One and half café story - 11 in Gujarati Love Stories by Anand books and stories PDF | વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 11

The Author
Featured Books
Categories
Share

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 11

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|11|

“યુ નો આપણે બેય આમ ઓન એર હોઇએ એટલે કે હવામા ઉડતા હોઇએ તો કોણ પહેલા દીવ પહોંચે.” બસ તરફ આવતા એ હાથ લંબાવીને મને ફ્લાઇટ વગર કઇ રીતે ઉડાય એ શીખડાવે છે. હુ બસ એની સાથે ચાલતો જઉ છુ. વાતો કરી-કરીને હવે થાક્યા એટલે મસ્તી એ વળગ્યા. પણ જ્યારથી એને મળ્યો હુ ફરી બોલતો થઇ ગયો.

મારા કાંઇ ન કરવા છતા એના સ્વભાવને ખાલી જોઇ રહેવામા જ મને મારા ઘણા બધા સવાલો ના જવાબ મળી ગયા. “એ ચલ ને તુ બી ઉડને મારી સાથે. ડોન્ટવરી બાબા મને લેન્ડ કરતા આવડે છે.” કહીને મારો હાથ એની તરફ ખેંચ્યો.

“એમ.” કહીને હુ પણ એની સાથે બસ સુધી ઉડયો. “આઇ ગયુ હો એરપોર્ટ કેપ્ટન પીયા.”

“રોજેર ધેટ.” એણે જવાબ આપ્યો.
“ઓવર એન્ડ આઉટ.” મે કહ્યુ. આટલી ચા પીધા પછી અમને બેયને બરોબરનો નશો ચઢયો છે. “હાઇ ફાઇવ.” અચાનક જ એને હાથ ઉપર કર્યો. મારો હાથ એની મેળે મળી ગયો.
“યાર આપણો ઇન્ટ્રો ફરી અધુરો રહી ગયો.” મે સીટ પર પહોંચીને કહ્યુ. હુ એના આવવાની રાહ જોતો હતો. હુ બારી પાસે ન બેઠો અને પીયાને જવા માટે રસ્તો આપ્યો. મને એવુ થયુ કે મે એને રીસ્પેક્ટ આપી. એની સાથે-સાથે મારા મનમા બીજુ વાવાઝોડુ તો ચાલતુ જ હતુ.
“હા યાર.” સીટ પર જતા અટકીને પાછળ ફરી મારી સામે જોયુ અને મારુ નાક ધીમેથી ખેંચીને “એના માટે તો ચા જોઇએ ને.” એ શુ કહેવા માંગે છે એ બરોબર સમજાયુ નહી પણ હુ એની કમ્પની હુ રીઅલી ઇન્જોય કરવા લાગ્યો છુ.

‘આ એક એવી પરીસ્થીતી હોય છે કે જ્યાં એકબીજાના પ્રેમમા પડવાની શરુઆત હોય છે. બન્નેની હાલત કાંઇ એવી જ હોય છે કે બેયના મનમા એકજ વાત હોય છે કહી નથી શકતા એજ વીચારીને કે એવુ નહી હોય તો.’

“યુ નો તારા સવાલોના મારી પાસે જવાબ જ નથી હોતા.” હુ બોલ્યો.
“આઇ નો હુ કુલ છુ.” એણે અવાજ ખેંચીને કહ્યુ. “હાઇ ફાઇવ.” મે પણ હાથ આગળ કર્યો.

અમારી ફ્રેન્ડશીપ દર એક સેકન્ડે પાક્કી થતી જાય છે.
“કોઇ અચાનક જ આમ લાઇફમા આવે અને અચાનક જ ખાસ બની જાય.” આ પ્રશ્ન છે કે જવાબ છે એ ખબર નથી; પણ જ્યારથી પીયાને મળ્યો ત્યારથી મારા મગજમા આ જ વાત ચાલે છે. મને ખબર નથી જે થાય છે એ સાચુ છે કે ખોટુ; મને ખાલી એટલી ખબર છે “વર્ષો પછી ફરી મને ફરી કોઇ એ જગાડયો છે. મતલબી દુનીયામા આનંદ નામનો એક માણસ છે એ મે ફરી જાણ્યુ.”

