Vatsalya - 5 in Gujarati Motivational Stories by Jayrajsinh Chavda books and stories PDF | વાત્સલ્ય-અંતનો અંતે આરંભ-ભાગ-૫

Featured Books
Categories
Share

વાત્સલ્ય-અંતનો અંતે આરંભ-ભાગ-૫

•મિત્રો,ભાગ-૪ માં આપણે જોયું કે તરુણનું ગંભીર અકસ્માત થાય છે અને આ અકસ્માતથી નિરજ અજાણ જ હોય છે.તો બીજી બાજુ સંકુતલાનું ઓપરેશન ચાલતું હોય છે.તેવામાં નિરજ હોલમાં એક વ્યક્તિ સાથે વાતચીત કરતો હોય છે.....

નિરજ:-ભાઈ શું થયું?કેવી રીતે થયું?

વ્યક્તિ:-ભાઈ,તેનું પર્સ જ મારી પાસે છે,હું તેમાંથી તેની વિગત કાઢીને તેના પરિવારને જાણ કરું જ છું.

નિરજ:-ઓકે,ચાલો હું પણ કંઈ મદદ હોય તો કરાવીશ.તેના પરિવારને થોડું આશ્વાસન આપીશું અને તેને થોડી ઘણી મદદની જરૂર હશે તો હું કરી આપીશ.

•આમ,નિરજ દયાળુ હોવાથી એક ભયાનક અકસ્માત કે જે તરુણનું જ હતું તેનાથી અજાણ નિરજ તેની મદદ કરવાની મોટી વાત કહી દે છે.બંને તેનું પર્સ ખોલે છે અને આઈડી પ્રુફમાં નામ વાંચીને નિરજના આક્રંદનો કોઈ પાર નથી રહેતો અને તે દોડતો દોડતો ઓપરેશન રૂમ પાસે જાય છે,પરંતુ ઓપરેશન ચાલતું હોવાથી તે રૂમ અંદરથી લોક કરેલો હોય છે.તેથી તે સાવ ટૂટી જઈને રડવા લાગે છે અને અચાનક આ દ્રશ્ય જોઈને પેલો વ્યક્તિ હેરાન રહી જાય છે.તે વિગત જાણવા નિરજ પાસે આવે છે....

વ્યક્તિ:-ભાઈ,શું થયું?તમે કેમ દોડીને અહીં આવીને રડવા લાગ્યા?

નિરજ:-ભાઈ,જેનું અકસ્માત થયું તે મારો ભાઈ જેવો ભાઈબંધ તરુણ છે.(રડતાં રડતાં)

વ્યક્તિ:-ઓહ ભાઈ,નિરાશ ન થાવ બધું સારું થઈ જશે.(આશ્વાસન આપતાં)

વ્યક્તિ:-ભાઈ,તમે આમના પરિવારને ઓળખતાં હોય તો ફોન કરી દેશો?

નિરજ:-તેના પરિવારમાં મારા સિવાય તેનું કોઈ નથી,તે અનાથ હતો ત્યારથી મારી પાસે જ તેને રાખ્યો હતો.(રડતાં રડતાં)

વ્યક્તિ:-ભાઈ,રડશો નહિ બધું સારું થઈ જશે.(આશ્વાસન આપતાં)

વ્યક્તિ:-મારું કંઈ કામ છે?જો હોય તો બોલો નહિતર મને રજા આપો મારે થોડું કામ છે.

નિરજ:-ના ના તમે નિકળો હું છું.

વ્યક્તિ:-આ તેમનું પર્સ છે લો.

•એમ કહીને તે વ્યક્તિ ત્યાંથી નિકળી જાય છે અને નિરજ તરુણના ઓપરેશન રૂમની બહાર જ ઊભો હોય છે.તેવામાં ડોક્ટર બહાર નીકળે છે અને ડોક્ટરને જોઈને...

નિરજ:-ડોક્ટર સાહેબ,કેવી છે તેની તબિયત?(ચિંતામાં)

ડોક્ટર:-તબિયત હાલ તો કંઈ જ ન કહી શકીએ થોડીવાર પછી ખબર પડે.

•તેમ ડોક્ટર પણ ત્યાંથી નીકળીને જાય છે અને નિરજને સકુંતલાનું ઓપરેશન યાદ આવે છે,તેથી તે ત્યાં જાય છે.ત્યાં જઈને તે ઓપરેશન રૂમની બહાર ચિંતામાં આંટા મારે છે અને ડોક્ટર બહાર આવે છે....

ડોક્ટર:-નિરજ ભાઈ,એક બાળકની ડીલીવરી સકસેસ થઈ ચૂકી છે અને તે છોકરો છે પણ બીજા બાળકની ડીલીવરીમાં ઘણું રીસ્ક છે કદાચ છોકરો અથવા તો માઁ બંનેમાંથી એક જ બચશે.જો માઁ બચશે તો ત્રીજા બાળકની ડીલીવરીની શક્યતા છે પણ જો બીજા બાળકને જન્મ આપશે તો માઁ ના બચવાની શક્યતા નહિવત છે.

•આટલું સાંભળીને....

