DESTINY (PART-32) in Gujarati Fiction Stories by મુખર books and stories PDF | DESTINY (PART-32)

Featured Books
Categories
Share

DESTINY (PART-32)


જાણે હજું કાલની જ તો વાત છે કે નેત્રિની સગાઈ થઈ ગઈ છે ને હવે બંને પોતપોતાના જીવનમાં આગળ વધવાના પૂરેપૂરા પ્રયાસ કરે છે. રોજની જેમ વિચારોમાં ખોવાયેલ જૈમિકને એની એક સ્ત્રીમિત્રનો ફોન આવે છે. ફોન જોઈને એને ઉઠાવવાનો વિચાર તો નહોતો જ કારણ કે કોઈના શબ્દોની કડવાશ એનાથી હવે ઝીલી શકાય એવી એની પરિસ્થિતિ નહોતી. છતાં જે વ્યક્તિનો ફોન હતો એ વ્યક્તિના વ્યક્તિત્વને ધ્યાને લઈ જૈમિક ફોન ઉઠાવે છે.

ફોન ઉઠાવતાની સાથે જ એ કાંઈ બોલે એ પહેલાં એની સ્ત્રીમિત્ર કહે તારી માટે ખુશીના સમાચાર છે.

હવે ખુશી અને મારે દૂરદૂર સુધી કાંઈજ સંબંધ નથી એવું મારા ખ્યાલથી તને સમજાશે નહીં એમ જૈમિક કહે છે.

હા હું જાણું છું બધું અને સમજુ પણ છું માટે જ તને ફોન કર્યો છે કેમકે હું એ જાણું છું કે નેત્રિથી સંબંધિત વાત તો લગભગ તારી માટે ખુશીની હોઈ જ શકે સ્ત્રીમિત્ર જણાવે છે.

હે........! નેત્રિ વિશે બોલને જલ્દી શું વાત છે.....? ખુબજ આતુરતાથી જૈમિક પુછે છે.

હા તો સાંભળ વાત કાંઇક એવી હતી કે મને જાણવા મળ્યું છે કે નેત્રિની સગાઈ તુટી ગઈ છે માટે મને થયું તારી માટે તો ખુશીના સમાચાર હોઈ શકે એમ સ્ત્રીમિત્ર બધી વાત વ્યક્ત કરે છે.

હે........! ખરેખર.......! હા કહીં શકાય કે હું ખુશ થઈશ ને અમુક અંશે થયો પણ છું પરંતુ પ્રશ્ન એ છે કે શું ખરેખર મારે ખુશ થવું જોઈએ....? સ્તબ્ધ થઈને વાત કરે છે.

યાર.....! હું તો તને સમજી જ નથી શકતી. રામ જાણે તારે શું કરવું છે પણ મને થયું તને જાણ કરવી જોઈએ તો કરી ચાલ હવે હું ફોન રાખું એમ કહીં ફોન રાખે છે.

ફરી એકવાર પોતાના વિચારોમાં ખોવાઈ ગયેલ જૈમિક મનમાં ને મનમાં ખુશ થાય છે પરંતુ એક ચિંતા પણ થાય છે ને એ હોય છે નેત્રિની કે કેમ સગાઈ તૂટી હશે......? શું થયું હશે એવું તો......? નેત્રિ ઠીક તો હશે ને.....? આમ પોતાની જાતને ઘણા પ્રશ્નો પૂછ્યા કરે છે ને આખરે વિચારે છે મારે નેત્રિને ફોન કરવો જોઈએ, વાત કરવાં માટે નહીં પરંતુ એ ઠીક છે કે નહીં એ જાણવા માટે તો કરવો જ જોઈએ.

વિચારને હકીકતમાં બદલવા હાથમાં લીધેલ ફોન જોઈને પહેલીવાર એને પ્રશ્ન થવાં લાગ્યો કે શું ખરેખર કરવો જોઈએ ફોન.....? કેમકે હું જેટલી વાર ફોન કરીશ આખરે એજ સાંભળવા મળશે ફોન ના કરો એટલું સારું. છતાં આખરે વિચારને વળગી ના રહેતાં એ ફોન કરવાનું નક્કી કરી લે છે ને જે થશે એ જોયું જશે એમ મનોમન વિચારીને ફોન કરી દે છે.

હમેશાંની જેમ આ વખતે પણ નેત્રિ ફોન જોઈને સ્તબ્ધ થઈ જાય છે ને વિચારે છે દરેક વખતે હું કહું છું ફોન ના કરો પરંતુ જૈમિક મારું સાંભળે જ ક્યાં છે. વિચારમાંથી બહાર આવી ફોન ઉઠાવે છે ને કહે છે હું તમને કેટલી વાર ના કહું જૈમિક કે મહેરબાની કરીને મને ફોન કરવાનું બંદ કરો. મને સમજાતું જ નથી કે હું તમને કઈ ભાષામાં સમજાવી શકું હવે......? તમને જરાય શરમ કે આત્મસન્માન જેવું કાંઈ છે કે નહીં.....?

તમને એવું પણ નથી સમજાતું કે હું તમારી સાથે નથી રહેવા માંગતી હવે તો તમારે મને એકલી મુકી દેવી જોઈએ. મને વારંવાર ફોન કરીને તમે સાબિત શું કરવા ઇચ્છી રહ્યાં છો મને તો એજ નથી સમજાતું.....? તમારા વારંવાર ફોન કરવાથી હું પાછી તો આવવાથી રહી પરંતુ તમે મને એટલી મજબૂર ના કરો કે મારે તમારા ફોન નંબરને બ્લોક લિસ્ટમાં રાખવો પડે.

ખુબજ ગુસ્સે થઈને નેત્રિ જૈમિક સાથે અકલ્પનીય વર્તન કરે છે. આવું વર્તન કર્યાં પછી નેત્રિ મનમાં પોતાની જાતને કોશી રહી હોય છે ને વિચારી રહી હોય છે કે મારી પાસે એમને મારાથી નફરત કરાવવા સિવાય કોઈ રસ્તો જ નથી. હું જાણું છું આ માણસ મારી માટે જીવ આપી દેશે. એમનું આત્મસન્માન પણ ધ્યાને નહીં લે મારી માટે પણ હું એજ નથી ઇચ્છતી કે મારા જવાથી જૈમિક તૂટી જાય. હું ઇચ્છું છું એ આગળ વધી જાય ને ખુશ રહે.

આટલું બધું સાંભળ્યા પછી જૈમિક કહે છે હા હું જાણું છું તારે ગુસ્સે થવું જ જોઈએ મારી પર હું એ લાયક જ છું. તને ફોન કરવા પાછળનું ફક્ત એટલું જ કારણ હતું કે તારી સગાઈ તૂટી ગઈ એવું સાંભળ્યું મેં તો મને થયું તારી સાથે વાત કરી લઉં તું ઠીક તો છે ને એમ બસ.

હા......! તૂટી ગઈ. તમે તો ખુબજ ખુશ હશો હે ને......? નેત્રિ પુછે છે.

શું મારે ના થવું જોઈએ......? જૈમિક કહે છે.

થયાં જ હશો હું જાણું છું ને અમુક અંશે થવું પણ જોઈએ કારણ કે તમે મને અન્ય સાથે જોવા કરતા એકલી જોવી વધું પસંદ કરશો એમ નેત્રિ જણાવે છે.

હા.....! થયો ખુબજ ખુશ થયો. પણ સાથે સાથે દુ:ખી થયો તારી માટે કે તારો પ્રયાસ નિષ્ફળ ગયો. હું હજુ પણ એમજ કહીશ કે મોડું નથી થયું મારી પાસે પાછાં વળી જવામાં જૈમિક મનની વાત કરે છે.

ના, હું દુ:ખી નથી થઈ સગાઈ તૂટવાની વાતથી કારક કે સગાઈ મેં જ તોડી છે. હું આમ બંધનમાં ના રહી શકું. દરેક બાબતમાં રોક ટોક કોને ગમે.....? પોતાના જીવનમાં પોતાનાં કોઈ નિર્ણયથી ના જીવી શકાય એવી જીવનશૈલી મને ના ફાવે.

ને એમ પણ જે થાય સારાં માટે જ થાય એવું હું માનું છું. અને રહી વાત તમારી પાસે પાછા આવવાની તો એ વાતને તો ગાંઠ બાંધી લો કે આ જન્મમાં તો હું હવે પાછી આવવાથી રહી. કારણ કે તમે મને સારી રીતે જાણો છો કે હું નિર્ણય લઈ લઉં પછી બદલી દઉં એ વાત અશક્ય છે. ખરેખર મારે પાછું આવવું જ હોત તો હું જતી જ નહીં માટે તમે આગળ વધો અને સગાઈ કરી લો એજ સારી વાત છે આમ નેત્રિ બધીજ વાત વિગતવાર કરે છે.

ઠીક છે તું કહે છે તો આગળ વધવાનો પ્રયાસ પણ કરીશ. ને રહી વાત તારી સગાઈની તો એમાં એવું છે ને કે તું બસ સામેવાળા પાત્રમાં મને શોધવાનું બંદ કરી દે પછી બધું સારું થઈ જશે. પછી બીજી વાત એ કે મારી પર ગુસ્સો કરીને મને નફરત કરાવવાની રીત સારી છે પણ એ નિષ્ફળ નીવડશે માટે બીજો કોઈ પ્રયાસ કરવા વિનંતી. ને આવો પ્રયાસ બીજીવાર ના કરવા વિનંતી કેમકે ખરાબ વર્તન કરીને પછી પોતાની જાતને કોશીને મને તું રડતી સારી નહીં લાગે જૈમિક ઓછા શબ્દોમાં એને ઘણું બધું કહી જાય છે.

હું કાંઈ તમને નથી શોધતી કોઈમાં તમે ખોટાં વહેમમાં ના રહો એટલું સારું. ને હવે મારે તમારી સાથે કોઈ વધારે વાત નથી કરવી માટે હું ફોન રાખું છું એમ કહી ફોન રાખી દે છે.

ફોન રાખ્યાં પછી ધ્રુસકે ને ધ્રુસકે રડતી નેત્રિ બસ એટલું જ વિચારે છે કે મારાં મૌનને પણ સમજી જાય એવાં વ્યક્તિને છોડી હવે હું બીજે ક્યાં એવા વ્યક્તિને શોધી રહી છું......? બીજી તરફ જૈમિક મનમાં મલકાતો વિચારે છે કે કેવી અજાયબ વાત છે મને ખોઈ દેવાવાળું વ્યક્તિ હવે અન્યમાં મને જ શોધે છે.