Viral Tasvir - 12 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૧૨)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૧૨)

અનિ તરફ ઈશારો કરતા બાબાએ પૂછ્યું દીકરી ??
કેટલી મોટી થઈ ગઈ !! બેટા તારી મમ્મી જ્યારે મારી પાસે આવી'તી ત્યારે તું એના પેટમાં હતી આજે આટલા બધા વર્ષો પછી મળ્યા છીએ આપણે...
આ ?? પેલા માસી તરફ ઈશારો કરતા બાબાએ પૂછ્યું, આ હંસા માસી છે ટ્રેનમાં અમે જોડે મુસાફરી કરી તેમને પણ ગંગા ઘાટ આવાનું હતું અને એકલા હતા એટલે સાથે લઈ આવ્યા અમે. ખૂબ સારું કર્યું માસી પણ બેઠા અને એમણે પણ પૂછ્યું, તમેં અહિયાના છો?? ના હું પણ ગુજરાતી જ છું પણ ઘણા વર્ષો પહેલા ઘરબાર છોડી વૈરાગ્ય અપનાવી લીધું અને ૪૦ વર્ષથી અહીંયા જ છું. શુ થયું છે દીકરીને ?? બાબા એ ઇશીને પૂછ્યું, ઇશી તરત બોલી બાબા મેં તમને કહ્યું હતું તેમ તે દિવસ રાત્રે અનિનો એક્સિડન્ટ થયો અને માથાના ભાગમાં વાગ્યું ત્યારથી તે બોલી નથી શકતી.ઘણી દવાઓ કરાવી પણ કોઈ જ આરામ નથી થયો હવે ફક્ત તમારા પર ભરોસો છે અમને, દીકરા ભોલેનાથ પર ભરોસો રાખ તે બધું ઠીક કરી દેશે. તને તે દિવસની તારીખ અને સમય યાદ છે??
હા બાબા એ દિવસ એ ૨૮ જાન્યુઆરી અને સમય ૧૦:૪૫ નો હતો. આટલું સાંભળતા જ બાબા બોલ્યા ચિંતા ના કરીશ હું જે કહું છું તે શાંતિથી સાંભળ ફક્ત અને દીકરી તું પણ ચિંતા ના કરીશ. તું અહીં આવી છું તો કઈક કારણોસર જ હશે.
અહીંથી તું જ્યારે પાછી જઈશ ત્યારે સારી થઈને જ જઈશ મારો વિશ્વાસ છે.
ઇશી સામે જોઇને બાબાએ કહ્યું દીકરા તે દિવસ અમાસ પણ હતી અને તારીખ ૨૮ જાન્યુઆરી,
તને શાયદ યાદ હશે આ જ તારીખ અને આ જ સમયે તારા પતિ,
ઇશી ચોંકી ગઈ શરીર પર પસીનો આવી ગયો.તમે કહેવા માંગો છો કે એ બધું અનીના પિતા??
હા હું એ જ કહું છું આ બધા પાછળ તેનો જ હાથ હશે થોડી વારમાં ખબર પડી જશે હવે.
બાબાએ પોતાની જોલીમાંથી એક કોરું કાગળ કાઢ્યું અને બોલ્યા,
અનિ બેટા તું તારી આંખો બન્ધ કરી આ કાગળ પર હાથ મુક અને તે દિવસ રાત્રે એક્સિડન્ટ થયો એ પહેલાં શુ થયું હતું જે કઈક યાદ આવે છે અને કોઈક અજાણ્યો ચહેરો દેખાય છે તે જણાવ,
અનિ વિચારવા લાગી,
ધીરે ધીરે પેલા કાગળ પર કઈક " તસ્વીર " બની રહી હતી. મારી અને ઇશી પોતાની આંખો પર વિશ્વાસ નહોતા કરી શકતા કે આ બધું શુ થઈ રહ્યું છે.થોડી વાર પછી તસ્વીર સ્પષ્ટ થતા ઇશી અચંબિત થઈ ગઈ. આ શું ?? બાબા......
ઇશી જોરથી બોલી ઉઠી,
આ તો.....એ જ છે. હે ભગવાન !!!
કેવી રીતે ??? અનિ પણ બોલી,
મમ્મી કોણ છે આ ???

