Destiny from Doctor to Deputy in Gujarati Motivational Stories by Dr.Hemaxi Kotadia books and stories PDF | Destiny from Doctor to Deputy

Featured Books
Categories
Share

Destiny from Doctor to Deputy


मंजिल उन्हीं को मिलती है, जिनके सपनों में जान होती है, पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है |

આવી જ એક ઊડાન ભરી ચૂક્યા છે, "ડોક્ટર અક્ષય હડિયલ".

જયારે સામાન્ય દર્દી ડોક્ટર ના ઊંબરે બતાવવા જાય; ત્યારે સૌ કોઇને એમ હોય કે ડોક્ટર ને તો બસ બેઠા-બેઠા દવાઓ જ લખવી છે ને, પણ ત્યાં સુધી પહોંચવામાં એ માણસે જે કુરબાનીઓ આપી છે, એની તરફ કોઇનું ય દ્યાન નહીં જાય..

ડૉ.અક્ષયની આ કુરબાનીઓની શરૂઆત એક વર્ષની ઉંમર(જયારે એમને પોતાને ય એ વાતનુ ભાન નહીં હોય )થી જ થઇ ગઇ હતી.સિવિલ એન્જિનિયર પપ્પાની ટ્રાન્સફર થતાં જૂનાગઢ વતની ડૉ.અક્ષય અને તેમના પરિવારને નવસારી સ્થળાંતર કરવું પડ્યું.વધતાં જતાં સમય સાથે ડૉ.અક્ષયની પ્રાથમિક શાળા સહિત નવ ધોરણ સુધીનો અભ્યાસ નવસારીમાં જ થયો.અગત્યના એવા દસમાં ધોરણની શરૂઆત થવાની જ હતી કે પપ્પાની ફરી દાંતીવાડા ટ્રાન્સફર થઇ ગઇ ને ડૉ.અક્ષયને ફરી દસમાં ધોરણની તૈયારીઓ સાથે નવા શહેર અમદાવાદમાં સેટલ થવું પડયું .દસમાં ધોરણમાં સારા ગુણે ઊતીર્ણ થવાની સાથે જ પપ્પાની ફરી ટ્રાન્સફર પોતાના વતન જૂનાગઢમાં થઇ ગઇ.ફરી પોતાના વતનમાં આવવાની ખૂશી એક બાજુ હતી અને 2000ની સાલમાં ( જયારે સાયન્સ માં ગણિત અને જીવવિજ્ઞાન
બંનેનો એકીસાથે સમાવેશ થતો) સાયન્સમાં બારમા માં ઊતીર્ણ થવાનો સંઘર્ષ એક બાજુ હતો.પણ એ સંઘર્ષ સફળ રહ્યો.

2001માં પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ કરમસદમાં M.B.B.S માં પ્રવેશ મેળ્વયો અને ૨૦૦૬ સુધીનો સફર કાપવા માં સફળ રહ્યા અને આખરે * ડોક્ટર અક્ષય* તરિકેનું બિરુદ પામ્યા.બે વર્ષ સુધી એમણે PG ADMISSION માટે પ્રયાસ કર્યા પરંતુ અકારણે નિષ્ફળ રહ્યા.અંતે ૨૦૦૯માં એમણે માણાવદર CHC માં મેડીકલ ઓફિસર તરિકે જોઇન કર્યુ. સાથે જ વધુ સમય વાંચનમાં ન આપી શકવા છતાં Post Graduation ની પરીક્ષા આપવાનું તો ચાલુ જ રાખ્યું.

