anuvadit varta - 3 - 2 in Gujarati Classic Stories by Tanu Kadri books and stories PDF | અનુવાદિત વાર્તા - 3 ભાગ (૨)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અનુવાદિત વાર્તા - 3 ભાગ (૨)

અગાઉનાં ભાગમાં જોયું કે ઓલિવર ભાગીને લંડન જાય છે જ્યાં તેને આર્ટફૂલ ડોજર નામનો છોકરો મળે છે જે તેના જમવાની અને ઊંધવાની વ્યવસ્થા કરે છે અને એક વ્યક્તિ સાથે પરિચય કરાવે છે જેનો નામ ફાગિન હોય છે. જે એક ખિસ્સા કાતરુ અને ચોરોની ગેંગ નું પ્રતિનિધિ હોય છે. હવે આગળ જોઈએ

****** ફાગિન ગેંગ *****

ઓલીવર ને અત્યાર સુધી ખબર ન હતી કે ડોજર નો સંબધ ખિસ્સા કાતરુ અને ચોરો ની ગેંગ સાથે છે અને એને એ પણ ખબર ન હતી કે ડોજર નો મિત્ર જેનું નામ ફાગિન છે તે આ ગેંગ નો મુખ્ય વ્યક્તિ છે. ફાગિન નો ઘર લંડન નાં સૌથી જુના વિસ્તારમાં છે જ્યાં પહોચવા માટે ડોજર અને ઓલિવરને ખુબ જ ખરાબ વાસ મારતા વિસ્તાર માંથી પસાર થવું પડે છે. ઓલિવરને એ જગ્યા ખુબ જ ડરાવની લાગે છે. પરતું તે ફાગિનને મળ્યો તો તેને વધારે ડર લાગે છે. ફાગિન એક વૃદ્ધ અને પશુ જેવો લાગતો હતો. તેના વાળ લાંબા અને ગુથાલાયેલ હતા. “ અંદર આવો બેટા” ફાગીને ઓલીવર નો અભિવાદન કર્યો . તમે મળી ને મને આનદ થયો. ફાગિન નો અવાજ સાંભળીને ઓલીવર ને એક ધ્રુજારી પ્રસરી ગઈ. પરતું એ વૃદ્ધ વ્યક્તિ એને દયાળુ લાગ્યો. એને ઓલીવરને જમવાનું આપ્યું અને એક જગ્યા બતાવી ને એને ઊંઘવા માટે કહ્યું.

તે પછીનાં દિવસોમાં ડોજર અને અન્ય છોકરાઓ ખિસ્સા કાતરવા માટે જતા હતા. એ લોકો રૂમાલ, પાકીટ તેમજ અન્ય વસ્તુ ચોરી ને લાવતા જેમાંથી વસ્તુ કાઢવાની જવાબદારી ઓલીવરને સોપવામાં આવી. ઓલીવરને કોઈ દિવસ શંકા ન ગઈ કે આ બધી વસ્તુઓ ચોરીની છે. એને એ દિવસ ખબર પડી જે દિવસે ડોજર અને ચાર્લી નામના છોકરા સાથે બહાર જવાનું કહેવામાં આવ્યું. છોકરાઓ એક જગ્યા એ લાંબા સમય સુધી ઉભા રહ્યા અચાનક ડોજરની નજર એક રસ્તા ઉપર પડી તેને પોતાના સાથીઓ ને કહ્યું “બુક સ્ટોલ ઉપર ઉભેલ પેલી વ્યક્તિ આપના માટે બરાબર છે “ ખુબ સરસ ચાર્લી એ કહ્યું.

ચાર્લી અને ડોજર એ જગ્યાએ ગયા જ્યાં પેલી વ્યક્તિ ઉભી હતી. ડોઝરએ પોતાનો હાથ પેલા સજ્જન નાં ખિસ્સામાં નાખી અને એમાંથી રૂમાલ કાઢ્યું. અને ચાર્લી ને આપી દીધું .ઓલીવર જોતોજ રહ્યો. તે બંને ખુબ જ ઝડપથી બહાર આવ્યા અને દોડવા લાગ્યા.

ઓલીવરને ખુબ જ દુખ થયું. તે ડરી ગયો, આ તો સીધે સીધી ચોરી હતી અને એ એમાં હિસ્સેદાર હતો. તે ત્યાંથી ભાગવા લાગ્યો. પરતું તે પહેલા જ પેલો સજ્જન જેનું નામ શ્રીમાન બ્રાઉનલો હતો તેને પોતાના રૂમાલ ખોવાયાનું જણાયું. તે ચોર ચોર ઉમો પાડવા લાગ્યો. અને ઓલિવર ને પકડવા જમા થયેલ ભીડ માં સામેલ થયો. એક વ્યક્તિ એ ઓલિવર ને પકડી નીચે ફેક્યો. ઓલીવર કીચડમાં પડ્યો.

***** નવા મિત્રો ********

કોઈએ પોલીસને બોલાવી. અને થોડીકજ વાર માં ઓલીવર પોલીસ સ્ટેશન માં હતો. મીસ્ટર બ્રાઉનલો એની પાછળ પોલીસ સ્ટેશન માં ગયા. હકીકત માં તેઓને આ આખી ધટનાથી દુ:ખ થયો હતો તેઓએ આવું કહ્યું હતું ,જ્યારે ઓલિવરને મેજીસ્ટ્રેટ, શ્રીમાન ફોગની સામે લઈ જવામાં આવ્યા. “ આ છોકરો ચોર નથી મને વિશ્વાસ છે “ શ્રીમાન બ્રાઉનલોએ કહ્યું. મહેરબાની કરી એની સાથે સારો વ્યવહાર કરશો, મને એવું લાગે છે કે એ બીમાર છે. ઓલિવર સાચે જ બીમાર છે. તે બેભાન થઇ ને જમીન પર પડી ગયો. તે જ સમયે એક અન્ય વૃદ્ધ વ્યક્તિ ત્યાં આવે છે, અને રડવા લાગે છે. “ તમે કોણ છો” ? મિસ્ટર ફોગ એ સખ્ત શબ્દો માં પૂછ્યું. હું બુક સ્ટોલ ચલાવું છું. નવા આગંતુકે કહ્યું. આ ચોરી બીજા છોકરાઓ કરી છે. આ ગરીબ બાળકે નહિ. એને ઓલિવર ની સામે ઇસારો કર્યો. જે હજુ પણ બેભાન અવસ્થામાં ત્યાં નીચે પડ્યો હતો. . મિસ્ટર ફોગ ખુબ જ ગુસ્સે થયા અને સમય વેડફાવવા માટે બબડવા લાગ્યા. હવે ઓલિવર ને નિર્દોષ સાબિત કર્યા સિવાય છૂટકો જ ન હતો. ઓલીવરને બહાર ફેકી દેવામાં આવ્યો. ત્યાં તેને મિસ્ટર બ્રાઉનલો એ એને તેડી લીધો. અરે !! એને તાવ છે. મારે કઈક કરવું જોઈએ.

ત્યારબાદ ઓલીવરે પોતાને એક શાંત અને શાનદાર રૂમ નિ પથારી ઉપર જોયો. “આ કઈ જગ્યા છે એને પૂછ્યું ?” ઓલિવર પાસે એક સ્ત્રી ઉભી હતી. જે ખુબજ દયાળુ હતી. તે ઓલિવર સામે જોઈ ને હસી. તેને મધુર અવાજમાં કહ્યું તારે વાધારે બોલવું ન જોઈએ , તું પાછો બીમાર થઇ જશે. એ સ્ત્રી નું નામ શ્રીમતી બેડવિન હતું. તે મિસ્ટર બ્રાઉનલો ની હાઉસકીપર હતી,. કેટલાક દિવસ સુધી એને ઓલિવરની દેખભાળ કરી અને એનો ધ્યાન રાખ્યો. પછી એક દિવસ બ્રાઉનલી ઓલિવર ની ખબર કાઢવા આવ્યા. હવે તને કેમ છે બેટા? તેઓએ પૂછ્યું. " ખુબ જ સરસ " ઓલીવરે જવાબ આપ્યો. અને મને ખુબ જ ખુશી થઇ તમારા સદ વર્તન નો હું આભારી છું. જયારે ઓલિવર બોલતો હતો ત્યારે બ્રાઉનલો તેને ધારી ધારી ને જોઈ રહ્યા. આ ગરીબ ત્યાજેલો બાળક તેમને કોઈની યાદ અપાવટો હતો. પણ કોણી? ત્યારે એમને એનો જવાબ મળ્યો એક ફોટો. મિસ્ટર બ્રાઉનલો એ ઓલિવર સુતો હતો ત્યાં એના માથા ઉપર ભીત માં લગાડેલ એક ફોટો જોયો. તેમાં એક સુંદર સ્ત્રી નજર પડતી હતી. મિસ્ટર બ્રાઉનલો એ ઓલિવર ને જોયું અને કહ્યું, મિસિસ બેડવીન ! તમને નથી લાગતું કે આ છોકરોનો મુખ તેની આંખો, તેનું મુખ, તેની અભિવ્યક્તિ તેનો આખો ચહેરો આ ફોટા સાથે કેટલો મળતો આવે છે.

****** એને શોઘવું ખુબજ જરૂરી છે ********