હવે આગળ,
કંડકટર તો પોતાની સીટ પર જઈને બેસી જાય છે પણ દેવના મનમાં અલગ અલગ સવાલ ઉદભવે છે . દેવ કાજલની સામેની સીટ માં તો બેઠો છે પણ તે અત્યારે તેને જોઈ નથી શકતો તેની સામે નજર મિલાવી નથી શકતો.બસ આગળ વધે છે અમરેલીની બહાર નીકળી ગઈ છે સાથે સાથે દેવની ધડકન પણ વધી રહી છે ફાઈનલી દેવ હિમ્મત કરીને કાજલને બોલાવાની કોશિશ કરે છે પણ વ્યર્થ નિવડે છે તેના મોઢામાંથી અવાજ નીકળી નથી શકતો અને નીકળે છે પણ બસમના અવાજમાં દબાય જાય છે .દેવ ફરી હિમ્મત હરિ જાય છે પણ એકવાર તે કાજલ સામે નજર કરે છે પણ કાજલની નજર તો બસ બહાર હોય છે દેવ ફરી હિમ્મત ભેગી કરીને તે કાજલને બોલાવે છે આ વખતે દેવ તેમાં સફળ પણ થાય છે .દેવ કાજલને કહે છે.
દેવ : hii કાજલ
કાજલ : hiii
દેવ : રોજ તમે આજ બસમાં ઘરે જાવ છો?
કાજલ : હા. કેમ ?
દેવ : એમ જ પૂછ્યું તમને .મારે તમને એક વાત કેવી છે જો તમને ખોટું ના લાગે તો ?
કાજલ : હા કહોને નહીં ખોટું લાગે .
દેવ : સાચે જ ને!
કાજલ : હા સાચે જ .
દેવ : કાજલ હું તમારી સાથે મિત્રતા કરવા માગું છું ? જો તમને કોઈ પણ પ્રૉબ્લેમ ના હોય તો ?
કાજલ : હા ફક્ત મિત્ર જ આગળ કાઈ જ નહીં .
દેવ : હા ફક્ત મિત્ર જ આગળ કાઈ જ નહીં બસ .
દેવ પોતાનો હાથ કાજલ તરફ લંબાવે છે અને કાજલ પણ દેવ તરફ હાથ લંબાવે છે અને બંને હાથ મિલાવે છે બંને વાત કરતા હોય છે દેવ કાજલને પોતાનો નંબર આપે છે પણ કાજલ દેવનો મોબાઈલ નંબર લેતી નથી અને દેવ ને કહે છે જરૂર હશે ત્યારે સામેથી માંગી લઈશ.આ વાત કરતા હતા ત્યાં કાજલનું ગામ આવી જાય છે અને કાજલ નીચે ઉતરી ઘર તરફ ચાલવા લાગે છે દેવ પણ કાજલ સાથે થયેલી વાતચીત થી ખુશ છે .કાજલને ઘર તરફ તરફ જતી જોઈ રહે છે દેવની બસ ચાલવા લાગે છે પણ દેવ જ્યાં કાજલ બેઠી હતી તે બાજુ બેસીને કાજલને જ્યાં સુધી જોઈ શકે ત્યાં સુધી જોતો રહે છે પ્રેમની શરૂઆત તો મિત્રતાથી થાય છે .બસ આગળ નીકળી ગઈ છે દેવને પણ હવે કાજલના વિચારો જ આવે છે અને બાબાપુર આવી જાય છે તે દેવને ખબર રહેતી નથી .દેવ બસ ઉભી રહેવાથી બાબાપુર ઉતરી જાય છે અને બીજી બાજુ જઈને ત્યાં ઉભો રહી જાય છે.
દેવ ત્યાં પાન ના શોપ પર જઈને એક લીંબુ સોડા નો ઓર્ડર આપે છે લીંબુ સોડા આવે છે દેવ પીવા લાગે છે તે મનમાં ને મનમાં મુસકુરાય છે દેવ શોપ પર સોડા પીઈને પૈસા આપે છે અને દેવ અમરેલી જવા માટેની બસ નું પૂછે છે શોપ વાળાને તો શોપ વાળા ભાઈ કહે છે કે હમણાં 2 વાગ્યે અમરેલી જવાની બસ આવશે દેવ હવે ત્યાં બાંકડા પર બેસીને મોબાઈલમાં મથવા લાગે છે કેમ કે હજી બસ આવવાને 45 મિનિટ ની વાર છે તો દેવ ત્યાં સુધી મોબાઈલમાં ગેમ રામે છે અને સાથે સાથે કાનમાં ઍરફોન લગાવી સોન્ગ સાંભળે છે .દેવની આ 45 મિનિટ ક્યાં નીકળી જાય છે ખબર પડતી નથી .દેવને તો ત્યારે ખબર પડે છે જ્યારે શોપવાળા ભાઈ દેવને કહે છે કે તમારી બસ આવી ગઈ છે ત્યારે દેવ ઝડપ થી ઉભો થઈને બુસમાં બેસી જાય છે અમરેલી તરફ જવા