લવ બ્લડ
પ્રકરણ-46
રીતીકાદાસ અને સુરજીતરોય બંન્ને જણાં બાબાનાં આશ્રામમાં મહેમાન હતાં અને એમને ફાળવેલાં રૂમમાં મધુરજની માણી રહ્યાં હોય એમ પ્રેમ કરીને વાતો કરી રહેલાં અને અચાનક રીતીકાનાં રૂમનાં ફોનની રીંગ વાગી....
બંન્ને જણાં ચમક્યા અને સાવધ થયાં. રીતીકાએ સુરજીતની સામે જોયું સુરજીતે ઇશારામાં કહ્યું ફોન ઉપાડ અને વાત કર હું કપડા પહેરી લઊં.
રીતીકાએ ફોન ઉઠાવ્યો અને એકદમ સ્વસ્થ અવાજે બોલી "હેલ્લો કોણ ? સામેથી સોમીત્રય ઘોષનો જાણે ખૂબજ ગભરાયેલો અવાજ હતો. "હલો હલો રીતીકાજી આઇ એમ સોરી આઇ એમ સોરી...
રીતીકાએ આધાત અને આશ્ચર્ય સાથે કહ્યું એરે સૌમીત્રી કેમ આમ અડધી રાતે ફોન કરીને મને સોરી કહો છો ? શું થયું ? શું તકલીફ છે તમને ? તમને ખબર છે અત્યારે કેટલા વાગ્યાં છે અને એક એકલી સ્ત્રીને આમ અડધી રાતે ફોન કરીને સોરી સોરી કહો છો શું મતલબ છે ?
સૌમીત્રયે ફોન "મેડમ આઇ એમ સોરી બટ... મેં પહેલાં સુરજીતરોય સરને ફોન કર્યો. એ ઉપાડતાંજ નથી. સૌરભ ફોન ઉપાડતો નથી ખબર નહીં એ છૂટો પડ્યો પછી ક્યાં છે ? શું કરે છે ? મારે મજબૂરીમાં તમને ફોન કરવો પડ્યો.
રીતીકાએ કહ્યું એવી શું વાત છે ? કે તમારે અત્યારે ફોન કરવો પડ્યો ? સૌમેત્રયે કહ્યું "બાકીની પૂરી વાત કાલે બહાર નીકળીશું ત્યારે કરીશું પણ આપણે અહીં આવીને ફસાયા છીએ.. પેલો બાવો... મેંજ એની વિનંતી માનીને અહીં મીંટીંગ ફીક્ષ કરાવી છે પણ એનાં ઇરાદા કોઇ સારાં નથી અને મને અત્યારે અડધી રાતેજ બધી ખબર પડી ગઇ છે. પણ કાલે કહીશ બધુ ખાસ તમે સાવધ રહેજો. પ્લીઝ બાકીની વાત કાલે કરીશ.. આઇ એમ સોરી તમને સાવચેત કરવાજ ફોન કર્યો છે. આઇ એમ સોરી...
વાત સાંભળીને રીતીકા સડક જ થઇ ગઇ અરે આ બાવો કોણ છે ? શું કરે છે ? સૌમીત્રયે ઘોષે એમ કેમ કીધુ કે આપણે ફસાઇ ગયા ? તમે ફસાઇ ગયાં છો.
રીતીકાએ ફોનમાં થયેલી અક્ષરે અક્ષર વાત સુરજીતરોયને કીધી. સુરજીત પણ ચિંતામાં પડી ગયો કે આ બાવાનો ચક્રવ્યૂ શું છે ? શેનુ ષડયંત્ર રચ્યું છે આ બાબાએ.... મે તને કહ્યું અહીં બધુ વિચિત્ર લાગી રહ્યું છે.
પણ રીતુ મને એક વાત નથી સમજાઇ રહી કે એને આપણી પાસેથી શું જોઇએ છે ? આટલુ તો છે એની પાસે સૌમત્રય સાથે હું વાત ના કરી શકું કારણ કે હું મારાં રૂમમાં નથી શેમાં સાવધાન કરે છે ? શું સાવચેતી રાખવાની છે ?
