સૂસવાટા મારતો પવન અટવાતો હતો અને એમાં એની જોડે અજીબ શી બેકરતાં, એમાં આંખના ખૂણે ઘાબરયેલો ડર વધારે તીવ્ર બની ડરાવતો હતો, આજુબાજુ સૂમસામ રસ્તા પરના કકરા કંઇક ચેતવણી આપી રહ્યા હતા કે જતા રહો જલ્દીથી!
રાજુલ ઑફિસેથી ઘરે જતો હતો, માર્ચ એન્ડ ના દિવસો હતા તો વર્કલોડ વધારે હોવાથી એને નીકળતા રાતના સાડા અગિયાર જેવું થઈ ગયું હતું.કાલે રજા છે તો એ શાંતિથી બધું કામ નિપટાવીને નીકળ્યો હતો જેથી સોમવારે વર્ક ઓછું રહે. એ નીકળ્યો એટલે ખાસુ મોડું થઈ ગયું હતુ એ જાણતો હતો, ઘરે મમ્મી પપ્પા સૂઈ પણ ગયા હશે એવું પણ વિચારતો હતો, ઘરે ફોન કરી દીધો હતો તો શાંતિ હતી.
ઑફિસેથી ઘરે જવાનો રસ્તો સમન ચોકડીથી મલેકપોલ સુધીનો જરાં સૂમસામ હતો, કહેવાતું હતું કે રાત્રે એકલા અટુલા નીકળવું ભયાવહ હતું, ત્યાંથી રાત્રે એકલા કોઈ જવાનું સાહસ કરતું નહિ પણ આજે રાજુલ મજબૂર હતો, ઘરે જવું એના માટે સહજ હતું, મૂળ સ્વભાવ નીડર હોય અને નવ યુવા હોઇ એ આવી બધી વાતોને અફવા ગણીને અવગણીને નીકળી પડ્યો, જતા જતા ઓફિસના ગાર્ડ એ એને ટોકયો પણ ખરાં, પણ એ સાંભળે એવો હતો નહી, યુવા લોહી ઉકળતું હતું તે!
રાજુલ એ ઘણી વાર આ રસ્તાની વાતો ઘણા ના મોઢે સંભાળી હતી, પણ એ હંમેશ માટે એને ગણકારતો નહિ, આજે એને મોકો મળ્યો હતો આવી કોઈ વાત મિથ્યા છે એ સાબિત કરવા. એ નીકળ્યો, બાઈકને કિક મારી, ધીમે ધીમે ગરમીના મોસમમાં રાતના ઠંડક ભરેલા પવનની સાક્ષીએ! રસ્તા પર આમ તો અવરજવર હતી ક્યાંક ક્યાંક પર સમન ચોકડી પછી રસ્તો સાવ સુનો થવા માંડ્યો, ચહલપહલ સાવ બંધ થઈ ગઈ, રસ્તા પર એ એને એનું બાઈક બે જે એકબીજાનો સાથ પુરાવતા હતા, એમાંય બાઈક અચાનક નખરાં કરવા માંડ્યું.
અઠવાડિયા પહેલાં સર્વિસ કરાવેલા બાઈકને આજે જ બીમાર પાડવાનું હતું. એને ડુસકા લેતા લેતા ચાલવા માંડ્યું, સાહીઠ ની સ્પીડ સાવ દસ વીસ પર આવી પહોંચી અને થોડી વારમાં તો બંધ પડી ગયું. રસ્તામાં કોઈ ચકલુંય નહોતું ફરકતું ત્યાં બંધ બાઈકને ચાલુ કરી આપે એવું કોઈ નહોતું, રજુલે એનાથી થતાં બધા પ્રયાસો કર્યા પણ એ અસમર્થ રહ્યો, એને ધ્યાન લગાવીને એને ચાલુ કરવા માંડ્યું પણ એનું ધ્યાન ધીરે ધીરે આજુબાજુના વાતાવરણમાં વહેંચવા માંડ્યું.
રોજનો એ રસ્તો હતો પણ આજે એ જ રસ્તો એના માટે સાવ અજાણ રાચવા માંડ્યો. રાતે નવ વાગ્યા સુધી ધમધમતો રસ્તો ત્રણ કલાકના ગાળામાં સાવ નિર્જીવ બની ગયો. આજે રસ્તો જાણે એને કંઇક કહી રહ્યો હોય એમ ભણકારા વાગતા હતા, ગરમીનો મોસમ વધારે ગરમ બની વકરી રહ્યો હતો, રાતની લાઇટોમાં રેલાતો પ્રકાશ જંખો પડવા માંડ્યો, કૂતરાઓની ભસવાનો અવાજ સુદ્ધાં ડરામણો લાગવા માંડ્યો. કોઈ ચીરતો અવાજ કાનમાં ગુંજવા માંડ્યો, અચાનક ભયાનકતા અનુભવવા માંડી.
કદી ના ધારેલું ડરામણું દ્રશ્ય રજુલના આંખ સમક્ષ તરી આવ્યું.એક પ્રકાશિત આકૃતિ એની નજીક આવતી જણાઈ, એની ભયાનકતા ભારે ભાસી રહી હતી, આંખોમાં આંખ નાખવાનો પ્રયાસ કર્યો પણ એ અસક્ષમ રહ્યો, જેમ જેમ એ કૃતિ એની નજીક આવી એનું ગળું સુકાવા માંડ્યું, એનામાં ભરેલી નીડરતા હવે એનો પીછો છોડાવવા માંડી, હવે શું થશે એનો વિચાર એના મનમાં રમવા માંડ્યો. આગળ સૌ એ કહેલી વાતો એને સાચી થતી જણાઈ, પળવાર તો એ એની સુધ પણ ખોઇ બેઠો.
ક્યાંક હિંમત હજી એનામાં વધી હતી એ બધી એને સમેટીને સામનો કરવા માંડ્યો, એને એની બેગમાં પડેલી કાતર યાદ આવી, નાની હતી પણ અત્યારે એના માટે તલવારથી કઈ કમ નહોતી! એને ફટાફટ જરાં પણ વાર કર્યા વગર કાઢીને ખીસામાં સંતાડી દીધી. આકૃતિ એની જોડે આવતાની સાથે એને પ્રત્યાઘાત કર્યો, એને આંખ બંધ કરીને એનાથી ઝીંકી શકાય એટલા ઘા ઝીંકી દીધા, બચાવ કરતાં એ આકૃતિ એની સામે પ્રગટી.
એ કોઈ નહિ પરંતુ મલેકપોળ ના ચોરે બેસવા વાળી ભિખારણ હતી! જે પોતાના પેટનાં ખાડા ને પૂરવા માટેનો અખતરો અજમાવતી હતી આવી રીતે. આજે એની પોલ ખુલી ગઈ, એ લાચાર બનીને રજુલની સામે ઉભી હતી અને રાજુલ એના સેલફોનમાં એનો વિડિયો બનાવી દુનિયા સમક્ષ એની ડરામણો મુખુટો ઉઘાડતો હતો.