ઊપરા ઊપરી હતાશાની પરિસ્થિતિમાં 2012માં લગ્ન રુપી સુખદ ઘટના પણ બની પણ એ પછી ય સુખ - દુખ રુપી ચક્ર જાણે ઝડપથી ફરવા લાગ્યું, વચ્ચે 1.5 મહિના ના પ્લાસ્ટર વાળું ડાબા હાથનું fracture , Dengue, Malaria જેવી ઘટનાઓ તેમની સાથે ઘટી, જેને સામાન્ય લોકો મોટી બિમારી ગણી હંગામો મચાવતા હોય છે એને ડૉ.અક્ષયે જીવન નો એક ભાગ ગણી અવગણી કાઢી .છતાંય આ બીમારીના ગાળામાં એમણે PGની પરીક્ષા આપવાનું ના છોડ્યું. જોતજોતામાં છોટા અક્ષય ધ્યાનમ નો જન્મ થયો. સંપૂર્ણ ઘરસંસાર અને સાથે જ PG પરીક્ષાની તૈયારી કેટલી અઘરી પડે એ તો જે કરે તે જ જાણે,પણ આખરે 2007 થી 2017સુધીની મહેનત રંગ લાવી 2017માં તેમને PG માં એડમિશન મેળવ્યું એ પણ કોઇ જેવી તેવી કોલેજમાં નહીં, ગુજરાતની ટોપ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં DIPLOMA IN OBSTETRICS & GYNAECOLOGY.

17 વર્ષના મેડિકલ કાળમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો નવો સૂરજ ઉગ્યો. માણાવદરના CHCના પ્રખ્યાત હડિયેલ સાહેબ ને હવે સીનીયરોની નીચે 1st year Houseman તરીકે મજૂરી કરવાની હતી. પણ નવા દિવસો હજૂ શરૂ જ થયા હતા કે એક દિવસ વહેલી સવારે હોસ્પિટલના રૂમમાં બેડ પરથી પડી ગયા પછી એમના થી ઊભું જ ના થવાયું. છેલ્લા દસ પંદર દિવસથી પગમાં નબળાઈ તો લાગી જ હતી એમને, પણ કદાચ નવી શરૂ થયેલી લાઇફમાં થતી ભાગ- દોડ ને લીધે હશે એવું માનીને નકારી કાઢતા હતા.પણ જ્યારે પોતાના પગે ઊભું પણ ન રહી શકાય એવી હાલત થઈ ગઈ ત્યારે નાછૂટકે મેડિસિન વિભાગમાં બતાવું પડ્યું.


MRI , NCV વગેરે કર્યા પછી GBS( Guillian Barre Syndrome ~ ચેતાતંતુઓ ની નબળાઈ જેમાં શરીર કામ કરતું બંધ થઈ જાય )હોવાનું નિદાન થયું. પંદર દિવસ સુધી સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિસિન વિભાગમાં દાખલ રાખવામાં આવ્યા.સરકારની સહાયથી IVIG( Intravenous Immunoglobulin)ના અતિ ભારે ,અતિ મોંઘા ઈન્જેક્શન આપવામાં આવ્યા. અને આ ગંભીર રોગ માંથી બહાર કઢાયા.શરીરમાં આવેલી નબળાઈ ના હિસાબે ત્રણ મહિનાની રજા આપવામાં આવી.સારું થતાં તરત જ એમણે ફરી જોઈન કર્યુ. પરંતુ કદાચ પ્રભુ એમની પરીક્ષા લેતા હશે કે શું!!!ત્રણ જ દિવસમાં ફરી એમનો અકસ્માત થયો અને આગળ થયેલા અકસ્માત પર જ ઘા વાગ્યો ફરી એ જ હાથ પર, એ જ હાડકાં પર, Fracture આવ્યું. બસ ખુશી એ વાતની હતી કે આ વખતે Fracture ફક્ત Hairline (એટલે કે સામાન્ય) હતો.૧૫ દિવસમાં રિકવરી આવી ગઈ.ઓક્ટોબર ૨૦૧૭ માં એમણે ફરી જોઈન કર્યું . ફર્સ્ટ યર રેસીડેન્સી પતવા આવી હતી, ભગવાનની કૃપાથી બાકીનું ફર્સ્ટ યર સહી-સલામત પાર પડ્યું.

સેકન્ડ યર શરૂ થયું , જુલાઈ 2018 માં અચાનક ચક્કર આવતાં તેઓ બેભાન થઈ ગયા અને ન જાણે કોની નજર લાગી હશે કે આવી બેભાન હાલતમાં થી પાછા બહાર પાછા લાવવા Ventilator (એટલે કે કૃત્રિમ રીતે શ્વાસ આપવા માટે સૌથી છેલ્લો ઓપ્શન ) પર મૂકવા પડયા. રિપોર્ટ થતા જાણ પડી કે તેમને Diabetes છે અને sugar અચાનકથી ઘટી જવાને લીધે hypoglycemic Seizuer આવી છે .ચાર-પાંચ દિવસ Ventilator પર રાખ્યા પછી ધીરે ધીરે તેઓ સભાન અવસ્થામાં આવવા લાગ્યા. એકાદ મહિનો હોસ્પિટલમાં જ કાઢવો પડ્યો પરંતુ આટલું પ્રભુને પરવડયું નહીં કે બે મહિના બાદ ફરી આ જ ઘટના બની DNS ( Deviated Nasal Septum) ને લીધે શ્ર્વાસની તકલીફમાં ઉમેરો થતો રહ્યો અને ફરી એક વાર એમને વેન્ટિલેટર ઉપર મૂકવા પડયા. આમ કરતાં માર્ચ 2019 સુધીનો ગાળો ખેંચાઈ ગયો,જે એમના સેકન્ડ યરના આઠ મહિના બરાબર હતો કદાચ બીજા કોઈ નબળા મનના વિદ્યાર્થી હોય તો ડિપ્રેશનનો શિકાર બની જાય અને કદાચ મેડિકલ લાઇન છોડી લેવાનો નિર્ણય પણ લઇ લે..પરંતુ આ ધુરંધરે મેડિકલ ઊપરાંત મિત્રથી પ્રેરિત થઇ GPSC (Gujarat Public Service Comminsion) ની પરીક્ષા પણ આપવાનુ નક્કી કર્યુ .અને આ અવસ્થા નો લાભ ઉઠાવી જુલાઇ 2018 થી માર્ચ 2019 સુધીના ગાળામાં ,જે સમયે જાતે થોડું કંઈ પણ કરતા થયા કે તરત ચોપડા નો સહારો પકડ્યો. ઓક્ટોબર 2018 ની જીપીએસસીની પરીક્ષા આપી પ્રથમ ચરણમાં પાસ થયા અને ફેબ્રુઆરી 2019 નું બીજું ચરણ પણ સારા ગુણે પાસ કર્યું.

છતાં હજુય મહામહેનતે મળેલી DGOની સીટ તો વેળે નતી જ જવા દેવાની ને, બિમારી ને લીધે બગડેલા સેકન્ડ યરનું વળતર વધારાનું એક વર્ષ કરીને કાઢવાનું હતું.માર્ચ 2019 થી ફાઇનલ અમદાવાદ સિવિલમાં ફરી જોડાયા.જે માણસ મોતનું મુખ જોઈ ને આવ્યો હોય એને હવે શેનો ભય??!! મુખ ઉપર ખુમારી અને હૈયામાં જોશ સાથે DGOનું ફાઇનલ યર જોશમાં ચાલતું હતું. ભગવાનની દયાથી આખું વર્ષ નિરાંતે પસાર થયું .સાથે જ ડેપ્યુટી કલેકટરની મૌખિક પરિક્ષા પણ ખુબ સરસ રીતે પાર કરી. આ વર્ષ પતાવીને Obstetrician ના બિરુદ સાથે જ ડેપ્યુટી કલેક્ટર વેરાવળનો હોદ્દો પણ સંભાળી લેવા નો ઓર્ડર આવી ગયો હતો.
એપ્રિલ 2020 માં DGOની પરીક્ષા પતાવી વેરાવળ જોઈન થવાનું નક્કી થયું. ત્યાં ફેબ્રુઆરીમાં Chronic hypertensive એમના પપ્પા ને Intracranial Haemorrhage થતા emergency Burr hole સર્જરી કરવી પડી. પોતે જે જોઈ ને આવ્યા હતા એ હાલતમાં હવે પપ્પા ને જોવાના હતા. રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં પપ્પાને દાખલ કર્યા હતા. અમદાવાદ સિવિલમાં રેસીડેન્સી,સાથે જ અમદાવાદનું પત્ની અને પુત્ર સાથે નું ઘર ચલાવવું, ફાઇનલ એક્ઝામ માથા પર પ્લસ ઘરનો એક માત્ર દીકરો હોવાને નાતે પપ્પા સાથે હોવું અત્યંત જરૂરી હતું.

