Devilry - 14 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 14

Featured Books
Categories
Share

જંતર મંતર - 14


પ્રકરણ -14 અંકિત ચૌધરી “ અંત “


જીયા પોતાની બેસ્ટ ફ્રેન્ડ જેની ની બરબાદી ની કામના કરી રહી હતી. જીયા ફરીવાર પોતાની પર્સ માં કાળા જાદુ માટેનો સામાન અને જેની નું પૂતળું નાખીને જીમી અને જેની પાસે જવા માટે સ્વીટ કેફે નીકળી જાય છે. જીયા ના મનમાં હજુ જેની સાથે કંઇક કરવાની લાલસા જાગેલી જ હતી. જીયા ના મનમાં શું ચાલી રહ્યું હતું એ હવે ભગવાન જ જાણે !

જીમી ની બાહો માં જેની બેહોશ હાલત માં પડી હતી. જીમી ને કોઈપણ સમજાતુ નોતું કે જેની ની સાથે શું થઈ રહ્યું છે. જેની ની હાલત પણ ખરાબ થઈ રહી હતી. જીમી નું દિલ કહેતું હતું કે “ જીયા ની રાહ જોયા વગર જેની ને જલ્દી થી હોસ્પિટલ લઈ જા !” પણ હમેશાં ની જેમ જીમી નું મન કહેતું હતું કે “ જીયા ની રાહ જો ! જેની ને કંઇ થઈ જશે તો તું પ્રોબ્લેમ માં ફસાઈ જઈશ. “ ફરી એકવાર જીમી ના મન અને દિલ વચ્ચે જંગ ચાલુ થઈ ચૂકી હતી. જીમી કોનું સાંભળશે એ પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ ચૂક્યો હતો.

થોડા સમય માં જીયા સ્વીટ કેફે માં આવી જાય છે. જીયા જેવી જ આ કેફે માં પગ મૂકે છે , કે તરત જ તેની નજર જીમી ના ખોળા માં બેહોશ પડેલી જેની ઉપર જાય છે. પહેલા તો જીયા ખુશ થાય છે જેની ની હાલત જોઈને પણ બીજા જ પળે એના ચહેરા પર ઉદાસી છવાઈ જાય છે. જીયા ની નજર આગળ તેનો પ્રેમ જીમી કોઈ બીજી છોકરીની કેર કરી રહ્યો હોય છે. જેની ભલે બેહોશ હતી પણ તેની માટે જીમી ની આંખો માં આંસુ હતા. જીમી ને કોઈપણ સમજાતુ નોતું કે શું કરવું અને શું ના કરવું ! બસ એ પોતાની જેની ની ફિકર માં લાગેલો હતો.

બેહોશ જેની ના માથા માં જીમી હાથ ફેરવી રહ્યો હતો. જીમી ની આંખો જેની માટે વહેવા લાગી હતી. જીમી ની આંખ માંથી એક આંસુ નું ટીપું જેની ના ગાલ ઉપર પડ્યું ને તરત જ ; જેની ને હોશ આવી ગયો. આ બધું જીયા દૂર ઊભી રહીને જોઈ રહી હતી. જેની ને જેવો જ હોશ આવ્યો કે તરત જ તેને રિયલાઇઝ થયું કે તે જીમી ના ખોળા માં છે. જેની ઉભી થવાની કોશિશ કરે છે અને જીમી તેની મદદ કરે છે.

“ જીમી આપડે ક્યાં છીએ ? હું કેમ તારા ખોળા માં આ રીતે પડી હતી ? શું થયું હતું ? “ જેની

જીમી તે વાત થી જ ખુશ હતો કે પોતાની જેની ને એ યાદ છે. જીમી જેની ને માનસિક ત્રાસ નોહતો આપવા માગતો એટલે તેને જેની ને કંઇ સાચું કહ્યું નઈ !

“ જેની આ સ્વીટ કેફે છે. તું અને હું સાથે જ અહી આવ્યા હતા. આપડે જેવા જે અહી આવ્યા ને એના પછી આ કેફે વાળા લોકો એ એક સ્પર્ધા નું આયોજન કર્યું ! એ સ્પર્ધા માં તારે મારા ખોળા માં શાંતિ થી ઊંધી જવાનું હતું. ને યાર તું મારા ખોળા માં ઊંધી પણ ગઈ ! બે કલાક થી તને આમને આમ મારા ખોળા માં લઈને બેઠો છું. આપડે સ્પર્ધા પણ જીતી ગયા પણ લોકો નું પ્રોત્સાહન લેવા માટે પણ તું ના ઉઠી યાર !” જીમી

“ ઓહ એવું હતું એમ ! પણ યાર મને કેમ કશું યાદ નથી ? ( જેની ની નજર જીમી ની આંખો ઉપર જાય છે , જેમાં આંસુ ભરેલા હતા. ) જીમી આપડે સ્પર્ધા જીતી ચૂક્યા છીએ તો તારી આંખો માં આંસુ કેમ ?” જેની

“ અરે યાર કંઇ નહિ ! મારો હાથ અડી ગયો મારી આંખ ને સો આંખ માં બળતરા થવા લાગી. બળતરા ના લીધે મારી આંખો માં આંસુ છે. પણ તું ચિંતા ન કર હાલ ઠીક થઈ જશે!” જીમી

“ કેમ ચિંતા ના કરું ? ક્યાંક મારી આંખો માં બળતરા હોત તો તું પણ શાંત બેસી રહ્યો હોત ? નહિ ને ! તો મારો હક પણ તું ના છીનવી શકે તું મારી પાસે થી.” જેની


જેની પછી જીમી ની આંખો ની એકદમ નજીક જઈને એમાં ધીરે ધીરે પ્રેમ થી ફૂંક મારે છે. જેના લીધે જીમી ની આંખો માં ઠંડક પ્રસરી રહી હતી. જીમી અને જેની વચ્ચે ચાલતી આ રાસલીલા ને જીયા ગુસ્સા થી જોઈ રહી હતી. હવે જીયા ને જીમી અને જેની ની પ્રેમ કહાની હજમ થાય એમ હતી જ નઈ ! જીયા મનો મન વિચારી લે છે.

“ જેની ને હવે સજા આપવી જ પડશે. જેની તારી હિંમત કઈ રીતે થઈ મારા જીમી ની નજીક જવાની ? જેની હું તને નઈ છોડુ ! તારી બરબાદી હવે નક્કી છે. ઘણો સમય મે તને જવા દીધી કેમકે તું મારી બેસ્ટ ફ્રેન્ડ હતી ! પણ હવે નઈ. “ જીયા


જીયા ના દિમાગ ઉપર જીમી નો પ્રેમ અને જેની માટે તેને નફરત એટલી હદ સુધી સવાર થઈ ચૂકી હતી કે જીયા શું કરી રહી હતી તેનું ભાન પણ તેને હતું નઈ ! કોઈને બરબાદ કરી કોઈનો પ્રેમ મેળવવો એ બરાબર નથી. પણ આ જીયા ને કોણ સમજાવે ! જીયા ફરી એકવાર જેની ઉપર કાળુ જાદુ કરવાની શરૂઆત કરી દે છે.

જીયા થોડી દૂર જાય છે. પોતાની પર્સ માંથી કાળી વિદ્યા માટે નો સામાન નીકળે છે. કાળા ચોખા વડે એક ગોળ રાઉન્ડ બનાવે છે. એમાં મુઠ્ઠી ભરીને કંકુ નાખે છે. એની ઉપર સફેદ , ગુલાબી રંગ ના જુદા જુદા કલર ના ગુલાલ નાખે છે. આ ગુલાલ માંથી પેલા રાઉન્ડ માં ચોકડી નું નિશાન તૈયાર કરી તેની ઉપર જેની નું પૂતળું મૂકવામાં આવે છે. જેની નું પૂતળું મુક્યા પછી જીયા પોતાની આંગળી ઉપર ઘા કરે છે. જેવું જ જીયા ની આંગળી ઉપર થી લોહી વહેવા નું શરૂ થાય છે કે તરત જ જીયા તે લોહી વડે પોતાના કપાળ માં તિલક કરી દે છે. જીયા પછી એનું થોડું લોહી પેલા ઘેરા ની ઉપર પણ નાખી દે છે. જીયા જેની ના પૂતળા ઉપર કાળા ચોખા , રંગબેરંગી ગુલાલ અને થોડી કાલી મિર્ચ નાખે છે.

જેવી જ જીયા દ્વારા જેની ના પૂતળા ઉપર કાલી મિર્ચ નાખવા માં આવી કે તરત જ જેની ની આંખો બળવા લાગે છે. જેની જીમી ની આંખો ઠંડી કરી રહી હતી ને પોતાની આંખો બળવા લાગી એટલે જેની જીમી નો દર્દ ભૂલી મે પોતાની આંખો ને મસળવા લાગી. જેની ની આંખો ખૂબ જ બળી રહી હતી તો બીજી તરફ જીયા પોતાના મંત્રોચાર કરવા માં વ્યસ્ત હતી. જીયા જેમ જેમ જેની ના પૂતળા ઉપર કંઇ નાંખતી તેમ તેમ જેની ને પોતાના શરીરમાં કંઈ અલગ જ લાગતું. પણ જેની સાથે શું થઈ રહ્યું હતું એ જેની ખુદ સમજી નોહતી શકતી. જેની ના મન સાથે જીયા સખત રમી રહી હતી.

જેની ની આંખો બળતી હોવાથી જીમી તેને લઈને વોશરૂમ જાય છે. ત્યાં જઈને જેની ની આંખો ઉપર ઠંડુ પાણી છાંટી જેની ની બળતરા ઓછી કરવા માગે છે. પણ જેવું જ જેની ની આંખો ઉપર ઠંડુ પાણી છાંટે છે કે તરત જ જેની ના માથા ઉપર ગુસ્સો ચડી જાય છે. નક્કી જીયા ના કાળા જાદુ એ તેની અસર દેખાડવાની શરૂ કરી દીધી હતી.

“ તું ! તારી હિંમત કઈ રીતે થઈ મારા ચહેરા ઉપર આટલું ઠંડુ પાણી છાંટવાની ? તું મારો પીછો કેમ કરે છે યાર? અહીંથી જતો રહે નહીતો મારે મજબૂર થઈને પોલીસ ને કોલ કરવો પડશે. હું તારો ચહેરો પણ જોવા નથી માગતી. પ્લીઝ મને એકલી મૂકી દે યાર. “ જેની

“ જેની થોડા સમય પહેલા તો તું એકદમ ઠીક હતી યાર ! તને અચાનક શું થઈ ગયું! જેની તું મજાક કરતી હોય તો બંધ કરી દે કારણ કે આજના માટે આ બહુ છે. વધારે સહન કરવાની હિંમત નથી બચી તારા જીમી ની અંદર પ્લીઝ જેની. “ જીમી

“ હું જેની અગ્નિહોત્રી છું ! આજ સુધી હું સિંગલ છું. મે આજ સુધી ખુદ સિવાય કોઈને પ્રેમ નથી કર્યો, સો તું દૂર રે યાર મારાથી. અને હા હું મજાક કરી રહી છું એમ ? પણ તારી સાથે મને મજાક કરીને શું મળવાનું છે ? કંઇ જ નઈ ને ! તો પછી હું શું કામ તારી સાથે મજાક કરીશ. તારા જેવા કેટલાય જેની અગ્નિહોત્રી ને ફસાવવા આવે છે.પણ અહી તારી દાળ ગળવાની નથી ! તો બીજે ક્યાંક જઈ ટ્રાય કર. દેખાવામાં સારો છે કોઈક ના કોઈક મળી જશે. “ જેની

“પણ હું એમ કહું કે માટે બીજું કોઈ નઈ પણ જેની અગ્નિહોત્રી જોવે તો ? “ જીમી



ક્રમશ……




આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary