Taras premni - 63 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૬૩

Featured Books
Categories
Share

તરસ પ્રેમની - ૬૩


ક્રીના:- "પહેલાં તું મને એ કહે કે આ રજત કોણ છે?"

મેહા:- "હું રજત વિશે એટલાં માટે પૂછું છું કે હું જ્યારે હોશમાં આવી ત્યારે મારાથી રજતનુ નામ‌ લેવાયું હતું."

ક્રીના:- "હશે કોઈ તારા ક્લાસમાં અથવા તારા ફ્રેન્ડ સર્કલમા. તું રજતને ઓળખે છે?"

મેહા:- "કદાચ તો નથી ઓળખતી."

ક્રીના:- "તું નથી ઓળખતી તો વધારે ન વિચાર... ઑકે?"

મેહા:- "ઑકે."

થોડીવાર પછી ક્રીના પોતાના બેડરૂમમાં જઈ મેહાને ખ્યાલ ન આવે એ રીતે રજતને ફોન કરે છે. રજત ફોન રિસીવ કરે છે.

ક્રીના:- "હૅલો રજત. મેહા તારા વિશે પૂછતી હતી. અને એ તારા વિશે જાણવા ખૂબ બેચેન હતી. એટલી બેચેન હતી કે એક ક્ષણ મને લાગ્યું કે ક્યાંક મેહા પાગલ થઈ ગઈ છે કે શું?"

રજત:- "ક્રીના શું કહ્યું મેહાએ મારા વિશે?"

ક્રીના:- "મેહા ભાનમાં આવી ત્યારે એણે સૌથી પહેલાં તારું નામ લીધું હતું. પણ એ તારા વિશે કંઈ વધારે જાણતી નથી. એને એટલો જ ખ્યાલ છે કે પોતે ભાનમાં આવી તો એનાથી રજતનુ નામ લેવાયું હતું."

રજત:- "ઑકે."

રજતે ફોન મૂક્યો.

રજત મનોમન કહે છે "છેક આત્મા સુધી સ્પર્શ કર્યો છે તને...એમ તો ક્યાંથી ભૂલી શકવાની તું મને..!!"

મેહા થોડીવાર નેહલ અને યશને રમાડતી રહી.

સાંજે મેહા ઘરની પાછળના ભાગે બેસી સાંજનું સૌંદર્ય જોઈ રહી હતી. થોડીવાર પછી મેહાને ફરી એકવાર વિચાર આવ્યો કે આ રજત કોણ છે? મેહા ધીરે ધીરે યાદ કરવાની કોશિશ કરવા લાગી. મારા બેસ્ટ ફ્રેન્ડ મિષા,નેહા અને પ્રિયંકા છે. આ રજત કદાચ મિષા,નેહા અને પ્રિયંકા ત્રણેયમાંથી કોઈ એકનો ફ્રેન્ડ હશે અથવા કોઈ ડાન્સ ગૃપમાંથી કોઈ હશે. ડાન્સ પરથી યાદ આવ્યું. સ્કૂલમાં તો RR નું ગ્રુપ ડાન્સ માટે ખૂબ ફેમસ હતું. સ્કૂલમાં તો શું સુરત શહેરમાં RR નું ગ્રુપ ફેમસ હતું.

ઑહ હા RR એ અમને ડાન્સ માટે પણ પૂછ્યું હતું. પછી મારી મુલાકાત શ્રેયસ સાથે થઈ હતી. RR મને શ્રેયસ સાથે મળવા પણ નહોતો દેતો. RR પર મને ખૂબ ગુસ્સો આવતો હતો. અને આમ પણ RR તો કેટલીય છોકરીઓ સાથે...RR તો Bad boy તરીકે ફેમસ હતો.

RR ની પેલી ચિપકુ ફ્રેન્ડ તનિષા. તનિષાને લીધે શ્રેયસ મારાથી દૂર થઈ ગયો. તનિષા જ જીયાને લઈ આવી હતી. તનિષાની કઝીન જીયાના આવતાં જ શ્રેયસ મારાથી દૂર થઈ ગયો. અને શ્રેયસ સાથે બ્રેકઅપ. શ્રેયસ સાથે બ્રેક અપ પછી હું કેટલી રડી હતી. એના પછી મિષા,પ્રિયંકા અને નેહા સાથે પણ ફરવા નહોતી જતી. ઘણાં સમય પછી હું નેહા,મિષા અને પ્રિયંકા સાથે પાર્ટી કરવા ગઈ હતી. પાર્ટીનું પણ રીઝન હતું. મારો અને RR નો પહેલો નંબર આવ્યો હતો. ત્યારે જ મને ખબર પડી હતી કે RR નું નામ રજત છે...
ઑહ તો હું હોશમાં આવી તો મારાથી આ જ રજતનુ નામ‌ લેવાયું હશે. હા આ જ રજત...કારણ કે રજતના લીધે જ શ્રેયસ મારાથી દૂર થઈ ગયો હતો.
પણ પછી મારી લાઈફમાં શું થયું? તે તો યાદ જ નથી. મતલબ મને નવમાં ધોરણ સુધીનું યાદ છે. મતલબ કે આ આઠ વર્ષમાં મારી સાથે શું થયું એ હું ભૂલી ગઈ છું.

મેહાને પછી ખ્યાલ આવ્યો કે શ્રેયસ સાથે બ્રેક અપ વિશે વિચારતા વિચારતાં મેહાની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

મેહાએ આંસુ સાફ કર્યાં. મેહાએ વિચાર્યું કે "શ્રેયસ કરતા તો રજત સારો હતો. કમસેકમ એ છોકરીઓની લાગણી સાથે તો નથી રમતો. કોઈ છોકરીને હર્ટ તો નથી કરતો. શું કરતો હશે રજત...કદાચ તો ચિપકુ તનિષાએ રજતને પોતાનો કરી લીધો હશે. તનિષાએ કદાચ રજત સાથે લગ્ન કરી લીધા હશે.
રજત સાથે મુંબઈ ફરવા ગયા હતા તે મેહાને યાદ આવ્યું. શ્રેયસ તો મને લેવા નહોતો આવ્યો. પણ રજત મને કેવો લેવા આવી ગયો હતો. મારે ત્યારે જ સમજી જવું જોઈતું હતું કે શ્રેયસને મારા પ્રત્યે લાગણી નહોતી. તો એનો મતલબ એમ કે રજત મને લેવા આવ્યો મતલબ રજતના મનમાં મારા પ્રત્યે લાગણી હશે... ઑહ God તે સમયે હું કેમ સમજી ન શકી કે રજત કદાચ મને ચાહતો હશે. કદાચ હું તે સમયે શ્રેયસમાં એટલી ખોવાઈ ગઈ હતી કે‌ હું રજતની લાગણીને સમજી જ ન શકી.

રજત સાંજે મેહાની યાદમાં Song સાંભળતો હતો.
“बरसों हो गये बिछड़े
अब साथ नहीं हो तुम
फिर ऐसा क्यूँ लगता है
जहाँ मैं हूँ वहीं हो तुम

क्या करूँ मैं अपनी उँगलियों का
किसी की भी तस्वीर बनाऊं
तुम्हारी बन जाती है
ये सिर्फ मेरा पागलपन है या
तुम भी मेरे लिए पागल थी”

ओ.. ओ.. ओ..
कल रास्ते में गम मिल गया था
लग के गले मैं रो दिया
जो सिर्फ मेरा था सिर्फ मेरा
मैंने उसे क्यूँ खो दिया

हाँ वो आँखें जिन्हें मैं
चूमता था बेवजह
प्यार मेरे लिए क्यूँ बाकि न रहा
हो हो..

हमनवा मेरे तू है तो मेरी सांसें चले
बता दे कैसे मैं जियूँगा तेरे बिना
ओ .. हमनवा मेरे तू है तो मेरी सांसें चले
बता दे कैसे मैं जियूँगा तेरे बिना

.. ओ.. ओ.. ओ..
हर वक़्त दिल को जो सताए
ऐसी कमी है तू
मैं भी ना जानू के इतना
क्यूँ लाज़मी है तू

नींदें जा के लौटी न कितनी रातें ढल गयी
इतने तारे गिने के उँगलियाँ भी जल गयी
हो हो..

हमनवा मेरे तू है तो मेरी सांसें चले
बता दे कैसे मैं जियूँगा तेरे बिना
ओ.. हमनवा मेरे तू है तो मेरी सांसें चले
बता दे कैसे मैं जियूँगा तेरे बिना

.. ओ.. ओ.. ओ..
तू आखरी आंसू है यारा
है आखरी तू गम
दिल अब कहाँ है जो दोबारा
दें दें किसी को हम

अपनी शामो में हिस्सा फिर किसी को न दिया
इश्क तेरे बिना भी मैंने तुझसे ही किया
हो हो..

हमनवा मेरे तू है तो मेरी सांसें चले
बता दे कैसे मैं जियूँगा तेरे बिना
हो..फासले ना दे मैं हूँ आसरे तेरे
बता दे कैसे मैं जियूँगा तेरे बिना..

आजमा रहा मुझे क्यूँ
आ भी जा कही से तू
कैसे मैं जियूँगा तेरे बिना..

सीने में जो धड़कने हैं
तेरे नाम पे चले हैं
कैसे मैं जियूँगा तेरे बिना..

“जबाब मिल गया मुझे
मैं तुम्हारी ज़िन्दगी में कहीं नहीं था
फिर भी मैं ही तुम्हारी ज़िन्दगी था
सिर्फ मैं ही तुम्हारे लिये पागल नहीं था
तुम भी!

हमनवा मेरे तू है तो मेरी सांसें चले
बता दे कैसे मैं जियूँगा तेरे बिना”

રજતના મનની સ્થિતિ પણ કંઈક આ Song જેવી જ હતી. રજત થોડીવાર સુધી મેહાના વિચારોમાં ખોવાઈ ગયો.

રજત ફેસબુકમાં પોતાની અને મેહાની તસવીરો જોવા લાગ્યો. થોડી ક્ષણો પછી રજતને ખ્યાલ આવ્યો કે મેહા મારા વિશે જાણવા બેચેન છે તો જરૂર મને ફેસબુક અથવા બીજા સોશીયલ મીડીયા પર સર્ચ કરશે. અને મેહાએ મારા અને પોતાના ફોટા જોઈ લીધા તો? રજતે તરત જ સોશિયલ મીડીયામાંથી મેહાના ફોટા હટાવી લીધા.

મેહા ખાસ્સી વાર સુધી બહાર બેસી રહી. મેહા ઘરમાં આવીને થોડીવાર બેસી. થોડીવાર પછી બધાંએ જમી લીધું. મેહા પોતાના રૂમમાં ગઈ. ફરી મેહા રજત વિશે વિચારવા લાગી. મેહા નું દિલ રજતનુ નામ લઈ રહ્યું હતું. મેહાને યાદ આવ્યું કે તે સમયે પોતાને રજત પર ક્રશ હતો. કાશ શ્રેયસની જગ્યાએ રજતે મને પ્રપોઝ કર્યું હોત. રજતના વિચારો કરતાં કરતાં મેહાને રજતને જોવાનું મન થયું.

