પ્રકરણ :-13 - અંકિત ચૌધરી" અંત "
સ્વીટ કેફે ની અંદર પોહચ્યાં પછી જેની અચાનક જ પોતાના જીમી સાથે અજાણ્યો વ્યવહાર કરી રહી હતી. જેની પોતાના જીમી ને ભૂલી જ ચૂકી હતી. જેની ના અજાણ્યા વર્તાવ થી જીમી ના મન અને દિલ વચ્ચે હવે જંગ છેડાઈ ચૂકી હતી. જીમી નું દિલ કહેતું હતું કે “ જેની ને મારાથી પ્રેમ છે એટલે તો જેની એ મને મળવા બોલાવ્યો.” અને જીમી નું મન કહેતું હતું કે “ નહિ જેની ને તારાથી કોઈ પ્રેમ નથી એટલે જ તે તને નથી ઓળખતી એવા નાટક કરે છે." જીમી પોતાના દિલ અને દિમાગ વચ્ચે બરાબર ફસાઈ ચૂક્યો હતો. જીમી નું દિલ પણ આજે કંઇક અલગ કહેતું હતું અને એનું મન પણ કંઇક અલગ જ કહેતું હતું. જીમી માટે મોટી કશ્મકશ ઉભી થઇ ચુકી હતી. પણ જીમી કોઈનો વિશ્વાસ કરી શકે તેમ નોહતો! જીમી ની નજર માં જેની નું સ્થાન હજુ સુધી ઉપર જ હતું.
“ જેની ! “ જીમી આટલું બોલ્યો જ હતો કે તેને જેની એ ટોકી દીધો.
“ જેની અગ્નિહોત્રી બોલ ! જેની ખાલી મને મારા ફ્રેન્ડ જ બોલાવી શકે છે. તને તો હું જાણતી પણ નથી! સો જેની અગ્નિહોત્રી જ બોલ તું ઓકે !. “ જેની
“ જેની અગ્નિહોત્રી તને કંઇ જ યાદ નથી ? આપડે કેટલો બધો સમય એક સાથે પ્રસાર કર્યો છે ! તું મારી સાથે એ બધું જ ભૂલી ગઈ ? પણ કેમ યાર ?” જીમી
“ કોણ છે યાર તું ? તું તો ગળે જ પડી ગયો છે ! માન ન માન મૈં તેરા મહેમાન ! “ જેની
“ જેની તું તારા જીમી ને ભૂલી ગઈ ? જેની યાદ કર એ કૉલેજ નો પહેલો દિવસ ! જે દિવસે તારો પગ સ્લીપ થયો હતો ને તું સીધી જ મને અથડાઈ હતી.” જીમી
“ અરે આજ સુધી હું કૉલેજ માં સ્લીપ નથી થઈ ! આ આઈડિયા મારા ઉપર કામ નઈ કરે. બીજે ક્યાંક ટ્રાય કર બકા ! અને હવે તું જઈ શકે છે. મને ગુસ્સો ના અપાવ.” જેની
“ જેની યાદ કરવાની કોશિશ કર યાર, હું તારો જીમી છું. ને તે જ મને અહી મળવા બોલાવ્યો છે. તારે મને કઈક કહેવું હતું સાયદ ! “ જીમી
“ તું જે હોય એ ! મે કીધું નેં કે હું કોઈ જીમી ને નથી જાણતી. મે તને મળવા પણ નથી બોલાવ્યો અને મારે તને કંઇ કહેવું પણ નથી. તું જઈ શકે છે.” જેની
જીમી ના મન ઉપર ઠેસ લાગી કેમકે જેની નું વર્તન તેની માટે બઉ બધું બદલાઈ ચૂક્યું હતું! તે જોઈને જીમી ના ચહેરા ઉપર નિરાશા આવી જાય છે. જીમી જેની થી દૂર જઈને એક બીજા ટેબલ ઉપર બેસી જાય છે. જીમી ની ઉદાસી ને થોડો સમય થઈ ગયો હતો ; અને તે પોતાની જાત ને સંભાળવા ની કોશિશ પણ કરી રહ્યો હતો. જીમી પોતાની આંખો માંથી ધર ધર વહેતા આંસુ ને રોકી રહ્યો હોય જ છે ને તેજ વખતે જેની ના ટેબલ ઉપર એક કદરૂપો ને મોટી ઉંમર નો એક વડીલ આવે છે. એ વડીલ જેની સામે જોઈ રહ્યો હોય છે. જેની પોતાના હાથ માં ફૂલ લઈને પોતાના ઢીંચણ ઉપર બેસી જાય છે.
“ આઇ લવ યુ જીમી જી ! તમારું પ્રપોઝલ મને મંજૂર છે. હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. તમારી સાથે મારા જીવન ના દરેક પળ વિતાવવા માગું છું. ” જેની આટલું કહીને સીધી જ એ વડીલ ના ગળે પડી જાય છે.
જીમી સામે ના ટેબલ ઉપર બેઠો બેઠો જેની ની આ હરકત ને જોઈ રહ્યો હતો. જેની એ એક 60 વર્ષ ના વડીલ ને પ્રપોઝ કરી દીધો ! પણ કેમ ? ઘણા બધા પ્રશ્નો હતા જીમી ના મનમાં એટલે તે થોડો સમય માટે વિચારો માં ડૂબી જાય છે. થોડા સમય પછી જીમી ના દિમાગ માં લાઈટ થાય છે કે જેની તેને જેલસ કરવા માટે આ બધું કરી રહી છે. આ વખતે જીમી નું દિલ અને દિમાગ બંને આ જ કહી રહ્યા હતા. જીમી ઊભો થઈને જેની પાસે જાય છે , તેના ચહેરા ઉપર ની ખુશી સાફ છલકાઈ રહી હતી.
“ જેની બસ યાર હવે બઉ થયું ! મને બરાબર સમજાઈ ગયું છે કે તું મને જેલસ કરવા માગે છે. ચાલ હું થઈ ગયો જેલસ બસ. હવે તો તારો વર્તાવ ઠીક કરી લે પ્લીઝ! તારો આ વર્તાવ હવે મારા થી સહન થાય એમ નથી. પ્લીઝ યાર…. આઇ લવ યુ જેની.. મારા પ્રેમ નો સ્વીકાર કરી લે પ્લીઝ ! તારી હા સાંભળવા માટે મારા કાન તરસી ગયા છે. પ્લીઝ હવે મજાક છોડીને થોડી સિરિયસ થઈ જા પ્લીઝ..." જીમી
“ શું કહ્યું તે આઇ લવ યુ જેની ! “ પછી તો જેની જોરદાર જીમી ના ગાલ ઉપર તમાચો ઘસી દે છે. “ જેની અગ્નિહોત્રી અને એ પણ તારા જેવા રાસ્કલ ને જેલસ કરવા માટે નાટક કરશે ! વાહ ભાઈ વાહ શું જમાનો આવ્યો છે. બોલો હવે જેની અગ્નિહોત્રી અંજાન લોકો ને જેલસ કરવા લાગી ! હા હા… હા… “ જેની
જીમી ને હવે વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે જેની તેની સાથે કોઈ મજાક ન કરી રહી હતી; ના જેની તેને જેલસ કરી રહી હતી. જેની તેને ઓળખી પણ ન રહી હતી. જીમી ની હિંમત હવે તૂટી ચૂકી હતી. જીમી ને શું કરવું ? શું ના કરવું ? કઈ સમજાતુ ન હતું. જીમી નું દિલ પૂરી રીતે તૂટી ચૂક્યું હતું. હવે તેને કોઈ ઉમ્મીદ ન બચી હતી. હજુ તો જીમી જેની ના ગમ માંથી બહાર નીકળ્યો પણ ન હતો! ને અહી સ્વીટ કેફે માં જેની નું નવું નાટક શરૂ થઈ ચૂક્યું હતું.
જેની એક ટેબલ થી બીજા ટેબલ ઉપર જઈ રહી હતી. “ મને પેલા કદરૂપા થી પ્રેમ છે. હું તેની સાથે લગ્ન કરવાની છું. મને પેલા બુઢ્ઢા થી પ્રેમ થઈ ગયો. “ જેની ની આ હરકતે જીમી ને શરમિંદા કરી ને મૂકી દીધો. જીમી ને પોતાના કાન ઉપર વિશ્વાસ નોહતો આવી રહ્યો કે આ એ જ છોકરી જેની છે જેને જીમી એ પ્રેમ કર્યો હતો. જીમી હવે ઊભો થઈ જાય છે કેમકે તેને હવે વધારે જેની ના નાટક હજમ થાય એમ ન હતા. જીમી જેની પાસે જઈને તેનો હાથ પકડી લે છે.
“ ચાલ જેની હવે બઉ થયું ! ઘણું કરી લીધું તે અને ઘણું સહન કરી લીધું મે ! પણ હવે નઈ ચાલ. “ જીમી
“ છોડ મને… તારી હિંમત કઈ રીતે થઈ જેની અગ્નિહોત્રી નો હાથ પકડવાની ? મને તારી પ્રોપર્ટી સમજ વાની કોશિશ ન કરતો ! મને આમ છોકરી સમજવાની પણ કોશિશ ન કરતો. મારો હાથ છોડ !” આટલું કહી ને જેની જીમી નો હાથ જાટકી દે છે.
“ તું ચાલે છે સીધી રીતે તારા ઘરે ?” જીમી
“ ના હું તારી સાથે ક્યાંય પણ સીધી રીતે નઈ આવું !” જેની
હવે જીમી ની હદ પુરી થઈ ચૂકી હતી. જીમી હવે જેની ની કોઈ પણ હરકત ને સહન કરવા માગતો ન હતો ! જેની ને સીધી જ પોતાની બાહો માં ઉઠાવી લીધી.
“ ઉતાર મને! નહિ તો હું ચીખ પાડીને બધાને ભેગા કરી દઈશ!” જેની
“ તારે જેટલી જોરથી ચીખ પાડવી હોય એટલી પાડી દે! પણ હવે તારો પગ જમીન પર નીચે ત્યારે જ આવશે; જ્યારે આપડે તારા ઘરે પોહચી જઈશું ! ને હવે બિલકુલ ચૂપ !” જીમી
જીમી ગુસ્સા માં ઘણું બધું કહી જાય છે જેનાથી જેની શાંત થઈ જાય છે. જેની જીમી ની બાહો માં હોય છે. જેની જીમી ની સામે ટકર ટકર જોઈ રહી હોય છે. જીમી ના નાક ઉપર ગુસ્સો જોઈ જેની હસી રહી હોય છે. એ જ વખતે જીમી ની નજર જેની ની આંખો ઉપર પડે છે ને જીમી તેમાં ખોવાઈ જાય છે.
હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું
તું લઈ ને આવે લાગણી નો મેળો રે. . .
સાથ તું લાંબી મજલ નો
સાર તું મારી ગઝલ નો
તું અધૂરી વાર્તા નો છેડો રે. . .
મીઠડી આ સજા છે. . .
દર્દો ની મજા છે. . .
તારો વિરહ પણ લાગે વાહલો રે. . .
વાલમ આવો ને આવો ને. . .
વાલમ આવો ને આવો ને. . .
માંડી છે લવ ની ભવાઈ. . .
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ. . .
તા થૈયા થૈયા તા થૈયા થૈ. . .
જીમી જેની ની આંખો માં ડૂબેલો હતો ને અચાનક જ જેની બેહોશ થઈ જાય છે. જીમી ખૂબ જ ડરી જાય છે કે જેની ને અચાનક શું થઈ ગયું ? જીમી બીજી જ પળે જીયા ને કોલ કરે છે. જીમી નો કોલ આવતા જ જીયા સમજી જાય છે કે મારા કાળા જાદુ એ પોતાની અછર દેખાડવાની શરૂ કરી દીધી છે. જીયા દયાળુ બનવાની એક્ટિંગ કરે છે. " બોલ જીમી " પછી જીમી શરૂ થઈ જાય છે.
" જીયા જલ્દી થી સ્વીટ કેફે માં આવી જા. " જીમી
" શું થયું જીમી ?" જીયા
" અત્યારે તારા કોઈપણ પ્રશ્ન નો જવાબ આપી શકું એમ નથી ! તું જલ્દી થી આવી જા પ્લીઝ યાર. " જીમી
" ઓકે જીમી ! ચિલ કર હું આવું છું. " જીયા
જીમી ના અવાજ માં દર્દ ભરેલો હતો એટલે જીયા સમજી જ ગઈ હતી કે જેની એ કોઈક સોલીડ બખાળો ક્રીયેટ કર્યો છે. જીયા પોતાના મકસદ માં કામયાબ થઈ ચૂકી હતી એટલે તો તેના ચહેરા ઉપર જબરજસ્ત ખુશી હતી.
" જેની જોયું ને તે ! જીયા થી ઉલજવાનું પરિણામ ! તું છે તો કહેવા માટે મારી બેસ્ટ ફ્રેન્ડ પણ તું મારી પ્રતિસ્પર્ધી પણ છે.હું હજુ સુધી જતું કરોત જો વાત મારા પ્રેમ જીમી ની ના હોત ! જેની અગ્નિહોત્રી હવે તારી બરબાદી ના દિવસો શરૂ બકા ! હા.... હા.... હા.... જીમી સિર્ફ જીયા નો છે. જે મારા અને મારા જીમી ના વચ્ચે આવશે તે ગયું. "
ક્રમશ........
આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary