a sabadh in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | એ સંબંધ

Featured Books
Categories
Share

એ સંબંધ

*એ સંબંધ*. વાર્તા.... ૨૭-૪-૨૦૨૦

અમદાવાદ ની બાજુમાં નાનું એક ગામડું હતું.
આ ગામમાં એક મધ્યમવર્ગીય કુટુંબ રહે.
કુટુંબમાં કુલ ત્રણ સભ્યો હતા....
પતિ અનિલભાઈ, પત્ની અમિતાબેન, પુત્રી એકતા...
અનિલભાઈ અને અમિતાબેન ને ઘણાં વર્ષો પછી પારણું બંધાયું અને દિકરી જન્મી એ એકતા...
એકતા નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી...
દેખાવે સાધારણ પણ નમણી અને ઘાટીલી હતી..
નાનપણથી જ સેવાભાવી અને લાગણીશીલ હતી..
એકતા મા બાપનું ઘડપણનું આંખોનું રતન હતી....
એકતા નું રુપ ,ધગશ અને હોંશિયારી જોઇને મા બાપની આંખ અને આંતરડી ઠરતી....
બાર ધોરણ પછી અમદાવાદ નર્સ નાં કોર્સ માટે અપડાઉન કરતી અને સાથે પિતાને શિવણ કામગીરી માં મદદરૂપ બનતી અને..
અમદાવાદ જ એક નાની કંપની માં પા ટાઈમ જોબ કરીને ભણતરનો ખર્ચ પોતે જાતે કાઢતી...
એકતા ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાથી ભણી ગણીને નર્સ બની....
અને અમદાવાદ ની જ એક સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ ગઈ...
કોલેજમાં જ તેની સાથે ભણતી તેની બહેનપણી નિત્યા એનાં ગામની બાજુના જ ગામમાં રહેતી હોય છે...
એનાં ઘરે ઘણી વખત એકતા જતી આવતી એટલે નિત્યા નાં ભાઈ સંજય સાથે તેની આંખો ચાર થઈ ગઈ હતી....
એકતા સંસ્કારી અને સુશીલ છોકરી હતી....
એટલે તેણે ઘરે માતા પિતા ને વાત કરી...
માતા પિતાની આમ પણ ઉંમર થઈ ગઈ હતી અને હમણાં થી એ બન્ને ની તબિયત સારી નહોતી રહેતી એટલે એમની પણ દિલની ઈચ્છા હતી કે એકતા નાં લગ્ન જલ્દી થઇ જાય....
એટલે
બન્ને પરિવાર નાં માતા પિતા ની સંમતિથી લગ્ન કરી લીધા અને આનંદથી રહેવા લાગ્યા....
સંજય પણ નોકરી મળતા નોકરી એ લાગ્યો...
નિત્યા નાં લગ્ન થઈ જતાં એ સાસરે સૂરત જતી રહી...
સંજય ગાધીનગર નોકરી માટે રોજ પોતાના બાઈક પર જતો આવતો...
અને એની જ ઓફિસમાં નોકરી કરતી શીલા ને ચાર રસ્તાથી જોડે બેસાડીને લઈ જતો હતો....
અને એની સાથે અવૈધ સંબંધ બાંધી બેઠો...
એક દિવસ સવાર સવારમાં અમિતાબેનની ડાબી આંખ ફરકી રહી હતી. તેમને ચિંતા થવા લાગી...
અચાનક જ અનિલભાઈ ને ચક્કર આવ્યા અને એ પડ્યા અને મોં માં થી ફીણ નીકળી ગયું...
આ જોઈ અમિતાબેન ગભરાઈ ગયાં અને ત્યાં જ તેમનું હ્રદય બેસી ગયું અને ભવોભવ નો સંબંધ નિભાવવા બન્ને સાથે ચાલી નીકળ્યા બીજી દુનિયામાં....
એટલામાં જ એકતાને આજે માતા પિતાને મળવાની ઈચ્છા હતી તો એ ફટાફટ તૈયાર થઈને સંજયના બાઈક પર બેસીને આવી...
અને એણે જોયું તો માતા-પિતા એક સાથે જ પ્રભુધામ જતાં રહ્યાં હતાં...
તેર દિવસ ની બધી ઉત્તરક્રિયા પતાવીને એ નોકરી એ જવા નીકળી અને
દિલથી માતા પિતાના આશીર્વાદ લઈ એ હોસ્પિટલ પહોંચી...
એવામાં જ તેના પર ફોન આવ્યો અને કહ્યુ કે "હું તારી સાથે ભણતી આશા બોલુ છું..
તે સંજય સાથે લગ્ન કરી મોટી ભૂલ કરી છે તે તારાં રૂપિયા ને પ્રેમ કરે છે તુ એની આંખમાં કણાની જેમ ખૂંચે છે...
અને એની ઓફિસમાં કામ કરતી શીલા સાથે અવૈધ સંબંધ છે..
મારી ફરજ તને સચેત કરવાની હતી હવે તું જાણે તારે શું કરવું..
પરંતુ એકતા એ આંખ આડા કાન કર્યા ....
અને કામગીરી માં ડૂબી ગઈ..
એક દિવસ સંજય બાઈક લઈને જતો હતો ત્યારે એકતાએ કહ્યું કે આજે હોસ્પિટલમાં મૂકી જાવ મને તો એણે નાં પાડી કે મારે કામ છે તું તારી રીતે જા..
આવું સાંભળીને એકતા ને વહેમ ગયો..
એટલે એણે તેનો પીછો કર્યો અને જોયું ચાર રસ્તાથી એક છોકરીને બેસાડીને ઓફિસ બાજું બાઈક લીધી...
એણે હોસ્પિટલમાં ફોન કરી રજા લઈ લીધી...
અને ત્યાં ઓફિસ થી દુર રહી જોવા લાગી..
સાંજે છ વાગ્યે છૂટીને શીલા ને બાઈક પર બેસાડીને એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો..
હવે એકતા ઘરે પહોંચી અને સંજય ની રાહ જોવા લાગી..
દશ વાગ્યે સંજય ઘરે આવ્યો એટલે એકતા એ પૂછપરછ કરી ..
પહેલાં તો સંજયે ગલ્લાંતલ્લાં કર્યા પણ એકતાના અવાજની સચ્ચાઈ અને એણે જે સાબિત આપી એટલે એણે કબૂલાત કરી કે તારી સાથે તો મેં રૂપિયા માટે જ લગ્ન કર્યા બાકી તારાથી મને કોઈ પ્રેમ છે જ નહીં..
ખુબ ઝઘડો થયો...
સંજય નાં માતા પિતા નું પણ કંઈ ના ચાલ્યું અને સંજયે એકતા ને ઘરમાં થી કાઢી મૂકી...
એકતા પોતાના પિતાને ઘેર ગઈ રાત ત્યાં ગુજારી અને એક નિર્ણય પર આવી..
એક અઠવાડિયામાં એ મકાન વેચીને અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં ભાડે એક રૂમ રસોડું રાખી ને હોસ્પિટલમાં નોકરી કરવા લાગી...
એકલાં રહેતાં શિખી ગઈ... ઘરથી નોકરી અને નોકરી થી ઘરે..
આમ કરતાં એક વર્ષ ઉપર થયું..
પછી બન્યું એવું કે સમગ્ર વિશ્વમાં 'કોરોના' નામનો રોગ ફાટી નીકળ્યો. એ વખતે સંજયને પણ કોરોના લાગુ પડ્યો ત્યારે એને અમદાવાદ ની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો જ્યાં એકતા નોકરી કરતી હતી...એકતા એ માનવતા ને નાતે
તેની સેવા કરી સાજો કર્યો. ત્યારે સંજયની આંખો ભરાઈ આવી અને કહેવા લાગ્યો, "મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે...
તું ગઈ અને શીલા પણ મને છોડીને એની નાતના છોકરા સાથે લગ્ન કરીને બહારગામ જતી રહી...
હું તારી માફી ને લાયક નથી પણ જો તું ઈચ્છે તો આપણે ફરી પતિ-પત્ની ના સંબંધ માં બંધાઈ જઈએ..
બોલ એકતા જવાબ આપ..
આમ તો..
મેં હંમેશાં તારુ અહિત જ કર્યુ છે....
આજે તુ જ મારી બેલી બની અને મને ઉગાર્યો....
મને માફ કરી દે....
આજે મારી આંખ ઊઘડી ગઈ અને મને એ સંબંધ માં ફરી બાંધી લે મને તારી કિંમત સમજાઈ" ગઈ છે...
એકતા એ સંજય ને કહ્યું કે હવે એ કોઈ એવાં સંબંધ માં બંધાવા નથી માંગતી...
આ તો મારી ફરજ હતી...
આજ પછી મને મળવા ની કોશિશ ના કરશો તો તમારો ઉપકાર મારી ઉપર...
આમ કહીને એકતા ગર્વ ભરી ચાલે બીજા પેશન્ટ જોવા જતી રહી....
ભાવના ભટ્ટ અમદાવાદ.....