લાઈફ પાર્ટનર
દિવ્યેશ પટેલ
ભાગ 10
તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો
દિવ્યા રડતા-રડતા ત્યાંથી નીકળી જાય છે અને રાજ ને માનવ નો આ વ્યવહાર પસંદ ના આવ્યો એ એના મુખ પરથી જ સમજાઈ રહ્યું હતું અને સાથેજ તે પણ પોતાના બાઈક પર દિવ્યા ને સમજાવવા તેની પાછળ નીકળી પડ્યો.માનવને પણ લાગ્યું કે તે થોડો વધારેજ ગુસ્સે થઈ ગયો.પણ ધનુષમાંથી નીકળેલું તીર અને મુખમાંથી નીકળેલા શબ્દો પાછા આવતા નથી. માનવે પ્રિયા તરફ જોયું અને તેને કહ્યું "પ્રિયા ચાલ હવે હું ઘરે જાવ છું એમ પણ મૂડ ખરાબ થઈ ગયું કાલે મળીયે" બંને એકબીજા થી છુટા પડે છે.
બીજી તરફ રાજ દિવ્યા ની પાછળ જાય છે અને તેને અડધા રસ્તે જ રોકે છે અને તેની સ્ફૂટી ની આગળ બાઈક લાવે છે અને રાજ પોતાના બાઈકમાંથી નીચે ઉતરે છે અને દિવ્યા ની તરફ આગળ વધે છે અને કહે છે "દિવ્યા હું પણ આજે તને કંઈક કહેવા માગું છું મેં તને પહેલા દિવસ થી જોઈ ત્યારથીજ હું તને ખૂબ પ્રેમ કરું છું શુ તું મારી લાઈફ પાર્ટનર બનીશ?"
"જો રાજ આજ સુધી મેં માનવ સિવાય કોઈના વિશે વિચાર્યું નથી અને અને કદાચ વિચારીશ પણ નહીં અને અત્યારે હું ખૂબ ગુસ્સામાં છું તો પ્લીઝ મને જવા દે" આટલું કહી તે પોતાની સ્ફૂટી પર બેસી નીકળી જાય છે
દિવ્યાના ત્યાંથી જતા જ રાજ ની આંખમાં આંસુ આવી જાય છે અને મનોમન કહે છે "માનવ આ બધું તારા લીધેજ થયું છે જો તે દિવ્યાને દોસ્તી માટે હા પાડી દીધી હોત તો તે આટલી દુઃખી ના હોત અને તે મારી પ્રેયસી પર હાથ ઉગામ્યો એની કિંમત તો તારે આજ નહીં તો કાલ તારે ચૂકવવી જ પડશે" રાજ ના આ શબ્દો તેની સાથે જ માનવ અને પ્રિયા ની જિંદગીમાં પણ ભૂકંપ લઈને આવવાના હતા એ નક્કી હતું"
માનવ પોતાના ઘરે જાય છે અને જમીને તરત સુઈ જાય છે સાંજે તેની આંખ ખુલે છે ત્યારે છ વાગી ચુક્યા હોય છે અટલે તે જાગી મોબાઈલ તરફ જુવે છે તો તેમાં પ્રિયા ના બે થી ત્રણ મિસ્કોલ હોય છે.એટલે તે પ્રિયા ને કોલ કરે છે
"હાલો દિકું શુ થયું"માનવ થોડા મજાકીય મૂડ માં કહે છે
"ઓહ હો આજે તો જનાબનું મૂડ સવાર ની પેલી ઘટના પછી પણ સારું છે"પ્રિયા એ હસતા હસતા કહ્યું
"ઓહ એમાં એવું છે કે હું અત્યાર સુધી સૂતો હતો એટલે થોડો ફ્રેશ છું" માનવે હસતા હસતા કહ્યું
"અચ્છા,પણ હા આપડા લગ્ન પછી હું તને આટલી વાર નહી સુવા દવ હો" પ્રિયાએ લજ્જા મીશ્રીત સ્વરે કહ્યું
"ઓહ એમ સારું બાબા પણ કેમ કોલ કર્યો હતો એતો કે?" માનવે મુદ્દા પર આવતા કહ્યું
"અરે! હા મીકુ સાંજે આપડે હોટેલ બ્લુ સ્કાય માં મળવાનું છે ઓકે મારે એક જરૂરી વાત કરવી છે" પ્રિયાએ કહ્યું
"પણ પ્રિયા શુ વાત છે એતો કે"માનવે ઉત્સુકતા સાથે કહ્યું
"અરે! મારા ભોળા મીકુ જો એમ જ કહી દેવી હોત તો હોટલે કેમ બોલવું?" પ્રિયાએ કહ્યું
"સારું હું પહોંચી જઈશ"આટલું કહી માનવે કોલ ડિશકનેકટ કર્યો
**************************
રાત્રે બંને હોટલ પર મળે છે અને વાતચીત નો દોર શરૂ થાય છે
"એ બોલ ને એવું તે શું અગત્યનું કામ હતું?" માનવે કહ્યું
"અરે તને નહીં લાગતું કે આપડે હવે આપડા બંને વિશે કંઈક વિચારવું જોઈએ" પ્રિયાએ સહેજ ખચકાતા અવાજે કહ્યું
"વિચારવું પડશે એટલે?"માનવે બધું સમજતો હતો તેમ છતાં પોતે જે વિચારતો હતો એ જ પ્રિયા કહે છે ને એ જાણવા તેને પૂછ્યું
"એ મીકુ આમ શુ કરે છે હું આપડા બંને ના મેરેજ ની વાત કરું છું"પ્રિયાએ કહ્યું
"ઓહ એમ વાત છે બહુ ઉતાવળ છે તને!"માનવે મજકિયા અંદાજ માં કહ્યું
"એ તને મજાક સુજે છે મારા ઘરે હવે મારી સગાઈ ની વાત ચાલુ થઈ ગઈ છે અને આ મહિને જ મારો ભાઈ આવ્યો છે અને એ મારી સગાઈ કરાવી ને જ જવાનો છે"પ્રિયાએ ઘટસ્ફોટ કરતા કહ્યું
આ સાંભળતા જ માનવને એક આંચકો લાગ્યો હોય એમ પોતાની ખુરશીમાંથી ઉભો થઈ ગયો અને કહ્યું" અરે પ્રિયા તો હવે શું કરવાનો વિચાર છે?"