ભરાવદાર શરીર આંખો મોટી માથામાં સહેજ ટાલ વ્હાઇટ શર્ટ પહેરેલું આ એ જ વ્યક્તિ હતી,
જેને જોઈને ઇશી પોતાની આંખો પર વિશ્વાસ કરી રહી નહોતી પણ થોડી વારમાં મક્કમ બની બોલી, બાબા આ એ જ છે જેની મારી જિંદગી ખરાબ કરી નાખી. અનિ એની મમ્મીને જોઈ રહી હતી ઇશી કોની વાત કરી રહી છે.
મમ્મી કોણ છે?? ફરીથી અનિએ પોતાની મમ્મીના ખભા પર હાથ મૂકીને કહ્યું,
બેટા....આ એ જ વ્યક્તિ છે જેનાથી હું અત્યાર સુધી તને બચાવતી આવી છું.
પણ છે કોણ ??
હવે અનિ રાહ જોઈ શકે એમ નહોતી શાયદ, બેટા આ તારા પપ્પા છે. ઓહ !!! મારા પપ્પા??
તો આપણે ખુશ થવું ના જોઈએ. અનિએ સહજ ભાવે પૂછ્યું, ઇશી પણ અનિના આ વાક્યથી થોડી મુંજાઈ કેમ આવું બોલે છે આ,
દીકરા કોઈ સારા માણસ નહોતા જો આપણે એમને યાદ કરવા જોઈએ. ઇશીના આવા બોલતાની સાથે જ અનિના ચહેરા પર એક આક્રોશ છવાઈ ગયો.
શુ ??? કેમ સારા નહોતા?? તું શું કહેવા માંગે છે?? ઇશી બાબા અને પેલા માસી ત્રણે ગભરાઈ ગયા અનિનો આવાજ આચાનક જ બદલાઈ ગયો. હવે અનિ તે નહોતી રહી જે પહેલા જેવી હતી,બાબા સમજી ગયા કે શુ થયુ છે.
તેમણે પોતાની જોળી કાઢી અને પાણીના થોડા ટીપાં અનિ ઉપર છાંટયા,
ઓ........તું કોણ છે?? વચ્ચે ના આવીશ મરી જઈશ. અનિ બોલી,
તું જે પણ હોય છોડી દે આ રૂહને નહિતર તને ઘણું ભારે પડશે.
તું છે કોણ?? આ મારી દીકરીની રૂહ છે અને હું તેને છોડીશ મારી મરજીથી,
છોડવું તો તને પડશે જ તું ભટકતી આત્મા છું અને જેના શરીર પર તે કબ્જો કર્યો છે તે એક દીકરી છે એની મમ્મીની,
એક જિંદગી તો તે જીવતે જીવંત બગાડી હવે તું મર્યા પછી એની જિંદગી કેમ બગાડે છે??
જા છોડી દે ચલ,
ઇશી આ બધું જોઈ ગભરાઈ ગઈ.
પોતાની દીકરીને તે હવે દૂર જતી જોઈ રહી હતી.
બાબા કઈક કરો મારી દીકરીને બચાવો,
ઇશીના આટલા બોલતા પહેલા જ પેલા આત્માએ ઇશીનો હાથ પકડી લીધો અને પોતાની તરફ ખેંચી ગળું પકડી લીધું.
બાબા એ મંત્રોચ્ચાર શરૂ કર્યા,
ૐ...........ૐ.....ૐ...........ૐ.......

ॐ नमो आदेश गुरु का

मंत्र साँचा कंठ काँचा
दुहाई हनुमान वीर को जामे लफ्जारी | पलंका मजारी
आन लक्ष्मणा वीर की आन माने जाके तीर की दुहाई
मेमना की बादशाह जावा काम में रहे आमदा |
दुहाई कालिकामाई की
धौला गिरी वारो चंडै सिंह की सवारी
जाके लांगुर है अगारी
प्याला पिए रक्त को चंडिका भवानी
वेदबानी में बखानी
भूत नाचे बेताल लज्जा रखे
अपने भक्त की काली महर काली
आरी कोलकाता वाली
हाथ कंचन की थारी
लिए हाथ भक्त बालिका दुष्टन प्रहारी
सदा संतन हितकारी
उतर मूल राज जल्दी नहीं भखै तोय
कालिकामाई की दुहाई
करें भक्त की सहाई
आत असने में माई तेरी ज्योति रही जाग के |
पकड़ के पछाड़ भातकर
मत अबार तेरे हाथ में कपाल
भक्षण करले जल्दी आइके
जाय नाहीं भूत पकड़ मारे जाँय
भूत उतर उतर उतर तो
राम की दुहाई गुरु गोरख का फंदा करेगा तोये अंधा
फुरो फुरो मंत्र स्वाहा |
બાબાના મંત્રોચ્ચારની સાથે અનિને વશમાં કરેલ રૂહ ધીરે ધીરે વધારે ઉગ્ર બની રહી હતી.
છોડી દે માસૂમને તારું શુ બગાડ્યું છે.
ઓય !! તને કીધુંને દૂર થઈ જા નહિ છોડું તને જોઈ લઈશ,
આખરે મરવાના દિવસો આવશે તારા હજીપણ કહું છું. બને એટલો દૂર જતો રે,
તું મને કહીશ??? બાબા એ ફરીથી ગંગા જળ છાંટયું,


ક્રમશ :