(આગળના ભાગમાં આપણે જોયું કે મહેશભાઈ સપનુ જોવેછે ,અને તે નિર્ણય કરે છે કે તે આજે તોકોલેજ શોધવા જશે હવે આગળ....)
હું પણ ટેબલ ની સાફ સફાઈ કરવા લાગી ગયો, રઘુ એ પાણીના જગ ગોઠવી દીધા, એટલામાં રસોઇયો રસોઇ કરવા માટે આવી ગયો,
અમારે રસોઈયા સાથે ખાસ વાતચીત ન થાય કે રસોડામાં જ રહે અને અમારે રસોડામાં ખાસ જવાનું નહીં ફકત રસોઈ બની જાય પછી સાફસફાઈ માટે જવાનું, તે રસોઈ બનાવીને બહાર ની તરફ ના બારામાં મૂકી આપે.
કોઈ વાર તે થોડો મોડો પડે તો શેઠ જાતે અંદર રસોઈ બનાવવા ચાલ્યા જાય મે રઘુ ને પૂછ્યું શેઠ રસોડામાં જાય છે તો તેમને રસોઈ બનાવતા આવડે છે ,
આવડે જ ને શેઠ કહેતા હતા તે પણ પહેલા કોઈ હોટેલમાં રસોઈયાની નોકરી કરતા હતા,
*** હવે સમજમાં આવ્યું કે જીંદગી કોઈ દિવસ સીધા પાટે નથી હોતી***
.... .. દરેક વ્યક્તિને કંઈક મેળવવા સંઘર્ષ કરવો જ પડે છે....
" જિંદગીમાં બધું આપ મેળે નથી મળતું પણ આપ બળે મળે છે" થોડો ઘણો ભોગ આપણે પોતાનો જ આપવો પડે છે,
એટલામાં તો શેઠ આવ્યા , આજે તો મનમાં પાકો નિર્ણય કરી રાખેલો કે મારે કોલેજ શોધવા જવું છે ,મે રઘુ ને વાત કરી કે રઘુ મારે આજે બપોરે બે કલાક બહાર જવું છે, તો તું મને મદદ કરીશ ,
' હા કરીશ'
શેઠ પાસેથી રજા લઇ લે, મે શેઠ ને વાત કરી મારે બે કલાક બપોરની રજા જોઈએ છે તો આપશો, શેઠે પૂછ્યું શું કામ છે? ક્યાં જવું છે? મારે થોડું અંગત કામ છે, સારું જ જે પણ બે કલાકમાં પાછો આવી જ જે
હું બાંદ્રામાં અને પેલી કોલેજનું નામ તો બોરીવલીમાં સાંભળેલું.. પણ બાન્દ્રામાં એ કોઇ કોલેજ તો આવી જ હશે ને આજે રજા મળી છે, તેથી હું ખુશ હતો જમવા માટે ગ્રાહકો આવવા લાગ્યા,
હું મારા કામમાં પડી ગયો બધુ પૂરુ થતા દોઢ વાગ્યો હશે, મે રઘુ ને કહ્યું હવે જો કોઈ ગ્રાહક આવે તો તું સંભાળી લેજે,
અમારે ત્યાં હોટલમાં જમવા ત્રણ વાગ્યા સુધી આવતા રહેતા, અને પછી સાંજે ૬ વાગ્યાથી શરૂ થતી ,એટલે રઘુએ કહ્યું સારું જા તારે જેટલી તપાસ કરવી હોય તેટલી કરજે ,'થોડો સમય વધુ થશે તો વાંધો નહીં
પણ ચાર વાગ્યા સુધીમાં આવી જજે નહીતો શેઠ આવી જશે અને તને બોલશે સારું કહીમારું બેગ લઈ હું નીકળી પડ્યો,
ક્યાં જવું એવો કોઈ રસ્તો સૂઝતો નહોતો એટલે નીકળીને પહેલા તો થોડું ચાલ્યો પછી મનમાં થયું કે રીક્ષાવાળાને થોડી ઘણી ખબર હશે લાવ ને રિક્ષા વાળા ને પૂછુ અને એક રીક્ષા વાળો હતો,
તેને પૂછ્યું તો તેને એક કોલેજનું નામ કહ્યું જે જે કોલેજ અહીંથી ૨૦ કી.મી દુર છે જવું હોય તો અહી તો મીટર પર રિક્ષા ફરે અંદાજીત પચાસ રૂપિયા થશે,
મેં વિચાર્યું આટલે દૂર કોલેજ ખિસ્સામાં તો સો રૂપિયા હતા, હજુ નોકરીને મહિનો પૂરો હવે થશે ત્યારે પગાર મળશે.
