anmol in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | અનમોલ

Featured Books
Categories
Share

અનમોલ

*અનમોલ*. વાર્તા... ૨૭-૪-૨૦૨૦

આજે પણ આ ખભા એટલાં જ મજબૂત છે કે એને આ જન્મ ભોમકા જ વ્હાલી છે અને એ આ જમીન થી જોડાયેલ વ્યક્તિ છે... એ બીજા લોકોની જેમ આ દેશ, આ ભોમકા, આ જમીન છોડીને વિદેશમાં કમાવા જવાનું એને મંજૂર નથી.....
મણિનગરમાં રહેતાં એક પરિવારની વાત.. મધ્યમ વર્ગીય કુટુંબ હતું...
કુટુંબમાં કુલ ચાર સભ્યો હતાં...
અનિલભાઈ અને ભારતી પતિ પત્ની હતાં.
મોટી દિકરી મેઘા અને નાનો અનમોલ...
અનમોલ ખરેખર નામ પ્રમાણે જ અનમોલ હતો...
નાનપણથી જ હોંશિયાર અને સમજદાર અને ભાવનાશીલ હતો...
અનિલભાઈ અને ભારતીએ નોકરી કરી ને બન્ને છોકરાઓ ને ભણાવ્યા ગણાવ્યા...
મેઘા ને બી.કોમ કરવું હતું એ કર્યું..
અને અનમોલ ને પહેલેથી જ સાયન્સમાં જવું હતું એટલે ઈ.સી એન્જિનિયર માસ્ટર ડિગ્રી સાથે થયો...
પણ પોતાના ભણતર નો ખર્ચ પોતે ટ્યુશન કરીને કાઢી લેતો..
અને પોતે જાત મહેનત કરી ને જ આગળ આવ્યો...
મેઘા ને એની પસંદ નાં છોકરાં સાથે સાદાઈથી લગ્ન કરાવી આપ્યા... અને,
એને સાસરે વળાવી...
પુત્ર અનમોલ મા બાપનું આંખોનું રતન હતો....
ખુબ મહેનત કશ અનમોલ હતો...
ગાંધીનગર ની કંપનીમાં એની આવડત અને ધગશ ને લઈને એને હેડ મેનેજર ની પોસ્ટ મળી..
અનમોલ નું રુપ અને હોંશિયારી જોઇને તેનાં મા બાપની આંખ અને આંતરડી ઠરતી ...
અનમોલ ઓફિસમાં હોશિયાર હોવાથી એની કંપની ને ફાયદો થવા લાગ્યો...
અને એ જ કંપની ની એક બ્રાંચ દુબઈ હતી ત્યાંથી એને ઓફર મળી કે દુબઈ આવી જાવ....
પણ એણે એ ઓફર ઠુકરાવી કે મને મારી જન્મભુમિ ખુબ વ્હાલી છે અને મારાં માતા-પિતા નું ધ્યાન કોણ રાખે તો માફ કરશો...
અનમોલ આટલી મોટી કંપનીમાં નોકરી કરતો હતો પણ ઈસ્ત્રી વગર નાં જ કપડાં પહેરતો...
એકદમ સાદગી થી રેહતો ...
બૂટ પણ સસ્તા અને ટકાઉ જ લેતો...
જમવામાં પણ દરેક વસ્તુ થી ચલાવી લેતો...
કોઈ એને પુછે કે અનમોલ શાં માટે સાદગી થી રહે છે આમ અપટુડેટ રહેને તારા મોભા અને પદ પ્રમાણે..
તો અનમોલ એક જ વાત કહેતો..
કે મારી આવડત અને હોશિયારી ને લઈને મને ઓળખે છે લોકો નહીં કે મારાં કપડાં થી...
હું આ જમીન પર જ રેહવા માગું છું કારણ કે હું આ જમીન નો માણસ છું...
અને આખાં કુટુંબમાંથી અનમોલ જ પહેલો આટલો સફળ વ્યક્તિ હતો છતાંય એ જમીન પર ટકી રેહનાર વ્યક્તિ હતો...
નાં પોતાના પદ અને નાની ઉંમરે મળેલી સફળતા નું કોઈ જ અભિમાન નહોતું....
કોલેજમાં જ તેની સાથે ભણતી સિમરન સાથે તેની આંખો ચાર થઈ ગઈ હતી....
પણ પોતાની કારકિર્દી અને કંઈક બની બતાવી ને જાત મહેનત થી લગ્ન કરવા હતાં એટલે એણે ઘરમાં વાત કરી નહોતી...
પણ સિમરન નાં ઘરે છોકરાઓ જોવાનાં ચાલુ થયાં એટલે અનમોલે ઘરમાં વાત કરી ..
એટલે અનિલભાઈ અને ભારતીએ હા પાડી..
અને સિમરનને મળ્યા..
સિમરન સંસ્કારી અને સુશીલ છોકરી હતી...
બન્ને પરિવારની સંમતિથી લગ્ન કરી લીધા અને આનંદથી રહેવા લાગ્યા..
આટલો પદ પ્રતિષ્ઠા વાળો વ્યક્તિ હનીમૂન માટે ભારતનાં જ એક નાનાં સ્થળે ત્રણ દિવસ માટે જઈ આવ્યો અને ઓફિસમાં હાજર થઈ ગયો..
અનમોલ ની સાથે ભણતો મિત્ર મિતુલ એ બીજી કંપનીમાં હતો એણે એનાં બોસ ને અનમોલ વિશે બધી વાત કરી..
એ કંપની એ બધી તપાસ કરી અને જોયું કે અનમોલ તો એક અનમોલ રતન જ છે એટલે એની મોટી બ્રાંચ અમેરિકા હતી ત્યાં બધી માહિતી મોકલી....
ત્યાં થી પણ તપાસ થઈ અને અનમોલ ની આવડત અને હોશિયારી જોઈને અમેરિકા બોલાવ્યો...
પણ અનમોલ તો આ ભોમકા આ જમીન મૂકી ને ક્યાંય જવા માંગતો નહોતો...
એણે એ ઓફર પણ ઠુકરાવી...
અને ભારતમાં જ રહીને આ જમીન પર ટકી રહેનાર સફળ વ્યક્તિ બન્યો અને કંપનીએ પણ એનાં ગુણો જોઈને એને પ્રમોશન આપ્યું...
ભાવના ભટ્ટ અમદાવાદ....