"જો મારે અહીં થી જવું જ પડશે! જો નહિ ગયો તો મારી માટે બહુ જ મુસીબત થઈ જશે!" અતુલ બોલ્યો તો પ્રિતેશે એની વાત કાપતા કહ્યું, "અરે તારા મામાનું જ તો આ ઘર છે! રોકાઈ જા ને લોક ડાઉન ચાલે ત્યાં સુધી!"
"હા... હવે તો બીજો કોઈ જ રસ્તો નથી!" અતુલના શબ્દોમાં ભારોભાર અફસોસ હતો.
🔵🔵🔵🔵🔵
"એ હા મમ્મી, તમે જરાય ચિંતા ના કરશો. અમે અહીં બધા જ ઠીક છીએ! તમે પણ ત્યાં બહાર ના નીકળતા!" અતુલે એના મમ્મીને કોલ પર કહ્યું.
સૌ જમીને બહાર ફરવા માટે તો જવાય નહિ એટલે ઉપર ધાબે જ ગયા. ત્યાં અતુલની બહેનની સાથે એણે એક બીજી છોકરીને પણ જોઈ એ અત્યંત સુંદર લાગતી હતી.
"અતુલ!" દૂરથી જ એની બહેને એણે બોલ્યો તો એ એ બંનેની પાસે ગયો.
"આને હમણાં જ બારમા ધોરણની એક્ઝામ આપી છે તો હવે એ આગળ શું શું કરી શકે તું થોડું એણે સમજાવને!" તેણીએ કહ્યું.
"હા... બારમા ધોરણ પછી ઘણા બધા કોરસિસ છે!" કહીને એણે એણે નિરાંતે બધું સમજાવ્યું. વચ્ચે વચ્ચે એના ઇન્ટરસ્ટ્સ પણ જાણી લેતો. એમની વાતચીતમાં જ નામ પણ જણાઇ ગયું. એનું નામ પ્રિયાંશી હતું. બહુ જ ઓછા સમયમાં બંને એકબીજાને જાણી ગયા હતા.
🔵🔵🔵🔵🔵
એક બપોરે સૌ સૂતા હતા... બસ આ બંનેની જ વાતો ખૂટતી નહોતી!
"મારે તો યાર મરી જવું છે!" સાવ ઉદાસ થતાં અને અચાનક જ એ બોલી તો અતુલ સાવ હેબતાઇ જ ગયો.
"કેમ? શું થયું છે?!" અતુલે કહ્યું.
"લાઇફમાં બહુ જ પ્રોબ્લેમ છે, હું કોઇને લવ કરું છું... પણ હું એણે કહી જ નથી શકતી યાર!" એણે ભારોભાર અફસોસથી કહ્યું.
"હા... તો પણ એણે કહી જ દે ને!" માંડ અતુલ બોલી શક્યો. એના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. એની આંખોમાં આંસુ બસ બહાર જ નીકળવાના હતા.
"મને તો યાર એ બહુ જ ગમે છે!" પ્રિયાંશીએ બાજુમાં રાખેલ તકિયાને બાહોમાં લેતા કહ્યું.
"કઈ જ વાંધો નહિ, કહી દે એણે એ તને તો લવ જરૂરથી કરશે!" અતુલે બની શકાય એટલા સ્વસ્થ થતાં કહ્યું.
"એ જ તો તકલીફ છે યાર, એણે ના કહી દીધું તો?!" પ્રિયાંશી એ શક્યતા વ્યક્ત કરી.
"અરે, એ ના નહિ કહે... તારા જેવી ને તો કોણ ના કહી શકે!" હવે બોલી ગયા બાદ અતુલને લાગ્યું કે એણે વધારે કહી દીધું એમ!
"કેમ એવું તે શું છે મારામાં?!" પ્રીયાંશી એ સાવ ધીમેથી કહ્યું.
"ખબર નહિ... હું જવાબ આપવો જરૂરી નથી સમજતો!!!" અતુલે બને એટલા ગુસ્સા માં કહ્યું.
"હા... મારામાં તો છે જ શું તે તું આપ જવાબ... સોરી યાર, હું તો છું જ આટલી બક્વાસ!" એણે ભારોભાર અફસોસ થી કહ્યું.
"અરે ઓ પાગલ, એવું તો બિલકુલ નથી! તારાથી ખૂબસૂરત તો કોઈ જ નથી!" અતુલે હળવેકથી કહ્યું.
"જાણે હવે..." એણે ના જ માન્યું.
"એ છોડ... એ કોણ છે, જેને તું લવ કરું છું?!" અતુલે કહ્યું તો એણે એના હાથથી મોને છુપાવી લીધું!
"ના... કહું! મને તો શરમ આવે છે!" એણે હાથને ચહેરા પર રાખીને જ કહ્યું.
"ઓકે... બાય... મારે તો મરવું છે..." અતુલે કહ્યું અને બ્લેડ શોધવા લાગ્યો.
"ઓ પાગલ, શું થયું તને અચાનક? કેમ મરવું છે?!" પ્રિયંશી એ સ્વાભાવિક જ પૂછ્યું.
"કઈ નહિ... હું તો છું જ એટલો વકવાસ કે..." એ આગળ કઈ બોલે એ પહેલા તો એના હોઠ પર પ્રિયનશી ની આંગળી હતી.
"તારાથી વધારે ખૂબસૂરત તો આ દુનિયામાં કોઈ જ નથી!" એણે કહ્યું તો એની આંખમાં અમુક અશ્રુબિંદુ જોઈ શકાતા હતા.
"પણ તું તો..." અતુલ આગળ કઈ બોલે એ પહેલા જ પ્રિયાંશી એણે ભેટી જ પડી અને બોલી, "આઇ લવ યુ! હું તને જ લવ કરું છું!!!"
આ સાંભળીને અતુલનાં મનમાં એક જ વિચાર આવ્યો કે "મારું લોક ડાઉન તો સફળ!!!"