થોડીવાર કોઇ કાંઇજ ન બોલ્યુ.
પછી અચાનક “ધેટસ નોટ ફેર યાર....” બાળકની જેમ મોઢુ ચઢાવીને ધીમેથી બોલી. એને ગમતી અને ન ગમતી વાતોથી મને ફેર પડવા લાગ્યો છે. દર એક સેકન્ડે મારી પ્રેમ વીશેની સમજ બદલતી જાય છે પણ મને જાણી જોઇને ખોટુ બોલવા નો વધારે અફસોસ છે.
“વોટ.”
એને કાંઇ જવાબ ન આપ્યો.
“વોટ નોટ ફેર પીયા. આઇ એમ આસ્કીંગ ટુ યુ.” મે થોડો બેઠો થઇને પુછયુ. મને થોડી ગભરામણ થઇ.
“મે તો તને એ પણ કહ્યુ કે હુ દીવ કેમ જાઉ છુ.” કહીને અટકીને ફરી જોરથી અવાજ ખેંચીને ગુસ્સામા “તે કહ્યુ? તુ કેમ જાય છે.”
“મતલબી સાવ.” કહીને એણે મોઢુ બારી તરફ કરી નાખ્યુ.
મારુ ગળુ સુકાઇ ગયુ. થોડીવાર લાગ્યુ આ મોકો છે મારે કહી દેવુ જોઇએ પણ જો હુ સાચુ કહી દઉ તો આગળ શુ થાય એ વીચારે મને રોકી રાખ્યો.

“બસ...આટલી વાત. તુ પણ યાર પીયા ગજબ છે.” મારો અવાજ અચકાઇ ગયો. અજાણ્યો ડર મને લાગ્યો. રીયાની સામે ખોટુ બોલતી વખતે મારી આવી જ હાલત થતી પણ એના કરતા ક્યાંય ગણો વધારે ડર અત્યારે મને લાગે છે.
“રેવા દે જતો હોઇશ કોઇ છોકરીને મળવા.” હુ કાંઇપણ વીચારુ એ પહેલા એને બોલી નાખ્યુ. મારા જેવા સીંગલ છોકરાને કોઇ અચાનક આવુ કહે તો અઘરુ તો લાગે છે.
એના ચહેરા પરના ભાવ હુ સમજી ન શક્યો.

‘તમારી પણ ક્યારેક આવી હાલત થઇ જ હોય. કોઇ અજાણતુ માણસ પળવારમા જ દીલથી કેટલુ નજીક આવી જાય છે. અમુક વાતો એવી હોય છે જે એની સાથે સેર કરવા મા અજાણ્યો ડર લાગે. આ ડરની પાછળનુ કારણ એ જ હોય કે તમે એ વ્યકિતને તમારા લીધે ખોવા નથી માંગતા.’

“ના હવે.” મારી પાસે કોઇ જવાબ નહોતો.
“તો.” રાહ જોયા વગર તરત જ.
“ટુ ફાઇન્ડ માઇ સેલ્ફ...” મારાથી બોલાઇ ગયુ.
“મોજામા તણાયો ત્યારથી ખોવાઇ ગયો તો કાંઠેથી માંડ જડયો. ક્યાંથી એ ખબર નથી. બસ એ જ જવાબ શોધવા જઉ છુ.”

એની સાથે વાતો કરવાની અને ખાસ કરીને એની વાતો સાંભળવાની મને ટેવ પડી ગઇ. કેમ થયુ એ મને ખબર નથી. વીચારવાનુ એ છે કે ખરેખર આ મને સાચો પ્રેમ થયો છે કે કેમ.
“ક્યા બાત હે, જનાબ આપ તો શાયર નીકલે.”
થોડીવાર અટકીને “એ આ અવાજ જાણીતો છે. લેમ્મી સી ઓન માય ફોન.” કહીને એ ફોનમા કાંઇ શોધવા લાગી. એના વાળ વારે-વારે આંખ પર આવી જાય છે અને એ હાથથી પાછળ લઇ જાય છે.

