Apradh - 8 - last part in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 8 (કલાઇમેક્સ - અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 8 (કલાઇમેક્સ - અંતિમ ભાગ)



કહાની અબ તક: સ્વાતિ ગાયબ થયા પછી બહુ શોધતા પણ એ મળતી નથી તો એંજલ પર એક કૉલ આવે છે... જે મળવા બોલાવે છે! એ કહે છે કે સ્વાતિના મર્ડરનું એને ખુદ એંજલ માં ફાધર મિસ્ટર ઉપેન્દ્ર જાડેજા એ જ કહ્યું હોય છે! એ વ્યક્તિ પછીથી કૉલ કરીને કહે છે કે એ મિસ્ટર જાડેજાને ફેક સ્વાતિની ડેડ બોડી મોકલશે! પણ કેમ એક સામાન્ય ગુંડો તો આવું ના કરે! ત્યાર બાદ ઘરે એંજલ હર્ષ ને કહે છે કે એના ફાધર કાળા કામો કરે છે તો બંને એમનું મર્ડર પ્લાન કરે છે અને એણે એક્ઝિક્યુિટ (અમલમાં મૂકવું) પણ કરે છે! તેઓ એમને ટાઈમ બોમ્બ વાળી કારમાં બેસાડીને બ્લાસ્ટ કરી દે છે! પેલી અજાણી વ્યક્તિ એમને બોલાવે છે અને કહે છે કે હી વોઝ સોરી કે એને એક છોકરીના હાથ એના જ ફાધરની હત્યા કરાવી! કેમ કે ગલત કામો તો પોતે એ કરતો હતો અને એને જ આ મર્ડર પ્લાન કર્યું હતું! તો એંજલ ના આંખમાંથી આંસુ આવી જાય છે! સ્વાતિ ગાયબ થયાનું એણે કહેવામાં આવે છે! પણ હર્ષ અને એંજલ એમ કહે છે કે ખેલ કઈ એ જ ખેલી જાણે એવું જરૂરી તો નથી ને, એમ કહી બંને જણાવે છે કે એમને તો ત્યારથી જ શક પડી જ ગયો હતો કે જ્યારે એમને કહ્યું કે સ્વાતિની નકલી બોડી મોકલશે! હર્ષ અને એંજલ એ યોગેશ ને કહ્યું કે એમાં એમના લવની પણ ભાગીદારી હતી! હર્ષ એ એના ફાધર ઈન લો સાથે જ મળવું હતું તો એ વાત ખબર પડી કે ખરેખર સ્વાતિના ફાધર કોણ છે અને કેવા છે! આ બધું જાણી ને યોગેશ બહુ જ ગુસ્સે થઈ ગયો એણે કહ્યું કે એ કોઈને નહિ છોડે! ત્યાં એક પગરવ આવે છે. એ મિસ્ટર ઉપેન્દ્ર જાડેજા નો હોય છે! એ એમ કહે છે એ એમનું મર્ડરનું જૂઠું નાટક રચવામાં આવ્યું હતું! વધુમાં એ જણાવે છે કે એ તો ઘણા સમયથી લંડન હતા અને એ ફલાઇટની ટિકિટ પણ બતાવે છે! અચાનક જ યોગેશને સ્વાતિ યાદ આવે છે તો હર્ષ અને એંજલ એનો મજાક કરે છે જે એણે ગમતો નહિ.

હવે આગળ: "અરે... પણ અમને તો કંઈ ખબર જ નથી... એ ક્યાં કઈ શું હાલતમાં હશે?!" હર્ષ એ કહ્યું.

"અરે હું તમારી માફી માંગુ છું... મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ! આઈ એમ સો સોરી! પ્લીઝ મારી ડોટર ક્યાં છે?! હું એના વિના નહિ રહી શકું?!" યોગેશ નો ગુસ્સો શાંત થઈ ગયો હતો એણે જમીન પર ત્રણેયને પગે લાગતાં હોય એમ કહ્યું.

અચાનક જ એણે નીચે જુકી ને જ એક રિવોલ્વર બહાર કાઢી... "કહેવું છે કે નહિ, સ્વાતિ ક્યાં છે?!" યોગેશ એ ગન ઉપેન્દ્ર પર પોઇન્ટ કરી દીધી!

"અરે પણ જો ડેડ ને કઈ પણ થયું તો તને ક્યારેય તારી છોકરી નહિ મળે!" એનેજલે કહ્યું.

"વાહ... એક છોકરી માટે બાપ અને એક બાપ માટે છોકરીનો લવ જોઈ હું તો પ્રસન્ન થઈ ગયો!" હર્ષ એ કહ્યું.

"હા... બાપ અને દીકરી નો સંબંધ બહુ જ નિખાલસ અને પ્યારો હોય છે... બસ આ યોગેશ જેવા જ એક છોકરીને પોતાના જ બાપની હત્યા કરવા આવો પ્લાન બનાવે છે!" એંજલ એ યોગેશને ધિક્કારતા કહ્યું તો યોગેશને પોતાના કર્યાનું ભાન થયું.

"અરે આઈ એમ સો સોરી... હું સ્વાતિ ને બહુ જ લવ કરું છું..." યોગેશ એ કહ્યું, "પણ હવે હું આગળ કોઈ પણ ગુનો નહિ કરું..." એણે ગન નીચે મૂકી દીધી.

"હા... અમારે આ જ બદલાવ તો જોવા નો હતો..." હર્ષ એ કહ્યું અને એક કૉલ કર્યો તો અમુક લોકો સ્મિતાને ત્યાં લઈ આવ્યા.

"મારી સ્મિતું... ખરેખર તો હું પણ બહુ જ અફસોસ કરી રહ્યો હતો કે મારે આ રીતે કોઈ ની છોકરીના જ હાથે એના જ ફધરનું મર્ડર ના પ્લાન કરાવાય પણ પૈસાની લાલચને લીધે... પૈસાની લાલચને લીધે મારી આંખો પર પટ્ટી હતી!" યોગેશ ના આંખોમાં અફસોસ ના આંસુ જોઈ શકાતાં હતા.

"આઈ એમ ઓલ્સો સો સો સોરી... હું પણ મારા પપ્પાના કહેવામાં આવી ગઈ..." સ્મિતા પણ દિલગીર હતી.

(સમાપ્ત)