શું કરું કોલેજ જવામાં સો રૂપિયા ખર્ચી નાખું કે પછી રહેવા દઉ! શું આટલા નજીક માં કોઇ બીજી કોલેજ નહી હોય,
કોઈને પૂછી જોઉં આગળ જતાં એક દુકાન ખુલ્લી હતી તેમાં જઇને પૂછ્યું કે ભાઇ અહીં એટલા નજીકમાં કોઈ કોલેજ છે તો તેમને પણ જે જે કોલેજ 20 કિલોમીટર દૂર છે તેવું કહ્યું હવે અહીં થી 20 કિલોમીટર દૂર તો કઈ રીતે જવું, ચાલીને તો જઈ શકાય નહિ,
હવે રીક્ષા કરવી જ પડશે જતા રીક્ષા કરુ અને વળતા પગપાળા તો પચાસ રૂપિયા બચી જશે, પણ આવતા મોડું થઈ જશે તો સમયસર હોટલ પણ નહીં પહોંચાય, તો શેઠ બોલશે કદાચ નોકરી પણ જાય, તેવું વિચારતા એક રીક્ષા પાસે જઈ ઊભો રહ્યો,
અને જે .જેકોલેજનું નામ દીધું તેને મીટર પર ભાડુ થશે એવું કહ્યું મેં કહ્યું આશરે કેટલું થાય તો કે ₹50 તો સાચું જ,
હવે રકજક કરવાનો કોઈ ફાયદો નહોતો, મારો પણ સમય બગડતો હતો, હું રિક્ષામાં ગોઠવાઈ ગયો,
રીક્ષા ચાલીને મારા વિચારો પણ કેવી કોલેજ હશે? એડમિશન ટેસ્ટ લેવાશે પછી જ એડમિશન મળશે, ટેસ્ટ લેવાછે, તો વાંધો નહીં તેમાં પાસ તો થઈ જવાશે તેની ચિંતા નહોતી,
આજુબાજુ નજર દોડાવવા લાગ્યો મોટી મોટી બિલ્ડીંગો ભવ્ય ઇમારતો દેખાઈ રહી હતી,ભર બપોરે પણ મુંબઈ દોડતું હતું ,અને હું પણ વિચારોમાં રીક્ષાવાળાને બ્રેક મારી કોલેજ આ ગઈ સાબ,
અને મે રિક્ષા માથી કોલેજ બાજુ નજર કરી, પણ આ શું?
આતો લો કોલેજ હતી, મારો ફેરો ફોગટ થયો, પણ હુ અહીં ઊતરી પડ્યો,
રીક્ષાવાળાને ભાડું ચૂકવીને, મનોમન ખૂબ પસ્તાવો થતો હતો કે મેં બરાબર તપાસ ન કરી.
ફક્ત કોલેજનું નામ પૂછ્યું,
અહીંયા અનેક પ્રકારના અભ્યાસક્રમ હોય અને કોલેજ પણ જુદીજુદી હવે શું કરવું? લો કોલેજમાં અંદર જઈને પૂછપરછ કરુ તો બીજી કોઇ કોલેજ નું એડ્રેસ મળી જાય
અને હું હિંમત કરી અંદર ગયો, ત્યાં પૂછ્યું કે મારે કોમર્સ કોલેજમાં એડમિશન લેવું છે, તો મારે કઈ કોલેજમાં જવું પડશે, એક ક્લાર્ક ને પૂછ્યું તેને ઊંચું જોયું, મારી સામે થોડી વાર જોઈ રહ્યો , કહા સે આ રહે હો,
ગુજરાત સે
(ગુજરાતી માં જ બોલ્યા, કદાચ ગુજરાતી હશે) કેમ ગુજરાત મૂકીને અહીં કોલેજ કરવા આવવું પડ્યું ,તમારું ફેમિલી અહીં રહે છે, ના પણ મારે અહીં કોલેજ કરવી છે, તને કોલેજની ફી કરતા રહેવાનું ,મોંઘુ પડી જશે,