"એ તો હું તને પૂછું છું"પ્રિયા એ કહ્યું
માનવ થોડી વાર કંઈક વિચારવા લાગે છે અને એટલી વાર માં વેઈટર જમવાનું લઈ ને આવે છે બંને જમવાનું શરૂ કરે છે પણ બંને હજી વિચારો માંજ ખોવાયેલા હોય છે કદાચ પહેલી વાર આ યુગલ આટલી વાર શાંત રહ્યું હશે.જમી લીધા પછી માનવે કહ્યું "બસ પિયુ હવે એક જ રસ્તો છે હવે ઘરે આપણા ઘરે આપણા રીલેશન વિશે જણાવી દેવું જોઈએ"
"તારા પપ્પા?"પ્રિયા એ જાણી જોઈને વાક્ય અધૂરું મુક્તા કહ્યું
"ના મારા પપ્પા નો કોઈ પ્રોબ્લેમ જ નથી પિયુ પણ તારા પપ્પા માનશે?" માનવે કહ્યું
" જો મીકુ તારે મનાવવા આવવું પડશે એકલા પપ્પા સામે મને બીક લાગે છે?"પ્રિયા એ કહ્યું
"હું પણ યાર હું તો હજી તારા પપ્પા ને સરખી રીતે ઓળખતો પણ નથી" માનવે કહ્યું
"અરે! પણ તારે ક્યાં કાઈ બોલવાનું છે પપ્પા ને તો હું જ કહીશ તું ખાલી મારી સાથે રહેજે બસ" પ્રિયા એ માનવ ના ખભા પર હાથ મુકતા કહ્યું
"હા ઓકે ડોન્ટ વરી પ્રિયા હું મારા પપ્પા ને આજે મનાવી લઈશ પછી તારા પપ્પા ક્યારે ફ્રી હશે એ જણાવ એટલે હું આવી જઈશ"માનવે પ્રિયાના ચાંદ થી પણ વધુ સુંદર લાગતા ચહેરા તરફ જોતા કહ્યું
"જો માનવ કાલે સવારે પપ્પા ફ્રી હશે તો કાલે સવારે નવ વાગે આવી જજે અને મારો ભાઈ પણ એ સમયે ઘરે નહીં હોય આથી ખાલી પપ્પા ને જ સમજાવવાના રહેશે"પ્રિયાએ કહ્યું
"હા ઓકે સારું ચાલ તો હવે નિકળીયે"માનવે પ્રિયા ના મુખ પર એક કિસ કરતા કહ્યું
"હા.."પ્રિયાએ આટલુંજ કહ્યું અથવા કહી શકી
માનવ ના ત્યાંથી જતા જ પ્રિયા ના ચહેરા પર તંગ રેખાઓ ફરી વળી અને સાથેજ તેનો ચહેરો જે થોડા સમય પહેલા હસતો હતો તે એકદમ ફિક્કો પડી ગયો અને તેને એક ડર સતાવવા લાગ્યો અને તેને પોતાના પર્સમાંથી એક રૂમાલ કાઢી ને પરસેવો લૂછતાં આકાશ તરફ જોયું અને કહ્યું" ગોડ આ વાત હું માનવ ને જણાવી પણ નથી શકતી અને જણાવ્યા વગર રહી પણ નથી શકતી કાલે શુ થવાનું છે એ તું સંભાળી લેજે" આટલું કહી પ્રિયા પોતાની સ્ફુટી તરફ ચાલી નીકળી
પ્રિયા તો પ્રભુ પાસે મીકુને જ માંગે છે,
પણ પ્રભુને તો કૈંક બીજું મંજુર લાગે છે,
કુદરત પણ બંને સાથે રમત કરતી લાગે છે.
કહેવાય છે ને કે જ્યારે તમે કોઈ વસ્તુ ની મળવાની અપેક્ષા જેટલી વધુ રાખો એટલી જ એ વસ્તુ મળવાના ચાન્સ ઓછા થતા જાય એ મુજબ જ અત્યારે માનવ માં ચાલી રહેલી તીવ્ર ઈચ્છા પૂરી થશે કે કેમ એ તો ભવિષ્ય ના ગર્તમાં જ છુપાયેલું છે.
ઘણીવાર પોતાના દિલમાં પ્રેમનું ઘોડા પુર આવતું જ રહે છે પણ તેને કાબુ કરતા પણ શીખવું જોઈએ જોકે આ વાત વાંચવામાં જેટલી સરળ છે તેટલીજ વાસ્તવ માં અઘરી છે જે વ્યક્તિ પોતાના પ્રેમને નથી મેળવી શકતો એ વ્યક્તિ હંમેશા તેની જિંદગીમાં ખાલીપો મહેશુસ કરે છે એવો ખાલીપો જે કોઈ દિવસ ભરાતો નથી
ક્રમશ
માતૃભારતી પર વાંચો મારી અન્ય નોવેલ
જુનું ઘર અને પ્રીતિશોધ પ્રેમનો
તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો