Breakups - Ek navi sharuaat - 13 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 13

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 13

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(13)

બસ ફિર ક્યાં થા? પપ્પા સાથે રહ્યો થોડાંક દિવસો. એ દિવસો અમારી માટે મુશ્કેલી ભર્યા રહ્યા. પપ્પા રાતભર જાગ્યાં કરતાં. તેમને ઊંઘ આવતી નહીં. અને એમની સાથે હું પણ જાગતો. મમ્મી ના પરત ફર્યા બાદ, મમ્મીએ તેમને સંભાળ્યા. અને હું ત્યાંથી નીકળી આવ્યો. ખરેખર કોઈ પોતાનું જતું રહે એનું દુઃખ અસહ્ય હોય છે. મુવ ઓન કર! આ મુવ ઓન કર એવું કહેવું સહેલું હોય છે. પરંતુ, મુવ ઓન કરવું ક્યારેય આસાન હોતું નથી. ત્યાં જઈને ફરી મેમને મળ્યો. તેમણે મારી સાથે ભુતકાળની કોઈ જ વાત કરી નહીં. તેમણે કહ્યું જે થયું એ થયું. આમ, નિરાશ બેસી રહેવાનું પણ ફાયદો નથી. કંઈક કર! તને મનગમતું કર. તારું ધ્યાન બીજી પ્રક્રિયામાં મુકી દે. બસ આજ ઈલાજ છે એ બીમારીનો. પછી શું હતું? હું પેંટિંગ્સ બનવવામાં મશગુલ થઈ ગયો. મારા દિવસો પેંટિંગ્સ બનવવામાં જ નીકાળતો. મેમ એ દરમિયાન મારી હેલ્પ કરતાં. તેમણે જ મને આ દુઃખમાંથી બહાર કાઢ્યો છે. તેઓ જ હતાં જેમણે એ સમયે કોમેડી સો બતાવેલા. તેઓ જ હતાં જેમણે કોમેડી મૂવીઝ બતાવેલી. અને તેઓ જ હતાં જેમણે મને પેંટિંગ્સ વિષે કેટલીક માહિતિ આપેલી. અમે, ગેમ્સ રમતા,મુવી જતાં, શર્કશ જતાં, પ્રાણી સંગ્રાલય, પૂલ્સ જતાં. આ બધું જ કર્યું હતું. ત્યારબાદ, અમે ત્રણેય ડિનર માટે પણ ગયા હતા. એક મોટી હોટેલ હોય. જ્યાં બધીજ સુવિધાઓ હોય. બીજું શું જોઈએ છે? અમે, પાર્ટી કરી. પાર્ટી કરી! આ સાંભળી તમને આશ્ચર્ય થયું હશે. હું જાણું છું કે, આવા સમયે આ બધું ન કરવું જોઈએ. પરંતુ, શું કરી શકીએ? મુવ ઓન આ રીતે જ કરી શકાય છે. ફરી એજ લાઈફ કન્ટીન્યુ થવા લાગી. ઘર સે કોલેજ ઔર કોલેજ સે ઘર. એમાં ઘણોખરો સમય મેમ સાથે વીતતો. અને બાકીનો સમય કાંતો શંકર હોય અને કાંતો ડાયરી હોય. હું અને શંકર દરરોજ લાઈબ્રેરી માટે જતાં. અહીં એક લાઈબ્રેરી હતી. જ્યાં, લોકોની સંખ્યા વધારે હોય. અહીં લોકોને વાંચવાનું રશ હતું. અમારા જેવા લોકો તમને અહીં ભરપુર માત્રામાં જોવા મળે. વેલેન્ટાઈન વિક! કોલેજમાં લોકો આ વિષે મહિનાઓ પહેલાં ચર્ચાઓ કરવા લાગી જતાં. સાચું કહું તોહ, હું આખું વિક કોલેજ મિસ કરતો. કારણ કે, આ બધું મને ગમતું નહીં. માત્ર વેલેન્ટાઈન ડે થી મારા લેવાદેવા હતા. એ પણ માત્ર બે કે ત્રણ વર્ષ માટે. એનું કારણ પણ મેઘના જ હતી. આ વખતે પણ મારું કોઈ પ્લાન નહોતું વેલેન્ટાઈન વિક માટેનું. બસ નોવેલ્સ વાંચવાનો મારો વિચાર હતો. પરંતુ, પૂજા મેમએ ફોર્સફૂલી મને કોલેજ આવવા માટે રાજી કર્યો હતો. તેમનું કહેવું હતું કે, મેં પંદર દિવસ કોલેજ મિસ કરી હતી. અને એ માટેની રિકવરી કરવાની હતી. સો, મારે જવું પડ્યું. આ કેટલાંક દિવસો કેમ વીત્યા? એ મારું મન જાણે છે. સાલું લોકો આટલાં પાગલ થઈ જાય છે? એની મને જાણ પણ નહોતી. કેટલાંક ડે આવ્યા અને ગયાં. ત્યારબાદ, આવ્યો મેઈન દિવસ. વેલેન્ટાઈન્સ ડે! હું આ દિવસે એજ હોટલમાં જવાનું વિચારું રહ્યો હતો જ્યાં, હું અને મેઘના સાથે જતાં. એ યાદોને ફરી જીવવા માંગતો હતો. એ હોટલમાં ભોજન ક્વોલિટી વાળું મળતું. અને અહીંના ચિત્રો અને કળાને કારણે મને આ હોટેલ ગમતું. અહીંની સીટીંગ વ્યવસ્થા અલગ જ પ્રકારની અને યુનિક હતી. એ યાદોને ફરી યાદ કરી શકાય ખરી? લખી તોહ, શકાય ને? માટે ડાયરી હાથમાં લીધી.

પ્રિય મેઘના. આજે વેલેન્ટાઈન્સ ડે છે. આપણે શું કર્યું હતું? શું નહોતું કર્યું? એ વિષે હું વાત નહીં કરું. હું આજે આ દિવસની ઘટનાઓને કદાચ, ફરી જીવવા માંગતો નથી. ના! કદાચ, એવું કહું કે હું એ યાદોને જીવી નહીં શકું. આ શબ્દ જરાક સાચો અને સારો રહેશે. કોઈ લાઈફમાં આવવાનું નથી. તારા સિવાય કોઈજ નહીં આવે હવે આ દુકાળમાં. હું નહીં આવવા દઉં. કોઈ શરતે નહીં આવવા દઉં. આજ આ દિવસને મારે કદાચ, કોઈ જ લેવાદેવા નથી. કારણ કે, તું મારી સાથે નથી. કદાચ, તું હોત આજે તો જીવી લેત આ દિવસને. પણ હમણાં આ કદાચ, શક્ય નથી. તારા વિના હું કંઈજ નથી, માત્ર એક કતપુતળી છું. તું ફરીવાર આવે આ જીવનમાં તોહ, માનવી થવા વિષે કદાચ, ફરી વિચાર કરું. હવે, કેટલાંક દુખોમાંથી બહાર આવ્યો છું. એ દુઃખોને પાછળ છોડી દીધા છે. પરંતુ, આ સુખ પણ ક્યાં સુધી સાથ આપશે? એ વિષે હું કંઈજ જાણતો નથી. બસ આજે આટલું જ લખીશ. કારણ કે, તું અહીં છે જ નહીં. અને માટે જ મારી પાસે લખવા માટેના શબ્દો પણ ખુટતા જાય છે. ચલ, આવું છું. માત્ર તારો જ યશ.

મેઘનાને લખ્યા બાદ, હું નોવેલના પન્ના ફેરવવા લાગ્યો. અને ત્યારેજ મારા ઘરનો બેલ કોઈએ દબાવ્યો. હું ઉભો થઈ અને દરવાજા તરફ ગયો. દરવાજો ખોલતા જ કેટલાંક માસ્ક પહેરેલા લોકોએ મને દબોચી લીધો. હું કંઈજ કરી શક્યો નહીં. અને તેઓએ મને ઉપાડી એક કારમાં નાખી દીધો. એક વ્યક્તિએ મારા હાથ પકડ્યા, બીજાએ પગ અને ત્રીજાએ મારું મોઢું દાબ્યુ હતું. એ કાર જઈને એક ખાલી હોટેલમાં ઉભી રહી. ગાર્ડન વાડી હોટેલ હતી. અને મને તેઓએ ત્યાં ઉતાર્યો. અને ત્યારે મને જાણ થઈ કે, એ બધા મારા મિત્રો જ હતા. તેમણે મને આ બધા વિષે જણાવ્યું. આ ઓર્ડર મેમનો હતો. તેમણે જ મને અહીં લાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો. અને મારા મિત્રોએ આ કાર્ય બખુબી નિભાવ્યો. હું કંઈજ કહું કે, ચિખું એ પહેલાં મેમ મારી સામે આવી ઉભા રહી ગયાં. આ બધું મેમએ કર્યું હતું. હવે શા માટે કર્યું હતું? એ પછી જણાવશે. તેમણે મને ટેબલ પર બેસવાનું કહ્યું. અને ત્યારેજ તેમણે મારા હાથ પર હાથ મુકીને કહ્યું."યશ આઈ લવ યું." અને આ શબ્દો સાંભળીને હું ચોંકી ગયો. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મેમ બધું જ જાણતા હોવા છતાં આવું શા માટે બોલી રહ્યા હતા? હવે, ખબર પડી? મેમએ મને અહીં લાવવાનો ઓર્ડર શા માટે આપ્યો હતો? સવારની જ ઘટના છે. તેમણે મને કોલ કર્યો હતો. અહીં આવવા માટે મને જાણ કરી હતી. પરંતુ, મેં અહીં આવવા માટે ના પાડી દીધેલી. કારણ કે, હું મેઘનાની યાદોમાં ખોવાયેલો હતો. આજનો દિવસ હું મેઘનાના નામ પર મુકવાનો હતો. પરંતુ, મેમ પણ ક્યાં ઓછા જિદ્દી છે? મને અહીં લાવવા માટે ફિલ્મી અંદાજનો ઉપયોગ કર્યો. ચલો, આ બધી વાતો મુકો. પ્રેજેન્ટમાં પાછા ફરીએ. હું શોકમાં હતો.

"મેમ આ તમે શું કહી રહ્યા છો? કઈ રીતે? ક્યારે? આ બધું?" મેં કહ્યું.

"શાંત..શાંત.. કેમ? હું તને પ્રેમ ન કરી શકું? પ્રેમ ન થવાનું તારી પાસે કોઈ કારણ છે? તારા જેવાં સમજદાર અને સમાજનું કલ્યાણ કરવાની સોચ ધરાવનાર વ્યક્તિને કોણ પ્રેમ ન કરે? તુંજ મને કહે યશ? કોઈ કારણ છે તારી પાસે? અને હું જ્યોતીને અપનાવવા માટે પણ તૈયાર છું. તું એકવાર માંગી તોહ, જો જીવ આપવા તૈયાર છું. યશ! મારી સાથે જીવન વિતાવવા તૈયાર છે?"

" મેમ! મને તમારી પાસેથી આવી આશા નહોતી. કેમ? શા માટે આવું કર્યું? મિત્રતા સુંધી બધું જ બરાબર હતું. અને તમે મારા ગુરુ છો. અને ગુરુને સાઈડમાં મુકુ. તોહ પણ મેઘના સિવાય મારા જીવનમાં કોઈને પણ એન્ટ્રી હું આપવાનો નથી. એ મારો પહેલો પ્રેમ છે. અને તમે! અને તમે આપણી મિત્રતાનો સંબંધ પણ હવે રહેવા દીધો નથી. સોરી મેમ. પણ હું આ પ્રેમનો સ્વીકાર કરી શકીશ નહીં. મેમ. ખરેખર મને તમારાથી આવી ઉમ્મીદ નહોતી. તમે આપણી મિત્રતાને પણ શર્મસાર કરી છે. કદાચ, હું એક સારો મિત્ર ગુમાવવા જઈ રહ્યો છું. આટલાં દિવસો, આટલી યાદો, આટલી પલોને જીવ્યા બાદ, આજે મિત્રતાને અહીજ તોડવાનું સમય આવી ગયું છું."

યશ મારી વાત તોહ, સાંભળ. એકવાર સાંભળી લે. આવા કેટલાક વાક્યો તેમણે ઉચ્ચાર્યા હતાં. પરંતુ, હું ત્યાંથી જતો રહ્યો. મેં તેમનું એક પણ સાંભળ્યું નહીં. કેમ? કોઈ પ્રોફેસરને એક સ્ટુડન્ટથી પ્રેમ ન થઈ શકે? પ્રેક્ટિકલ વિચાર કરો તોહ, આવું શક્ય છે. પરંતુ, હું તેમને ગુરુ માનતો હતો. અને મેઘના સિવાય મારી લાઈફમાં હું કોઈને આવવાની પરવાનગી કઈ રીતે આપું? અને આપું તોહ, એ મેઘનાના પ્રેમની બેઈજ્જતી કરી એવું કહેવાય. 'આઈ લવ યુ યશ!' આ વાક્યા બાદ, હું ઊંઘી નહોતો શક્યો. ફરીવાર મેઘના યાદ આવી ગઈ હતી. અને આંખોમાં આંશુ પણ આવી ગયેલા. મેમ આવું શા માટે કર્યું? એટલીસ્ટ આપણી મિત્રતા વિષે જ વિચાર કર્યું હોત. મેં ફરી ડાયરી હાથમાં લીધી.

પ્રિય મેઘના. આજે હું ફરીવાર તને લખી રહ્યો છું. શું કરું? મેમ પણ એવા જ નીકળ્યા. એ મને પ્રેમ કરવા લાગ્યા હતાં. પરંતુ, તું જાણે જ છે. કે, તારા સિવાય મારા જીવનમાં કોઈ પણ આવશે નહીં. તુજ રહીશ ફોરેવર રહીશ. એક પ્રોફેસર સાથે પ્રેમ થઈ શકે. હા! જરુર થઈ શકે. પરંતુ, તું છે મારી લાઈફમાં. ઓલરેડી છે. તારું ન હોવવું તારા હોવવાનું અહેસાસ આપી જાય છે. પ્રોજેક્ટનું શું થશે? મારું શું થશે? અમારી મિત્રતા ફરી જામશે? મારા મતે તોહ, આવું કંઈજ નહીં થાય. કારણ કે, મિત્રતામાં આ અમારો બ્રેકઅપ છે! એવું હું કહી શકું છું. આમાં નવાઈ લાગે નહીં? મિત્રતામાં બ્રેકઅપ! આવું હોઈ શકે? મારા મતે હોઈ શકે આવું. ચલ, રહેવા દે ને. મેમ પણ અન્ય લોકોની જેવાજ નીકળ્યા. હવે કોણ આપશે મારું સાથ? આ પ્રોજેક્ટ મારે જ પુર્ણ કરવાનું છે? મેમ મુકરી નઈ જાય ને? મુકરી જશે તોહ, પણ શું? આ પ્રોજેક્ટ હું કોઈ પણ કિંમતે પૂર્ણ કરવાનો છું જ.આ પ્રોજેક્ટ તારું સપનું છે. તારા છેલ્લાં શબ્દોને છેલ્લા શ્વાસ સુંધી હું સાથે જ રાખવાનો છું. તારો પ્રોજેક્ટ થશે. અને એની હું તને ખાતરી આપું છું.

ક્રમશઃ