દિકરા આ તો મુબઇ છે , ક્યાંક એના ઝાગ ઝમાટ મા ખોવાઈ ના જતો, તને હું કોલેજ નું એડ્રેસ તો લખાવી દઉં પણ જો અહીં ની કોલેજમાં તો ઇગ્લીશ માં જ ભણવુ પડશે, એતો ફાવશે ,
તેમને મને કોલેજ નું એડ્રેસ આપ્યું અને કહ્યું અહીથી કોલેજ થોડે દૂર છે, હું થોડો ખુશ થયો હાશ, આજ વિસ્તારમાં છે અને હું ત્યાંથી ચાલી નીકળ્યો, ત્યાંથી
પાચ કિલોમીટર આગળ હતી, હવે તો પગપાળા જવું પડશે નહીં, તો વળતી વખતે જવાનું ભાડું પણ ખિસ્સામાં નહીં રહે,
એટલે હું ચાલતો થયો ચાલતો ચાલતો તે કૉલેજના દરવાજે પહોંચ્યો, તો કોલેજ બંધ હતી, કોલેજનો સમય સવારે આઠથી એક નો હતો ,
એટલે તેના દરવાજા બંધ હતા,
'અફસોસ થયો કે છેક મંજિલ સુધી આવી ને પાછું વળવું પડશે'
મંજિલ તો ના કહેવાય પણ તેનો પહેલો પડાવ તો ખરો જ ને પણ તે પણ પાર ન થઈ શક્યો,
" જ્યારે નસીબ સાથે નથી હોતું તો કુદરત કે સંજોગ પણ સાથ નથી આપતા "
ના કેવું નસીબ,
નસીબ ની લકીર તો મેં જાતે જ ખેંચી છે, કંઈ નહી પણ હું કાલે ફરી પાછો આવીશ, અને ત્યાંથી પાછો ફર્યો ત્રણ વાગવા આવી ગયા હતા,
ચાલતો ચાલતો આજુબાજુનું વૃક્ષોની હારમાળા જોતો જોતો કેવી સરસ રીતે ઉભી છે બંને બાજુ જાણે એકબીજાને વાતોના કરતી ના હોય , "વૃક્ષો જાતે તડકો વેઠે છે ત્યારે બીજાને મીઠો છાયડો આપી શકે છે"
'એટલે આપણા જીવનથકી બીજાને છાયડો આપવા આપણે કષ્ટો રૂપી તડકો વેઠવો પડશે'
અને હું પાછો લો કોલેજ આગળ આવીને ઊભો રહ્યો, શું કરું, ચાલી નાખું એક કલાકમાં પહોંચી જઈશ અને પચાસ રૂપિયા બચી જશે.
તો કાલે ફરી અહી કોલેજ માં આવવા કામ લાગશે, અને હું ઝડપથી ચાલવા લાગ્યો ચાર વાગ્યે હોટલ પર પાછો પહોંચી જવાનું હતું ,હું ચાલતો ચાલતો હાંફવા લાગ્યો, તરસ પણ લાગી ગઈ હતી, સાંજ નો તડકો પણ આકરો લાગતો હતો, પણ હિંમત ન હાર્યો ,
થોડી દુર પરબ અને વિસામો હતો ત્યાં જઈ પાણી પીધું થોડીવાર બેઠો ,
અને પાછો ચાલ્યો ચાલતાં ચાલતાં હોટલ પર પહોંચ્યો,
કદાચ સાડા ચાર તો થઇ જ ગયા હશે, ઘડીયાળ માં જોવાનો એ સમય નહોતો, એટલે શેઠ આવી ગયા હશે, હવે ત્યાં જઈને શું કહીશ, તેની ગોઠવણી કરતો કરતો આવી ગયો,
આવી ને જોયું તો સાચે શેઠ આવી ગયેલા અને તે કઈ હિસાબ જમ કરી રહ્યા હતા, હું હોટેલ પર પહોંચો તો પરસેવે રેબઝેબ હતો અને હાફી રહ્યો હતો, છેક હવે આવે છે ? શું જવાબ આપું?
