ભાગ 6 મા આપણે જોયું કે, હવે પ્રેમ અને ધ્વનિ થોડા જ દિવસોમાં મળવાના હોય છે અને બંને પોતાની પહેલી મુલાકાત માટે ઉત્સુક અને ખુશ હોય છે. હવે આગળ......
__________________________________________
ધ્વનિ અને પ્રેમ બંને દરરોજ સાંજે વાતો કરતા અને પોતાની પહેલી મુલાકાત ના દિવસો ગણતાં. બંને એ વિચારથી જ ખુશ થતાં કે હવે થોડા જ દિવસોમાં બંને મળશે.
આખરે બંનેના ઈંતજારનો અંત થવાનો હતો, બંનેની મુલાકાત ને માત્ર હવે એક જ દિવસ બાકી હોય છે.
મુલાકાતની આગલી રાતે પ્રેમ અને ધ્વનિ બંને મેસેજમાં વાતો કરતાં હતાં,
ધ્વનિ પ્રેમને કહે છે કે, કાલે આપણે મળવાનાં છીએ અને તું હજી તારા ઘરે નથી પહોચ્યો, હજી કામમાં જ ફસાયેલો છે,
તારે મળવાની ઇચ્છા છે કે નથી??
પ્રેમ કહે છે કે, શુ કરૂ ધ્વનિ થોડો કામમાં ફસાયેલો છું એટલે.....
ધ્વનિ આવો અધુરો મેસેજ જોઈ તરત રિપ્લાય કર્યો,
એટલે!! કહેવા શુ માગે છે તું? તું નહી આવે?
પ્રેમ કહે છે, ગાંડી થઈ ગઈ છે તું, તારી સાથે પહેલી મુલાકાત છે . આવીશ જ હું. પ્રેમ કહે છે કે હું સાંજ સુધીમાં આવી જઈશ .
ધ્વનિ કહે છે તો ઠીક.
બંને આમ વાતો કરીને સૂઈ જાય છે.
સવાર થાય છે , ધ્વનિ ખૂબ જ ઉત્સાહથી તૈયાર થતી હોય છે, તેના માતા પિતાને પણ ધ્વનિ ને આમ જોઈ નવાઈ લાગે છે , હવે પ્રેમ સાથે પહેલી મુલાકાત હતી તો તૈયાર તો થવાની જ!
ધ્વનિ તેના માતાપિતા સાથે વડોદરા જવા નિકળે છે . ધ્વનિ બસમાં બેસી તરત જ પ્રેમને મેસેજ કરે છે કે, હું વડોદરા આવવા નિકળી ગઈ છું તું પણ કામ પુરૂ કરી ઝડપથી આવી જજે.
પ્રેમ પણ તરત જ રિપ્લાય આપે છે કે, હા પહોંચી જઈશ . તું તો પહેલા પહોંચ.
હવે ધ્વનિ અને પ્રેમની પહેલી મુલાકાતમાં માત્ર થોડા જ કલાકોની વાર હતી.
ધ્વનિ પણ બસમા બેઠાં બેઠાં બારીમાંથી બહાર જોઈ રહી હતી અને પ્રેમ પણ પોતાનું કામ ઝડપથી પૂરું કરી નિકળે તે જ વિચારોમાં હતો.
બપોર થાય છે અને ધ્વનિ તેના પરિવાર સાથે પ્રેમના ઘરે પહોંચી જાય છે. બધાં ઘરે પ્રવેશીને ચા નાસ્તો કરે છે અને વાતો કરે છે. પરંતું ધ્વનિ તો બીજે ક્યાંક જ ખોવાયેલી હતી.
હજી મુલાકાત અધૂરી જ હતી. પ્રેમ હજી આવ્યો ન હતો.
ધ્વનિ સાંજે પ્રેમને મેસેજ કરે છે, ક્યાં રહી ગયો છે તું પ્રેમ? હજી આવ્યો નથી ! હું તો ક્યારની પહોંચી ગઈ છું.
પ્રેમ કહે છે કે, હું નિકળી જ ગયો છું બસ બે ત્રણ કલાકમાં આવી જઈશ .
ધ્વનિ કહે છે સારું જલ્દી આવ.
પ્રેમ પણ ઉત્સુક હોય છે ધ્વનિને મળવા માટે તે પણ એ જ સમયની રાહ જોવે છે કે, ક્યારે બંને એકબીજાની સામે હોય.
આખરે બંનેની મુલાકાતનો સમય આવી જ જાય છે . પ્રેમ તેના ઘરે વડોદરા પહોંચે છે, જેવો જ ઘરમાં પ્રવેશે છે તેની નજર જાણે ધ્વનિને જ શોધતી હોય છે. ધ્વનિ બીજા રૂમમાં હોય છે પરંતુ પ્રેમનો અવાજ સાંભળીને તે બહાર આવે છે.
છેલ્લે એ સમય આવી જ ગયો જ્યારે પ્રેમ અને ધ્વનિ એકબીજાની સામે હતાં . ધ્વનિ એ જીન્સ ટોપ પહેરેલું હતું , વાળ તેના બાંધેલા પ્રેમ તો તેને જ જોઈ રહ્યો હતો. સામે પ્રેમ એ પણ બ્લૂ ટી-શટૅ પહેરેલી. થોડા સમય માટે જાણે બંને ત્યાં જ થંભી ગયા. બંને એકબીજાને બેસ્ટ ફ્રેન્ડ જ માનતાં પણ ક્યાંક ને ક્યાંક તેમની લાગણીઓ ને પણ વેગ મળતો હતો.
કહેવાય છે ને કે, મેસેજમાં અઢળક વાતો થાય પણ સામે હોય ત્યારે કંઈ પણ બોલવાનું યાદ પણ ન આવે, પ્રેમ અને ધ્વનિ સાથે પણ આવુજ થયું. બંને એકબીજા સામે હોવા છતાં કંઈ પણ બોલતાં નથી.
બંનેના પરિવારો ને પણ ખબર નથી કે બંને પહેલાથી જ એકબીજાને ઓળખે છે.
બધાં જમી લે છે અને બંને સામે હોવા છતાં મેસેજમાં જ વાત કરે છે. બંને પોતાની પહેલી મુલાકાતથી ખૂબ જ ખુશ હોય છે.
ધ્વનિ હજી બે દિવસ પ્રેમના ઘરે રોકાવાની હોય છે, હવે પ્રેમ અને ધ્વનિ વાત કરશે કે આમ બંને માટે વાતો નું માધ્યમ મેસેજ જ હશે?? બંનેની મિત્રતા પ્રેમમાં ફેરવાશે કે નહી તે આપણે ભાગ 8 માં જોઈશું.
આભાર.
_Dhanvanti jumani_ Dhanni