call center - 57 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૫૭)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૫૭)

એક પ્રેમી પાસે બે રમનારી હતી,બંનેના મનમાં હતું કે અનુપમ મારી સાથે લગ્ન કરે પણ અનુપમની સામે તે કહી શક્તિ ન હતી કે અનુપમ તું મારી સાથે લગ્ન કર.એકબીજાનું સારું દેખાડવા માંગતી હતી.પલવી નંદિતાને કહી રહી હતી કે તું અનુપમ સાથે લગ્ન કરિલે અને નંદિતા પલવીને કહી રહી હતી કે તું અનુપમ સાથે લગ્ન કરી લે.રાત્રી થઇ ગઇ હતી કોઈને નિંદર આવી રહી નોહતી.

**********************************

અનુપમે ધવલને ફોન કર્યો હું તારા ઘર પાસે આવી રહ્યો છું..!!પણ, એ તો કે પલવી અને નંદિતાનું શું થયું?હું તારી પાસે આવીને બધી વાત તને કરું છું.

ઓકે અનુપમ..!!!

થોડીજવારમાં અનુપમ ધવલના ઘરે પોહચી ગયો.
શું થયું અનુપમ..!!!ધવલ આજે મારો જન્મદિવસ છે તું કેક લાવી મને વિશ તો કર.

નહિ અનુપમ તું પહેલા મને વાત કર કેક અટલી બધી મહત્વની નથી જન્મદિવસ આવશે અને જશે,પણ તારી સાથે કોણ લગ્ન કરવાનું છે,તે મહત્વનું છે.

સંભાળ ધવલ મેં પલવી અને નંદિતા બંનેને વાત કરી અમે એ વાત વિશે ઘણીવાર સુધી વિચાર પણ કર્યો શુ કરવું.પલવી કહી રહી હતી કે તું નંદિતા સાથે લગ્ન કર,અને નંદિતા કહી રહી હતી કે તું પલવી સાથે લગ્ન કર તે વિચારમાં જ રાત્રીના અગિયાર વાગી ગયા.હવે તે બંને કાલ સાંજ સુધીમાં જવાબ આપશે.

ઓકે અનુપમ....!!!ધવલ તેના ઘરમાંથી કેક લઇને આવ્યો,અને અનુપમના જન્મદિવસ વિશ કર્યો.અનુપમ કાલે તને નંદિતા અથવા તો પલવી બે માંથી એક મળી જાય તેવી મારી શુભેચ્છાઓ.

હા,યાર હું પણ આ વાતથી મુંજાયેલો હતો,પણ આજ બંનેને આ વાત કહીને હું થોડો ફ્રી થઇ ગયો છું.હવે જે પણ થશે એ કાલે ખબર પડશે,હું પણ મારા જીવનમાં આવનાર બે માંથી એક સ્ત્રીને જલ્દી જોવા માંગુ છું.


સવાર પડી ગઇ હતી.આજ વિશાલ સર અને કવિતાના લગ્ન હતા.વિશાલસર સમય સર કવિતા એ જે એડ્રેસ આપ્યું હતું,તે અડ્રેસ પર આવી ગયા હતા.કવિતા પણ આજ વહેલા આવી ગઈ હતી.થોડીજવારમાં બે ત્રણ મિત્રોની હાજરીમાં કવિતા અને વિશાલ સરે લગ્ન કરી લીધા.

વિશાલસર આજ કવિતા સાથે લગ્ન કરી અબજોપતીના માલિક બની ગયા હતા.કવિતાના પપ્પાને બેંગ્લોરમાં એલ્યુમિનિયમ સેક્સનની ઘણી મોટી અગિયાર ફેકટરી હતી અને બે બેંગ્લોરમાં તેમના બંગલા પણ હતા,અને આ બધી પ્રોપર્ટીની વારસદાર આ એક કવિતા જ હતી,એટલે જ વિશાલ કવિતા સાથે લગ્ન કરવા માંગતો હતો.

પાયલને હું થોડી પ્રોપર્ટી આપી દશ તો મારી પાસે છે તેમાંથી થોડું ઓછું થશે,પણ તેની સામે હું અબજો પતિનો માલિક બનીશ એ વિશાલ જાણતો હતો.એટલે તેને પાયલના નામે જે પ્રોપર્ટી હતી તેની કોઈ જરૂર હવે હતી નહિ.

આજ મેડીકોલ કોલસેન્ટર પર સમય સર બધા આવી ગયા હતા.એકબાજુ વિશાલસરે કવિતા સાથે બેંગ્લોરમાં લગ્ન કરી લીધા અને બીજી બાજુ માનસી વિશાલસર સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી હતી.

માનસીને ક્યાં ખબર હતી કે વિશાલસરે કવિતા સાથે લગ્ન કરી લીધા છે,તે આજ પણ લગ્નની ખરીદી કરવા જવાની હતી,અને કાલ વિશાલસર આવે તેની રાહ જોઈ રહી હતી.

આજ કોલસેન્ટરમાં પલવી અને અનુપમ એકબીજાની સામે જોય રહ્યા ન હતા.અનુપમે પલવીને બે વાર બોલાવાની કોશિશ કરી પણ પલવી એ કોઈ જવાબ આપ્યો નહિ.કે તેની સામું પણ જોયું નહિ.તે તેનું કામ કરી રહી હતી.

અનુપમે ત્રીજી વાર બોલાવી અને પલવીની સામે અનુપમે જોયું તો પલવીને આંખમાંથી આસું પડી રહ્યા હતા.અનુપમ ઉભો થયો અને પલવીને ગેસ્ટ રૂમમાં લઇને ગયો.

કેમ પલવી તું રડી રહી છે?

અનુપમ હું રડું નહિ તો બીજું શું કરું અત્યાર સુધી મે તને પ્રેમ કર્યો,અને હવે નંદિતા આવી તો તું એમ કે છો કે હું તેને પણ પ્રેમ કરું છું.તો તે શા માટે મારા દિલની અંદર આવાની કોશિશ કરી?તે શા માટે મારી સામે આવીને પ્રેમનો ઇંતજાર કર્યો?

તારે મારી સાથે લગ્ન કરવા નોહતા.તો શા માટે તે મને તારી પાછળ પાગલ કરી?મને ખબર છે,તને ખબર હતી કે નંદિતા આવાની છે કેનેડાથી,તો પણ તું મારી સાથે પ્રેમ લીલા રમયો.

નહિ પલવી એવું કંઈ નથી જેવું તું વિચારે છે,અને મને તો ખબર પણ નોહતી કે નંદિતા કેનેડાથી આવાની છે.તેણે આવીને મને સરપ્રાઈઝ આપી ત્યારે મને ખબર પડી કે નંદિતા કેનેડાથી આવી છે,અને હજુ પણ તે મને પ્રેમ કરે છે.

મારે તારી વાત કોઈ સાંભળવી નથી.હું તને પ્રેમ કરું છું,અને હું તારી સાથે જ લગ્ન કરીશ.મારા જીવનમાં તું જ મારો પહેલો પ્રેમ છે.ગમે તેવી પરિસ્થિતિ આવે પણ તારી સાથે જ લગ્ન કરીશ.તેમ કહીને પલવી ગેસ્ટ રૂમની બહાર નીકળી ગઇ.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup