Koobo Sneh no - 49 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 49

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

કૂબો સ્નેહનો - 49

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 49

રસેલ અમેરિકા, જિંદગીની પળેપળ હસતાં ચહેરા પાછળ અહીં દરેક જણ જાણે એક જ વાચા ઉવાચતું હતું કે , 'પડ્યાં છીએ!! શી ઉતાવળ છે !.આપણે શું !! હાલવા દ્યો ને ! આપણને પરિવર્તનની શી દોડાદોડ છે ‌!'

❣️કૂબો સ્નેહનો❣️

એકલવાયું કોઈ પંખી ઝીણા ઝીણા સ્વરમાં કલરવ ભરી મિઠાસનું ગુંજન કરી ઠંડક પ્રસરાવે એવું અમ્માના શ્લોકોનું ગુંજન હૉસ્પિટલમાં ઊઠતું હતું.

વિઝિટમાં આવતાં વિરાજના મિત્રો પણ મહા મૃત્યુંજયના જાપ કરવામાં અમ્મા સાથે જોડાતાં હતાં. ભક્તિ, સંસ્કાર અને સંસ્કૃતિના સાક્ષાત ત્રિવેણી સંગમ તીર્થ જેવું કૈલાસ અમ્માએ અમેરિકામાં પણ ઊભું કરી દીધું હતું.

કોઈ વાર વિરાજના હોઠ સ્હેજ મલકાય કે સહેજ એકાદ આંગળી હલે, તો અમ્મા ખુશીથી ઉછળી પડતાં હતાં, અને ડૉકટરો અને નર્સોને ભેગા કરી દેતાં હતાં.. પણ વિરાજ તો પાછો દિવસો સુધી ચૂપચાપ થઈ સૂઈ જતો, ને અમ્મા પાછા દુઃખી થઈ જતાં હતાં. પણ વિરાજના ચહેરે આવેલું સ્મિત એ અમ્માની પહેલી જીત હતી.

ઇન્ડિયાથી મંજરી સતત ફોન કરીને ખબર અંતર પૂછ્યા કરતી ભઈલું ને કેમ છે હવે?
અમ્મા વિચારતાં.. 'મંજી દીકરાને હવે શું કહેવાનું? જ્યાં હું જ કંઈ જાણતી નથી!! ઈશ્વરે શું ધાર્યું છે એ સમજાતું જ નથી'
પણ અમ્મા સકારાત્મકતા સાથે સાંત્વના આપતાં કહેતાં હતાં,
"આપણે ભેળા મળીને મહાદેવજીને જે બિલિપત્ર ચઢાવ્યા છે એ એળે નહીં જાય, મને ઈશ્વર પર પૂરો ભરોસો છે મંજી.. ક્યાં ચૂક રહી ગઈ એ સમજાતું નથી.. મહા મૃત્યુંજયના જાપ કરી મહાદેવજીને રિઝવવાના છે, તું પણ એ કર મંજી દીકરા.."
આમ આ બાજુ મંજરીએ પણ મહાદેવજીનું અનુષ્ઠાન આદર્યુ હતું.

અનુભવી કોઠો, પણ ઉંમર તો ઉંમરનું કામ કરવાની જ, રાત પડે ને અમ્મા થાકીને ઢગલો થઈ જતાં ને સંકોચાઈને કોચલું થઈ સૂઈ જતાં હતાં. આમ દિવસો નીકળતા ગયાં, હિંમતભેર લડત આપી અમ્મા સામનો કરતાં. પણ વિરાજમાં કોઈ ફેર દેખાતો નહોતો. રોજ સવાર પડેને કાન્હા સાથે અમ્મા ઝગડતાં.

"હે, કાન્હા.. એણે તારું શું બગાડ્યું છે? એણે ક્યારેય ક્યાં કોઇ ખોટું કામ કર્યું છે કે કોઈનું કંઈ છીનવ્યું છે? કોઈને કંઈ અપશબ્દો કહ્યાં કે કોઈનું ક્યારેય કંઈ બગાડ્યું છે? પાંપણની નાવમાં બેસાડીને ઇચ્છનારને પોતાની ઇચ્છા પાસે પહોંચાડી દે એવો ભલો, ભોળો અને દરેકને સુખનો ઓડકાર ખવડાવીને ખાય એવો આત્મા છે !! ને એનું હૃદય એટલે જાણે આખી આકાશી દૂધગંગા છે.. તું શું કામ એને આમ પથારીવશ કરીને પીડે છે? એને મૌન બનાવી આટલું બધું દરેકને તડપે છે? અમારું હૈયું આટલું બધું વલોવે છે?"

પરંતુ ઉપર વાળાનેય જાણે કાને બહેરાશ આવી ગઈ હોય એમ બધું જ્યાં છે ત્યાં, સ્થગિત થઈ ગયું હતું. આખરે થાકી હારીને અમ્મા શુન્યમનસ્ક થઈ જતાં હતાં. પણ હારતાં નહોતાં.

હૉસ્પિટલમાં અમ્મા, કલાકો સુધી મૌન બની આંસુ સારી બોલ્યા કરતાં અને બાજુમાં બેસી માથે હાથ ફેરવી માવજતથી એને પંપાળ્યા કરતાં, હાથ-પગની આંગળીઓ પર સતત તેલ માલિશ કરી એના અંગો સતેજ કર્યા કરતાં. સતત રાત દિવસ ઉજાગરા કરી વિરાજની દેખભાળ કરી રહ્યાં હતાં. પણ વિરાજ એક સેકન્ડ માટે પણ પાંપણ ફરકાવવા તૈયાર નહોતો. ડૉક્ટર પણ અમ્માનો નકરો આત્મવિશ્વાસ જોઈને કહેતાં કે, “યુ આર વેસ્ટિંગ યોર ટાઇમ !! કોમામાં સરી પડ્યા પછી કોઈપણ પેશન્ટની ઉઠવાની શક્યતાઓ નહીંવત્ થઈ જતી હોય છે.."

પણ અમ્મા કંઈ એમ હાર માને એમાંના થોડા હતાં.. એમણે કહ્યું હતું, "સાહેબ... આ ડોશીની ડગળી એની જગ્યાએથી કંઈ ખસી નથી ગઈ !! આ તો અમારા બંને વચ્ચેનો સ્નેહનો સેતુ છે.. સ્નેહને કંઈ ગાંસડીએ થોડી બંધાય છે !! બીજ રોપવું પડે છે અને રોજેરોજ એમાં સ્નેહનું સિંચન કરતાં રહેવું પડે છે, ત્યારે એમાંથી ધીમે ધીમે કૂંપળ ફૂટે પછી એના પર ફૂલ બેસે છે.. ત્યારે એ ફૂલ પર ભમરાનું ગુંજન થાય છે.. એટલે આ કંઈ સમયની બરબાદી થોડી કહેવાય!??"

બંધ આંખે સ્મિત કરી અમ્માની લાગણીશીલ વાતો વિરાજ શબ્દસહ સાંભળતો હોય એમ મહેસૂસ થતું હતું.

અને પછી અમ્મા, વિરાજનો હાથ પંપાળે જતાં અને બોલે જતાં,
"તને એક વાત યાદ છે વિરુ? ગામ આખું ને સ્કૂલ આખી આપણને બધાં એવું કહેતાં કે, 'તારું-મારું બંનેનું, ખડખડાટ હસવું એકદમ સરખું છે !!!' આપણું ખડખડાટ હાસ્ય વેરાય ને એ પછી તો વાતોના તડાકા ને ભડાકા આપોઆપ વહેતાં જતાં હતાં.. તું બોલે જતો ને હું સાંભળે જતી.. તું અટકે એટલે હું કહેતી, 'બોલને બહું મીઠું લાગે છે મારા કાનને, તારું બોલ બોલ કરવું !!!'
વાતો કરવા માટે આપણે ક્યાં કદી પ્રસંગો ખૂટી પડતા હતાં !!? સવાર સાંજ એય બસ તડાકા ને ભડાકા..
ચાલને આપણે ધાણી ફૂટ
તડ તડાતડ તડ તડાતડ વાતો કરીએ !!!
તું બોલને !!
ચાલને ખુલ્લા મને જીવી લઈએ,
પ્રયત્ન વગર ખુશ થઈએ,
અસલત રસ સભર બબડાટ કરીએ,
તું બોલે જ જાય અને હું સાંભળ્યા જ કરું ને કહેતી, 'લે.. આ તો બાપા જબરું..'
આપણી છૂટી ગયેલી એ અધૂરી વાતોની વાતો આ શહેરની ધમાચકડીમાંયે સંભળાય છે, તને એ ખબર છે..?"

શહેરના દરિયાના બીચ પર, રેતીમાં મસ્તીમાં આળોટતો તડકો અને પવન ઊડતી મુલાકાતો લઈ જતાં રહેતાં હતાં. ઝૂકી ઝૂકીને નારીયેળી, પરોઢે આથમતા અંધારા નીતારીને પવનમાં સહેજ હાલક ડોલક થઈ હોંકારા આપી રહ્યાં હતાં. એકલતાનો ભાગાકાર થયો કે સથવારાનો ગુણાકાર એ તો જીવનમાં થયેલા સરવાળા બાદબાકીને, વેઢે ગણવા બેસીએ ત્યારે જ ખબર પડે.

હૉસ્પિટલમાં વિરાજના વૉર્ડને અડીને બાજુના વૉર્ડમાં અમેરિકન ઘરડા માજીને મળવા રોજ એમનો દીકરો આવતો.. ખબર પૂછીને નર્સને બધું સમજાવી નીકળી જાય. બસ.. અમ્મા આ બધું રોજ જોતાં. પેલો ભૂરિયો, અંગ્રેજીમાં સડસડાટ બોલે એટલે અમ્માને કંઈ સમજાય નહીં, પણ અમ્મા વિચારતાં, 'નર્સને, આ શું સમજાવીને જતો રહે છે?'
અમ્માએ પેલી નર્સને પોતાની ભાષામાં પૂછ્યું, ''આ શું સમજાવે, રોજેરોજ?"
નર્સ કેરાલા બાજુની હતી, અને હિંદી ભાષા થોડી થોડી આવડતી એટલે એણે કહ્યું,
"અમ્મા.. યે ઉસ બુઢ્ઢી ઔરત કા બેટા હૈ.. યે રોજ આકે બોલતી.. 'મામ્મા.. આપ કેસે હો યહાઁ? સબ ઠીક હૈ? ખાના ખાયા..?'
ઔર મુઝે બોલતી,
'મામ્મા કા ધ્યાન રખના.. પેરમે ઔર પીઠ મે માલિસ કરતે રહેના, બહુત દર્દ રહેતા ઉનકો.. ઔર દિન મે તીન ચાર બાર થોડા થોડા કરકે ખિલાતે રહેના.એક સાથ વૉ નહીં ખા શકતી, વૉ ભૂખી ભી નહીં રહે શકતી.' બહોત ધ્યાન રખતી.. અપની મા કા..!"

"હે પ્રભુ..
આ કેવું? એની માને દશ મિનિટ આપવાનો સમય નથી ! આવા છોકરા શું કામના?! આને માની ખબર રાખી કહેવાય..?.. જીવનની પરીક્ષામાં જાતે જ પાસ-નાપાસના ગુણ આપી, પોતાના પર પાસનો થપ્પો મારી દેવાનો.. એને ધ્યાન રખતી કહેવાય?!! એ જબરું !"

અને ત્યાં જ દિક્ષા વોર્ડમાં દાખલ થઈ. એ દવાઓ અને ફ્રુટ જ્યૂસ લઈ આવી હતી.
દર કલાકે વિરાજને ચમચી ચમચી કરીને મ્હોં વાટે અલગ અલગ ફ્રુટ જ્યૂસ આપવાના હોય છે. અમ્માએ જ્યૂસ વાટકીમાં કાઢી પીવડાવાની તૈયારી કરી એટલે દિક્ષાએ કહ્યું,

"લાવો અમ્મા.. હું પીવડાવું.. તમે બેસો.. આખો દિવસ વિરુ પાછળ સતત ઊભાને ઊભા હોવ છો.."

"જ્યાં સ્નેહનો તાંતણો ગુંથાયો હોય ત્યાં થાક કે નાસીપાસ જેવું શું વળી, દિક્ષા વહુ.."

વિરુ જીવન માટે લડતો હતો. મોત સાથે બાથ ભીડતો હતો.બે મહિના નીકળી ગયાં હતાં. માંડ બે કોળિયા અમ્માથી ખાવાનું ગળે ઉતારી શકાતું હતું. જીવડો ડુબકા ખાતો હોય અને એકેય શબ્દ ન ટપકતો હોય એવાં અનેક પ્રસંગો બની નીકળતાં જતાં હતાં. ઘણીવાર અમ્મા કલાકો સુધી બોલ્યા જ કરતાં, પણ વિરાજ એક સ્મિત નહોતો આપતો, આથી અમ્માને હૈયે વિરાજનું મૌન બોજલ બની રહ્યું હતું.

"વિરિયા.. ઓયે.. વિરિયા... તું સાંભળતો નથીને મને.."

પોતાના નામનું ટુંકુ નામ ‘વિરિયા’ એણે બાપુના ગુસ્સામાં સાંભળ્યું હતું. વિરિયા સંબોધન કોઈકવાર અમ્મા કરે તો વિરાજ આખે આખો ઓગળી જતો. અચાનક વિરિયા નામ એના કાનોમાં ગુંજ્યું.

કેટલાયે સમય પછી એ દિવસે વિરાજનું એક નાનકડું સ્મિત વેરાયું અને અમ્માની આંખો તાળી પાડી ઊઠી..

મન મારું તરતું દેખાણું..
હસતું' તું હણતું દેખાણું..

બચપણ જાણે ભણતર ભારો
ભણતું' તું ડુબતું દેખાણું..

રાત પડેને પડખું જાગે,
સુખ દુઃખમાં જડતું દેખાણું..

તું' તું, મેં' મેં જીભા જોડી,
રણમાં એ ચણતું દેખાણું..

શબ્દની તાનારીરી વચ્ચે,
કાવ્યોમાં ભળતું દેખાણું..

આરતીસોની©રુહાના..

પછીના દિવસો બહુ ઝડપથી પસાર થતાં ગયાં
આમને આમ બીજો એક મહિનો નીકળી ગયો. સવારે અમ્મા વિરાજને સ્પંચ કરી તૈયાર કર્યો. એની પાસે એનો હાથ પંપાળી પલંગ પર બેઠાં અને યમનાષ્ટક પતાવી અમ્માએ પાછી વાતો માંડી..

“વિરુ યાદ છે ?? તું ને મંજી નાના હતા ત્યારે હરિ સદનમાં આપણે એક રમત રમતાં હતાં!!! ચાલને... આજે આપણે એ રમત રમીએ…, દુનિયા જાય ભાડમાં.., આપણે તો તું ભલો ને હું ભલી..”

“પહેલા હું તને ગલીપચી કરી હસાવું.., પછી તું મને ગલીપચી કરીને હસાવ…”

રાંધણિયામાં ભરાઇ રહેતો ધુમાડો ખાઈ ખાઈને, ઠોં ઠોં કર્યા કરીને, વિરાજ દીકરાને કૉલેજ કરાયેલી એ અમ્મા આજે ગલગલિયા રમવામાં વ્યસ્ત જોઈને આંખે પાણી તો ભરાઈ જ આવે..

કાળા ડિબાંગ રાતના ઓળા ઓસરતા જતાં હતાં, ક્ષિતિજે દૂર અજવાળાં ઊતરી આવતાં ભાસી રહ્યાં હતાં.©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 50 માં સતત રાતોના ઉજાગરા આંખોમાં ભરી ભરીને આમ્માએ કુદરતના વિનાશને આત્મસાત્ કરી હતી, ત્યારે એમને સુરજનું એક કિરણ દૂર ક્ષિતિજે દ્રષ્ટિ ગોચર થતું ભાસ્યું હતું.

-આરતીસોની©