Viral Tasvir - 11 in Gujarati Horror Stories by આર્યન પરમાર books and stories PDF | વાયરલ તસ્વીર (ભાગ ૧૧)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વાયરલ તસ્વીર (ભાગ ૧૧)


હજી કેટલી વાર લાગશે બેટા? પેલા માજીએ અનીને પૂછ્યું, અનિએ મોબાઈલ કાઢી જોયું અને
આંગળીથી ઈશારો કરી જવાબ આપ્યો ૨ કલાક.
ઘણું દૂર હન આ તો હું તો પહેલી જ વખત આવી છું અહીં
ઘણું સૂકુંન મળે છે એવુ બધાનું કહેવું છે શું સાચી વાત છે?? માજી બોલ્યા રાખતા અને અનિ પોતાની ડોક હલાવી હા કર્યા રાખતી. થોડી વારમાં ફોનની રિંગ વાગી અને ઇશી તરત જાગી ગઈ.
હેલો....સામેથી અવાજ આવ્યો, બોલ રુદ્ર શુ થયું?? કેટલે સુધી પહોંચ્યા? બસ હવે પહોંચી જશું. અનિ ઠીક છે ને?? હા અનિ ઠીક છે.
સારું ચાલો પછી વાત કરીશું હન અહીં નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે વાત નહિ થઇ શકે ઠીક બરાબર તો કાલે વાત કરીશું અમે તમે બન્ને ચિંતા ના કરતા.
આટલું કહી ઇશીએ કોલ કટ કરી દીધો.
માજી કહી રહ્યા હતા તમને તો કોઈ ફોન કરવા વાળું પણ છે મારે તો એ પણ નથી કોણ પૂછે મને કે કયા છે માં કેવી છે તું,
એક નો એક દીકરો અને એ પણ એવો નીકળ્યો,
અરે રે માજી અમે છીએ ને શાયદ કુદરત એ મળવાનું લખેલું હશે કઈક સારા માટે શુ ખબર,
ચિંતા કરશો માં બધું ઠીક થઈ જશે અને સારું થઈ જશે હવે તમે અમારા પોતાના જ ગણાઓ,
માજી ઠીક થવાની રાહ જોઈ રહ્યા હોય એમ બોલ્યા બસ હવે ઠીક થવું છે ઉંમર પણ વધી છે કોઈ સહારો નથી એટલે મને સારું નથી લાગતું એકલાપણામાં,
પેલું કહેવાય છે ને જેમ એક ઉંમર થાય એમ માણસ નાનો બનતો જાય છે,
વૃદ્ધ થતા જ આ બાળપણ આવતું હોય છે જ્યારે માતા પિતા નાના બાળકની જેમ જીદ કરે છે અને બાળક તે પુરી કરી શકતો નથી ઉલટાનું તે છોડીને જતો રહે છે પોતાની પત્ની પાસે,
હવે આ દુનિયાની રીત છે આવું જ ચાલશે તેવું કહેવા વાળા પણ હશે છતાં તમે બદલો બીજા કોઈને બદલવાની જરુંર નથી તમારે
કારણ કે જેમ સમજણ આવશે તેમ ખબર પડશે કે પોતાનું જીવન સુધારવા માટે જ ઓછો સમય છે બીજાનું હું ક્યાં બદલી શકવાનો.
દીકરા તમે બન્ને મને પોતાના જ લાગો છે,
અનામિકા પણ સારી થઈ જશે બધું હેમખેમ થઈ જશે તું ચિંતા કરીશ નહિ.
હા માજી,
આવીને આવી જ વાતોમાં અચાનક એક વળાંક આવ્યો પેલો માણસ કે જેણે કઈક કરવાનું હતું તે કરી ચુક્યો હતો. ઇશીની ગભરાહટ શાયદ સાચી હતી.સમય ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો અંધારું પોતાનો પગ આગળ વધારી રહ્યું હતુ આજુબાજુ કોઈને ન જોતા પેલા માણસ એ અનિ પર હુમલો કરી દીધો.
અનિ કઈક બોલે તે પહેલાં પેલા માણસ એ જબરદસ્તી કરી અને પોતાના ડબ્બા સુધી લઈ જઈ ન કરવાનું કરી દીધું અને ત્યાંથી ગાયબ થઈ ગયો.થોડી વાર પછી અનિ પોતાની દીકરીને બાજુમાં ન જોતા બૂમ પાડવા લાગી અનિ ક્યાં છે.
અનિના પગ જોઇ ઇશી હળબડીમાં ઉભી થઇ ગઇ અને સામેના ડબ્બામાં ગઈ જોતા જ ત્યાં રડવાનું ચાલુ કર્યું પણ ફરીથી થયું કે હું રડીશ તો અનિ ઢીલી પડશે એટલે મને ના રડવું જોઈએ,
અનિ શુ થયું?? અનિએ પોતાનું મો છુપાવ્યું અને પોતાના શરીરને આંગળી બતાવી ઇશી સમજી ગઈ હતી શુ થયું.
ગુસ્સો ડર અને નિસહાય ઇશી હવે હિંમત ઓલમોસ્ટ હારી જ ચુકી હતી પણ પોતાની દીકરીને ખાતર તેણે જોશ બતાવ્યું.

પોતાની દીકરીને સાચવીને ઉભી કરી,
તેનો હાથ ચેઇન સુધી ગયો જ હતો પણ માસી એ પકડી લીધો. ઇશી સમજી નહિ પણ માસીએ ઈશારો કરી બેસવા કીધું,
દેખ દીકરા હું જાણું છું જે થયું તે ઘણું જ ભયાનક અને દર્દજનક છે પણ આ વાત આપણા ત્રણ સુધી જ છે અને આટલે જ અટકાવી દેવી હિતાવહ છે. જેણે આ કર્યું છે તેને કુદરત સજા આપશે અને તારા હાથેથી જ એની સજા લખાયેલ હશે તો એમ થશે પણ તું હિંમત ન હારીશ ચલ ઠીક છે.
પણ માસી....ચૂપ થવા કહી અનિને સાંભળી જે બેહોશ થઈ ચૂકી હતી.
ચાઈ ગરમ.... ચાઈ ગરમ...મેડમ ચાહિયે??
ચા વાળાએ પૂછ્યું,
હા બે આપી દો ને પેલા માસી બોલ્યા,
અરે ભાઈ આ ગંગાઘાટ જવું છે તો હજી કેટલો ટાઈમ લાગશે?? બસ થોડી ડેર લગેગી મેં ભી વહા કા હી હું આપકો છોડ દુંગા આટલું કહી પેલો યુવાન ત્યાંથી ચાલ્યો ગયો.
આ લે ચા પી અને અનિને હવે કશું યાદ ન કરાવીશ દીકરા તારે જ સહન કરવું પડશે અને બધું સાંભળવુ પડશે આ જ જિંદગી હોય છે એક સ્ત્રીની, તારા માથે ઘણી જવાબદારીઓ છે અને તે તને ભૂલવી ન જોઈએ તારી મુસબીતો કરતા તારી દીકરીની જિંદગી વધારે મહત્વની છે એ વાત મગજમાં રાખજે.
માસીની વાત ઇશીના મનો મસ્તીસ્કમાં છવાઈ રહી હતી તેણે પણ જવાબ આપતા કહ્યું કે,
તમે સાચેમાં ન હોત તો હું કદાચ તૂટી પડી હોત
આ તો ભોલેનાથની કૃપા છે દીકરા બધું જ લખાયેલું છે એના ચોપડામાં,
માસીએ આંગળી થી ઉપર તરફ ઈશારો કરતા કહ્યું,
એટલામાં જ ટ્રેનનો હોર્ન વાગ્યો અને ગાડીની ઝડપ ધીમી પડી. માસી પેલા યુવાનને શોધી જ રહ્યા હતા ત્યાં જ અવાજ આવ્યો, આઈએ મેરા હાથ પકડ લિજીએ આંટી એક હાથ લંબાવી પેલા યુવાન એ માસીનો હાથ પકડ્યો.માસીની સાથે ઇશી અને અનિ બન્ને પણ ઉતર્યા, બેટા તને સારૂ તો છે ને?? ઇશીએ પૂછ્યું,
ડોક હલાવી અનિએ હા કર્યું, ઇશીને ડર હતો ક્યાંક અનિનું મનોબળ તૂટી ન પડે પણ એવુ બન્યું નહિ અનિ પણ શાયદ પોતાની આટલી બધી તકલીફ એની મમ્મીને આપવા ન માંગતી હોય એમ હસીને નોર્મલ થવા પ્રયત્ન કર્યો.
ચલીએ આપ ઇસ ઓટો મેં બેઠ જાઈએ,
કહા જાના હે આપકો?? પેલા ઓટો વાળાએ પૂછ્યું,
ગંગા ઘાટ ઇશીએ જવાબ આપ્યો,
પેલો યુવાન પણ એટલી વારમાં કઈક કામ કરી આવી ગયો,
ઇશી,અનિ,માસી પાછળ બેઠા અને પેલો યુવાન
આગળ બેઠો,
રુકો યહાઁ પર છોડ દો મુજે, કહા??
વહ ગેટ કે પાસ...પેલા ઓટો વાળાએ રીક્ષા રોકી દીધી અને પેલો યુવાન ઉતરી ગયો.
અચ્છા ભૈયા ઇન લોગો કો ગંગા ઘાટ છોડ દેના,
આંટી મેં આપકે સાથ આતા પર મુજે મેરે માલિક કો યે સબ દેના પડેગા ઔર મેરી મા ભી અકેલી હે ઘર પર,
કોઈ બાત નહિ તુમ જાઓ હમ હે માસી કે પાસ.
ઇશી બોલી,
***
લો બેહેનજી આ ગયા,
કિતના હુઆ??
સાઠ રૂપયે...ઓટો વાળાએ કીધું.ઇશીએ પોતાનો ફોન કાઢી કોલ કર્યોં, પહેલી વખત કોઈએ ઉપાડ્યો નહિ એટલે વિચાર્યું પછી કરી લેશે એટલામાં દર્શન કરી આવે,અનિ તને ભૂખ નથી ને?? અનિએ માથું હલાવી ના પાડી ચલો તો મા
ગંગાના દર્શન કરી લઈએ પછી ત્રણે જણ દર્શન કરી પાછા આવ્યા અને ઇશીએ પોતાનો ફોન જોયો તો કોલ હતો.તેણે તે નમ્બર પર ફરીથી કોલ કર્યો, હેલો સામેથી અવાજ આવ્યો,
જય ભોલે બાબા. હા દીકરા બોલ બોલ !!
બાબા હું અહીંયા આવી ગઈ છું તમે ક્યાં મળશો મને?? ઇશીએ પૂછ્યું આપણે ગઈ વખત મળ્યા હતા ત્યાં આવી જા. હું ત્યાં જ છું,
ઇશીએ હા પાડી ફોન કટ કરી દીધો અને ગઈ વખત મળ્યા હતા તે જગ્યા પર પહોંચી ગઈ.
થોડા સમય પહેલા બનેલી ઘટના તો જાણે ઇશી અને અનિ ભૂલી જ ગયા હતા મુસબીતો તો ઘણી જ હતી પણ પોતે ગંગા મૈયાની ધરતી પર હવે સારું ફિલ કરી રહ્યા હતા તે બન્ને,
અનિ પણ આટલા દિવસો પછી સારી થઈ હતી અને મોઢા પર ખુશી છલકાઈ રહી હતી.
પોતાના પર વીતેલી તમામ યાદો એ ભૂલવવા માંગતી તો હતી પણ.....
એક છોકરી હતી આટલી જલ્દી તે આ વાત પોતાના મગજમાંથી કાઢી શકે એ શક્ય હતું નહીં.
આવ આવ....દીકરા, બાબા એ ઈશારો કરી આવકાર્યા.

ક્રમશ :