નિરજ:-ડોક્ટર સાહેબ,ગમે તે કરો પણ મારા બાળકો બચવા જોઈએ.જેના માટે આટલા વર્ષો સુધી રાહ જોઈ અને તે જ અમારી દુનિયામાં ન આવે તો તે કેમ ચલાવવું.માટે તમે બાળકો ઊપર વધારે ધ્યાન આપજો તેમને કંઈ ન થવું જોઈએ.(ચિંતામાં)

•આમ,નિરજ બાળકોની લાલચમાં સકુંતલાને પણ ભૂલી ગયો અને બાળકો માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો.તો બીજી બાજુ તરુણનું પણ ઓપરેશન ચાલતું હતું.

•થોડીવાર પછી નિરજ તરુણના ઓપરેશન રૂમની તરફ જાય છે અને તેટલામાં ડોક્ટર બહાર આવે છે....

નિરજ:-ડોક્ટર સાહેબ,કેમ છે હવે તરુણની તબિયત?(ચિંતામાં)

ડોક્ટર:-હમણાં તો કંઈ જ ન કહી શકાય,કેમકે લોહી બહું નિકળી ચૂક્યું છે અને માથાના અંદરના ભાગમાં વાગવાથી તે હજુ બેહોશ જ છે.

નિરજ:-તમે પૈસાની ચિંતા ન કરતાં તમારે જે મોંઘી સારવાર કરવી પડતી હોય તે કરજો,પણ બચાવવાની પૂરેપૂરી કોશિશ કરજો.(ચિંતામાં)

ડોક્ટર:-તમે ચિંતા ન કરો અમે અમારી બધી જ કોશિશ કરીશું અને તેમને બચાવવા બધી જ સારવાર કરીશું.(આશ્વાસન આપતાં)

•નિરજ બહું જ ચિંતામાં મૂકાઈ જાય છે એકબાજુ સકુંતલા અને બીજી બાજુ તરુણ અને વચ્ચે તેનું નસીબ કંઈક અલગ કરવાની ભાવનાથી પોતાની તત્પરતામાં હતું.નિરજ થોડીવાર પછી ફરી પાછો સકુંતલાના રૂમ તરફ જાય છે અને બહાર ડોક્ટરના સારા સમાચારની રાહ જુવે છે.થોડીવાર પછી ડોક્ટર બહાર આવે છે.....

નિરજ:-ડોક્ટર સાહેબ,શું થયું સક્સેસ થઈ ડીલીવરી?(ચિંતામાં)

ડોક્ટર:-નિરજ ભાઈ,લોહીનો સ્ત્રાવ બહુ જ થઈ ચૂક્યો છે અને સકુંતલા બહેનને પણ બહુ પીડા થાય છે.

નિરજ:-બીજા બાળકને કેમ છે?(ચિંતામાં)

ડોક્ટર:-તમે ચિંતા ન કરો બાળક સ્વસ્થ છે પણ સકુંતલા બહેનની તબિયત બહુ જ નાજુક થઈ જશે કેમકે આવી પરિસ્થિતિમાં તેમને ત્રીજી ડીલીવરી માટે તૈયાર કરવા તે હવે ખતરનાક સાબિત થશે.

નિરજ:-પણ ડોક્ટર સાહેબ કરવું તો પડશે જ કેમકે તેના વગર બીજો શું ઊપાય છે?(ચિંતામાં)

ડોક્ટર:-હા,તે તો છે જ કેમકે ડીલીવરી કરીશું તો પણ ખતરનાક રહેશે અને બાળકને અબોટ કરીશું તો પણ ખતરનાક જ રહેશે.

નિરજ:-ના ના,તમે કોશિશ કરો ભલે સકુંતલાની જીંદગી પૂરી થાય પણ મારા બાળકો મારે જોઈએ છે.(ચિંતામાં)

ડોક્ટર:-ચિંતા ન કરો,અમે અમારી બનતી બધી જ કોશિશો કરીશું પછી ભગવાનના હાથમાં.(આશ્વાસન આપતાં)

•મિત્રો,ખરેખર બાળકના આવવાની જે અનોખી ખુશી હોય છે તે મા-બાપ સિવાય કોઈ અનુભવી નથી શકતું.અહીં નિરજને પણ હવે સકુંતલા કે જે તેની પત્ની છે તેના કરતાં તેના બાળકો પહેલા થઈ ચૂક્યા હતાં.

•પહેલાં સકુંતલાનો વાત્સલ્ય આંધળો હતો અને હવે નિરજનો વાત્સલ્ય આંધળો બની ચૂક્યો છે અને આ આંધળો વાત્સલ્ય એક મોટી બેદરકારી અને અસંસ્કારીતાનું કારણ બનશે કે જેનાથી પાછળ તેનો પસ્તાવો પણ તેનો નહી રહે.

•આ જ પ્રકરણના આવનારા ભાગમાં જાણીશું સકુંતલા અને બાળકમાંથી કોણ બચશે અને એક મા-બાપનો વાત્સલ્ય કેટલી સીમાઓ પાર કરશે અને બીજી બાજુ જાણીશું તરુણની મિત્રતા નિરજનો ક્યાં સુધી સાથ આપશે.

•તો આગળના ભાગો વાંચતા રહો મારી અને મારી અદભૂત રચના"અંતનો અંતે આરંભ"સાથે.

•ભાગ-૬ ટૂંક જ સમયમાં માતૃભારતી ઊપર...

-જયરાજસિંહ ચાવડા