મેહાએ સોશીયલ મીડીયામાં રજત નામથી સર્ચ કર્યું. મેહા રજતના ફોટોને જોઈ જ રહી. પછી રજતના બધાં ફોટો જોવા લાગી અને મનમાં બોલતી રહી કાશ કાશ રજતની કોઈ ગર્લફ્રેન્ડ ન હોય તો સારું અને રજતના લગ્ન ન થયા હોય તો સારું. રજતના ફોટા મોટાભાગે યુવતીઓ સાથે હતા. મેહાને વિચાર આવ્યો કે રજતની આમ પણ લાખો ફેન્સ હતી. રજતના બધાં ફોટા જોઈને એવું લાગ્યું નહીં કે રજતે પોતાની લાઈફમાં કોઈ યુવતીને સ્થાન આપ્યું હોય. બધી રજતના ડાન્સની ફેન હતી. આમ પણ સ્કૂલમાં રજતની છોકરીઓ સાથે વધારે દોસ્તી હતી. પણ મેહાએ રજતનુ Single ને બદલે married નું સ્ટેટસ જોયું. મેહા થોડી નિરાશ થઈ ગઈ.

સવારે મેહાએ ઉઠીને ચા નાસ્તો કર્યો.

સાંજે મેહા યશ અને નેહલને રમાડી રહી હતી. મેહા કોઈક કોઈક વાર ઊંડા વિચારોમાં ખોવાઈ જતી. મેહાને ઊંડા વિચારોમાં ખોવાયેલી જોઈને ક્રીનાએ પૂછ્યું "મેહા કોના વિશે વિચારે છે?"

મેહાથી અનાયાસે જ બોલાઈ જાય છે "રજત વિશે."

ક્રીના:- "મેહા તું રજત વિશે ન વિચાર...આમ પણ તું રજતને ઓળખતી તો નથી."

મેહા:- "ભાભી હું રજતને ઓળખું છું. એ મારો ક્લાસમેટ હતો."

ક્રીના:- "મેહા તને કંઈ યાદ આવ્યું?"

મેહા:- "ના ભાભી પણ રજત અને હું પહેલાં ધોરણથી જ સાથે હતા."

ક્રીનાએ ધડકતા દિલે પૂછ્યું "મેહા તને ક્યાં સુધી યાદ છે?"

મેહા:- "મને નવમાં ધોરણ સુધી યાદ છે."

ક્રીના:- "ઑકે પણ મેહા પ્લીઝ હવે તું વધારે ન વિચાર."

મેહા:- "ભાભી હું એકદમ ઠીક છું...મને કંઈ નહીં થાય. તમે ચિંતા ન કરો."

મેહા યશ અને નેહલને રમાડી રહી હતી. ક્રીનાએ રજતને ફોન કર્યો. ક્રીનાએ રજતને જણાવી દીધું કે મેહા તને ઓળખે છે પણ મેહાને નવમાં ધોરણ સુધીનું જ યાદ છે.

રજતે બુક છપાવવાની પ્રોસેસ કરી લીધી હતી.
પણ પછી રજતને યાદ આવ્યું કે જો મેહાએ આ બુક વાંચી તો મેહાને ખ્યાલ આવી જશે કે આ મારી અને મેહાની લવ સ્ટોરી વિશે છે. રજતે સ્ટોરીમાં થોડા ચેન્જીસ કરી દીધા.

બે દિવસ પછી રજતની બુક પ્રકાશિત થવાની હતી.

એક સાંજે મેહા અને ક્રીના શોપીંગ કરવા ગયા હતા. ક્રીના કપડાં જોવામાં વ્યસ્ત હતી. મેહાએ પોતાની વસ્તુઓ લઈ લીધી હતી. મેહાની નજર એક બુક શૉપ પર જાય છે. મેહાએ બુક શૉપ પર જવાનું વિચાર્યું.

મેહા:- "ભાભી હું જરા સામેની શૉપ પર જાઉં છું."

ક્રીના:- "ઑકે પણ પાછી અહીં જ આવજે."

મેહા "ઑકે" કહીને બુક શોપ પર ગઈ. મેહાએ ઘણી બધી બુકો જોઈ.

મેહાની નજર એક બુક પર ગઈ. પુસ્તક પરનુ ચિત્ર મેહાને ગમી ગયું. Hug કરતા કપલનુ ચિત્ર હતું. મેહા નજીક ગઈ અને એ પુસ્તકને હાથમાં લીધું. પુસ્તકનું ટાઈટલ હતું "અધૂરી વાર્તાનો છેડો" મેહાને ટાઈટલ ગમી ગયું. પછી મેહાની નજર લેખકના નામ પર ગઈ..."રજત રઘુવંશી."

મેહાએ તરત જ પુસ્તક ખરીદી લીધું. મેહા ક્રીના પાસે ગઈ. ક્રીના અને મેહા ઘરે પહોંચે છે. રાતે જમીને પછી મેહા પોતાના રૂમમાં ગઈ. મેહાએ બુકને આગળ પાછળ ફેરવી. બુકની પાછળના ભાગે રજતનો લેટેસ્ટ ફોટો હતો. રજતે દાઢી વધારી દીધી હતી. લાંબા કાળા વાળ બાંધી દીધા હતા. રજતના ચહેરાનો એક સાઈડ પરનો ભાગ દેખાય એવી રીતે ફોટો હતો. મેહાએ રજતના ચહેરા પર
પ્રેમથી- મૃદુતાથી હાથ ફેરવ્યો. મેહાની સામે જાણે કે સાચ્ચે જ રજત હોય એવી રીતે મેહાએ રજતના ચહેરાને સ્પર્શ કર્યો. પછી મેહાએ રજતના ચહેરાને કિસ કરી લીધી.

થોડીવાર સુધી મેહા રજતના ફોટાને જોતી રહી.
મેહાએ પથારીમાં સૂતા સૂતા સ્ટોરી વાંચવા લાગી.
રજત વિશે ટૂંકમાં પરિચય હતો. છેલ્લે રજતે પોતાની વાઈફ વિશે લખ્યું હતું.

"આ નવલકથા મારી ડીઅર વાઈફના જીવનની કથા છે. મારી વાઈફની ડાયરીને આધારે આ સ્ટોરી લખી છે. ડાયરી સ્વરૂપે મારી પાસે મારી વાઈફની યાદોં છે...ફક્ત યાદો..."

મેહાને થોડો ખ્યાલ આવ્યો કે કદાચ રજતના જીવનમાં એની વાઈફ નથી અથવા બની શકે કે રજતના ડીવોર્સ થઈ ગયા હોય. રજતની વાઈફને પણ મારી જેમ કદાચ ગેરસમજ થઈ હશે. હું પણ પહેલાં રજતને bad boy સમજતી હતી. બની શકે કે રજતની વાઈફને પણ રજતને લઈને કોઈ ગેરસમજણ થઈ હશે. મેહા થોડી ખુશ થઈ કે રજતની લાઈફમાં એની વાઈફ નથી.

મેહાને ઊંઘ આવવા લાગે છે. બુકને મેહાએ છાતીસરસી ચાંપી રાખી હતી. ક્રીના ત્યાંથી પસાર થઈ તો ક્રીનાની નજર મેહા પર પડી. દરવાજો ખુલ્લો હતો. ક્રીના મેહા પાસે ગઈ. મેહા સૂઈ ગઈ હતી.
ક્રીનાનુ ધ્યાન બુક પર ગયું.

ક્રીનાએ બુક સાઈડ પર મૂકી દીધી. ક્રીના દરવાજો બંધ કરી પોતાના રૂમમાં આવતી રહી.

બીજા દિવસની સવારે મેહા ઉઠી. સૌથી પહેલાં મેહાએ બુક શોધી. બેડ પાસેના ટેબલ પર જ એ બુક હતી. મેહાએ બુકને પાછળ‌ ફેરવી અને રજતના ફોટાને જોઈ રહી.

સાંજે મેહા બુક વાંચવા બેઠી.

મેઘાના મોંઘેરા સ્મિત રેલાવતાં ચહેરા પર સૂર્યની પહેલી કિરણ પડે છે. મેઘાના ચહેરા પર સ્મિત એટલે હતું કારણ કે એ સપનું જોઈ રહી હતી. સપનામાં એ યુવક મેઘાને આલિંગન માં લઈ લે છે. મેઘા એ યુવકનો ચહેરો જોવા મથી રહી પણ મેઘા એ યુવકનો ચહેરો જોય એ પહેલાં તો મેઘાની આંખો ઉઘડી ગઈ.

મેહાને એમ લાગ્યું કે આ નવલકથાની નાયિકા તો બિલકુલ મારા જેવી જ છે. મેહા જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ મેહાને લાગ્યું કે પોતે જાણે કે રજતને વાંચતી હોય. નાયક અને નાયિકાના ઝઘડાં વિશે વાંચીને મેહાને પોતે રજત સાથે કરેલાં ઝઘડાં યાદ આવી જાય છે.

રજતે પોતાના ત્રણ મિત્રો રૉકી,પ્રિતેશ અને સુમિત તથા મેહા સહિત એની ત્રણ ફ્રેન્ડ મિષા,પ્રિયંકા અને નેહાના નામ બદલી દીધા હતા. રજતે સમજી વિચારીને થોડા ફેરફાર કરી દીધા હતા.
મેહા એટલું તો સમજી ગઈ હતી કે આ નવલકથા રજતની અને એની પ્રેમિકાની છે.

દસમાં ધોરણમાં રજત અને મેઘા મુંબઈ ફરવા ગયા તેના વિશે મેહા વાંચવા લાગી. વાંચતા વાંચતા મેહા અટકી ગઈ અને વિચારવા લાગી કે દસમાં ધોરણમાં આ ચાર છોકરીઓ નવી આવી હશે. હું ઓળખતી પણ હોઈશ પણ હું તો બધું ભૂલી ગઈ છું.
મેહાને હવે એ જાણવાની ઈચ્છા થઈ કે કોણ હશે એ નસીબદાર છોકરી જેને રજત આટલું ચાહે છે.

રજત સાથે મેહા મુંબઈ ગઈ હતી તે યાદ આવી ગયું. મારી સાથે થયું હતું તેવું જ મેઘા સાથે થયું. મેઘા કેટલી નસીબદાર છે.

ખાસ્સીવાર સુધી મેહા નવલકથા વાંચતી રહી. મેહાને હવે રજતને મળવાની તીવ્ર ઈચ્છા થવા લાગી.
મેહાએ જમી લીધું. મેહા રજત વિશે વિચારતાં વિચારતાં જ સૂઈ ગઈ.

જોતજોતામાં એક વર્ષ પૂરું થઈ ગયું. મેહા રજતને મળવા માટે જાતજાતના વિચાર કરવા લાગી. સોશીયલ મીડિયા ને કારણે મેહાને એટલો તો ખ્યાલ હતો જ કે રજત આજે પણ સુરત જ છે.
મેહાએ કેટલાંય બહાના બનાવ્યા સુરત જવાના. પણ મમતાબહેન,પરેશભાઈ અને નિખિલે મેહાને પ્રેમથી સમજાવી પટાવીને અમદાવાદ જ રાખી.

એક સાંજે રજત બિઝનેસ મીટિંગ માટે એક રેસ્ટોરન્ટમાં ગયો હતો. મીટીંગ પૂરી થઈ ગઈ હતી.
રેસ્ટોરન્ટમાં કોઈક ડીનર કરી રહ્યા હતા તો કોઈક નાસ્તો કરી રહ્યા હતા. સ્ટેજ પર મ્યુઝિક વાગી રહ્યું હતું અને એક સિંગર Song ગાઈ રહ્યો હતો. રજતની બાજુના ટેબલ પર એક કપલ ઝઘડો કરી રહ્યું હતું.

ક્રમશઃ