murder and kidnapping - 2 in Gujarati Crime Stories by Shanti Khant books and stories PDF | મર્ડર અને કિડનેપિંગ. - 2

Featured Books
Categories
Share

મર્ડર અને કિડનેપિંગ. - 2

અહીં આ બધું કેમ અસ્ત - વ્યસ્ત પડ્યું છે.

શું વાત કરો છો સર આપણી જિંદગી જ અસ્ત વ્યસ્ત હોય તો આ પોલીસ સ્ટેશન તો એવું જ રહેવાનું ને.

આ ખુરશી ને બધું સરખું કરો ભલે આપણી જિંદગી અસ્ત વ્યસ્ત હોય પણ બધાની જીંદગી સુધારવાનું કામ તો આપણું જ છે ને

હા સર બેસો હું બધું ગોઠવી દઉં છું આજે કામ વાળો આવ્યો નથી.

સર....સર.... સાંભળો જરા મારી પત્ની ગાયબ થઈ ગઈ છે.

અરે !...અરે... !બેસ ખુરશી પર અને શાંતિથી વાત કર શું થયું છે..

હા સર.... હું અને મારી પત્ની ખરીદી કરવા માર્કેટ ગયા હતા તે એક દુકાનમાં બધી વસ્તુઓ લેતી હતી અને મને પાણીની તરસ લાગી .....એટલે હું પાણી લેવા અને પીવા બે કામ કરતો આવું એમ કરીને બહાર ગયો હતો... તે બીલ ચૂકવીને બહાર જ આવવાની હતી પણ ખાસો ટાઈમ થઈ ગયો તેને બહાર આવતા એટલે મેં અંદર જઈને જોયું તો તે ત્યાં હતી નહીં...

મને એમ કે તે બીજું કંઈ લેવા માટે આમ તેમ બીજી દુકાન માં ગઈ હશે... પણ ખાસો સમય થઈ ગયા હોવાથી મને ચિંતા થઈ.‌‌.. એટલે મેં આખા માર્કેટમાં શોધ કરી પણ મને તે ક્યાંય મળી નહીં..

હું બધા સંબંધીઓને પણ કોલ કરી ચુક્યો છું તે કોઈના ઘરે નથી ગઈ.

ત્યારબાદ મેં વિચાર્યું કે તે ઘરે જતી રહી હોય તો ઘરે જઈને પણ જોયું પણ તે ત્યાં પહોંચી નહોતી..

સાંજ સુધી રાહ જોઈ તે ક્યાંક ગઈ હોય તો આવી જશે પણ આવી નહીં... એટલે હું અહીં પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરવા આવ્યો છું..

"ઓકે મિસ્ટર સારું જણાવો કે લગ્ન કરીએ કેટલો ટાઈમ થયો છે."

"બે વર્ષ."

"તમને કંઈ ડાઉટ છે કે તેને કોઈની જોડે અફેર છે... આડાસંબંધ હોય અથવા તો લગ્ન પહેલા કોઈની જોડે સંબંધ હોય અને તમને ખબર હોય.‌."

"ના સર એવું કશું નથી... અમારા બંને વચ્ચે ખૂબ જ પ્રેમ છે.... તેમજ તેના લગ્ન પછી કોઈની જોડે સંબંધ હોય એવું મેં સાંભળ્યું નથી.

સર તમે મારી પત્ની ને જલ્દી શોધી લાવો મને મદદ કરો."

"ઓકે જરૂર ..‌મદદ કરવા અમારી ડ્યુટી છે .. તમારી વાઈફ નો ફોટો... મોબાઈલ નંબર જમા કરાવી દો..
તેમજ પોલીસ સ્ટેશનમાંથી અમારા એક ઓફિસર ને તમારી જોડે હમણાં જ મોકલું છું."
"જી સર."

"સોરભ અહી આવતો ...આ મામલમાં શું છે?
આજુબાજુ પડોશીની તેમજ સંબંધીઓની જાચ પડતાલ કરીને જે પણ જાણકારી મળે એ એકઠી કરીને મને જણાવવાની છે.."
"હા સર."

"સૌ પ્રથમ તો માર્કેટ જઈને જે વેપારીને ત્યાં ખરીદી કરી હતી તેમની પૂછપરછ કર્યા બાદ ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કરવાના છે.. જેના પરથી થોડો ઘણો ખ્યાલ આવી જશે ...તે માહિતી એકઠી કરીને મને પહોંચાડો.."
"ઓકે સર."

તમારી કમ્પ્લેન દર્જ કરી લીધી છે ... સૌ પ્રથમ આપણે માર્કેટ જઈએ તમારે પણ મારી જોડે આવું પડશે..
"જી સર ."
આ દુકાનમાં છેલ્લે મારી પત્નીને હું મૂકીને ગયો હતો."

હું પોલીસ કોસ્ટેબલ સોરભ છું... તમારી દુકાનમાં છેલ્લે આમની પત્ની ખરીદી કરી હતી તેના વિષે થોડું જણાવશો.?

હા સર એમને તો હું સારી રીતે ઓળખું છું ... તેમને ખરીદી કરીને બિલ પણ ચૂકવયુ છે જોવો.. પછી તેઓ અહીંથી જતા રહ્યા હતા..

ઓકે તમારી દુકાનમાં લાગેલા સીસી ટીવી કેમેરા ચેક કરી લઈએ..

હા જરૂર સર.

સીસીટીવી કેમેરામાં ખરીદી કરીને બિલ ચૂકવ્યું ત્યાં સુધી તો અહીં બધું બરાબર દેખાય છે... ત્યારબાદ દુકાનની બહાર ગયા છે ત્યાં સુધી તેમનો ચહેરો દેખાઇ રહ્યો છે.‌.અહી સુધી તો બધું ઓકે છે.

માર્કેટ માં મુકેલા સીસી ટીવી કેમેરા પણ ચેક કરી લઈએ..

કૅમેરા માં જોતા તો એવું લાગે છે કે આ દુકાન ની આજુબાજુ ક્યાંય તમારા પત્ની ગયા નથી તો પછી અહીંથી જ કોઈ રીક્ષા અથવા ગાડીમાં બેસી ગયા હોવા જોઈએ.‌. તેથી જ તેઓ બીજે ક્યાંય કેમેરામાં કેદ નથી પણ અહીંથી કોની જોડે ગયા કેવી રીતે ગુમ થયા ? અહીંથી કોની જોડે ગયા? કેવી રીતે ગુમ થયા છે? એ શોધવું રહ્યું..

ચલો હવે તમારા ઘરે જઈએ.."

'ઓકે સર."

continue.. નેહા નુ મર્ડર થયું છે કીડનાઈપીગ થઈ ગયું છે અથવા ગુમ થઈ છે આગળના એપિસોડમાં.