The word 'appreciate' in Gujarati Moral Stories by Aishwari Vasavada books and stories PDF | સરાહના - The word appreciate

Featured Books
Categories
Share

સરાહના - The word appreciate

વેલેન્ટાઇન ડે:

એક મુગ્ધ અવસ્થામાં થતો પ્રેમ.. લાગણીઓનો ધોધ.. જ્યાં સામે પક્ષે બસ પૂરેપૂરા એનાં અસ્તિત્વમાં પોતાનું અસ્તિત્વ ઓગાળવાની મહત્વાકાંક્ષા🤗

પહેલાં એવું હતું કે જેને તમે પ્રેમ કરતા હોવ તેને નિખાલસતાથી કહી ના શકો .. તો 🌹 આપીને પોતાનો પ્રેમ વ્યક્ત થતો. ત્યારે આટલો બધો દેખાડો નહોતો.. ફક્ત પ્રેમને દર્શાવવાનો એક માત્ર ગુલાબી રસ્તો હતો.. ક્યારેક બે શબ્દો લખાતા તો ક્યારેક વળી લોહીથી લખેલો પત્ર મોકલાતા.. એક એવા સ્વપ્નમાં મહાલવા લાગતા જ્યાં પોતાના પ્રિયતમ કે પ્રેમિકાનો સહેવાસ ઝંખાતો 🤗

દરેકના ફૂલ કે પત્રો સ્વીકારાતા જ એવું પણ નહિ.. લાગણીઓને એક ફૂલથી પામી શકાય ખરું? શું હું તને પ્રેમ કરું છું.. એ શબ્દો કાફી હોય છે પ્રેમ ને ટકાવવા? એક નિર્દોષતાથી ભરપૂર પ્રેમ જો કબુલાય તો એ પ્રેમ સફળ થાય ખરો?

પ્રેમ જો સામેવાળી વ્યક્તિને મહેસૂસ નાં થાય તો એ પ્રેમનું અસ્તિત્વ ઓગળતું જાય છે. જેમ જેમ આ લાગણીઓ કચડાતી જાય છે તેમ તેમ નિર્દોષતા ઓગળતી જાય છે અને પ્રેક્ટિકલ સંબંધો વિકસતા જાય છે.. જ્યાં પ્રેમનો ગુણાકાર કે ભાગાકાર થવા લાગે છે. એમ તો આવો પ્રેમ પણ કાઈ ખોટો નથી પણ ત્યાં જે તે વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ભૂલીને સામેવાળી વ્યક્તિને ફક્ત ખુશ રાખવાનો દેખાડો કરતી થઈ જતી હોય છે..

પ્રેમ કરવો એટલે એકબીજા ઉપર સત્તા સ્થાપવાની નથી હોતી પણ એકબીજાની હુફમાં ઓગળી જવાનું હોય છે. જ્યાં બન્ને પક્ષે ક્યાંય બદલવાની શરત નથી હોતી પણ છતાં એકબીજા માટે બદલાવું ગમે, ત્યારે એને પ્રેમ કહેવાય. બે વ્યક્તિ જોડાય ત્યારે એકબીજા માટે હક કરવો એ સ્વાભાવિક પ્રક્રિયા છે પણ જો એ હકથી સામેવાળી વ્યક્તિ ગુંગળાવા લાગે ત્યાં પ્રેમનું સમીકરણ બદલાતું જાય છે.

આજની જનરેશન પ્રેમમાં અનેક વાર પડે છે, કારણ શું? કારણ આપણી પ્રેમ માટેની જે વ્યાખ્યા આપણાં બાળકોના મગજમાં બેસાડી છે તે છે. માતા પિતા જોડે રહે છે પણ કૂતરા બલાડા થી પણ બદતર લડતા જોઈને મોટા થયા હોય છે. એ વાતાવરણ એટલી હદે એ લોકોના મગજ ઉપર હાવી થઈ જતું હોય છે કે જ્યારે એમના જીવનમાં એમનો સંબંધ લગ્ન સુધી પહોંચે ત્યારે એ લોકો ગભરાઈ જતાં હોય છે કે અમે પણ શું આવી જ રીતે લગ્ન કરીને લડી મરીશું? તો અમારી વચ્ચે પણ પ્રેમ મરી પર્વારશે?

તો આજના વેલેન્ટાઇન ડે ને શો ઓફ કર્યા વગર પણ જો દિલથી એકબીજાંના રદય ને ઓળખવાની સમજ કેળવશો તો કદાચ આપણી ભવિષ્યની પેઢી પ્રેમની નિર્દોષતા ને માણી શકશે.. કદાચ..

આવા દિવસો આપણાં બાળકો અને આવનારી પેઢી નિર્દોષતાથી ઉજવી શકે તેને માટે આપણે શું ખરા દિલથી આજે પણ વેલેન્ટાઇન ડે ઉજવી શકીશું ખરાં? કે બસ મિત્રોને અને સોશીયલ મીડિયા ઉપર શો ઓફ કરીને અંદરની કડવાશોને અકબંધ રાખીને જ ઉજવીશું?

બાળકો આપણાં જ વર્તનનું અનુકરણ કરતા હોય છે માટે આજે શક્ય હોય તો દેખાડો ત્યજીને તમારા વેલેન્ટાઇન ને દિલથી સમજો અને એકબીજા માટે સન્માન આપતા શીખો.. કારણકે "I love you"
કરતા. "I really appreciate you" એ વધારે અસરકારક હોય છે🤗🤗🤗💕💕💕🌹🌹🌹

આમ તો આ વાત વેલેન્ટાઇન ડે ઉપર લખી હતી, પણ આજે 'wife appreciation day' છે, તો આજના દિવસને પણ એટલી જ લાગુ પડે છે. અને એકલી વાઇફ જ શું કામ? દરેક વ્યક્તિને પોતાની સરાહના સાંભળવી પ્રિય જ હોય. આ સરાહના કરવા માટે, કોઈ એક દિવસ પૂરતો નથી. આપણા નજીકના લોકોની સરાહના કરવાનું
આપણે સૌથી વધારે ચૂકી જતા હોઈએ છીએ..


🆎🌹