Anuvadit varta - 3 - 1 in Gujarati Classic Stories by Tanu Kadri books and stories PDF | અનુવાદિત વાર્તા -3 (ભાગ ૧)

Featured Books
Categories
Share

અનુવાદિત વાર્તા -3 (ભાગ ૧)

ચાર્લ્સ ડીકેન્સ એ વિશ્વના ખુબજ પ્રસીધ્દ્ત લેખકોમાં એક છે તેઓ વિક્ટોરિયન યુગનાં સૌથી લોકપ્રિય અંગ્રેજ લેખક હતા. તેઓનો સમયગાળો 7 ફેબ્રુઆરી ૧૮૧૨ થી ૧૮૭૦ નો હતો. એક પ્રસિદ્ધ લેખકની સાથે સાથે તેઓ એક સામાજિક સુધારક અને આંદોલનકારી પણ હતા. ચાર્લ્સ ડીકેન્સ એ એમના સમયમાં થઇ ગયેલ એક મહાન લેખક હતા. તેઓ દ્વારા લખાયેલ વાર્તા, નોવેલ , પુસ્તકો આજે પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેઓ દ્વારા લખાયેલ વાર્તાઓ માં તે સમય નાં અંગ્રેજ સમાજ માં સ્થપાયેલ કુરીતિ અને કુપ્રથા ઓ ઉપર પ્રહાર જોવા મળે છે. અનાથઆશ્રમ માં બાળકો ને ભોજન નથી મળતું , ઓફિસોમાં ફાઈલ નાં નિકાળ માં સમય વેડફાઈ જવું. મિલો માં મજદૂરો નું શોષણ થવું જેવા વિષયો ઉપર લખેલ વાર્તાઓ આજે પણ જગ વિખ્યાત છે. ડીકેન્સની લોકપ્રિય રચના માંથી એક એવી ઓલીવર ટ્વીસ્ટ અહિયાં પોસ્ટ કરું છું.

ઓલિવર ટ્વીસ્ટ

**** ઓલિવર ની શરૂઆતની જીંદગી.

૧૯ મી સદી ની પુર્વાર્ઘમાં મોટાભાગે અંગ્રેજ શહેરોમાં એક એવી ઈમારત હતી કે જેને અનાથઆશ્રમ નાં નામે ઓળખવામાં આવતી હતી. આ એ જગ્યા હતી કે જ્યાં મોટા ભાગે વૃદ્ધ, ઘર વગરનાં અને ગરીબ લોકો ને શહેરનાં અધિકારીઓ દ્વારા મોકલી આવતા. એવા લોકો જે કામ ન કરી શકે અને જેઓના ઘર ન હોય. આવાજ એક અનાથ આશ્રમમાં ઓલિવર નો જન્મ થયો હતો. ઓલિવર ની માતા એક સુંદર યુવતી હતી. જે છેલ્લી રાત્રે ક્યાંકથી આવી હતી. તે ઓલીવર ને જન્મ આપી ને તરત મરી ગઈ હતી. ઓલિવરને શ્રીમાન બમ્બલે આ અસામાન્ય નામ આપ્યું હતું. શ્રીમાન બમ્બલ એ અનાથઆશ્રમનાં ઇન્ચાર્જ હતા. ઓલિવર દસ મહિનાનો થયો ત્યારે તેને અનાથઆશ્રમ ની બીજી શાખામાં મોકલવામાં આવ્યો. જ્યાં તેની ઇન્ચાર્જ એક વૃદ્ધ મહિલા શ્રીમતી માન હતા.

શ્રીમતી માન અમુક રૂપિયા લઇ ને વીસ પચ્ચીસ બાળકો ની સંભાળ રાખતા હતા. આ રૂપિયા મોટાભાગે શ્રીમતી માન પોતાના ઉપર જ ખર્ચ કરતા હતા. તેથી બાળકો ની ખાવા પીવાનું ખુબ જ ઓછા પ્રમાણે આપવામાં આવતું. અને આજ કારણે ઓલિવર પોતાના મિત્રો ની સાથે નાનો, દુબળો અને કમજોર બાળક નાં રૂપે મોટો થવા લાગ્યો. જ્યારે ઓલીવર નવ વર્ષ નો થયો ત્યારે શ્રીમાન બમ્બલ તેને અનાથઆશ્રમ માં પાછા લઇ આવ્યા. જેથી તે પણ અન્ય બાળકો ની જેમ કઇક શીખી લે. ઓલીવર માન પાસે દુખી હતો પરતું અનાથ આશ્રમમાં આવી ને એ વધારે દુખી થયો કારણ કે એના મિત્રો એને યાદ આવતા હતા.

અહિયાં તેને જમવામાં માત્ર દાળિયા આપવામાં આવતા હતા. એક દિવસ સાંજે ઓલીવર ને લાગ્યું કે એ ભૂખનાં કારણે ગાંડો થઇ જશે એને પોતાના ભાગનાં દલિયા પુરા કર્યા પરતું એને હજુ ભૂખ હોય એવું લાગ્યું. નિરાશ થઈ એ પોતાના માસ્તર પાસે જાય છે અને કહે છે, મહેરબાની સાહેબ, મારે હજુ વધારે ભોજન જોઈએ છે. માસ્ટર ને ખુબ જ ગુસ્સો આવ્યો આજથી પહેલા કોઈપણ બાળકે આવી રીતે બીજી વાર ભોજન માગ્યો ન હતો..એ ગુસ્સામાં જ બોલ્યો શું ? ? ઓલીવર શાંત ઉહો હતો એને ફરીથી કહ્યું મને હજુ ભૂખ છે મને દલીયા આપો.. ગુસ્સે થયેલ મ=સાહેબે ઓલીવર નાં માથા ઉપર જોરથી માર્યું અને એક ઓરડી માં બંધ કરી દીધું. જ્યાંએ કેટલાક દિવસ રહે છે. આ સમય માંથી ઓલીવર ને બચાવનાર શ્રીમાન સોવરબેરીજ એ કર્યો. તે લોકોની અંતિમક્રિયા કરવાનું કામ કરતો હતો. તેઓએ ઓલીવરને પોતાના મદદનીશ તરીકે રાખ્યો હતો સોવરબેરીજનાં ત્યાં ઓલીવરને વધ્યું ઘટ્યું જમવાનું મળતું અને તાબુતો પાસે ઊંઘવાનું હતું. પરતું એને કોઈ દુખ ન હતો. પરતું એક દિવસ ઓલિવર અને તેમના મિત્ર વચ્ચે બોલાચાલી થાય છે જેથી તે ગુસ્સે થઇ જાય છે અને ઓલિવર ને પાછા અનાથ આશ્રમમાં મોકલવાની ઘમકી આપે છે, જેનાથી ઓલિવર ડરી જાય છે. હવે એ અનાથઆશ્રમ માં જવા માટે વિચારી શકતુ જ નથી. તેથી તે ત્યાંથી ભાગી જવાનું વિચારે છે.

***** ઓલિવર લંડન પહોચ્યો. :-

ઓલિવર થાકીને એક ઓટલા ઉપર બેઠયો. સુરજનાં કિરણો ધીરે ધીરે તેજ થતા જાય છે. રાત્રે પડેલ ઠંડીનાં કારણે રસ્તાઓ સુના પડેલ છે. ઓલિવર ચાલતો ચાલતો થાકી જાય છે. સોવરબેરીજ નાં ઘરે થી નીકળી ને તે સતત ચાલ્યા કરે છે લગભગ ૭૦ મિલ સુધી. એના પગમાં દુખાવો થાય છે અને તેમાંથી લોહી પણ નીકળવા લાગ્યો છે. તેને ભૂખ પણ લાગી છે. પરતું આ ભાગવાનું એને કોઈ અફસોસ નથી કેમ કે આ ભાગવું એને અનાથઆશ્રમ કરતા સારું જ જીવન આપશે. એક બે કલાક પછી રસ્તાઓ ઉપર લોકોની ચહલ પહલ દેખાય છે. લોકો ઓલિવર ને જુએ છે પરતું એને નજર અંદાજ કરી આગળ વધી જાય છે. અચાનક જ ઓલિવર ને લાગે છે કે કોઈ તેને ધારી ધારી ને જુએ છે. તે પાછળ વળી ને જુએ છે તો એક છોકરો એને જોયા કરે છે. એ છોકરો હશે ને ઓલીવર નો અભિવાદન કરે છે અને નમસ્તે કહી વાતની શરૂઆત કરે છે. છોકરો :- છોકરો તું અહિયાં શું કરે છે. ? હું ભૂખ્યો છું મેં સાત દિવસથી . ઓલીવર ધીમા અવાજે કહે છે. છોકરો આશ્ચય માં પડે છે. શું સાત દિવસ થી . પછી ખુબ જ પ્યારથી કહે છે તને ખુબ જ ભૂખ લાગી હશે હું જમવાનું બંદોબસ્ત કરું છું.

છોકરાએ એના વચન નું પાલન કર્યું અને ઓલિવર બહુ દિવસ પછી પેટ ભરી ને ખાવાનું ખાધું પછી છોકરાએ કહ્યું લંડન જાય છે તું ?

હા, ઓલિવરે જવાબ આપ્યો

ત્યાં રહેવાની કોઈ જગ્યા છે ?

નાં , નિરાશ થઇ ને ઓલીવરે જવાબ આપ્યો.

તારે રાત્રે અહિયાં જ ઊંઘી જવું જોઈએ ,છોકરાએ કહ્યું

ઓલીવારે માથું હલાવી ને હા કહ્યું.

લંડનમાં એક દયાળુ વૃદ્ધ ને હું ઓળખું છું તે તને રૂપિયા લીધા વગર ઊંઘવાની વ્યવસ્થા કરી આપશે. તે મને સારી રીતે ઓળખે છે. આત્મવિશ્વાસથી છોકરાએ કહ્યું

તારું નાં શું છે ?છોકરાએ જાણવા માટે કહ્યું. ઓલીવરે એનું નામ બતાવ્યું. મારું નામ જૈક હોકીન્સ છે તે મને આર્ટફૂલ ડોજર બોલાવે છે છોકરાએ અહીમાનથી જવાબ આપ્યું . ઓલીવરને એ પણ ખબર ન હતી કે આ નામનું છોકરો સારો ચરિત્રવાળો હોય છે. પણ ડોજરની મદદ એટલી મોટી હતી કે ઓલીવરે કઈ પણ પૂછ્યું નહિ.

******* ફાગીન ગેંગ