીનભાઈ- તો કેવી રીતે તું કહી શકે તે એક જાસૂસ છે?

નવીનભાઈ રિનીને તેની કેબિનમાં બોલાવે છે અને પૂછે છે શું વાત છે તે મને જણાવ.

રિની બધી વાત જણાવે છે અને કહે છે મેં કોઈ પણ વાત લીક નથી કરી અને સર તમારા છોકરાને એટલા ખબર હોવી જોઈએ કે કોઈ પર આરોપ જોયા સમજ્યાં વિના ના મૂકાય. પરાગ અને રિની બંને નવીનભાઈની કેબિનમાં ફરી લડવાં લાગે છે. નવીનભાઈ તેમને શાંત કરે છે.

રિની રિઝાઈન લેટર આપતા કહે છે, જ્યાં મારી સેલ્ફરીસ્પેક્ટ નથી ત્યાં મારે જોબ નથી કરવી. થેન્ક યું સર મને જોબ આપવા માટે. નવીનભાઈને ગુડ ડે કહી જતી રહે છે. રિની તેનું પર્સ લઈ ઓફીસની બહાર જતી રહે છે અને બહાર થોડી વાર બેસે છે.

પરાગ તેની કેબિન માંથી બહાર બેઠી રિનીને જોયા કરતો હોય છે.

પરાગને સચ્ચાઈની ખબર પડશે?

શું પરાગ રિનીને રિજોઈન કરવાંનું કહેશે?

વાંચતા રહો આગળનો ભાગ - ૭