Pagrav - 42 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | પગરવ - 42

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પગરવ - 42

પગરવ

પ્રકરણ - ૪૨

વીણાબેન સવિતાબેનનાં ઘર પાસે પહોંચ્યાં તો ઘરની બહાર મોટું તાળું લટકી રહ્યું છે‌. એમણે આજુબાજુ નજર કરી. બાજુમાં રહેલા એક બેનને નાછુટકે એમણે પૂછ્યું. તો એમણે કહ્યું , " ખબર નહીં સાંજે તો હતાં સુહાની આવી હતી ત્યારે...એ તો એમને ઘરમાં લોક કરાવીને જ જાય છે...પણ ખબર નહીં રાત્રે ક્યાંય ખોલીને જતાં રહ્યાં ના હોય !! જેમ એ એમનાં પિયરથી ભાગીને આવી ગયાં હતાં. પણ સુહાની ક્યાં છે ?? "

વીણાબેનને કંઈ જવાબ ન સૂઝ્યો એમણે કહ્યું, " એને થોડો તાવ છે એટલે એ નથી આવી‌. હું અહીં આવી છું એમને જોવાં...."

એ બહેન તો " સારું " કહીને પાછાં એમનાં ઘરમાં અંદર જતાં રહ્યાં. સુખમાં તો લોકો એમની વાતો અને વખાણ કરતાં થાકતાં નહોતાં એ જ બધાં હવે આ બધામાં પડવાનું ટાળી રહ્યાં હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે !!

આથી જ વીણાબેન બહું વધારે કોઈને પૂછ્યાં વિના ઘરે આવી ગયાં...!!

**************

સુહાની સવિતાબેન સાથે જણાવેલા સ્થળ પર સમયસર પહોંચી ગઈ.એ મુજબ એક્ઝેટ સમયે જ એક સફેદ કલરની ઓડી ગાડી આવીને ઉભી રહી ગઈ...એણે જોયું કે અંદર બે વ્યક્તિઓ છે પણ બંનેએ આખાં શરીરે ઢંકાય એ રીતનો ઓવરકોટ પહેરેલો છે... માથા પર કાળી ટોપી ચહેરાં પર ફક્ત આંખો જોઈ શકાય છે.

જે વ્યક્તિ ગાડી ચલાવે છે એ તો બહાર આવ્યો નહીં પણ બીજો વ્યક્તિ બહાર આવીને બોલ્યો, " સુહાની મેમ?? "

સુહાનીએ " હા " કહ્યું એટલે એણે હાથમાં રહેલાં એક ફોટા સામે જોયું. પછી એણે ગાડીમાં રહેલી વ્યક્તિને ઈશારો કર્યો. અને સુહાનીને કહ્યું, " મેમ બેઠ જાઓ.."

સુહાનીને એક મિનિટ માટે વિચાર આવ્યો કે, " હું કેવી પાગલ બની છું કે જ્યાં મને કંઈ જ ખબર નથી, સાચું કે ખોટું નથી ખબર, પણ બસ સમર્થ માટે, પોતાનાં પ્રેમ માટે આવું પગલું ભરી રહી છે...મને ખબર છે કોઈને પણ આવું ખબર પડશે તો એ એમ જ વિચારશે કે સુહાની આટલી ભણેલીગણેલી , સમજું થઈને આવું પગલું કેમ ભરી રહી છે ?? પોતાનો જીવ કેમ જોખમમાં મૂકી રહી છે....જીવન સાથે ઈજ્જત પણ ખરી જ ને ?? અને વળી આજે તો એક માતાને પણ એક અજ્ઞાત મિશન પર લઈ જઈ રહી છે...!! છતાં એ ભલે એકવાર ઠોકર વાગી છે પણ હવે મારે પસ્તાવો થાય એવું કામ નથી કરવું...રખે ને મારાં સમર્થને હું ખબર હોવાં છતાં ગુમાવી બેસું ?? " ને વિચારોને કાબુમાં લેતી એ સવિતાબેનને લઈને ગાડીમાં બેસી ગઈ.

ગાડી પૂરવેગે જઈ રહી છે...બરોડા સુધીનો રસ્તો તો એને ખબર પડી પણ પછી ?? કોઈ રસ્તો સમજાઈ નથી રહ્યો. કોઈ નાનાં રસ્તાઓ પર ગાડી જઈ રહી છે. એક મા જે સૌની ઢાલ બનતી એ તો નાનાં બાળકની જેમ નવાઈ પામતી હોય એમ બધું જોઈ રહી છે. અગિયાર વાગવા આવ્યાં એટલે રોજનાં નિયમ મુજબ એમને ભૂખ લાગી હોય એવું વર્તન કરવાં લાગ્યાં. સુહાની અત્યારે એમની મા હોય એવું લાગી રહ્યું છે. એ સમજી ગઈ. એ બોલી, " ભૈયા ખાને કે લિયે કહી પે રુક શકતે હૈ ?? મા કો ભૂખ લગી હે..."

એ બાજુમાં રહેલો વ્યક્તિ બોલ્યો, " હા મેડમ...આગે નજદીક મેં જો ભી અચ્છા રેસ્ટોરન્ટ આયેગા વહાં ને ગાડી રોક દેંગે....વેસે ભી માલિક ને કહાં સે કી આપકો કોઈ ભી પ્રોબ્લેમ નહીં હોની ચાહિએ..."

સુહાનીએ મોકો ઝડપાતાં પૂછી લીધું, " આપકે માલિક કા નામ ક્યાં હૈ ?? વો તો બતાઓ..."

એ વ્યક્તિ હસવા લાગ્યો ને બોલ્યો, " ક્યાં મજાક કરી રહે હો મેડમ...આપકો સબ કુછ પતા તો હે....હમ તો કુછ નહી બતા શકતે...વરના હમ તો જાન સે જાયેંગે...."

સુહાની : " ઠીક હૈ.."

થોડીવાર પછી એક હાઈવે પર આવતી એક રેસ્ટોરન્ટ પાસે ઉભી રાખી...!! પછી સુહાની એમને અંદર લઈ ગઈ. થોડીવારમાં એણે સવિતાબેનને ફાવે એ રીતે જમવાનો ઓર્ડર કરી દીધો...એ બંને જણાં ત્યાં જ બાજુનાં ટેબલ પર બેસી ગયાં કે રખે ને ક્યાંય જતાં રહે....!!

એમાંનો એક વ્યક્તિ બોલ્યો, " મેમ આપ ભી ખા લો..કુછ..."

સુહાની : " નહીં મુજે નહીં ખાના હે..."

એ બંને જે રીતે સુહાની સવિતાબેનને જમવાનું આપી રહી છે એ બધું જોઈ જ રહ્યાં. બે જણાં અંદરોઅંદર વાતો કરવાં લાગ્યાં, " પતા નહીં ચલ રહા ચક્કર ક્યા હે...યે લડકી તો બહોત અચ્છી ઓર અચ્છે પરિવાર સે લગ રહી હે...પતા નહીં માલિક કો ઈસસે કોન સી દુશ્મની હોગી ?? "

ગાડી ચલાવનાર બોલ્યો, " મોન્ટી, યે તો બડે લોગો કી બડી બાતે... હમેં તો સિર્ફ કામ કરકે ફ્રી રહેના હૈ...હમારે ભી તો બીવી બચ્ચે હૈ ના..."

મોન્ટી : " હા સફી યે બાત તો સહી હૈ‌..."

સુહાની બાજુનાં ટેબલ પર આ બે જણાંની ધીમેધીમે થઈ રહેલી ગૂસપૂસ સાંભળી રહી...!!

પછી સવિતાબેનનું જમવાનું કાઢતાં પર્સ કાઢીને પૈસા આપવા લાગી એટલે એટલે મોન્ટીએ કહ્યું, " મેમ આપ રહેને દો... મેં દે દુંગા...સાબ ને બોલા હૈ...ઉન્હોને મુજે ઉસકે લિયે એડવાન્સ પેસે દિયે હે...."

સુહાનીને એણે પૈસા ન આપવા દીધાં. એણે પૈસા ચુકવી દીધાં પછી પાછાં બધાં ગાડીમાં ગોઠવાયાં. ને ગાડી ચાલવા લાગી. સુહાનીએ પોતાનો ફોન તો સ્વિચ ઓફ રાખેલો છે જેથી કોઈ એને ફોન કરી ને શકે...

સવિતાબેન તો જમીને સૂઈ ગયાં. પણ આખી રાતનો ઉજાગરો હોવાં છતાં સુહાનીને જરાં પણ ઉંઘ આવી નથી રહીં. એનાં મનમાં એ જ ચિંતા છે કે આ બધું કરનાર પરમ તો નહીં હોય ને ?? હું એકલી શું કરીશ ?? મારી જાતને કેમ બચાવીશ ?? પણ એ વ્યક્તિએ તો એમ કહ્યું હતું કે," સમર્થ તમને મળી જશે..જો તમે મારી શરત માનીને હું કહું એ મુજબ આવશો તો...."

સુહાનીને થયું કે કદાચ કોઈ ખોટું હશે તો ?? તે પાછી જતી રહે એવો પણ એક મિનિટ માટે વિચાર આવ્યો...પછી એને થયું કે એટલીસ્ટ મારે એ સાચું કહે છે કે નહીં એનું કંઈ પ્રુફ માગવા જેવું હતું...પછી એ મનોમન બોલી, " હવે જે થાય તે... અહીંથી પાછાં જવાય એમ પણ નથી...ને એ બેસીને મનોમન કાનાજીને પ્રાર્થના કરવાં લાગી. ઉજાગરાને કારણે એની આંખો પર ભાર છે સાથે જ આંખો બળી રહી છે...વળી મન તો કાબૂમાં જ નથી જાણે... વિચારોમાં એની આંખ ક્યારે લાગી ગઈ એ ખબર ના પડી...!!

***************

એકાએક કોઈનો ફોન પર વાત કરતો અવાજ આવતાં એકદમ એ જાગી ગઈ પણ એણે આંખ ન ખોલી. મોન્ટી કોઈ સાથે વાત કરી રહ્યો છે...એ બોલ્યો, " માલિક અભી દો ઘન્ટે મેં વહાં ને પહુંચ જાયેંગે...આપ ચિંતા ન કરો...એસા કુછ નહીં હોગા. સીધે કહાં પે આના હૈ ?? "

સામેથી શું કહ્યું એ તો સંભળાયું નહીં પણ " ઠીક હૈ... પહુંચ જાયેંગે..." કહીને ફોન મુકાઈ ગયો.

સુહાનીએ હાથમાં રહેલી ઘડિયાળમાં જોયું તો લગભગ બપોરનાં બે વાગવા આવ્યાં છે‌. એણે જોયું તો આ તો બહાર જે રસ્તા દેખાઈ રહ્યાં છે ત્યાં તો બધે હિન્દીમાં લખેલાં બોર્ડ દેખાઈ રહ્યાં છે...પણ એ કોઈ હાઈવે નથી કોઈ ગામડાઓ તરફના રસ્તા હોય એવું લાગી રહ્યું છે....આ જોઈને એનાં ધબકારા વધી ગયાં કે મતલબ એ ગુજરાતની બહાર આવી ગઈ છે. હવે એની શંકા વધારે મજબૂત બની ગઈ કે આ બધું કરનાર પરમ જ હશે‌.‌‌..કદાચ એને પૂના તરફ તો નથી લઈ જઈ રહ્યાં ને ?? આખરે એણે મોન્ટી અને સફીને પૂછી જ લીધું.." મિસ્ટર પરમ ને આપકો યહાં હમકો લેને કે લિયે ભેજા હૈ ના ?? "

એ બંને એકબીજાં સામે નવાઈથી જોઈ રહ્યાં કે અમે કોઈ બીજાને તો લઈને નહીં આવ્યાં હોય ને ?? એમણે તો કહ્યું હતું એ મુજબ આ એ જ ફોટો છે ને એક વયસ્ક સ્ત્રી જ છે...

મોન્ટી : " પરમ કોન ?? હમ એસે કિસી કો નહીં જાનતે..."

સુહાનીને કંઈ સમજાયું નહીં કે આ લોકો ખોટું કહી રહ્યાં છે કે સાચે જ એ પરમને નથી ઓળખતાં....એ હવે વધારે ચિંતામાં આવી ગઈ. જો સાચે જ એવું હશે તો આ લોકો આમને કોની પાસે લઈ જઈ રહ્યાં હશે ?? હવે તો ભગવાન જ અમારી રક્ષા કરી શકશે...!! વિચારતી એ ગાડીની બહાર જોવાં લાગી....

એમનેમ બે કલાક પૂરાં થવાં આવ્યાં. ગાડી કોઈ ખુલ્લી જગ્યામાં મોટાં વિશાળ બંગલો અને એની આજુબાજુ રહેલી બહું મોટી ખુલ્લી જગ્યા... જ્યાં ઘણી બધી દૂરદૂર સુધી બ્લેક કલરની ગાડીઓ પાર્ક કરેલી દેખાઈ રહી છે . આજુબાજુ દૂરદૂર સુધી કોઈ રહેણાંક એરિયા દેખાતો નથી સાથે જ કોઈ એવા માણસોની ચહલ પહલ...ન કોઈ ખેતરો...કે ન કોઈ ઈન્ડસ્ટ્રીઝ... ફક્ત આ વિશાળ જગ્યા જ ધમધમી રહી છે...એની બહાર કોઈ જ નામનું બોર્ડ નથી કે ન વિસ્તારનું નામ....જેવી ગાડી મેઈનગેટ પાસે ઉભી રહી કે મોન્ટીએ કહ્યું, " મેમ યહાં આપકો ઉતરના હૈ..."

સુહાનીએ "હા" તો કહી પણ પ્રશ્નાર્થ નજરે જોયું કે," હવે ક્યાં જવાનું છે‌‌.." ત્યાં જ સફી બોલ્યો, " મેમ દૂસરી ગાડી તૈયાર હે....!!

સુહાની અને સવિતાબેન બંને બહાર નીકળ્યાં. સુહાની તો આ બધું જોઈ જ રહી. સવિતાબેન બોલ્યાં, " સમર્થ અહીં જ છે ને ?? હવે તો મળશે ને મારો દીકરો ?? "

સુહાનીએ એક સ્મિત આપીને એમની સામે માથું ધુણાવ્યું. એ ખુશ થઈ ગયાં... ત્યાં બીજી બ્લેક ગાડી આવીને એમને બેસવાનું કહ્યું. એમનાં બેસવાની સાથે જ ગાડી સડસડાટ કરી એ મોટાં વિશાળ બંગલાની આજુબાજુના ખુલ્લાં વિસ્તારમાંથી એ બંગલા તરફ ધસમસતી જઈ રહી છે...ને સુહાની આજે આર યા પાર નાં ફેંસલા સાથે મક્કમ બનીને જઈ રહી છે....!!

શું થશે હવે ?? સુહાની ક્યાં પહોંચી હશે ?? આ બધી પરમની ચાલ હશે કે બીજું કોઈ આ રમત રમી રહ્યું છે ?? આ વખતે સુહાનીને સમર્થ મળશે કે પછી એણે હંમેશા માટે સમર્થને ભૂલી જવો પડશે ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રેમનો પગરવ ભીનેરો - ૪૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....