પુસ્તક : " લજ્જા "
લેખક : તસલીમા નસરીન
પુસ્તક એક વાર્તા ના સ્વરૂપે છે, કોઈ પણ વાર્તા નુ સર્જન ક્યારે થાય કે જયારે એવી કોઈ ઘટના કે એ વાર્તા ને અનુરૂપ કંઈક કિસ્સો બને ત્યારે વાર્તા નુ સર્જન થાય અથવા તો વાર્તા નુ સર્જન લેખક ની કલ્પના ઓ થી થાય જેમાં કાલ્પનિક દુનિયા નો ભાગ વધુ રહે પણ આ જે વાર્તા છે એ હકીકત ને આધારિત છે વાત ની શરૂઆત ત્યાર થી થાય છે કે જ્યારે બાબરી મસ્જિદ ને પાડવા માં આવી, પાડવા પાછળ કોનો હતો એ બાબત માં પડ્યા વગર મૂળ વાત પર આવી, વાર્તા નો ક્ષાર કહેવા કરતા એમાં જે ભાવ છે એ કહેવા નો મારો વધારે પ્રયત્ન રહશે , 1990 આસપાસ ના સમય માં બાંગ્લાદેશ માં લઘુમતિ ની હાલત એટલે કે હિંદુઓ ની હાલત બહુ કફોડી હતી કેમ કે ભારત માં જયારે બાબરી મસ્જિદ પાડવા માં આવી ત્યારે એના પડઘા ભારત માં તો પડ્યા જ હતા પણ દુનિયા ના એવા દેશો માં વધારે પડ્યા હતા જ્યાં હિંદુ લઘુમતી માં હતા. તે પછી બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાન હોય. ભારત માં જે કાંઈ પણ તોફાનો થયાં એ મોટા ભાગે દ્વિપક્ષીય હતા અને મોટા ભાગે ભારત જેવા લોકશાહી દેશો માં એક તરફો કત્લેઆમ ઓછો થાય છે મોટા ભાગે દ્વિપક્ષીય ઝગડા જ વધારે થતા હોય છે એમાં પણ અપવાદ છે ઇન્દિરા ગાંધી ના મૃત્યુ પછી જે રીતે શીખ લોકો નો કત્લેઆમ થયો એવા અપવાદ ને બાદ કરતા મોટા ભાગે દ્વિપક્ષીય ઝગડાઓ જોવા મળે છે. પરંતુ પાકિસ્તાન બાંગ્લાદેશ આવા બધા દેશો માં કેવું થાય છે કે ત્યાં એક તો લોકશાહી હોતી નથી અને કદાચ જો હોય છે તે ફક્ત જે તે દેશ ના સંવિધાન પૂરતી ફક્ત સીમિત હોય છે તેના લીધે ત્યાં ની લઘુમતી ને ભોગવવા નો વારો જાજો આવે છે.ભારત માં તમે કોઈ પણ જ્ઞાતિના હોય કોઈ પણ પંથના હોય તમને વિરોધ કરવા નો હક હોય છે અને જે રીતે આપણે અહીંયા સરકાર ની સારી ખરાબ બંને નીતિઓ માં વિરોધ થઇ શકે છે એમ બીજા દેશો માં શક્ય નથી.ત્યાં ની લઘુમતી હમેશા લઘુતાંગ્રંથિ થી પીડિત હોય છે આપણે હાલ માં પણ જોય શકીયે છીએ કે વારે વારે પાકિસ્તાન થી નોન મુસ્લિમ પર ના સમાચારો બહાર આવતા હોય છે અને આવો કોઈ પણ કિસ્સો બીજા દેશ માં બને એટલે તેના ખરાબ પરિણામ કોઈ પણ જાત ના કારણ વગર આ લઘુમતી ને ભોગવવા પડતા હોય છે.
આ વાર્તા માં સુરંજન નામ નુ પાત્ર છે એનો જન્મ તો બાંગ્લાદેશ માં થયો અને એ પોતાની જાત ને હિંદુ હોવા છતાં પણ હિંદુ નોતો ગણતો પોતાને નાસ્તિકવાદી વિચારક અને પ્રગતિવાદી વિચારક તરીકે ગણતો. પરંતુ જયારે આવા રમખાણો થયા ત્યારે પોતાના જ નોન હિંદુ મિત્રો નાસ્તિકવાદ ની ફિલોસોફી ભૂલી અને કટ્ટર વાદી થઇ ગયા અને તેને હિંદુ માનવા લાગ્યા ત્યારે ધીમે ધીમે પોતાને અહેસાસ થયો કે એ એક કાલ્પનિક વિશ્વ માં જીવતો હતો, અને પોતાની જાત ને પ્રગતિવાદી ગણાવી ને હિંદુ ના ગણાવનાર ને હકીકત ની સમજ ત્યારે પડી જયારે પોતાની બહેન નુ કટ્ટરતા વાદી લોકો એ અપહરણ કર્યું આ માણસ ની લાક્ષણિકતા છે કે જયારે પોતાના પર આવે ત્યારે જ તેને સાચી પરિસ્થિતિ નુ ભાન થાય. સામાન્ય સંજોગો માં ભારત માં પણ આ પ્રકાર ની વિચારધારા અસ્તિત્વ ધરાવે છે ધર્મનિરપેક્ષતા ના નામ પર લોકો પોતાની ઓળખાણ ભૂલી જાય છે અને પોતે નાસ્તિક અને પ્રગતિવાદી છે એવુ માનવા અને બીજા ને જતાવવા ની કોશિશ કરે છે.
એમાં એક બીજી વાત પણ બતાવવા માં આવી છે માણસ ને પોતાની જન્મભૂમિ પ્રત્યે નો પ્રેમ, સુરંજન ના પિતા પોતે ડોક્ટર હતા, જયારે બાંગલાદેશ ને આઝાદી આપવા ની હતી ત્યારે તેણે ઘણા કાર્યક્રમ કર્યા અને બીજા ઘણા કાર્યો કર્યા હતા. ત્યાર બાદ ધીમે ધીમે ધર્મનિરપેક્ષતા ત્યાં ઘટતી ગઈ અને લઘુમતી ના હકો અને એના લાભો છીનવાઈ ગયા.વારે વારે હિંદુઓ ના ઘર સળગાવવા એના ઘર લૂંટવા આવી ઘણી બધી વારંવાર બનતી હોવા છતાં અને પોતાના બધા સગા સબંધી ભારત આવી ગયા પણ પોતે પોતાની જન્મભૂમિ ને મુકવા ત્યાર જ નથી અલબત્ત આખરી માં જાવા માટે ત્યાર થઇ જાય છે પણ ક્યારે કે જયારે એની પાસે ગુમાવવા જેવું કાંઈ ન રહ્યું.
કોઈ પણ માણસ કય હદે ક્રૂર થઇ શકે એ લેખક એ બહુ જ સરળ ભાસા માં સમજાવ્યું છે પોતે એક બાંગ્લાદેશ ની નાગરિક હોવા છતાં એણે જે રીતે ત્યાં ની બહુમતી ની માનસિકતા છતી કરી છે એ હકીકત એ ધન્યવાદ ને પાત્ર છે કેમ કે એનું એક કારણ છે કે ભારત જેવા લોકશાહી દેશ માં પણ ઘણી વાર લેખકો એ અને પત્રકારો એ બહુ જ સાંભળી ને બોલવું કે લખવું પડતું હોય એવા સમયે બાંગ્લાદેશ જેવા દેશ માંથી એવું લેખન કરવું એ એક હિંમત ભર્યું કાર્ય કહી શકાય.
~ ભાવિન જસાણી
તા. ક. વ્યાકરણ ની ભૂલચૂક માફ કરવી.