અનિ.....અનિ......
ધીરે આંખ ખોલતી ઇશી સામે ઉભેલ નર્સને જોરથી પૂછે છે, મારી દીકરી કયા છે??? ક્યાં છે મારી દીકરી??
મને મારી દીકરી પાસે લઈ જાવ મને અહીંયા નથી રહેવું, મેડમ તમારી તબિયત ઠીક નથી. તમારો ફોન હતો તેનાથી અમે તમારા સંબંધીને બોલાવ્યા છે તે બહાર ઉભા છે.
આંટી !!! તમે ઠીક છો?? રુદ્ર પૂછે છે. હા હું ઠીક છું પણ અનિ?? આંટી મને ખબર પડી એટલે મેં અનિને કોલ કર્યો પણ લાગ્યો નહિ અને એટલામાં જ તમેં જ્યા કમ્પ્લેન કરી હતી ત્યાંથી કોલ આવ્યો પોલીસનો એ કહી રહ્યા હતા કે અનિનું લોકેશન ટ્રેસ કર્યું છે.
તો?? કયાનું છે લોકેશન?? આંટી અનિ મળી જશે તમે આરામ કરો હું શોધી લાવીશ..
ના મારે આવવું છે. નર્સ પ્લીઝ મને કહો મારે કેટલો સમય અહીંયા રહેવું પડશે હજી??
મેડમ ડૉકટર એ કીધું છે કે એકાદ દિવસ તો તમારે અહીં રહેવું જ પડશે.
પણ હું ઠીક છું ડોકટર ને બોલાવો તમે હું અહીંયાથી જલ્દી જવા માંગુ છું પ્લીઝ જાવ.
મારી દીકરી કયા હશે ના જાણે મને જવું છું.રુદ્ર ઈશારો કરીને સિસ્ટરને કહે છે ડોકટર સર ને બોલાવી દો,
હેલો ડોકટર..હેલો,
સર મને શું થયું છે?? હું જઇ શકું છું ને?? તમે ઠીક છો તમે બે દિવસમાં જઇ શકો છો.
***
અચાનક આંખ ખુલતા જ ઇશી અનિનો હાથ પકડી કહે છે. રુદ્ર...આપણે ક્યાં છીએ??
એક ધક્કો આવતા જ આંખ ખુલી જાય છે અને ઇશી જાગે છે.સામે એક અડધી ઉંમરના બેસેલ માજી પૂછે છે તમારે કયા જવાનું??
ઇશી સમજી નથી શકતી તેની સાથે શુ થઈ રહ્યું છે. પેલા માજી ફરીથી પૂછે છે શું થયું?? શુ તમે બોલી નથી શકતા?? બોલી શકું છું ને અમે ગંગા ઘાટ જઈએ છીએ તમે પણ ત્યાં જ આવો છો ને?? હા હું પણ આટલું કહી પેલા ડોસી થોભી જાય છે ઇશી ઇચ્છતી હોય છે કે તે કઈક બોલે પણ તેમના મોઢામાંથી કોઈ અવાજ નથી આવી રહ્યો,
ફરીથી તે સમજી નથી શકતી કે હું ક્યાં છું તે અનિને ઈશારાથી કહે છે કે મને એક ચિમટી ભર હું જાગુ જ છું ને !! આવા વર્તન પાછળનું કારણ અનિ સમજી નથી શકતી એટલે ઈશારો કરી કહે છે તું સુઈ જા બધું ઓકે થઈ જશે. અનામિકા પણ કંઈક અજીબ જણાઈ રહી છે. મનોમન તેનું ગુંજન થાય છે કે એકચુલીમાં આવા સપનાઓ કેમ આવી રહ્યા છે.
ત્યાં જ અચાનક પાછળથી અવાજ આવે છે.ઇશી એકદમ ચોંકી જાય છે. મનમાં
આ એ જ અવાજ છે આ એ જ અવાજ છે પણ આખરે કોણ છે??? કોનો અવાજ ઇશીને જાણીતો લાગી રહ્યો છે !! ઉજ્જૈનના રેલવે સ્ટેશન પર ઉભી રહેલી ગાડીમાંથી ઉતરવા માટે અનામિકા કહી રહી છે પણ ના નથી જવાનું આગળ ક્યાંક આપણે ઉભા રહીશું,
અરે જવા દો ને પણ અહીં થોડી વાર ઉભી રહેશે પેલો માણસ બોલ્યો,
તમે તમારું કામ કરો ઇશી અકળાઈને બોલી,
આજકાલ તો ભલાઈનો જમાનો જ નથી રહ્યો લ્યો એક માં....એવું બનબનતો પેલો માણસ આગળના ડબ્બામાં જઈને બેસી ગયો સામે બેથેલ માજી કહે છે,
દીકરા હું પણ નીચે ઉતરું જ છું દીકરીને મારી સાથે મોકલ પણ ઇશી તે છતા માનવ તૈયાર થતી નથી. તમે જાવ આમ કહી તે માંજીની વાતને દબાવી દે છે.
થોડી વાર પછી ટ્રેન ઉજ્જૈન જંકશન પરથી પોતાની સ્પીડ પકડે છે.
ઇશી વારંવાર આમતેમ જોઈ રહી છે પણ વધારે પડતી નજર તેની આગળના ડબ્બામાં બેઠેલા પેલા માણસ પર વધારે પડતી પડે છે.
એક ડર પણ જોવા મળી રહ્યો છે આખરે છે કોણ આ ???
કોણ છે પેલો માણસ?? આવો પ્રશ્ન કાને પડતા જ ઇશીએ પેલા માસી સામે જોયું અને મોં ફેરવતા કહ્યું,
" કોણ?? પેલો માણસ....
આંગળી બતાવીને ઇશી બોલી, ખબર નથી માજી કેમ? કઈ નહિ આમ કહી પેલા માજી ઉભા થઈને પગ થોડા સીધા કરીને બેઠા,દીકરા ઘણા દુઃખે છે શું કરવું આ બીમારી...
જીવવા પણ નથી દેતી કે મરવા પણ નથી દેતી શુ ઈલાજ કરવો આનો, શુ થાય છે? ઇશીએ પૂછ્યું,
માજી જવાબ આપતા યાદ કરે છે કે, જ્યારે હું જવાનીમાં હતી ત્યારે મારી સાથે એક એક્સિડન્ટ થયેલો અને એમાં મારા પગ થોડા ડેમેજ થયેલા પણ એ વખત પૈસા નહોતા અને કોઈ જાણતું પણ ન'તું કે કેમ કેમ ઠીક થાય એટલે મારુ આ દુઃખ આજીવન રહ્યું હવે તો ટેવ પડી ગઈ છે પણ તકલીફ ઘણી જ પડી છે મને,
અરે ! માજીની આવી વાત સાંભળી ઇશી બોલી,
એ ટાઈમ તમને સારી દવા મળી હોત તો ઠીક થઈ જતા તમે, મારી દીકરીને પણ એક્સિડન્ટ જ થયો છે. માજી એ પૂછ્યું, અરે !! કેવી રીતે દીકરા??
થોડા ટાઈમ પહેલા જ..
એટલે દીકરી પહેલેથી આમ નથી એવું ને??
તે દિવસ એ એના ફ્રેન્ડના મેરેજમાંથી આવતી'તી ને એક્સિડન્ટ થયેલો ત્યારથી એ જોઈ નથી શકતી અમે ઘણો ઈલાજ કરાવ્યો પણ કઈ ઠીક નથી લાગતું.
અરે રે....
ભગવાન પર ભરોસો રાખજે બેટા બધું ઠીક થઈ જશે.
હા હવે તો એનો જ આશરો છે ઇશી બોલી.
થોડી વાર વાત ચૂપ થતા પેલો માણસ ત્યાં આવીને બોલ્યો,
તમારી પાસે પાણીનો બોટલ છે??
ઇશી ડરી ગઈ તેની સામે જોયા વગર જ બોલી નથી મારી પાસે તો હમણાં આવશે ત્યાંથી લઈ લેજો.
પેલો માણસ ત્યાંથી જતો રહ્યો એટલે માજીએ પૂછ્યું, દીકરા કેમ ન આપ્યો બોટલ તારી પાસે તો છે ને??
ના બસ એમ જ માસી એ મને ઠીક નથી લાગતો.
હા એ પણ તારી સાચી વાત છે એને જોઈને તો એવું જ લાગે છે એની નજર....તમે સમજી ગયા.
હા દીકરા તું ચિંતા ના કરીશ હું છું તારી સાથે,
દુનિયામાં ભલે ગમે તેટલા દુઃખ માણસને પડતા હોય પણ જ્યારે એક આપણાથી વૃદ્ધ માણસ જ્યારે હૂંફ આપે છે ને ત્યારે ઘણું જ સારું લાગે છે તેમનો જીવનભરનો અનુભવ તમને પીરસતા હોય છે તે,
ક્યારેય આવો સદભાગ્ય વાળો મોકો જો મળે તો ભૂલવું નહિ એ લોકો તમને તમારા જીવનની નવી જ રાહ બતાવીને જશે.
આજે સદનસીબ એ મળેલા માજી અને ઇશી પોતાની જિંદગીના દુઃખ વહેંચી રહ્યા હતા કદાચ અનિના ઈલાજનો એક નાનો નુસખો અહીંથી એને મળવાનો હતો.
તે જાણતી જ હતી કે કંઈક નવું મેળવીશ અને શીખીશ પણ કેવી રીતે જણાવુ માજીને??
સમજશે મારી વાત? આટલી વાત કેવી રીતે કરવી મારે? આવા ઘણા પ્રશ્નો સાથે લઈને ફરતી ઇશી પોતાની જાતને હમણાં આવું કઈક પૂછી રહી હતી. બોલ દીકરા !!! જેમ ઇશી બોલવાનું બંધ કરતી કે તરત પેલા માજી ઇશીને બોલાવી યાદ કરાવી લેતા કે સામે કોઈક બેઠું છે જેની સાથે ઇશીએ વાત કરવાની છે.
ક્રમશ :