રીતીકાએ સુરજીતનો ચિંતા અને ગભરાયેલો ચહેરો જોયો અને એને હસુ આવી ગયું.
સુરજીતે કહ્યું આવાં સમાચાર અને ફસાયા છીએ કોઇ ષડયંત્રમાં અને તને હસુ આવે છે ?
રીતીકાએ વાતો કરતાં જોયેલુ કે સુરજીત બધાં કપડાં પહેરીને તૈયાર થઇ ગયો છે. ફોન મૂકીને એણે બધી વાત કરી પછી સુરજીતનાં ચહેરાં પર બાર વાગેલાં જોઇ હસતી હતી પછી બોલી... "અરે રોયબાબુ હું પણ જે તકલીફમાં ફસાયાં છીએ એનાંથી ચિંતીત છું પણ હું બીલકુલ ગભરાતી નથી.
સુરજીતે કહ્યું "રીતુ તુ ખરી છે ? આમાં ડર જેવું ના લાગ્યું તને ? ઘણી બીન્દાસ છે આ બાબો નાગો છે...
રીતીકાએ કહ્યું "ના નથી ડર મને બીલકુલ કેમકે હવે તું મારી સાથે છે. હું તને સમર્પિત થઇ ગઇ છું હવે તું મારી રક્ષામાં છે તારી પાસે આ થોડી પળમાં જે પ્રેમ મળ્યો છે એવો ક્યારેય અનુભવ્યો નથી હું તૃપ્ત અને ખૂબ ભાગ્યશાળી છું હવે મૃત્યુ આવે તોય અફસોસ નહીં હોય.
સુરજીત બોલતી રીતીકાને સાંભળી રહ્યો. હજી રીતીકા સાવજ નગ્ન હતી અને એ સુરજીતને ફરીથી વળગી ગઇ અને એનાં હોઠને ચૂસતી ચૂમતી રહી.
સુરજીતે રીતીકાની નિશ્ચિંન્તતા જોઇને એનો એનાં પરનો પ્રેમ અને વિશ્વાસ અનુભવી રહ્યો.
સુરજીતે રીતીકાને ચહેરો હાથમાં લઇ એની આંખમાં આંખ પરોવીને કહ્યું "રીતુ આટલી પળમાંજ તને મારાં પર અપાર પ્રેમ અને વિશ્વાસ બેસી ગયો ? કેવી રીતે ? હજી આજકાલમાં રૂબરૂ મળ્યાં પીણાનો સાથે એ શરીરનો આવેગ પ્રેમમાં પરીણમ્યો અને આટલો પ્રેમ વિશ્વાસ ?
રીતીકાએ સૂરજીતનાં આવાં સ્પષ્ટ શબ્દોનાં સપાટ પ્રસ્નથી પણ વિચલીત થયાં વિના કહ્યું રોયબાબુ હું સ્ત્રી છું અને સ્ત્રીને પુરુષની આંખ અને એનાં સ્પર્શમાં ખબર પડી જાય છે કે પુરુષ કેવો છે ? એની કેવી પાત્રતા છે. મને પાકો એહસાસ છે કે તમે તમારી પત્નીનાં પ્રેમમાં હશો સાચવતા હશો પણ આજે જે મેં તમારી પાસેથી પ્રેમ અને સ્પર્શના એહસાસ મળ્યો છે કદાચ તમારી પત્નીએ પણ નહીં માણ્યો હોય.
સુરજીત રીતીકાની સામેજ જોઇ રહ્યો... એને વળગેલી રીતીકાને વધુ ભીંસ આપીને બોલ્યો રીતુ પહેલીવાર મેં તને જોઇ મળી ત્યારે મને લાગેલું કે એક વિધવા પણ ચબરાક સુંદર બાઇ છે એનું ચરીત્ર કેવું હશે ? હજી એ.. જાણે એવાં વિચારો મારાં પાપ હતાં એવું લાગે છે મને તને પ્રેમ કર્યાનો કોઇ અફસોસ કે ભૂલ નથી મને એવું લાગે કે મને પણ સાચોજ પ્રેમનો એહસાસ છે કોઇ રમત કે શરીર ભૂખ સંતોષવાનો સંબંધ નથી.
