Nirnay in Gujarati Short Stories by Shaimee oza Lafj books and stories PDF | નિર્ણય

Featured Books
Categories
Share

નિર્ણય

" નિર્ણય "

******************
તન્હા સમજદાર, હોશિયાર અને મહત્વકાંક્ષી યુવતી હતી.તે દેખાવે ખુબ જ સુંદર સ્વભાવે શાંત અને સરળ હતી.તન્હાની વક્તવ્ય કળા બહુ ગજબની હતી.એક દિવસ તેની સ્કુલમાં વકૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ હતો,તન્હાએ પોતાની બોલવાની છટાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી નાંખ્યાં. ટીચર સ્કુલમાં
ના આવે તો,શિક્ષકની ગરજ સાલતી નહીં, તન્હા આખા ક્લાસને સંભાળી લેતી,તેનાં ક્લાસ ટીચર તન્હાનાં રજા પર હોય તો નેતૃત્વ કરવાની,તેની સ્કુલમાં ભણતાં ગરીબ વિદ્યાર્થી
ઓને સહાયરૂપ થવાની
તેની લાક્ષણિકતા હતી. ક્લાસરુમનાં સહપાઠી
ઓની સમસ્યાનો ઉકેલ લાવવો,જરૂરિયાત મંદ લોકોની મદદે આવવું કોઈને ન્યાય અપાવવા માટે પોતાની જાતને ગૌણ બનાવી દેતી.તેનું
વર્તન સમગ્ર પરિવારને
અચરજમાં મૂકતું.તેનાં ગ્રહો પણ સારા નેતા બનવા આવેલાં હાઈએસ્ટ માર્કે જ મને આખાં શહેરમાં પ્રથમ રેન્ક અપાવ્યો છે.મમ્મી પણ...

પ્રજ્ઞાબહેન દિકરીનાં મોંએ "પણ "સાંભળીને ચોકી ગયાં તેઓ ચિંતાતૂર થઈને બોલ્યાં પણ શું દિકરા?

તન્હા અર્ધચેતન અવસ્થામાં બોલી
"મમ્મી પણ અંગ્રેજી પાસીંગ માર્ક જ આવ્યાં છે."
એટલું કહેતાંની સાથેજ તન્હા રડી પડી.
પપ્પાએ ભીંસાયેલાં અવાજે કહ્યુંકે
"આખા અત્યાર સુધી તારા પાછળ ખર્ચેલા પૈસાનુ આ વળતર આપ્યું ! તારા માટે એક સપનું જોયું એ પણ તું પુરું નાકરી શકી જવા દે.હવે આનો કોઈ જ અર્થ નથી.તારા પાસે કોઇ અપેક્ષા જ ન રાખી શકાય એ મને સમજાઈ ગયું."
પરિવારનાં સભ્યોનાં મોં ઉતરેલાં હતાં,કોઈને આજે વાત કરવાનો મૂડ નહોતો.
તન્હાએ ગુજરાતી
ભાષામાં ગ્રેજ્યુએટ થવા
નું નક્કી કર્યું,કોલેજમાં એડમિશન પણ લેવાઇ ગયું.તન્હાએ ભાષામાં પકડ જળવાઇ રહે અને શબ્દભંડોળમાં વધારો થાય તે માટે લાઈબ્રેરીની મુલાકાતો શરુ કરી,ધીરે ધીરે પુસ્તકો સાથે મૈત્રી પણ થઈ ગઈ.તેનો રૂમ
હવે નાની લાઈબ્રેરી બની ગયો.ભણવાની સાથે બીજું ઈતર પુસ્તક
નું વાંચન ટાઈમટેબલ
બની ગયું.તેના પિતા અકળાઇને બોલી ઉઠતા કે "આ છોકરીએ શું ધાર્યું છે,એજ નથી સમજાતુ?
કોલેજમાં પણ એક દિવસ વકૃત્વ સ્પર્ધા યોજાઈ તેની બોલવાની છટા અને ભાષાનું જ્ઞાન જોઇને ટીચરો અને વિદ્યાર્થીઓ દંગ જ રહી ગયાં.તે દિવસથી તન્હા સમગ્ર કોલેજમાં જાણીતી થઈ ગઈ. તન્હાઇએ લખવામાં ઝંપલાવ્યુ.દૈવ થોગે તેને એમાં સફળતા મળવા લાગી.તેના પુસ્તકો પણ બહાર પડવાં લાગ્યાં.
સમાજમાં તેની એક અલગ ઓળખ બની ગઈ.તેની સાથે તેનું મિત્રવર્તુળ પણ વધવા લાગ્યું,તેનાં મિત્રવર્તુળ
માં અરમાન પણ હતો.તે સમજુ,હોશિયાર,
સુશીલ યુવક હતો.તેની મદદથી તન્હા સફળતા
નાં શીખરો ચડવા લાગી.
બંન્ને વચ્ચેની મિત્રતા પ્રેમ
માં પરીણમી વાતવાતમાં એકવાર તન્હાએ કહ્યુ.

