Checkmate Part-1 in Gujarati Fiction Stories by Urmi Bhatt books and stories PDF | ચેકમેટ પાર્ટ -1

Featured Books
Categories
Share

ચેકમેટ પાર્ટ -1

ચેકમેટ

દોસ્તો ચેસની રમતમાં ચેકમેટ પછી રમત પુરી થાય છે.જ્યારે
જીવનની રમત ચેકમેટથી શરૂ થાય છે.આવીજ સંબંધોની આંટીઘૂંટી, પ્યાદાઓની સાજીશ અને ડગલે ને પગલે સંઘર્ષોથી ભરેલી રહસ્યરૂપી લાગણીમય વાર્તા એટલે ચેકમેટ.

"મોક્ષા ઉઠ બેટા મોડું થાય છે."વનિતાબેન રૂટિન મુજબ જ બૂમ પાડે છે.
થોડી વાર સુવા દે ને માં? બોલીને મોક્ષા ઓશિકાથી મોઢું ઢાંકીને પડખું ફરીને સુઈ ગઈ.
'સારું ચાલ સુઈ રહે પછી કેતી નહીં કે મને કોઈ ઉઠાડતું નથી.ભાઈની કોલેજ માંથી ફોન હતો.મળવા જવાનું છે."
વનિતાબેન બોલતા હતા અને મોક્ષા ઉઠી ગઈ...
"સવારમાં આલયનું નામ દે એટલે ઉઠી જ જવાનું નહીં મોમ?"મોક્ષા ગુસ્સા સાથે બગાસું ખાતા બોલી.
રોજના આ સંવાદોથી મોક્ષાનું રૂટિન ચાલુ થાય છે.
"આલય ક્યાં ગયો?" આલયના બેડરૂમમાં ડોકિયું કરતા મોક્ષા બોલી.
પણ વનિતાબેન કામમાં વ્યસ્ત થઈ ગયા હતા..
"આલય ક્યાં છું તું?" કોઈ જવાબ ન મળતા ગુસ્સે થઈને મોક્ષા પોતાના દિનચર્યામાં લાગી જાય છે.લગભગ કલાક પછી તૈયાર થઈને બ્રેકફાસ્ટ માટે રસોડામાં આવે છે.
"મોમ આલય ક્યાં ગયો અત્યારમાં.??કામ વખતે ગાયબ જ હોય હો એ.બોલાવ એને આજે શુ કર્યું એણે હવે?
જોબ પર જવાનું મોડું થાય છે? પ્રેઝન્ટેશન છે મારું ,કાલે મોડે સુધી લેપટોપમાં તૈયાર કર્યું છે એટલે late થઈ ગયું."
ચા અને નાસ્તો ટેબલ પર મુક્યા અને મોક્ષા તરફ જોઈને વનિતાબેન બોલ્યા, " બેટા થોડું ઓછું દોડ.થાકી જઈશ."
"માં દોડ્યા વગર ચાલે એમ નથી."
"પણ મોક્ષા દીકરા હવે 26 વર્ષ થયાં .તું થોડી કેરિયરમાં ધીમી પડ તો લગ્નનું ગોઠવીએ અમે."અવાજની દિશામાં મોક્ષાએ પાછળ જોયું તો મનોજભાઈ ઉભા હતા હાથમાં છાપૂ અને ચા નો કપ લઈને.
"પાપા આ તમે બોલો છો..મમ્મી નથી જાણતી પણ તમે તો જાણો છો ને?" ધીમેથી પાપા પાસે જઈને મોક્ષા બોલી.
આ એક વાક્યથી મોક્ષા કાયમ મનોજભાઈને ચૂપ કરી દેતી હતી.
9.30 થયા એટલે મોક્ષા નીકળી પડી એકટીવા ઉપર..
હા.. આ મોક્ષા જોશી આપણી વાર્તાનું મુખ્ય પાત્ર મિત્રો 26 વર્ષની MBA થયેલી એકદમ જ કેરિયર ઓરિએન્ટેડ ગર્લ.
મનોજભાઈનું અભિમાન અને વનિતાબેનની ચિંતા તથા આલય ની જાન એટલે મોક્ષા.
આલય 19 વર્ષનો કોલેજના છેલ્લા વર્ષમાં ભણતો અલ્લડ છેલબટાવ છોકરો જેને વનિતાબેને જરા વધારે બગાડ્યો હતો.ભણવામાં અને સ્પોર્ટ્સમાં એકદમ active પણ જવાબદારીમાં છટકેલ આત્મા.

મનોજભાઈ જોશી એક નિવૃત શિક્ષક અને વનીતાબેન એક ગૃહિણી હતા.બ્રાહ્મણ કુટુંબ હતું.ખૂબ જ ધાર્મિક વાતાવરણ અને સત્યનિષ્ટ એવુ વાતાવરણ .આ બધું જ વિચારતી મોક્ષા એકટીવા ચલાવતી હતી.મગજમાં ઘણા વિચારો ચાલતા હતા પાપાના પેન્શનમાં આ વખતે આલયની ટ્યૂશન ફી નહીં નીકળે લાઇટ બિલ વધારે આવ્યું છે.કહું છું આલયને કે AC ઓછું વાપર પણ "ના" મમ્મીનો લાડકો એને તો કઈ કેવાય જ નહીં.
પણ જોકે વાંધો નથી આ વખતે કમિશન સારું આવવાનું છે એટલે વાંધો નહીં આવે.
એટલું સ્વતઃ બોલી ત્યાં કોલેજનો ગેટ આવી ગયો. એકટીવા પાર્ક કરીને મોક્ષા કોલેજમાં ગઈ.શહેરની મધ્યમાં આવેલી ખૂબ જ નામાંકિત સેલ્ફફાઈનાન્સ Bsc કોલેજ.
બધા જ પૈસાદાર પિતાના નબીરાઓ બાઇક પાર્ક કરીને બેઠા હતા.

ધીરે ધીરે પગ આગળ વધતા ગયા અને યાદ આવતું ગયું વાસ્તવિકતા યાદ આવતી ગઈ કે ફોન કેમ આવ્યો હશે?
ધ્રુજતા પગે એ પ્રિન્સીપાલ મિસ્ટર રાહુલ વ્યાસની કેબિનમાં દાખલ થઈ પૂછ્યું, "મે આઈ કમ ઇન સર?"
"યસ પ્લીઝ, મોક્ષા કમ ઇન પ્લીઝ હેવ અ સીટ"સામેથી સુંદર હાસ્ય સાથે પ્રોફેશનલ જવાબ આવ્યો.
ઔપચારિકતા સાથે તે ખુરશીમાં બેઠી,
"સર, શું કહેતા હતા ? મમ્મી એ કહ્યું તમારો ફોન હતો.કોઈ પ્રોગ્રેસ સર?
"મોક્ષા જો અમે બનતા બધા જ પ્રયત્ન કર્યા છે.પણ હવે અમારી પણ એક લિમિટ હોય બેટા. try to understand.."ખૂબ જ ચીવટથી ભાર દઈને બોલાયેલા આ શબ્દોને મોક્ષા એમનો છેલ્લો જવાબ છે એમ સમજી રહી હતી.
"ઓકે સર..મને માનવનો નંબર આપોને.એક વાર વાત કરવી છે." ખૂબ જ લાચારીથી નંબર માંગી રહી હતી.
"બેટા એ આઘાતમાં છે હજુ પ્લીઝ ..તું સિમલા
પોલીસ સ્ટેશન જઈ આવી શું વાત થઈ તારે?" પ્રિન્સિપાલ વ્યાસ ખૂબ જ સિફતપૂર્વક જવાબ ટાળી ગયા.
"સર.પ્રોગ્રેસ ઓન વે છે."કહીને સહેજ કોરુ હસી લીધું.અને "thanks" કહીને ઉભી થઇ.આંસુને વરસવાની પરમિશન નહોતી કારણ કે મમ્મીને હજુ ચાર મહિના પહેલા જ બ્રેઇન સ્ટ્રોક આવેલો.આઘાત આપવાનો નહોતો.ધીરે ધીરે એ આલયના કલાસરૂમ તરફ ગઈ .જાણે આલય હાથ પકડી ને કહેતો હતો "દીદી, જો મારા ફોટો
ફૂટબૉલ ચેમ્પયનશીપમાં ટીમ વિનર બની ત્યારના."થોડી વાર પછી સ્વસ્થ થઇ એ કૅમ્પસની બહાર નીકળી.

એકટીવા ચાલુ કરીને મોક્ષા ઓફિસે ગઈ હાજરી પુરાવી
પ્રેઝન્ટેશન આપવાની તૈયારી કરી.પોતાના ડ્રોઅરની ચાવી કાઢી જરૂરી ડોક્યુમેન્ટ આરતીને આપ્યા.આરતી જે એની ખાસ ફ્રેન્ડ હતી એને ખબર પડી ગઈ હતી કે આજે મોક્ષાને મૂડ નથી એટલે મિટિંગની બાકીની જવાબદારી પોતે પુરી કરી.
મિટિંગરૂમમાં બધા ભેગા થઈ ગયા.મોક્ષાએ પોતાનું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કર્યું.
"Thanks આરતી, મોક્ષા બોલી,
"અરે યાર, ફોર્મલિટી બંધ કર પ્લીઝ.શુ થયું કોઈ ન્યૂઝ?"

"નો યાર કઈ જ નહીં.વાત ચાલે છે કાલે હું અને પાપા જવાના છે સિમલા. તું ઘરે મમ્મીનું ધ્યાન રાખજે પ્લીઝ.રાત્રે ઓફિસથી ઘરે જાય ત્યારે મમ્મી પાસે એક આંટો મારી લેજે.એટલું કરી આપજે પ્લીઝ." મોક્ષાએ આજીજી ભર્યા સ્વરે આરતીને કીધું.

"હા ચોક્કસ, પણ મોક્ષા તું ધ્યાન રાખજે તારું અને અંકલનું અને કોઈ કામ હોય તો કહેજે અને હા પેલા રિધમ મહેતાનું એડ્રેસ મોકલાવું છું ત્યાંજ ઉતરજે અને એ તને બધી જ મદદ કરશે.ચલ બાય take care."ખૂબ જ વિશ્વાસ અને હમદર્દી સાથે આરતી બોલી અને મોક્ષાને હિંમત આપી.
આરતી અને મોક્ષા ઓફિસેથી છુટા પડ્યા.મોક્ષા સાગર જૈનની કેબિનમાં ગઈ .
"સર, લીવ રીપોર્ટ નો મેઈલ કર્યો છે કર્યો છે "
મિસ્ટર સાગર જૈન જે મોક્ષાના બોસ હસતા તેમણે હકારમાં માથું હલાવીને માત્ર એટલું જ બોલ્યા "ટેક કેર મોક્ષા."

ઓફિસથી નીચે ઊતરી ઇન્સ્પેક્ટર મહેન્દ્ર રાજપૂતને ફોન લગાવ્યો..પહેલી રીંગમાં જ ફોન રિસિવ થયો, મોક્ષા કઇ બોલે એ પહેલાં જ 'હું પહોંચી જઈશ.ટિકિટનો ફોટો whatsapp કરી દો"કહીને કોલ કપાઈ ગયો.એક ઊંડો શ્વાસ લઈને મોક્ષાએ એકટીવા ચાલુ કર્યું.

મિત્રો.આલય ક્યાં ગયો છે.??.મોક્ષા અને મનોજભાઈ સિમલા કેમ જાય છે? ઇન્સ્પેક્ટર મહેન્દ્ર રાજપૂત પણ સાથે કેમ જાય છે??
તે આગળના ભાગમાં ચર્ચા કરીશ.
વાંચતા રહો રહસ્યોથી ભરપૂર એવી.....
CHECKMATE