રીતીકા વધુ સુરજીતમાં જાણે ભળી ગઇ એ સુરજીતની છાતીમાં ચહેરો રાખીને હૂંફ માણી રહી હતી એની આંખોમાંથી અંશ્રુધારા વહી રહી....
સુરજીતે કહ્યું "કેમ આવી.. ? શું થયુ ? કેમ અશ્રુ ? રીતીકાએ કહ્યું બે પળ બે દિવસનો સહેવાસ અને મારાં આ હાલ ? પછી શું ? હવે ઘોષબાબુ ચેતવણી આપી રહ્યાં છે કે ફસાયા છીએ... મને એટલે હસુ આવેલું કે હવે કંઇ પણ થાય શું ફરક પડે છે તારી આટલી હૂંફ પ્રેમ એહસાસમાં જાણે જીવતાં મોક્ષ થઇ ગયો હવે ભલેને જીવ જાય બાકી તો તું છુંજ મને સાચવવા.
હવે આ રીતીકા સેન તારીજ છે. કુદરતે આપણને આ મીટીંગના બહાને ભેગા કરી દીધાં છે હવે જે થવું હોય એ થાય...
*************
દેબુ... દેબુ... સુચિત્રા બૂમ પાડી રહી હતી અને દેબુએ આંખ ખોલી અને માં ને જોઇ બોલ્યો.. કેમ માં શું થયુ ? હજી તો રાત ચાલે છે કે સવાર પડી ગઇ ?
સુચિત્રાએ કહ્યું "બેટા સોરી પણ મને નીંદરજ નથી આવી રહી તારાં પાપાનાંજ વિચારો આવી રહ્યાં છે થોડીવાર બેસને વાતો કર મને ચેન જ નથી પડી રહ્યું...
દેબુએ ઉઠીને માં ને કહ્યું "કેમ ચિંતા કરે છે આટલી ? ચિંતા કરે પ્રશ્ન હલ થયાં છે કદી ? મને તો બીલકુલ જીવ નથી લાગતો પણ તારો ચહેરો જોઊં છું અને ચિંતા થાય છે માં... ના કર ચિંતા સૂઇ જા...
સુચિત્રા દેબુને ઉઠાડવા ગઇ વાતો કરી પણ દેબુને પણ જીવ નથી બળતો પછી વિચાર્યુ આ છોકરાને કેમ ચિંતામાં નાખું છું... બોલી " સોરી દીકરા સૂઇ જા તું હું સૂઇ જઉ છું.
"બંન્ને જણાં વાતો કરે છે દેબુએ પોતાની મોબાઇલમાં જોયુ તો હજી પરોઢ થઇ છે 4.30 સાડાચારમાં શું કરી શકાય અને માં એ કહ્યું સૂઇ જા તો એ પથારીમાં આડો પડ્યો પરંતુ નીંદર નથી આવી રહી એ પણ વિચારમાં પડી ગયો કે કેવી રીતે તપાસ કરવી ?
પછી પથારીમાં બેઠો થઇ ગયો અને બોલ્યો" માં પાપા આવી રીતે ઘણીવાર ગયાં છે બે શું ચાર-ચાર પાંચ પાંચ દિવસ ગયાં છે પણ તું આમ ચિંતા નહોતી કરતી આ વખતેજ કેમ આમ ? ના કર ચિંતા આવી જશે કાલે મેનેજરનો ખબર ફોન આવી ગયો કે મજામાં છે ફોન સંપર્ક શક્ય નથી પણ બે દિવસમાં આવી જશે.
સુચિત્રાએ કહ્યું મને ખબર છે કાયમ જાય છે પણ કાયમ -મેસેજ ફોન આવે છે બધી માહીતી મને હોય છે આ વખતે કોઇ સંપર્કજ નથી તો ચિંતા થાય ને ?
ત્યાંજ સુમીત્રાના મોબાઇલનાં સ્ક્રીન પર પ્રાઇવેટ નંબર લખાયેલું આવ્યું અને કોઇ એ વાત કરી... સુચીત્રા ફાટી આંખે સાંભળી રહી અને ફોન કટ થયો એમ આંખોમાં અશ્રુધારા વહેવા લાગી...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-47