"અરમાન મારે તને કાંઈ કહેવું છે.આપણી દોસ્તી
ને બે વર્ષ વીતી ગયાં.તને નથી લાગતું કે આપણી દોસ્તીને નામ આપીએ !
તારી જોડે ના સંબંધ ને એક નામ આપવુ છે મારે જો તને વાંધો ના હોય તો....."
અરમાન મજાકમાં કહે છે કે
"મને ખબર છે આપણી
દોસ્તીને બે વર્ષ થયા.મને પણ લાગે છે કે આપણી દોસ્તીને આપણે નામ આપીએ. તુ મારી જોડે લગ્ન કરેએ મારું અહોભાગ્ય કહેવાય. એમાં મને શું વાંધો હોય!
તારા જેવી પ્રતિષ્ઠિત અને ટેલેન્ટેડ પત્ની મારા ભાગ્યમાં ક્યાંથી! પરંતુ હું તારા લાયક છુ ખરો!"
તન્હા કહે છે
"શી વાતછેઅરમાન! "
અરમાન ગમગીન સ્વરે
કહે છે.
"પણ હું અનાથ છું મારા કાકાકાકી સાધારણ સ્થિતા ધરાવે છે,અને મારા પગારથી ઘર ચાલે છે.આ હાલતમાં તારી સાથે લગ્ન કરીને હું તને દુઃખી કરવાં નથી માંગતો."
તન્હાઇ કહે છે.
"પત્નીની સાચી ઓળખ પતિની અસલ પરિસ્થિતિ અપનાવી તેને અનુરુપ જીવવામાં હોય છે.મેં તને પ્રેમ કર્યો છે.તારા દરેક નિર્ણયમાં
હુ તારી હાથે હોઈશ."
તન્હા અને અરમાન
નાલગ્ન વિશે.તન્હા ઘર
માં વાત કરે છે.અરમાન
નાં કાકાકાકી માની જાય છે.તન્હાનાં માતાપિતા
કોઇ કાળે માનવા તૈયાર ના થયાં.તન્હા અને અરમાનના સાદગીથી
લગ્ન થાય છે.અરમાનના
પરિવાર અને કારકિર્દી બંન્ને કુશળતાપૂર્વક સંભાળે છે.સમય જતાં બરાબર થાય છે.તન્હા
ના માતાપિતાએ પણ અરમાનને જમાઇ તરીકે વધાવી લીધો.પણ તન્હા
નાં પિતાની,દિકરીની જીંદગીમાં દખલ વધવા લાગી.અરમાને પોતાનું લગ્નજીવન બચાવવા
સહન કરે છે.પણ નાના
મોટા વાદ વિવાદ વધવા લાગે છે અને આખરે
તન્હા અને અરમાને છૂટાછેડા વગર અલગ રહેવાનું નક્કી કરે છે.
તન્હાની જીંદગીમાં એક વળાંક આવે છે. બાળપણથી સજાવેલું સપનું હકીકત થવા જઈ રહ્યું હતું.સાહિત્યમાં તેની નામના એટલી વધી ગઈ તેને રાજકીય પક્ષો ની ચૂંટણી માટેનો પ્રસ્તાવ આવે છે.તે પોતાનાં અલગપક્ષની સ્થાપના કરે છે.પોતાના પક્ષનું નિશાન મશાલ રાખે છે.વધુ વોટ સાથે તે જીત મેળવે છે.તે સ્ત્રી ઓનાં હિત માટે કાર્યો કરે છે.સ્ત્રીઓ માટે તે એક" ગ્રેટ પોલીટિકલ આઇકોન"બની જાય છે. તન્હાને ભાષણ આપવા
આમંત્રણ મળે છે.તન્હા અને પાર્ટીનાં અધ્યક્ષો ,
અને રહેવા માટે હોટલ
ની વ્યવસ્થા કરવામાં
આવે છે.
અહીં અરમાનની જીંદગીએ પણ મોટો વળાંક લીધો.દસ વર્ષ સંઘર્ષ કરીને અરમાન પણ ચીફ ઓફિસર બની ગયો.ગરીબ બાળકો મફત ભણી શકે તે માટે તેણે અલગ સ્કુલ બનાવી.ગરીબ દર્દીઓ ફ્રીમાં ઇલાજ કરી શકે તે માટે તેણે હોસ્પિટલનું નિર્માણ કર્યું
નસીબ પણ કયારેક જબરી કરવટ લે છે. તન્હા તેના રાજકીય વર્તુળ સાથે જે હોટલ માં ઉતારો લે છેતે ફાઈવ
સ્ટારહોટલ "સનશાઈન"
માં તેનો સામનો અરમાન સાથે થાય છે.

જાણીતાં નેતાં એવાં તન્હા અગ્રવાલ તેની હોટલમાં આવેલા છે.આ સાંભળીને તેને
આશ્ચર્ય થાય છે. આટલા વર્ષ પછીબેઉની
મુલાકાત થાય છે.એક
બીજાને ઘણાં વર્ષે સામસામા જોઈ રહે છે.
તન્હા કૂતુહલવશ કહે છે "અરે અરમાન તુ અહિ! મને એવું સાંભળવા મળ્યું કે
"તમારી હોટલ છે આ ..
દસ વર્ષમાં આટલુ બધું બદલાઈ ગયું ! "
અરમાન કહે છે
"જે તન્હા સાથે લગ્નતાંતણે બંધાયો હતો. એે તન્હા, કુશળ રાજનીતિજ્ઞ તન્હા બની ગયા."
તન્હાને આ સમયે આમ
મળવા આવવાની વાત પર સમજાવટ ના સૂરે અરમાન કહે છે કે
"આ રીતે મને મળવા આવવુ તારી ઈમેજ માટે બરાબરનથી.બદનામીના
કડવા ઘૂંટ પીવા પડશે.
તારી પોલિટીકલ ઈમેજ માટે આ વાત ખતરો પૂરવાર થશે."

તન્હા ભાવુક બની કહે છે આખરી નિર્ણય મારો હશે.મને મારી રાજકિય ઈમેજ માંથી બહાર આવવુ છે.તારી સાથે જીવવું છે."
આમ કહી તન્હા જતી રહે છે.
સાંજે વકતવ્યના સમયે ભાષણ આપતાં કહે છે. "
દેશવાસીઓ તમે મને અને મારી પાર્ટી સ્ત્રી કલ્યાણને બહુ સહકાર આપ્યો છે,આટલો પ્રેમ આપવા બદલ આપનો ખૂબ આભાર.પણ હું આમાંથી નિવૃતિ લેવા માંગું છું.બાકીની જીંદગી મારા પતિ અને પરિવાર સાથે વિતાવવી છે."
સોપો પડી જાય છે વાતાવરણ માં...તન્હા જે બોલી ગઈ એ પર પત્રકારો અનેક સવાલો ની ઝડી લગાવે છે.અને
તન્હા બે હાથ જોડી સૌ નો આભાર પ્રકટ કરતી
અરમાનના સૂના ઘર તરફ પ્રયાણ કરે છે જેને એકવાર નાદાનીમાં છોડી ને તે ગઈ હતી પિતાની બેવજૂદ દખલગિરીને કારણે......



અસ્તુ.....

શૈમી ઓઝા "લફ્જ"