“આ વર્ડ મે પેલા ક્યાંક સાંભળ્યા છે. ના. ના. શુ હુ પણ. છોડને. હુ ગમે તે બોલતી હોવ. ” એને મારી સામે જોઇને કહ્યુ.
“લાગે તો એવુ જ છે.” એને હેરાન કરવા મે કહ્યુ. ઇરીટેટ થઇને એને હાથથી મને માર્યુ. “તને બઉ બધી ખબરને ગર્લ્સ વીશે. હોશીયારી.”
ત્યાં બસ મોટો વણાંક લીધો. ટાયર નીચે કાંઇ ફરવાનો અવાજ વધતો જાય છે. બારીની બહાર જોવો તો દુર સુધી ક્યાંક લાઇટો દેખાય છે. બસની અંદર લગભગ બધા સુતા હોય એવુ લાગે છે. કીશોર કુમારના ગીત સાંભળતો ડાન્સ કરતો નેપાળી બસ ચલાવે છે.
હુ અને પીયા એક બીજાની ખેંચવામાથી ઉંચા નથી આવતા.
થોડીવાર રહીને અચાનક“તારા વર્ડ કોઇ સામાન્ય માણસના તો નથી યાર.” કહીને મારો શર્ટનો કોર્લર ખેંચ્યો. બેયના ચહેરા એકબીજાની નજીક આવ્યા. એના ગુલાબી ચહેરા પરની સ્માઇલ હુ એટલી નજીકથી જોઇ શક્યો. મને લાગ્યુ કે એ સ્માઇલ પર ખાલી મારો જ હક છે. એની આંખનો દુધીયા રંગ મે અંધારામા પેલી વાર જોયો. અમારી આંખો એક થઇ અને અચાનક કાંઇ વળતો વીચાર આવ્યો હોય એમ.
“ના હવે.” હુ વાત બદલવા માંગતો હતો.
મારો કોર્લર છોડીને “હમમમ.....આર.જે. આનંદ ને ઓળખે.”
મારી ગભરામણ વધવા લાગી. કોઇને ચીટ કરવાની લાગણી મારા મનમા ફરી વળી. કાંઇક ખોટુ કર્યાનો અફસોસ મને થયો. થોડીક જ સેકન્ડમા મને મારા આગળના દીવસો યાદ આવવા લાગ્યા.
“ઓળખે તો ક્યાંથી.” ફરી અટકી અને થોડી ગુસ્સે થઇ ગઇ. બે હોઠ ભેગા કરીને આંખો નાની કરે ત્યારે એનો ચહેરો જોવાલાયક હોય છે.
મારા ધબકારા વધી વધવા લાગ્યા. મારી જાતને થોડીવારમા ન કરેલા કામ માટે આરોપી માનવા લાગ્યો.
“એક તો આટલો મોટો આર.જે...તોય આજ દીવસ સુધી કોઇ એને ઓળખતુ નથી.”

“ડોફા એ આજ દીવસ સુધી પોતાનો કોઇ જ ફોટો બહાર નથી આવવા દીધો.”
“બ્લ્ડી.”
“ઇડીયટ.”એના અવાજ માંથી એનો મારા તરફનો ગુસ્સો વર્તાઇ આવે છે. હવે આર.જે. આનંદ કે ખાલી આનંદ એ એને ખબર પણ મને સાંભળીને મજા આવી. એક હાશકારો લાગ્યો. કોઇ અજાણ્યાને કેર છે મારી આનાથી વધારે આત્મ સંતોષ શું હોઇ શકે. એ સાથે કોઇ સાથે ખોટુ કરવાની લાગણી મને થાય છે.
“કુલડાઉન...પીયા...” ખબર નહી કેમ મારાથી બોલાઇ ગયુ.
“સ્ટુપીડ....જ્યારે મળી ગયોને પેલા તો એક જાપટ મારીશ. પછી એટલી ચા પીવડાવીશને કે સામેથી જ બધાને કહેતો ફરશે હુ આર.જે. આનંદ. છુ.” એના ચહેરા પરનો આ ગુસ્સો અને મારા પ્રત્યેનો પ્રેમ મને ક્યારેય નહી ભુલાય. થોડીવાર સુધીતો મારા પગ નીચેથી જમીન સરકી ગઇ પણ પછી તરત એ વીચાર આવ્યો કે આર.જે. આનંદ માટે આટલો ગુસ્સો કેમ.
‘આ ગુસ્સો હકીકતમા ગુસ્સો નથી. કોઇના પ્રત્યેનો પ્રેમ છે. સાચો પ્રેમ. મારી સાથે શુ થવાનુ છે એ મારે વીચારવાનુ છે. આ કન્ફ્યુઝન છે કે ઇલ્યુઝન ખબર નથી.’

એના ગુસ્સામા એટલી પાગલ થઇ ગઇ કે એ ભુલી ગઇ કે મને નથી ખબર આર.જે. આનંદ કોણ છે.

“હુ આવીશ સાથે બસ બેય સાથે મારી જાપટ.” કહીને દેખાવ કરવા માટે હુ હસ્યો. “ચીલ યાર....લુક ધીસ ટી ડીસર્વ યોર ક્યુટ સ્માઇલ.” ચા થી ભરેલો થરમોસમે એની તરફ કર્યો.
“રેડીયોમા તો સાંભળેલો કે....” મારી વાત કાપી અચાનક એને કહ્યુ.
“ના...” મારે હવે મારી જાત માટે જ નાટક કરવાનુ હતુ.
“ઇડીયટ. બરોડામા જ રયે છેને.” એણે મોટેથી કહ્યુ.
“હુ કે તારો આર.જે...” મને ખબર હતી મારી જ વાત થાય છે તોય મે પુછયુ.
“ઈડીયટ મારે નહી કેવુ કાંઇ જા.” કહીને મોઢુ ફેરવી નાખ્યુ. થોડીવાર હુ કાંઇ ન બોલ્યો. જ્યારથી મળીને ત્યારથી જ મને લાગ્યુ કે આ છોકરી મનમા બઉ બધો બોજ લઇને ફરે છે. કદાચ એના મનની વાત સાંભળીને બધા શુ રીએક્ટ કરશે એજ વીચારીને કોઇ સાથે સેર નહી કરી શકતી હોય પણ મે મનોમન નક્કી કરી લીધુ કે એના મનની વાત હુ જાણીને રહીશ.

કેટલુ સહેલુ છે મનથી ધારી લેવુ કે કોઇ તકલીફમા છે અને એ જાણવા પાછળ પડી જવુ. જ્યારે એ વ્યકિતનો તો ખબર પણ નથી હોતી.

“સોરી યાર આઇ ડોન્ટ મીન ધેટ.”
“ઇટસ ઓકે....ડયુડ.” મે એનો પકડીને કહ્યુ.
“થેંન્કસ.”
એ વધારે પડતી ઇમોશનલ થઇ જાય છે. મારી જગ્યાએ બીજુ કોઇ હોય તો એનો ફાયદો લીધા વગર રહે નહી પણ પરમાત્માની દયા કે અમને બેયને મળાવ્યા. હવે મારે શાંતીથી બધી પરીસ્થીતીને સમજીને રીએક્ટ કરવાનુ છે.

મારા કારણે કોઇ મારા પર જ ગુસ્સો કરે એ તો મે ક્યારેય સપનામા પણ નહોતુ વીચાર્યુ. ફરી એકવાર ચા ની થરમોસ અમે બેય એ ખાલી કરી નાખી. હુ ખુશ હતો મને છેલ્લે કોઇ તો ટી પાર્ટનર મળ્યુ. મારે એને કાંઇ જ કહેવુ નથી. દીલના ઉંડાણમા ક્યાંક ખુણેથી અવાજ આવે છે કે એ જાતે જ સમજી જશે.

એ વાત વીચારીને જ કેટલી મજા પડે કે મળ્યા એટલી કલાકમા તો અમે કેટલીવાર ઝઘડો કર્યો. કેટલીવાર એકબીજાને સોરી કહ્યુ, કેટલુ હસ્યા અને ખાસ તો આટલી ચા પીવા મળી. નેપાળી એ માહોલમા રંગ ભર્યો એ તો સાવ અલગ.

વાતો કરીને બેય થાક્યા એટલે ગીતો સાંભળ્યા. એમાથી પણ સોંગ અને પ્લેલીસ્ટનો ઝઘડો થયો તો ફરી બેય સોરી બોલીને ક્યારે સુઇ ગયા એ ખબર ન પડી.

મને એટલુ યાદ છે ફરી ઉઠયો ત્યારે જાટકો લાગ્યો અને બસના બ્રેક લાગવાનો અવાજ આવ્યો. વણાંક વળ્યા ત્યારે દરીયાના ઘુઘવાટા જેવો અવાજ લાગ્યો. મે બારી બહાર નજર કરી અને ઓહ માઇ ગોડ ફાઇનલી અમે દીવ પહોંચી ગયા. હાઇવે પરના પેટ્રોલ પંપ પર બસ થોડીવાર ઉભી રહી એટલે નીચે ઉતરીને હુ ચા લઇ આવ્યો. જતા પહેલા મને મન થયુ કે પીયાને જાપટ મારવાનો આનાથી વધારે સારો મોકો નહી મળે. જગાડવાના બહાને મારી મનોકામના પુરી થઇ જાત પણ પછી માંડી વાળ્યુ. એ સુતી વખતે એટલી ક્યુટ લાગે છે. એને જોઇને એવુ જ લાગે જોયા જ કરુ.

બહારનુ વાતાવરણ પણ અદભુત છે. ચા નો કપ હાથમા લઇને અંધારામા ઠંડા લહેરાતા પવનમા દરીયાના ઘુઘવાટા સાંભળવા મળે એનાથી વધારે શુ જોઇએ. ઘડીભર તો મન થયુ કે રોકાઇ જવુ છે નેપાળીને જવુ હોય તો ભલે જાય પણ વળતી વેળાએ કોઇ વીશે વીચાર આવ્યો એટલે માંડી વાળ્યુ.
હુ ચા લઇને સીટ સુધી માંડ પહોંચ્યો ત્યા બસ ચાલતી થઇ. બારી બહારથી ઠંડો પવન ફરી એકવાર લહેરાવા લાગ્યો. તોય એ ડફોળ હજી સુતેલી છે. મે જોવા માટે એને ઉઠાડી.

“સુવા દે ને, ઈડીયટ.” કહીને મને ધક્કો માર્યો. બંધ આંખે એના મોઢામાથી પહેલો શબ્દ જ આ નીકળો પણ મને એની પાસેથી આ શબ્દ વારંવાર સાંભળવો ગમવા લાગ્યો.
“દીવ આવી ગયુ છે સુઇ રહેશો તો વયુ પણ જાશે.” મે એને માથામા મારીને કહ્યુ.
“ઓહ માઇ ગોડ.” તરત જ એને અડધી આંખ ખોલી અને કાંઇપણ વીચાર્યા વગર બારી બહાર નજર માંડી. માણસ કાંઇ વીચારે ઉઠયા પછી ને આ તો એકદમ ઉત્સાહી. એ કેટલી કેરલેસ છે એ જોઇને જ ખબર પડી જાય. “લુક એટ ધ બ્યુટી યાર. બીચ.....ઓહ માઇ ગોડ.” ઉત્સાહમા આવીને હાથ અને ચહેરો બારી બહાર કરી નાખ્યો. પછી મારે ખેંચીને એને અંદર લાવવી પડી.
“સુસાઇડ મીશન પર છે. કાંઇ ભાન પડે કે નહી.” મે થોડુ અણગમા સાથે કહ્યુ. ખરેખર હુ ગુસ્સે થઇ ગયો હતો. એના પર નહી એની માટે.
“ઇન્જોય કરવા દે ને....લોહી શુકામ પીએ છે.” મારી સામે મોઢુ બગાડીને. પછી ધીમેથી “ઇડીયટ. અકડુ.” બોલીને સેકન્ડ પુરતુ હસી.
એ ફરી ઉભી થવા ગઇ અને મે ખભેથી પકડી રાખી. “આયા બેસીને હો.”
“એ હા.” કહીને નાના છોકરાની જેમ નાક પર આંગળી રાખીને જીભ કાઢી.
હુ બસ હસતો રહ્યો.
“બઉ મસ્ત બીચ છે નહી.”
“હા યાર.”
રસ્તાની ડાબે એક પછી એક રીચ લીકર શોપ્સ છે. જમણી તરફ નજર કરતા જ દરીયો. જોઇને જ ઘડીભરમા થાક ભુલાઇ જાય. અમે બેય જોતા રહ્યા ત્યાં જમણી તરફ બીચ હોટેલો દેખાવાની શરુ થઇ. એમાથી એક ફાઇવ સ્ટાર જેવી લાગતી હોટેલના પાર્કીંગમા આવીને બસ ઉભી રહી. મને હોટેલનુ નામ યાદ આવ્યુ. મારી બુક કરેલી હોટેલ સાથે નામ મળતુ લાગ્યુ. ફાઇનલી એ ટાઇમ આવી ગયો જેની મને બીક હતી.