એટલામાં રઘુ વચ્ચે બોલ્યો કે તે અઢી વાગે આવી ગયેલો, પણ તેને ચક્કર જેવું લાગતું હતું, તેથી તે દવાખાને ગયો હતો મારાથી તમને કહેવાનું રહી ગયું,
સારું સારું ચાલ હવે કામે લાગી જાવ વાસણ ધોવાની ચોકડી ની બાજુ માં થોડી જગ્યા હતી,
ત્યાં જઈને હું બેસી ગયો, રઘુ એ મને પાણી આપ્યું, મને થોડી કળ વરી ,
આજે રઘુ મારો સાચો સહોદર લાગ્યો, થોડીક વાર બેસીને હું ટેબલની સાફસૂફીકરવામાં લાગી ગયો, થોડીકવાર પછી ગ્રાહકો આવશે આજે શરીર બરાબર થાક્યું હતું, કોઈ દિવસ આટલું ચાલો નહોતો અને આજે આટલું ચાલવું પડ્યું,
અને કાલે કઈ રીતે જઈશ કોલેજ જોવા, નોકરી પણ મહત્ત્વની હતી અને કોલેજ નો ટાઈમ પણ, શું કરુ ?અને એ મગજમાં વિચાર ઝબકયો,
જો કોઈ ની સાઇકલ મળી જાય તો પણ કોની સાઇકલ? શેઠ ની ના,નાતો તો ના જ આપે અને માગવી કઇ રીતે? અને સવારના સમયમાં શું નોકરીમાંથી રજા મળશે, હવે કોલેજ જવા માટે કંઈક તો કરવુ પડશે એટલામાં ગ્રાહકો આવવા લાગ્યા ,
હું અને રઘુ બંને કામે લાગી ગયા, એક કાકા દરરોજ જમવા માટે છેલ્લે આવતા સાઇકલ લઇને તેમની સાઇકલ માટે પૂછવાનું મન થઈ આવ્યું, તે મને દીકરા દીકરા કરીને વાત કરતા, અને હતા આપણા ગુજરાતી એટલે આજે એ કાકા ની રાહ જોવા લાગ્યો, બીજા ગ્રાહકો કરતાં તે કાકા માં જ વધુ રસ હતો ,પણ આજે તે કાકા દેખાતા ન હતા ,તેમના આવવાના સમય કરતાં પાંચ મિનિટ મોડા હતા,
આજે તો મેં તેમને રોજ કરતા પણ સારી સેવા આપી, અને પછી ધીરેથી સાયકલ ની માંગણી કરી, તેમને કહ્યું કે દીકરા સાયકલ તો તને આપી દઉં,
પણ હું ઘરે કઈ રીતે જઉએમની વાત પણ સાચી હતી, અને તે દરરોજ સાંજે જમવા આવતા અને મારે સાયકલ તો સવારે જોઈતી હતી,
અમે હોટેલની સાફસૂફી કરી નવરા પડ્યા, અને રઘુ ને મને પૂછ્યું કે બોલ શું થયું, કોલેજ મળી ગઈ ,ના યાર કોલેજ જઈને પાછો આવ્યો, કોલેજ બંધ હતી તેનો સમય સવારે આઠથી એક નો છે ,મારે કાલે સવારે જવું પડશે, તો તું થોડો વહેલો આવી જઈશ, અને અહીથી કોઇની સાઇકલ મળી જશે, અહીતો કોની પાસે સાયકલ હોય ? પણ હું આવું છું ત્યાં રસ્તામાં એક દુકાન છે.
ત્યાં સાયકલ ભાડેથી મળે છે,
જો તું કહેતો હોય અને પૈસા આપતો હોય તો લેતો આવું ,
હું ખુશ થતો બોલ્યો કેટલું ભાડું છે જો આખો દિવસ રાખવાની હોય તો પાંચ રૂપિયા, અરે, રિક્ષા ના ભાડા કરતાં તો ઘણા ઓછા હતા,
સારું લે આ દસ રૂપિયાની નોટ છે મારી પાસે ,
તું મારી માટે સાયકલ લેતો આવજે અને ઘરે જતા પાછી લેતો જ જે ,
જો સાઇકલ હશે તો જ મળશે, રઘુ એ કહ્યું કે એમ કહી ,
રઘુ ઘરે ચાલ્યો અને હું હોટલની બહાર ખાટલો પાથરી મારા સપનાઓ માં ચાલ્યો,
કાલે સવારે હું કોલેજ પહોંચી શકીશ! અને પહોંચીશ તો ત્યાં જઈને શું થશે?
(શું સવારે રજા મળશે? રઘુને સાઇકલ મળશે? અને મળશે તો મહેશભાઈ કોલેજમાં પહોંચશે અને જો તે ત્યાં પહોંચશે તો શું થશે તે જુઓ આગળના ભાગમાં)