આગળ લેવી પડેલી રજાઓને લીધે સિવિલમાં રજા પાડી શકાય એવો વિકલ્પ ન હતો અને પપ્પા પાસે એમના સિવાય કોઈ વિકલ્પ નહોતો. આથી એમણે અમદાવાદ થી રાજકોટ દર બીજા દિવસે મુસાફરીની યાત્રા શરૂ કરી. પપ્પા ની હાલત ગંભીર થતી જતી હતી, કોઈક ભલા માણસની સલાહ માની પપ્પાને બોમ્બે લીલાવતી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા.

અમદાવાદ થી રાજકોટ તો સહેલું હતું પણ અમદાવાદથી બોમ્બે ઘણું ભારે પડ્યું. આ સ્થિતિમાં ફાઇનલની તૈયારી તો ભૂલી જ જાવ, બે ટાઈમ શાંતિથી ખાવાનું મળે તો ય સારું એવી હાલત થઈ ગઈ. પપ્પા ની હાલત માં સુધારો આવતા મહિનો થયો.

પણ ત્યાં સુધીમાં ફાઇનલ યરની પરીક્ષા ડંકા વગાડી ચૂકી હતી. એપ્રિલના પહેલા અઠવાડિયામાં પરીક્ષા લેવાની જ હતી કે 25 માર્ચ થી મોદીજીએ COVID ને લઈને lockdown ના ડંકા વગાડી દીધા.

અસમંજસની ઘડી હવે ઊભી થઈ , ડેપ્યુટી કલેક્ટર ની ટ્રેનીંગ ની નોટીસ આવી ગઈ હતી. પરંતુ, પરીક્ષા વિના સિવિલમાંથી છૂટા થવાનો આદેશ ન હતો ,આથી અમદાવાદ થી વેરાવળ સુધીની ગાડી ફરી શરૂ થઈ. ઇમર્જન્સી ના દિવસે અમદાવાદમાં અને બાકીના દિવસમાં વેરાવળ ટ્રેનિંગમાં સમય આપવાનું નક્કી કર્યું.

અને આખરે August 2020 માં DGOની પરીક્ષા પૂર્ણ થઇ અને આટલી ભાગદોડ પછી પણ DGO માં થિયરીમાં Highest માર્ક થી ઉત્તીર્ણ થયા. હવે આ ડેપ્યુટી કલેક્ટરને આગળ વધતા કોણ રોકી શકે!!!
આજ કાલના 20-22 વર્ષના જુવાનિયાઓ આજકાલ એક બે કોશિશ પછી નિષ્ફળ જાય તો ગળાફાંસો કે ઝેરી દવા જેવા ઓપ્શન શોધવા લાગતા હોય છે. જ્યારે આ માણસ 20વર્ષથી મેડિકલ ક્ષેત્રમાં ઝઝૂમી રહ્યો છે, વિધાતાના કેટલાય થપ્પડો એમને પડ્યા, કેટલીય વાર પડ્યા, છતાંય આજે અડીખમ ઊભા છે.એમની આ સતત કોશિશ કરતા રહેવાની શીખ સો ટકા સૌ કોઇએ ઉતારવા જેવી છે.

"A Very warm wishes to our Deputy collector, D.G.O Dr.Axay Hadiyel"


(~ ડૉ.હેમાક્ષી કોટડિયા)