જવાનો ટાઇમ થઇ ગયો હતો. નેપાળી એ દરવાજો ખોલ્યો. આ હોટેલ પર રોકાવાના હતા એટલા વારાફરતી ઉતરવા લાગ્યા. મારો વારો પણ આવવાનો હતો. અમે બે એકબીજાની આંખમા જોઇ રહ્યા. બોલવા બેય માંગતા હતા પણ એકેય બોલી ના શક્યા. આંખની ભીનાશમા એકબીજાને જે કહેવાનુ હતુ એ કહેવાય ગયુ.

“પીયા....ફરી મળીશુ....કે....” કહીને મે હાથ લંબાવ્યો. કહેતી વખતે મારા મનની હાલત મને ખબર હતી. જો મારા મા હીમ્મત હોત તો કહી દેત એજ ટાઇમ પર. મારી આંખ ભીની થઇ અને એની પણ. મન થાય છે કે એને ક્યાંય ન જવા દઉ પણ હું કાંઇ જ ન કરી શક્યો. હુ મજબુર હતો.

“ઓય સેન્ટીમાસ્ટર, ફરી ક્યારે મળીશ બોલ.” કહીને ફરી મારો કોર્લર પક્ડયો.

“બઉ જલ્દી.” કહીને ચા ભરેલો થરમોસ એને આપીને ભરેલા પગે હાલતો થયો.
એકબીજાના ગળે મળીને અમે બેય છુટટા પડયા.

હુ મારો સામાન લેવા માટે લાઇનમા ઉભો રહ્યો.
“આનંદ....” પાછળથી અવાજ આવ્યો. હુ પાછળ ફર્યો. “તને છોડવાની નથી યાદ રાખજે....” કહીને એ બે હાથથી ખેંચીને ગળે વળગી ને રડી પડી. “આપણો ઇન્ટ્રો બાકી છે....યાદ રાખજે ઇડીયટ.”

“બીજી કોઇ ટી પાર્ટનર શોધવાની હીમ્મત ના કરતો.” કહીને મારો કોર્લર ખેંચ્યો. અને આંગળી મારા તરફ કરીને એ મારી સામે જોઇ રહી. એનો મારા પર અધીકાર હોય એવી રીતે. નેપાળી સામાન ઉતારતા અમારી સામે જોઇ રહ્યો.

“પ્રોમીસ છે. તારા ઇડીયટ અને અકડુ ફ્રેન્ડની....” કહીને મે એનુ નાક ખેંચ્યુ.
“નહી સુધરે.”
હોટેલની સામે બીચ પર મને એક કીટલી દેખાઇ આવી.
અમે દોડીને ત્યાં પહોંચ્યા.
નેપાળી એ સામાન ઉતાર્યો ત્યાં સુધી અમે દરીયો જોતા અને ચા પીતા બેસી રહ્યા.

ક્રમશ: