સ્નેહા આજે થોડી વધારે જ ખુશ હતી. તેમનો પરિવાર શુંભમના ઘરે જવા તૈયાર થઈ રહયો હતો. ફાઈનલી વાત આગળ વધી રહી હતી. આજે રવિવાર હતો એટલે સ્નેહા ઘરે જ હતી. શુંભમે તેમને આવવા માટે ઘણું કિધું. પણ તેમના ઘરના નિયમ પ્રમાણે તે સાથે ના જ્ઇ શકે. મન તો તેનું પણ હતું શુંભમને મળવાનું. તેમની સાથે બેસી થોડીવાર વાતો કરવાનું. પણ, તે ઘરે કોઈને કહી ના શકી કે તેમને પણ આવવું છે.
સવારે વહેલા જ સ્નેહાના મમ્મી -પપ્પાને સાથે તેમના મોટા પપ્પા અને મોટી મમ્મી આ ચારેય અમદાવાદ જવા નિકળી ગયા. સાથે બાલુભાઈ પણ હતા. તે લોકોના જતા જ સ્નેહાએ શુંભમને ફોન લગાવ્યો.
"શુંભમ, વિશ્વાસ નથી થતો કે ખરેખર મારું ફેમિલી આટલું જલદી બધું સ્વિકાર કરી લેશે. મમ્મી -પપ્પા ઘરેથી નિકળી ગયા છે. "
"તારે પણ આવવું જોઈએ ને...?? મારે તને મળવું છે.." શુંભમે નિંદરમાંથી ઉઠી આળસ મરડતા કહયું.
"થોડિક શાંતિ રાખો મમ્મી પપ્પાને આજે જો બધું પસંદ આવી ગયું તો કાલે તમને અહીં બોલાવશે."
"મતલબ હજું વાત પાકી નહીં થાઈ. અરે યાર કેટલા દિવસ ચાલશે આ બધું...??"
"તમને શું લાગે કે બધું જ આટલું જલદી થઈ જતું હોય એમ....આ સામાજિક સંબધ છે કોઈ લવ મેરેજ નથી કે કોર્ટમાં ગયા ને સહી કરી લગ્ન થઈ ગયા. "
"ચલને એવું જ કરીએ આ બધું ટેશન તો ના રહે."
"આઈડિયા સારો છે. પણ મારે એવા લગ્ન નથી કરવા. મારે તો ધમાકેદાર લગ્ન કરવા છે. જેમાં અવાજ હોય, નાચ ગાના હોય. શરણાઈના સુર હોય ને હજારો લોકોની ભીડ હોય."
"ચલો તો પછી થોડુક ઈતજાર કરવો જ પડશે. કેમકે હવે તો તમારી ખુશીમા અમારી ખુશી છે. " શુંભમે મજાક કરતા કહયું.
"ડાયલોગ બોલતા આવડી ગયા એમ ને..!!" તેમની અને શુંભમની વાતો ચાલતી જ હતી ત્યાં જ નીચે ગેડનો અવાજ આવ્યો. "બાઈ, પછી વાત કરું. લાગે છે દીદી ને જીજું આવી ગયા. " સ્નેહાએ ફોન કટ કર્યો ને તે દરવાજો ખોલવા નીચે ઉતરી.
"છોકરો સારો પટાવ્યો છે તે. મને તો એમ લાગતું હતું કે તું પણ તારી બેનની જેમ જ બધાની હા મા હા મળવતી રહી. પણ તે તો ડાયરેક્ટર છગ્ગો જ માર્યો. " સ્નેહાના જીજું એ આવતા જ મજાક કરી દીધી.
"આખિર જીજું સાળી કોની.....??" સ્નેહાએ પણ તેમની મજાકમા મજાક કરી.
"મતલબ તને લાગે છે કે હું પણ તારી જેમ છોકરીઓ પટાવતો હતો. "
"તો તમને શું લાગે કે મને તમારી કોલેજ કહાની નહીં ખબર હોય એમ..!!"
"એ બધું મુક ને એ કહે આ બધું કયારથી ચાલે છે તમારું...??ના કોઈને તેમની જાણ, ના તેમની વાતો ને અચાનક સીધી જ તેમની વાતો. "
"અચાનક કંઈ જ નથી. આ બધું જ આપણી મેડમના પ્લાન મુજબ ચાલે છે. શુંભમની પાસે તેમના ઘરે વાત કરાવીને પછી તેમના પપ્પાને આપણા ઘરે વાત કરવાનું કહયું. એટલે શું બેનની વાત બહાર ના આવે ને લોકો ને લાગે કે બિચારી સંસ્કારી છોકરી છે. જે ઘરના કહે તેમ કરે. " સ્નેહા અને તેમની જીજુંની વાત વચ્ચે જ સપના બોલી પડી.
"જે પણ હોય પણ દિમાગ તારી કરતા સ્નેહાનો વધારે ચાલે છે. "સ્નેહાની વાતો બાજું પર રહી ગઈ ને સપના અને તેની જીજુંની વચ્ચે લડાઈ શરૂ ગઈ
કયા સુધી આમ જ મજાક મસ્તી ચાલતી રહી. સપનાને મુકી તેમના જીજું જતા રહયા ને સપના આજે આખો દિવસ સ્નેહા સાથે જ રહેવાની હતી. આજે ઘરે બંને બહેનો સિવાય કોઈ ના હતું. તેમનો ભાઈ સવારે વહેલો જ દુકાને જતો રહયો હતો ને બપોર ત્રણ વાગ્યા સુધી આવવાનો પણ ના હતો. સ્નેહાને સવારનું કામ પતાવ્યુ ને તે સપના સાથે વાતો કરવા બેસી ગઈ.
કેટલી વાતો જે તેમને કહેવી હતી તે બધી જ વાતો તે આજે ખુલ્લા મનથી સપના સાથે કરી રહી હતી. તેમની અને શુંભમ વચ્ચેની વાતો. તે કયારે મળ્યા, કેવી રીતે મળ્યા, શું કારણથી મળ્યા, શુંભમની પહેલી પ્રેમકહાની, તેમના પ્રત્યે થતી તેમની લાગણી, તેમની પ્રપોઝ, શુંભમની પ્રપોઝ બધું જ એકીસાથે તે કહેતી જ્ઇ રહી હતી ને સપના બસ સાંભળતી રહી.
કોણ કયારે અને કેવી રીતે મળી જાય છે કોને ખબર હોય છે. આ દિલનો સંબધ છે તે કોઈ એક વ્યકિત માટે જ બસ ધબકી જાય છે. અહેસાસના તાતણે સંબધની કોઈ કડી જાડાઈ છે ને બે દિલ જયારે એકસાથે ધબકી ઉઠે છે ત્યારે તે અહેસાસ ભરી લાગણી પ્રેમમાં પરિણમી જાય છે. કેવી અજીબ વાત છે. જ્યા કોઈ સંબધ નથી, જયા કોઈ ઓળખાણ નથી, જયા પોતાના હોવાનો અહેસાસ નથી ત્યાં જ દિલ એક સંબધ જોડી જાય છે. તે સંબધને પ્રેમ સંબધ કહેવાય છે. અતુટ, અકબંધ, કોઈથી પણ ના તુટે તેવો અજોડ આ સંબધ જિંદગીભર સાથે ચાલે કે ના ચાલે પણ ભવભવનો સંગાથ બની જાય છે.
કોઈ બસ એમ જ નથી મળતું. તેની સાથે કોઈ ભવભવનો સંગાથ જોડાયેલો હોય છે. સ્નેહાની જિંદગી બદલવા જ્ઈ રહી છે. હવે તેને ડર નથી. આ સંબધ થવાનો જ છે એ વાત તેના મનમા ફિટ થઈ ગઈ છે. તે બસ હવે શુંભમ સાથે જીવવાના સપના સજાવી રહી છે.
"દીદું, આ બધું કેટલું અજીબ કહેવાય ને જે સંબધથી મને હંમેશા ડર લાગ્યા કરતો હતો. દુનિયામાં બધા જ જાણે બેકાર હોય તેવું લાગ્યા કરતું ત્યારે આજે આ પળ, આ સંબધ કેટલો ખુશી આપી રહયો છે. જાણે એવું લાગે કે આના વગર જિંદગીની કોઈ રાહ જ નથી. બસ તેજ હવે દુનિયા છે. તેના ખાતર જ બધું હોય તેવું લાગે છે. "
"હજું આ જિંદગીની શરૂઆત છે. જયારે તું તેમને હકીકતમાં મળી ત્યારે શાયદ કંઈક અલગ જ હશે બધું. આ ખુબસુરત પળને બસ જીવી લેવાની પછી કયારે નથી મળતી આ પળ. " સપનાએ સ્નેહાને સમજાવતા કહયું.
"બસ આજના દિવસનો ઈતજાર છે મને. પપ્પાને બધું પસંદ આવી જાય તો પછી જિંદગીના બધા જ રસ્તા આસાન છે મારા માટે."
"સમયની સાથે બધું જ મળે છે. બસ આપણે તે બધા જ સમય સાથે ખુશ રહેતા શિખવું જોઈએ. આજે શાયદ સારો સમય છે. કાલે ખરાબ પણ હોય શકે. "
"તને નથી લાગતું દીદું કે તું વધારે સમજદાર બની ગઈ હોય તેવું....!!" સ્નેહાએ વાતને બદલતા મજાક કરતા કહયું.
સપનાની વાતોને તે સમજતી પણ હતી ને જાણતી પણ હતી. તેને તેની જિંદગીમાં બહું જ બધું સ્વિકાર કર્યું હતું. જે નહોતું પસંદ તેમા પણ તે ખુશ રહી બધું જ હસ્તા હસ્તા સ્વિકાર કરી લેતી. ખરેખર એક મિડલક્લાસ ફેમિલીમા છોકરીની જિંદગી કેવી હોય છે તે સપનાની જિંદગી પરથી ખ્યાલ આવતો હતો. જેમને પરિવારની ખુશી ખાતર પોતાની આઝાદ જિંદગીને કેદમાં પુરી દીધી. પોતાના પતિની સાથે ખુશ રહી શકે તે માટે કંઈ પણ બોલ્યા વગર બસ ચુપ રહી જે થાય તેને જોયા કરવાનું. હસ્તા હસ્તા બધી જ તકલીફ ભુલી જે મળે તેમાં ખુશ રહેવાનું તે શિખી ગઈ હતી.
એક સ્ત્રીની સફર આજ તો છે. પિયરથી શરૂ થઈ સસરાના ઘર સુધી ની. પોતાની જિંદ પોતાના સપના, ખુદના માટે કંઈ કરવાનું જુનુન આ બધું જ ખાલી મનના સવાલ બની રહી જતું હોય છે. પહેલાં જયારે પપ્પાના ઘરે હોય ત્યારે પપ્પાના ઘરની ઈજ્જતને દાગ ના લાગે તે વાતનું ધ્યાન. ને પછી પતિના ઘરે જાઈ એટલે પતિની ખુશી તેમની ખુશી સ્વિકાર કરી આખી જિંદગી ચાલવાનું. આ જ સંસારની રીત છે. છોકરી થી લઇ ને એક સ્ત્રી સુધીની સફર.
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
ફાઇનલી આજે સ્નેહાનો પરિવાર તે બંનેની વાત આગળ વધારી રહયો હતો. પણ શું તે શુંભમના ઘરે ગયા પછી શુંભમને સ્વિકાર કરશે..?? પરિવાર સ્વિકાર કરી લેશે અને બંનેની સંગાઈ થઈ જશે પછી શુંભમ અને સ્નેહાની જિંદગી કેવી હશે...?? શું તેમની સફર પણ સપનાની સફર જેવી જ હશે....??? આ કહાની સ્નેહાની જિંદગીમાં શું નવી રીત લઇ ને આવે છે તે જાણવા વાચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"